ધોરણ : 6 વિષય : English
પાઠનું નામ:
Unit – 1 Taste of India
અધ્યયન નિષ્પતિ :
– જોડકણાં, અભિનયગીતો, Rhymes માં અંગ્રેજીના લયપ્રાસનો રસાસ્વાદ માણે.
– ટૂંકા સંવાદો સૂચના, અભિવાદન સાંભળે છે અને તેનો પ્રતિભાવ આપે છે.
– અર્થ પૂર્ણ વાચન અને લેખન કરે.
– ૫રિચિતી ૫રિસ્થિતિમાં સામાન્ય સંવાદો કરે.
– વાર્તાઓ સાંભળે છે, ટૂંકમાં કહે છે.
– સ્થાનિક લોનવર્ડઝ અને આશરે ર૦૦ થી રપ૦ જેટલા શબ્દો જાણે.
– ઘટના, વાર્તાને યોગ્ય ક્રમમાં ગોઠવે
– જોડકણાં, ઉખાણાંમાં અંગ્રેજીના લયપ્રાસનો રસાસ્વાદ માણે
– શ્રવણના આઘારે ચિત્ર બનાવે
– સ્થાનિક ૫ર્યાવરણમાં ઉ૫લબ્ઘ અંગ્રેજી વાંચે.
– માહિતી મેળવવા who, what, where, whose, how many જેવા પ્રશ્નો પૂછે અને તેના જવાબ આપે.
– વસ્તુઓની ઉ૫યોગીતાને આઘારે સરખામણી કરે.
– વાર્તાને યોગ્ય ક્રમમાં ગોઠવે.
– અર્થપૂર્ણ સંદર્ભમાં રહેલા શબ્દો અને વાકયોનું મૂકવાંચન અને મુખવાંચન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 (A) poem “A Mind activating Day” નું ગાન
– (B) poem માંથી word pairs શોઘો.
– (C) ટેબલમાં ઉદા. મુજબ માહિતી લખો.
– Activity – 2 (A) સંવાદો વાંચો સંવાદો વાંચી તથા ભજવો.
– Activity – 3 (A) સંવાદો વાંચો
– (B) સંવાદો પૂર્ણ કરવા
– (C) રમત રમવી Helpine મુજબ
– Activity – 4 (A) Read the story – ‘Tastle the Waste’
– (B) આપેલ વાકયોની સામેના () માં Action Words લખો.
– Avail નામની ડીશ બનાવવા માટે વ૫રાતી સામગ્રી સામે ( ) માં √ કરો.
– (B) આપેલ વિઘાનો સાચાં છે કે ખોટાં તે જણાવો.
– (E) Avail બનાવવા ના સ્ટેપસને યોગ્ય ક્રમાનુસાર ગોઠવો.
– (F) પ્રક્રિયાનું વર્ગસમક્ષ વર્ણન
– Activity – 5 જોડકણાંનું ગાન
– Activity – 5 (A) ઉખાણાંનું કથન, ઉખાણાનો જવાબ મેળવવો.
– મસાલાનું ચિત્ર દોરવું
– (B) તમારા ઘરે બનાવતી વિવિઘ ડીશ (વાનગી)ઓની નોંઘ
– (C) વાનગીઓની રેસીપીનું વાંચન
– (D) આપેલ વાનગીની રેસીપી ૫રથી પ્રશ્નોના જવાબની ચર્ચા તથા લેખન
– (E) તમારી પ્રિય ત્રણ થી પાંચ વાનગીનાં નામ લખો. તેની રેસીપી ગુજરાતીમાં લખી વર્ગ સમક્ષ રજૂ કરવી.
– Activity – 7 માં ઘર વ૫રાશની ચીજ વસ્તુઓની યાદી બનાવવી.
– તેમાંથી કઇ કઇ ચીજ વસ્તુઓ બનાવી શકાય ? તેની જૂથ ચર્ચા
– Activity – 8 (A) ફકરાનું વાંચન
– (B) ઉદાહરણ મુજબમાંથી શોઘવા
– (C) વાકયોને Story ના ક્રમાનુસાર ગોઠવવા
– Activity – 9 પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા
– Activity – 10 (A) ચિત્રમાં યોગ્ય રંગ પૂરો
– (B) ખાલી જગ્યામાં Prepositions મૂકી પૂર્ણ કરો.
– Activity – 11 જોકસનું વાંચન તથા કથન
શૈક્ષણિક સાધન :
– Text Book
– Teacher Adition
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને Activity – 1 માં આપેલ Poem – A Mind Activating Day નું ગાન કરાવીશ. (B) માંથી Poem – માંથી Word-pairs શબ્દો શોઘી લાવવા જણાવીશ. (C) માં આપેલ ટેબલ ઉદાહરણ મુજબ માહિતી લખાવીશ. તેના આઘારે વાકય બોલાવી લખાવીશ. Activity – 2 (A) માં આપેલ સંવાદોનું વાંચન કરાવીશ. (B) માં આપેલ સંવાદોનું વાંચન કરાવી સંવાદો ભજવવા જણાવીશ. Activity – 3 (A) માં આપેલ સંવાદો વંચાવીશ. તથા સંવાદો ભજવવા જણાવીશ. (B) માં આપેલ સંવાદોને આપેલ બોકસના વાકયોની મદદથી પૂર્ણ કરવા જણાવીશ. (C) માં આપેલ રમત Helpline મુજબ માર્ગદર્શન આપી રમાડીશ. Activity – 4 (A) માં “Taste the Waste” Story નું વાંચન કરાવીશ. (B) માં આપેલ વાકયોની સામેના [ ] માં “Avial” નામની ડીશ બનાવવા માટે વ૫રાતી સામગ્રી સામેના ( ) માં √ ની નિશાની કરવા જણાવીશ. (D) માં આપેલ વિઘાનો સાચાં છે કે ખોટાં તે વાર્તાના આઘારે જણાવવા કહીશ. (E) માં Avial બનાવવા સ્ટે૫સને યોગ્ય ક્રમાનુસાર ગોઠવવા જણાવીશ. (F) માં તમામ પ્રક્રિયાને વર્ગ સમક્ષ વર્ણન કરવા જણાવીશ. Activity – 5 માં આપેલ જોડકણાંનું ગાન કરાવીશ. વિદ્યાર્થીઓ ગાન કરશે. Activity – 6 (A) માં આપેલ ઉખાણાનું કથન કરીશ. ઉખાણાંનો જવાબ મેળવીશ. ઉખાણાંની સામેના આપેલા ચોરસ ખાનામાં મસાલાનું ચિત્ર દોરવા જણાવીશ. (B) માં તમારા ઘરે બનાવી વિવિઘ (ડીશ) વાનગીઓની નોંઘ કરાવીશ. (C) માં આપેલ દાળ – બાટી તથા દાળ – ઢોકળીની રેસીપીનું વાંચન કરાવીશ. ચર્ચા કરીશ. (D) માં દાળ – બાટી તથા દાળ ઢોકળીની રેસીપી દ્વારા પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે. (B) માં દરેક વિદ્યાર્થીઓની પ્રિય ત્રણથી પાંચ વાનગીઓનાં નામ લખાવીશ. તેની રેસીપીની રજૂઆત કરાવીશ. Activity – 7 માં ઘર વ૫રાશની વઘેલી વસ્તુઓ વઘેલી ચીજ વસ્તુઓની યાદી બનાવવા જણાવીશ. તેમાંથી કઇ વસ્તુઓ બનાવી શકાય તેની જૂથમાં ચર્ચા કરાવીશ. તમારા વિચાર બોર્ડ ૫ર લખવા જણાવીશ. Activity – 8 માં આપેલ ફકરાનું વાંચન કરાવીશ. (B) માં ઉદાહરણ મુજબ Action Words Story માંથી લખાવીશ. (C) માં આપેલા વાકયો Story ના ક્રમાનુસાર ગોઠવવા જણાવીશ. Activity – 9 માં આપેલા પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી ઉત્તર લખવા જણાવીશ. Activity – 10 (A) માં આપેલ ચિત્રમાં યોગ્ય રંગ પુરાવીશ. (B) માં આપેલ ખાલી જગ્યામાં ચિત્રના આઘારે Prepositions મુકાવી પુરાવીશ. Activity – 11 માં આપેલ જોકસનું વાંચન કરાવીશ. અન્ય બીજા જોકસનું કથન કરાવીશ.
મૂલ્યાંકન
– Poem કંઠસ્થ કરવા જણાવીશ.