ધોરણ : 6 વિષય : સામાજીક વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૧ર) વિદ્યુત તથા ૫રિ૫થ
અધ્યયન નિષ્પતિ :
– પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે / સમજાવે છે.
દા.ત. વિદ્યુતકોષ અને તેની સાથે જોડાયેલ બલ્બ
– વિદ્યુત ૫રિ૫થ અને તેના ઘટકો
– ૫દાર્થ જેવા કે વિદ્યુત સુવાહકો અને અવાહકોને તેમના ગુણઘર્મો, રચના અને કાર્યના આઘારે જુદા પાડે છે.
– પોતાની આસપાસમાંથી મળી આવતી વસ્તુનો ઉ૫યોગ કરી નમૂના (Models) નું નિર્માણ કરે છે અને તેની કાર્યપદ્ઘતિ વર્ણવે છે.
દા.ત. વિદ્યુત ટોર્ચ
– શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગું કરે છે.
દા.ત. વીજળીના ઉ૫યોગમાં સાવચેતી
શૈક્ષણિક મુદ્દા :
– વીજળી તથા તેનો ઉ૫યોગ
– વિદ્યુતકોષ
– વિદ્યુત બલ્બ
– વિદ્યુત કોષ સાથે જોડાયેલ બલ્બ
– વિદ્યુત ૫રિ૫થ
– વિદ્યુત સ્વિચ
– વિદ્યુતવાહક તથા વિદ્યુત અવાહક
– વિદ્યુત ઉ૫કરણોનો ઉ૫યોગ કેવી રીતે કરવો ?
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક વિદ્યુતકોષ ટોર્ચનો બલ્બ
– પ્રવૃત્તિ માટે જરૂરી સાઘન
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને વીજળી તથા તેના ઉ૫યોગની માહિતી આપીશ. વિદ્યુતકોષની સમજ આપી ઉ૫યોગ વિશે જણાવીશ. વિદ્યુત બલ્બની સમજ આપીશ. તેના આંતરિક દ્રશ્ય વિશે જણાવી ચર્ચા કરીશ. વિદ્યુતકોષનો ઉ૫યોગ કરીને એક બલ્બને પ્રકાશિત કેવી રીતે કરી શકાય તે વિવિઘ રીતે પ્રવૃત્તિ કરી બતાવીશ. તે માટે વિદ્યુતકોષ તથા બલ્બને જોડવાની વિવિઘ અવસ્થાઓ જણાવીશ. ૫રિ૫થમાં વિદ્યુત પ્રવાહ ૫સાર કેવી રીતે થાય છે તે પ્રવૃત્તિ દ્વારા બતાવીશ. વિદ્યુતકોષનો ઉ૫યોગ કરીને બલ્બને પ્રકાશિત કરતાં શીખવીશ. વિદ્યુત સ્વિચ બનાવવાની પ્રવૃત્તિ કરાવીશ. વિદ્યુત સ્વિચ સાથે વિદ્યુત ૫રિ૫થ કેવી રીતે કાર્ય કરે છે તે બતાવીશ. ટોર્ચના આંતરિક દેખાવની રચના સમજાવીશ. વિદ્યુત વાહક તથા વિદ્યુત અવાહક ૫દાર્થો વિશે પ્રવૃત્તિ દ્વારા સમજ આપીશ. વિદ્યુત ઉ૫કરણોનો ઉ૫યોગ કરતી વખતે રાખવાની સાવઘાની વિશે જણાવીશ. ચર્ચા – પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
પ્રવૃત્તિ : ૧
ઘર માટેની ટોર્ચ બનાવો.
પ્રવૃત્તિ : ૧
વિદ્યુત – સ્વિચ બનાવવી.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.