ધોરણ : 6 વિષય : સામાજીક વિજ્ઞાન
પાઠનું નામ:
(૧૧) ભૂમિ સ્વરૂપો
અધ્યયન નિષ્પતિ :
– ભારતના નકશામાં સ્થાન, સીમા, વિસ્તાર, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, રણપ્રદેશો વગેરે જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ દર્શાવે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ભૂમિ સ્વરૂપની રચના
– ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર
* ૫ર્વત :
૧. ગેડ ૫ર્વત
ર. ખંડ ૫ર્વત
૩. જવાળામુખી ૫ર્વત
૪. અવશિષ્ટ ૫ર્વત
– ૫ર્વતોનું મહત્વ
* ઉચ્ચપ્રદેશ :
– આંતર ૫ર્વતીય
– ઉચ્ચપ્રદેશ
– ૫ર્વતપ્રાંતીય ઉચ્ચ પ્રદેશ
– ખંડીય ઉચ્ચપ્રદેશ
– ઉચ્ચ પ્રદેશનું મહત્વ
* મેદાન :
૧. કિનારાનાં મેદાન
ર. ઘસારણનાં મેદાન
૩. નિક્ષે૫ણનાં મેદાન
* મેદાનોનું મહત્વ
* ઉ૫સાગર, અખાત, ભૂશિર, ટાપુ, ખીણ, સામુદ્રઘુની સંયોગી ભૂમિ
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ભૂમિસ્વરૂ૫ની સંકલ્પના સ્પષ્ટ કરાવીશ. ભૂમિસ્વરૂપોના મુખ્ય પ્રકારોમાં પર્વત વિશે સમજ આપીશ. ૫ર્વતોના પ્રકારોમાં ગેડ પર્વત, ખંડ ૫ર્વત, જવાળામુખી ૫ર્વત તથા અવિશિષ્ટ ૫ર્વત વિશે સમજાવીશ. ૫ર્વતોનું મહત્વ સમજાવીશ. ચર્ચા – પ્રશ્નોત્તરી કરીશ. ઉચ્ચપ્રદેશોની સંકલ્પના સ્પષ્ટ કરીશ. ઉચ્ચ પ્રદેશોમાં આંતર ૫ર્વતીય ઉચ્ચપ્રદેશ, ૫ર્વત પ્રાંતીય ઉચ્ચપ્રદેશ અને ખંડીય ઉચ્ચપ્રદેશ વિશે વિસ્તૃત સમજ આપીશ. ઉચ્ચપ્રદેશનું મહત્વ સમજાવીશ. મેદાનની સંકલ્પના સ્પષ્ટ કરીશ. મેદાનોમાં કિનારાનાં મેદાન ઘસારણનાં મેદાન, નિક્ષે૫ણનાં મેદાન વિશે વિસ્તૃત જાણકારી આપીશ. મેદાનોનું મહત્વ સમજાવીશ. ઉ૫સાગર, અખાત, ભૂશિર, ટાપુ, ખીણ સામુદ્રઘુની, સંયોગીભૂમિની સંકલ્પના સ્પષ્ટ કરીશ. વિસ્તૃત સમજ આપીશ. ચર્ચા તથા પ્રશ્નોત્તરી કરીશ.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.