એકલ દેતા દાન જે, એકલ ઝૂઝત જંગ,
એકલ જગ નિંદા સહે, એ વીરોને સંગ.
ઉત્તર : જે લોકો એકલા (કોઈ પણ જાતની જાહેરાત વગ૨) દાન આપે છે, જે એકલા લડતમાં ઝઝૂમે છે, જે એકલા જગતની નિંદા સહે છે; એની ગણના વીરોમાં થાય છે.
2. કવિ કેવા શૂરવીરોને શાબાશી આપે છે ?
ઉત્તર : એકલાં જ બધાં કાર્યોને પાર પાડનારા શૂરવીરોને કવિ શાબાશી આપે છે.
ઉત્તર : રસ્તા
4. ઉદ્યમી હો, હસ્તની રેખા નહિ જુએ. (સાચું કે ખોટું)
ઉત્તર : સાચું
5. દાનેશ્વરીનું શું કામ ?
ઉત્તર : દાનેશ્વરીનું કામ દાન આપવાનું છે. જરૂરિયાદમંદ લોકોને દાન આપવાનું પુણ્યકર્મ દાનેશ્વરી લોકો કરે છે.
6. સાચો દાતા કોણ છે ?
ઉત્તર : જે દાતા દાન આપતી વખતે ક્યારેય યાચકની જાત જોતો નથી તે સાચો દાતા ગણાય છે.
7. કવિના મતે ઉદ્યમી માણસ કેવો હોય ?
ઉત્તર : કવિના મતે ઉદ્યમી માણસ એવો હોય છે જે કદી હાથની રેખાઓ જોતો નથી. સતત મહેનત કરતો રહે છે.
8. યાચકની જાતને કોણ નહીં જુએ?
ઉત્તર : દાતા
9. આપેલ સુભાષિતનો ભાવાર્થ લખો :
આપ બળે એકલ ખૂણે, ધૂપ બધે પ્રસરત;
જગમાં એવા જનમિયા, અગરબત્તીને સંત.
ઉત્તર : આ જગતમાં એવા બે જ જન્મ્યા છે, જે પોતે કોઈ ખૂણામાં એકલા બળે છે, અને સુગંધ પ્રસરાવે છે. તે છે – અગરબત્તી અને સંત. જેઓ પોતે તકલીફ સહન કરીને અન્યને સુખ આપે છે.
10. ધૂપ બધે પ્રસરતનો અર્થ …………….
ઉત્તર : સુગંધ ફેલાવી
11. સંત અને અગરબત્તીનો મહિમા શા માટે ગવાયો છે ?
ઉત્તર : સંત અને અગરબત્તીનો મહિમા ગવાયો છે, કારણ કે અગરબત્તી અને સંત બંને એવાં છે જે આ જગતમાં કોઈક ખૂણે પોતે એકલાં જબળે છે અને બધે સુગંધ પ્રસરાવે છે. એટલે કે, જગતની તકલીફો સહન કરીને પોતાનાં સદકાર્યોની સુવાસ ફેલાવે છે.
12. અગરબત્તીની જેમ અન્યના જીવનને સુવાસિત કરવા તમે શું શું કરી શકો ?
ઉત્તર : અગરબત્તીની જેમ અન્યના જીવનને સુવાસિત કરવા હું પોતે તકલીફ સહન કરીને અન્યને સુખ આપીશ.
13. ફળો આવે છે ત્યારે ડાળીઓ નમતી નથી. (સાચું કે ખોટું)
ઉત્તર : ખોટું
14. ડાળીઓ ક્યારે નમી જાય છે ?
ઉત્તર : જ્યારે વૃક્ષની ડાળીઓ પર ફળો આવે છે, એ ફળોનું વજન એટલું વધી જાય છે, ત્યારે ડાળીઓ નમે છે.
15. કવિ નમેલી ડાળીઓ દ્વારા શું સૂચવે છે ?
ઉત્તર : કવિ નમેલી ડાળીઓ દ્વારા નમ્ર બનવાનું સૂચવે છે. વૃક્ષ પર ફળો આવે ત્યારે ડાળીઓ નમે છે; તેમ માણસે ધનસંપત્તિ, સત્તા કે કીર્તિ મળતા નમ્ર બનવું જોઈએ.
16. ‘નમ્રતા શું છે? તે જમાનાને કોણ બતાવે છે?
ઉત્તર : ડાળીઓ
17. આપેલ સુભાષિતનો ભાવાર્થ સમજાવો :
ચેહ ઠરે દુઃખડાં ઠરે, ઠરી જાય ખટરાગ;
પણ ઈરખાની આગ ઠારે, ત્યમ બમણી બળે.
ઉત્તર : માણસ મૃત્યુ પામે અને તેની ચિંતા કરે તેની સાથે બધાં દુઃખ અને ખટરાગ (રાગદ્વેષ), કજિયા-કંકાસ પણ શમી જાય છે, પણ ઈર્ષાની આગ જેમ ઠારો તેમ બમણી બળે છે; એટલે ઈર્ષાળુ માણસ જીવનમાં વધુ ને વધુ દુઃખી થતો જાય છે.
18. ઈર્ષારૂપી આગને ……………. થી પણ વધારે દાહક બતાવી છે.
ઉત્તર : ચિંતાની
19. જગતમાં કઈ કઈ આગ ઠરી જાય છે ?
ઉત્તર : ચિંતાની, દુઃખડાની, ખટરાગની
20. ઈરખાની આગ ઠારવાથી કરી શકે છે. (સાચું કે ખોટું)
ઉત્તર : ખોટું
21. જગતમાં કઈ આગ ઠારવાથી બમણી થાય છે ?
ઉત્તર : જગતમાં ઈર્ષાની આગ ઠારવાથી ઠરતી નથી, પરંતુ બમણી થતી જાય છે.
22. શું ઈર્ષાની આગ ઠારી શકાય ? કેવી રીતે ?
ઉત્તર : ઈષ્યની આગને ઠારવા માટેનું કદી ન નિષ્ફળ જાય તેવું એક જ શસ્ત્ર છે – પ્રેમ. દરેક પ્રત્યે પ્રેમની ભાવનાથી આ આગ ઠારી શકાય.
23. નીચે આપેલા વિશિષ્ટ બોલીના શબ્દોનાં માન્ય ભાષારૂપો આપો :
ઉદા. : જનમિયાં = જનમ્યાં
(2) પ્રગટિયા = ……………
(3) ભમિયા = ……………
(5) સરિયા = ……………
(6) રમિયા = ……………
(7) કરિયા = ……………
(8) બોલિયા = ……………
(9) ભરિયા = ……………
24. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણો ઓળખીને અલગ તારવો અને લખો
(1) માલા સરસ લખે છે.
(3) ફૂલ-ઝાડ પર એ અખૂટ વહાલ વરસાવે છે.
(4) ભારતી અત્યારે હસે છે. ં
(5) મિત્તલ આંગણામાં રમે છે.
(6) વિજય ઝડપથી દોડે છે.
(7) કમલ એકીશ્વાસે બોલી ગયો.
(9) મેહૂલ ધીમેધીમે લખે છે.
(10) રૂપિયાને સાચવીને મૂકો.
(1) જગ = …………..
(2) જંગ = …………..
(3) વીર= …………..
(4) સંગ = …………..
(5) નિંદા = …………..
(6) રસ્તો = …………..
(7) હસ્ત = …………..
(8) ઉદ્યમી = …………..
(9) યાચક = …………..
(10) દાતા = …………..
(11) ખેરાત = …………..
(12) સંત = …………..
(13) ડાળી = …………..
(14) નમ્રતા = …………..
(15) ચેહ = …………..
(16) ખટરાગ = …………..
(17) આગ = …………..
(18) દુઃખ = …………..
(1) વીર ✖…….
ઉત્તર : કાયર
(૨) નિંદા ✖ ………..
(3) ઉદ્યમી ✖ …………..
ઉત્તર : આળસુ
(4) યાચક ✖ ……….
(5) દુઃખ ✖ …………
(6) નીચી ✖ ……….
27. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરી લખો :
(1) સુભાસિત – …………
(3) વિર – …………
(4)મંઝીલ – …………
(5) ઇરશા – …………
(6) દુખળા – …………
28. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો અને લખો :
(1) ધૂપ, અગરબત્તી, સંત, નમ્રતા, ઈરખા
ઉત્તર : અગરબત્તી, ઈરખા, ધૂપ, નમ્રતા, સંત
(2) બળ, ડાળી, ખટરાગ, મંજિલ, ખેરાત, ધ્યેય
ઉત્તર : ખટરાગ, ખેરાત, ડાળી, ધ્યેય, બળ, મંજિલ