1. ‘માલમ મોટા હલેસાં તું માર’ આ વાક્ય કોણ બોલે છે.
ઉત્તર : દિયર
2. દિયર હલેસા મારવાનું કોણે કહે છે?
ઉત્તર : દિયર હલેસાં મારવાનું માલમને કહે છે.
3. માલમને ‘મોટા હલેસાં માર’ એવું શા માટે કહે છે?
ઉત્તર : માલમને મોટા હલેસાં મારવાનું કહ્યું છે, કારણ કે દિયરને દરિયાની પેલે પાર(કિનારે) જવું છે.
4. આ વાક્યમાં કોણ, કોને ટકોર કરે છે?
ઉત્તર : આ વાક્યમાં ભાભી, દિયરને ટકોર કરે છે.
5. દિયર શાનો સરદાર છે?
ઉત્તર : દિયર અળસનો સરદાર છે.
6. ભાભીએ દિયરને કેવું મહેણું માર્યું છે?
ઉત્તર : ભાભીએ દિયરને મહેણું માર્યું છે કે તમે અળસના સરદાર છો, તમારો અવતાર નકામો છે, તમે ભાઈની કમાણી પર જલસા કરો છો.
7. દિયરને દરિયાપાર શા માટે જવાની ઈચ્છા છે?
ઉત્તર : કમાવા
8. દિયર શા માટે પોતાનો અવતાર નકામો ગણે છે?
ઉત્તર : ભાભીએ દિયરને મહેણું માર્યું છે કે તે પોતાના ભાઈની કમાણી ઉપર જલસા કરે છે, તેથી પોતાનો અવતાર નકામો ગણે છે.
9. દિયરને જાવા બંદર શા માટે જવું છે?
ઉત્તર : દિયરને પૈસા કમાવા જવા બંદર માટે જવું છે.
10. દિયરને સિંહલદ્રીપ શા માટે જવું છે?
ઉત્તર : દિયરને પદમણી નાર(સુંદર સ્ત્રી)ને પરણવા માટે સિંહલદ્રીપ જવું છે.
11. દિયર કેવી નાર ને પરણવા ઝંખે છે?
ઉત્તર : દિયર પદમણી નાર ને પરણવા ઝંખે છે.
12. ‘શ્રીલંકા’ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે?
ઉત્તર : ‘શ્રીલંકા’ માટે કાવ્યમાં ‘સિંહલદ્રીપ’ શબ્દ વપરાયો છે.
13. દિયરને જીવવામાં સાર ક્યારે લાગે છે?
ઉત્તર : દિયર પૈસા કમાઈ અને પદમણી નારને પરણીને ઘેર પાછો આવે ત્યરે ભાભી તેને મોતીથી પોંખે તો જ જીવવામાં સાર લાગે છે.
14. દિયર ભાભી વિશે શું ક્હે છે? શા માટે?
ઉત્તર : દિયર ભાભીને ઘરરખ્ખું ગૃહિણી કહે છે. તેઓ સો વર્ષ જીવે તેવું ઈચ્છે છે. કેમ કે, ભાભી એ દિયરને મ્હેણું માર્યું. તેથી દિયરની આળસ દુર થઇ. એના મનનાં દ્વાર ખુલ્યા. એની બુદ્ધિ અને જિંદગી સુધરી ગઈ.
15. ‘મેના મારીને મતી સુધારી’ – અહીં મટી સુધારી એટલે …………….
ઉત્તર : સાચું જ્ઞાન આપ્યું
16. ભાભીએ આળસુ દિયરની મતી કેવી રીતે સુધારી?
ઉત્તર : ભાભીએ મ્હેણું માર્યું કે,‘દિયર તું આળસ નો સરદાર છે, ભાઈની કમાણી પર જલસા કરે છે…’ – આ મ્હેણાંથી આળસુ દિયરની મતી સુધરી ગઈ.
17. દિયર ભાભીને શાની ધારે જીવવાનું કહે છે?
ઉત્તર : દિયર ભાભીને જીભલડીની ધારે જીવવાનું કહે છે.
18. દિયરે ભાભીને કેવા કહ્યા છે?
ઉત્તર : કેસરભીનાં
19. આળસથી થતા નુકસાન વિષે બે-ત્રણ વાક્ય લાખો.
ઉત્તર : આળસ એ જીવતા માણસની ક્બર છે. આળસથી મન અને શરીર બન્ને બગડે છે. આળસુ વ્યક્તિ બીજાને ભારરૂપ લાગે. માણસ આળસના લીધે દેવાદાર પણ બની જતો હોય છે. આળસથી બરબાદ થવા કરતા મહેનતથી આબાદ થવું જોઈએ.
20.નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો :
(1) ભાભી – ………………..
ઉત્તર : ભાભલડી
(2) લક્ષ્મી – ………………..
ઉત્તર : લખમી
(3) દિયર – ………………..
ઉત્તર : દે’ર
(4) ગયા – ………………..
ઉત્તર : ગિયા
(5) આળસ – ………………..
ઉત્તર : આળહ
(6) નારી – ………………..
ઉત્તર : નાર
(7) ઘોડા – ………………..
ઉત્તર : ઘોડલા
(8) જીભ – ………………..
ઉત્તર : જીભલડી
(9) નાવિક – ………………..
ઉત્તર : માલમ
21. ખાલી જગ્યા પૂરી પંક્તિનું ગાન કરો :
કેસરભીનાં તમે જીવો………………………નાં દ્વાર રે. માલમ.
ઉત્તર :
કેસરભીનાં તમે જીવો ભાભલડી મારાં
જીવો જીભલડી ની ધાર
હે…. મેના મારીને મારી મતી સુધારી
ખોલ્યા તે મન નાં દ્વાર રે. માલમ.
- તમારી સ્થાનિક બોલીના દસ શબ્દો તથા તેના માન્ય ભાષારુપો લખો.
સ્થાનિક બોલી | માન્ય ભાષા | સ્થાનિક બોલી | માન્ય ભાષા | સ્થાનિક બોલી | માન્ય ભાષા |
બાયણું | બારણું | વાય્ચું | વાંચ્યું | સે | છે |
નેહાળ | નિશાળ | લયખુ | લખ્યું | ચેટલા | કેટલા |
પોણી | પાણી | નવરા | કામ વગરના | આય | આવ |
ગોમ | ગામ | ઓંય | અહિયાં | નથ | નથી |
- કાવ્યપંક્તિ પૂર્ણ કરો :
(1) જાવું છે મારે ……………………. પદમણી નાર.
ઉત્તર :
જાવું છે મારે સિંહલદ્રીપમાં
પરણવા પદમણી નાર.
(2) હે… મોતીડે ……………સાર રે… માલમ.
ઉત્તર :
હે… મોતીડે પોંખે જો ભાભલડી મારી
તો તો જીવવામાં સાર રે… માલમ.
(3) કેસરભીનાં તમે ………………… ની ધાર.
ઉત્તર :
કેસરભીનાં તમે જીવો ભાભલડી મારાં
જીવો જીભલડી ની ધાર.
(4) હે… …………………મનનાં દ્વારા રે… માલમ.
ઉત્તર :
હે… મેણા મારીને મારી મતી સુધારી
ખોલ્યા તે મનનાં દ્વારા રે… માલમ.
24. નીચેના વાક્યોમાંથી ગુણવાચક વિશેષણ શોધીને લખો :
(1) ગાંડો હાથી તોડફોડ કરતો આગળ વધ્યો.
ઉત્તર : ગાંડો
(2) ડાહ્યાં છોકરાં સૌને ગમે.
ઉત્તર : ડાહ્યાં
(3) અભિમાની રાવણનો વિનાશ થયો.
ઉત્તર : અભિમાની
(4) અંધારી રાતે આકાશ! વધુ સુંદર લાગે.
ઉત્તર : અંધારી, સુંદર
(5) સફેદ પાના પર એના મરોડદાર અક્ષરો ચમકી રહ્યા.
ઉત્તર : સફેદ, મરોડદાર
25. બે-બે સમાનર્થી શબ્દો આપો :
(1) મેણું = ……………….
ઉત્તર : મહેણું, કટાક્ષ
(2) લક્ષ્મી =……………….
ઉત્તર : ધન, દોલત
(3) નાર =……………….
ઉત્તર : નારી, સ્ત્રી
(4) દ્વાર = ……………….
ઉત્તર : બારણું, કમાંડ
(5) સાર = ……………….
ઉત્તર : કસ, સત્વ
(6) જીભલડી = ……………….
ઉત્તર : જિહ્વા, રસના
26. સંજ્ઞા પરથી વિશેષણ બનવો :
(1)હેત – ……………….
ઉત્તર : હેતાળ
(2) દયા – ……………….
ઉત્તર : દયાળુ
(3) સ્વભાવ – ……………….
ઉત્તર : સ્વાભાવિક
(4) મહેનત – ……………….
ઉત્તર : મહેનતુ
(5) આળસ – ……………….
ઉત્તર : આળસુ
- વિશેષણ પરથી સંજ્ઞા બનાવો :
(1) ચાલક – ……………….
ઉત્તર :ચલાકી(2) ગંભીર – ……………….
ઉત્તર :ગંભીરતા(3) પહોળું – ……………….
ઉત્તર : પહોળાઈ(4) હોશિયાર – ……………….
ઉત્તર : હોશિયારી(5) સુંદર – ……………….
ઉત્તર : સુંદરતા28. વિરોધી શબ્દો આપો :
(1) ઈચ્છા – ……………….
ઉત્તર : અનીચ્છા(2) સાર – ……………….
ઉત્તર : નિ:સાર, અસાર(3) સુધારવી – ……………….
ઉત્તર : બગાડવી(4) પ્રગતી – ……………….
ઉત્તર : અધોગતિ29. જોડણી સુધારો :
(1) મધદરીયો – ……………….
ઉત્તર : મધદરિયો(2) લક્ષમી – ……………….
ઉત્તર : લક્ષ્મી
(3) ભાભલડિ – ……………….
ઉત્તર : ભાભલડી
(4) મોતિડા – ……………….
ઉત્તર : મોતીડાં(5) સીંહલદ્રીપ – ……………….
ઉત્તર : સિંહલદ્રીપ(6) કેશરભિનું – ……………….
ઉત્તર : કેસરભીનું30. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
(1) વહાણ હંકારનાર –
ઉત્તર : માલમ(2) ઉત્તમ પ્રકારની સ્ત્રી –
ઉત્તર : પદમણી (પદ્મિની)31. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો :
(1) મહેણું મારવું –
અર્થ : ટોણો મારવો, કડવા શબ્દો કહેવા
વાક્ય : સાવકી માં બાળકને વારેવારે મહેન મારતી જોવા મળે છે.(2) બેડલો પાર થવો –
અર્થ : સમૃદ્ધ થવું, ઈચ્છા હેમખેમ પાર પડવી
વાક્ય : તમારા માર્ગદર્શનથી મારો બેડલો પાર થઇ ગયો.(3) અવતાર બળ્યો હોવો –
અર્થ : જીવન નકામું હોવું
વાક્ય : દીકરાએ પિતાની આબરૂ ધૂળમાં મેળવી તેથી અવતાર બળ્યો લાગ્યો.(4) મોતીડે પોખવું –
અર્થ : આવકાર આપવો, ઉમળકાથી વધાવવું
વાક્ય : શ્રીકૃષ્ણને ગોપીઓએ મોતીડે પોંખ્યા.(5) મનનાં દ્વાર ખોલવાં –
અર્થ : સાચો રસ્તો બતાવવો, સાચી સમજ આપવી
વાક્ય : શિક્ષકશ્રીની વાતથી મારા મનનાં દ્વાર ખૂલી ગયાં.33. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો :
માલમ, મોતી, મતિ, મેણું
ઉત્તર : મતિ, માલમ, મેણું, મોતી