ધોરણ : 6 વિષય : English
પાઠનું નામ:
Unit – 5 Fifth of the Sixth
અધ્યયન નિષ્પતિ :
– જોડકણાં, અભિનયગીતો, Rhymes માં અંગ્રેજીના લયપ્રાસનો રસાસ્વાદ માણે.
– Is that / this – are these / those – have/ has you જેવા ઉલટ પ્રશ્નો પૂછે તેના જવાબ આપે.
– ટેબલની માહિતીને વાકય સ્વરૂપે રજૂ કરે.
– આપેલી વિગતોમાંથી અતાર્કિક અંશો દૂર દૂર કરે અને ઉ૫યોગ કરે.
– વાર્તાઓ સાંભળે છે અને ટૂંકમાં કહે છે.
– વાર્તા ૫રિચ્છેદનું અર્થગ્રહણ કરે.
– જાણીતા શબ્દોના આઘારે નવા શબ્દો બનાવવાની પ્રવૃત્તિમાં ભાગ લે.
– સ્થાનિક લોન વર્ડઝ અને આશરે ર૦૦ થી ૨૫૦ જેટલા અંગ્રેજી શબ્દો જાણે.
– જોડકણાં, અભિનય ગીતો, Rhymes માં અંગ્રેજીના લય – પ્રાસનો રસાસ્વાદ માણે.
– નાના / સાદા વાકયોનું અનુલેખન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 (A) Poem નું ગાન
– (B) કાવ્યના આઘારે ઉદાહરણ પ્રમાણે ક્રમમાં નામ લખો.
– Activity – 2 (A) ઉદાહરણ પ્રમાણે ત્રણ મિત્રો વિશે બોલો. Helpline મુજબ
– (B) વર્ગના હાજરીપત્રકના ક્રમિક નામ લખો.
– Activity – 3 (A) “Slow langdi” હરિફાઇનું આયોજન
– રેસાના ૫રિણામ ૫રથી વિગતો પૂર્ણ કરો.
– (B) ટેબલમાં વિજેતાઓના ક્રમિક નામ લખો.
– (C) ટેબલ ૫રથી પ્રશ્નોના જવાબ લખો.
– Activity – 4 (A) માં આપેલ ભારતના રાષ્ટ્ર૫તિના ફોટાનું અવલોકન
– (B) રાષ્ટ્ર૫તિના શાસનકાળનો સમય લખો.
– (C) આપેલ ખોટાં વાકયો સુઘારી ફરીથી લખો.
– Activity – 5 (A) Story “Hunter or Hunted” નું કથન તથા વાંચન
– (B) વાર્તામાંથી “W” થી શરૂ થતા શબ્દો લખવા જણાવીશ.
– (C) વાર્તાના કયા પાત્ર કઇ ક્રિયા કરે તે લખો.
– (D) આપેલા વાકયો ‘True” કે ‘False’ છે તે લખો.
– પ્રશ્નોના ઉત્તરો લખો.
– Activity – 6 (6) શબ્દોની વચ્ચે ખૂટતાં અક્ષર મૂકી શબ્દ બનાવો.
– (B) શબ્દોમાંથી પ્રાણીઓ / ૫ક્ષીઓ/ જીવજંતુઓના સ્પેલિંગ બનાવો.
– Activity – 7 જૂથમાં એકજૂથ (row) બીજું જૂથ અને Hunter ત્રીજું જૂથને Lake બનીને વાર્તા ફરીથી કહો.
– Activity – 8 ગીતનું ગાન
– Activity – 9 ફકરાનું અનુલેખન
શૈક્ષણિક સાધન :
– Text Book
– Teacher Adition
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ Activity – 1 (A) માં આપેલ Poem નું ગાન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા કાવ્યનું વ્યક્તિગત તથા સમૂહગાન કરાવશી. (B) ઉદાહરણ પ્રમાણે કાવ્યના આઘારે ક્રમમાં નામ લખવા જણાવીશ. Activity – 2 (A) માં આપેલ ઉદાહરણ મુજબ વર્ગના તમારા ત્રણ મિત્રો વિશે બોલવા જણાવીશ.. Helpline નો ઉપયોગ કરીશ. (B) ના કોષ્ટકમાં વિદ્યાર્થીઓ ના હાજરી પત્રકના ક્રમિક નામ લખવા જણાવીશ. Activity – 3 (A) માં આપેલ “Slow Langd” હરિફાઇનું આયોજન કરાવશી. રેસના ૫રિણામ ૫રથી આપેલી વિગતો પૂર્ણ કરાવીશ. રેસના ૫રિણામ ૫રથી આપેલ ટેબલમાં વિજેતાઓના ક્રમિક નામ લખાવીશ. (C) માં આપેલ પ્રશ્નોના ઉત્તરો ટેબલ ૫રથી Activity – 4 (A) માં ભારતના રાષ્ટ્ર૫તિના ફોટાના અવલોકન કરાવીશ. (B) ભારતના રાષ્ટ્ર૫તિના શાસનકાળનો ક્રમિક સમય લખાવીશ. (C) માં આપેલ ખોટાં વાકયો સુઘારી ફરીથી લખવા જણાવીશ. Activity – 5 (A) માં આપેલ Story “Hunter or Hunted” નું કથન કરીશ. વિદ્યાર્થીઓ પાસે Story નું વારાફરતી વાંચન કરાવીશ. (B) માં વાર્તામાંથી “W” થી શરૂ થતાં શબ્દો શોઘી લખાવીશ. (C) માં વાર્તામાંની જે ક્રિયાઓ આપેલી છે તે વાર્તામાંના કયા પાત્રો કરે છે તે લખવા જણાવીશ. (D) માં આપેલ વાકયો ‘True’ કે ‘False’ છે તે લખવા જણાવીશ. છેલ્લા બે વાકયોમાં ‘True / False નિશાની કરેલ છે. તેના માટેના વાકયો વાર્તામાંથી શોઘીને લખવા જણાવીશ. (E) માં આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી લખવા જણાવીશ. Activity – 6 (A) માં શબ્દોની વચ્ચે ખૂટતાં સરખા અક્ષર મૂકી શબ્દ બનાવવા જણાવીશ. (B) માં શબ્દો આપેલા છે. તેમાંથી પ્રાણીઓ / ૫ક્ષીઓ / જીવજંતુઓના નામના સ્પેલિંગ બનાવી લખવા જણાવીશ. Activity – 7 માં ત્રણ જૂથ બનાવ – ડાવીશ. દરેક જૂથને “Hunter or Hunted” વાર્તા અલગ અલગ રીતે કહેવા જણાવીશ. દરેક જૂથમાં એકજૂથ Crow બીજુજૂથ Hunted અને ત્રીજુ જૂથ Lake બનીને વાર્તા કહેશે. Activity – 8 માં આપેલ ગીતનું ગાન કરીશ. વિદ્યાર્થીઓ સમૂહમાં તથા વ્યક્તિગત ગાન કરશે. Activity – 9 માં આપેલ ફકરાનું લેખન કરવા જણાવીશ.
મૂલ્યાંકન
– Poem કંઠસ્થ કરવા જણાવીશ.
– સ્પેલિંગો તૈયાર કરવા જણાવીશ.
– ગીત કંઠસ્થ કરવા જણાવીશ.