1. કેટલાક પ્રાણીઓ ………… તથા ………. એમ બંને ખાય છે.
જવાબ: વનસ્પતિ,પ્રાણીઓ
2.સજીવો ને ખોરાકની જરૂરીયાત કેમ રહે છે?
જવાબ:બધા જ સજીવોને વૃદ્ધિ, સમારકામ, અને શરીરના કર્યો માટે ખોરાક ની જરૂરીયાત રહે છે. શક્તિની પ્રાપ્તિ અને જૈવક્રિયાઓ માટે ખોરાક જરૂરી છે.
3.પ્રાણીઓ ના પોષણ માં કઈ કઈ બાબતો નો સમાવેશ થઇ છે?
જવાબ: પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરીયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીર માં વપરાશ વગેરો નોં સમાવેશ થાય છે.
4.ખોરાક ના વિવિધ ઘટકો જણાવો.
જવાબ: ખોરાક ના વિવિધ ઘટકો તરીકે કાર્બોદિત ,પ્રોટીન, ચરબી, વિટામીન, ખાનીક્ષારો, પાણી વગેરે નો સમવેશ થાય છે.
5.વ્યાખ્યા આપો:પાચન
જવાબ: ખોરાક ના જટિલ ઘટકો નું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયા ને પાચન કહે છે.
- નીચે આપેલા પ્રાણીઓના ખોરાકનો પ્રકાર અને ગ્રહણ કરવાની પદ્ધતિ લખો :
૧. ગોકળગાય
ખોરાકનો પ્રકાર : વનસ્પતિના વિવિધ ભાગો
ગ્રહણ કરવાનો પ્રકાર/પધ્ધતિ : નળી જેવા મુખાંગો દ્વારા ચુસીને
૨. કીડી
ખોરાકનો પ્રકાર : અનાજના દાણા, લોટ, કીડીના મૃતદેહો
ગ્રહણ કરવાનો પ્રકાર/પધ્ધતિ : ખોતરીને, પકડીને
૩. સમડી
ખોરાકનો પ્રકાર : ઉંદર,સાપ જેવા પ્રાણીઓ
ગ્રહણ કરવાનો પ્રકાર/પધ્ધતિ : ચાંચ અને પંજાથી પકડીને, ચાવીને, ગળીને
૪. હમિંગ બર્ડ
ખોરાકનો પ્રકાર : વિવિધ પુષ્પોનો રસ, પ્રવાહી
ગ્રહણ કરવાનો પ્રકાર/પધ્ધતિ : ચાંચ દ્વારા ચૂસીને
૫. જૂ
ખોરાકનો પ્રકાર : મનુષ્ય જેવા પ્રાણીઓનું રક્ત્ત
ગ્રહણ કરવાનો પ્રકાર/પધ્ધતિ : ચૂસીને
૬. મચ્છર
ખોરાકનો પ્રકાર : મનુષ્ય, સસ્તન પ્રાણીઓનું રુધિર
ગ્રહણ કરવાનો પ્રકાર/પધ્ધતિ : નળી જેવા મુખાંગો દ્વારા ચુસીને
૭. પતંગિયું
ખોરાકનો પ્રકાર : પુષ્પોનો રસ, વનસ્પતિનો રસ
ગ્રહણ કરવાનો પ્રકાર/પધ્ધતિ : નળી જેવા મુખાંગો દ્વારા ચુસીને
૮. માખી
ખોરાકનો પ્રકાર : કાર્બનિક, અકાર્બનિક સડેલા પદાર્થો
ગ્રહણ કરવાનો પ્રકાર/પધ્ધતિ : નળી જેવા મુખાંગો દ્વારા ચુસીને
7. તારામાછલી………………થી બનેલા સખત કવચથી આવરિત પ્રાણીઓનો આરોગે છે.
જવાબ : કેલ્શિયમ કાર્બોનેટ
8. તારામાછલી પોતાના જઠરનો ભાગ ………… દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીઓ ખાઈ છે.
જવાબ : મોં
9. પાચનમાર્ગ એટલે શું?
જવાબ : પાચનમાર્ગ મુખગૃહાથી શરૂ કરીને મળદ્વારમાં અંત પામે છે. આ માર્ગને મુખગૃહા, અન્નનળી, જઠર, નાનું આતરડું, મોટું આતરડું, મળાશય અને મળદ્વારમાં વિભાજીત કરવામાં આવે છે. આ બધા ભાગો ભેગા મળી પાચનમાર્ગની રચના કરે છે.
10. નીચેની આકૃતિમાં પાચન અંગોના નામ લખી નામનિર્દેશન કરો.
11. પાચનમાર્ગ અને પાચન ગ્રંથીઓ સાથે મળીને…………………રચે છે.
જવાબ : પાચનતંત્ર
12. ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થયા છે.
જવાબ : મોં
13. વ્યાખ્યા આપો : અંત:ગ્રહણ
જવાબ : ખોરક શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંત:ગ્રહણ કહેવાય છે.
14. દરેક દાતના મૂળ એ ……………. માં અલગ ખાડામાં હોય છે.
જવાબ : પેઠા
15. વ્યાખ્યા આપો : દુધિયા દાંત
જવાબ : પ્રથમ સમૂહના દાંત શૌશવકાળ દરમિયાન વિકાસ પામે છે અને 6 થી 8 વર્ષની ઉમરે પડી જાય છે. તેઓ ને દુધિયાદાંત કહે છે.
16. …………… જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો ઉંમર થતાં અને દાંતના રોગો થતાં પડી જાય છે.
જવાબ : કાયમી દાંત
17. આપણા મોમાં કુલ ………….. છેદક દાંત હોઈ છે.
જવાબ : 8
18. ખોરાક ચીરવા અને ફાડવા માટે વાપરતાં દાંત ની સંખ્યા : …………………..
જવાબ : 4
19. નીચેના જડબાંમાં અગ્રદાઢની સંખ્યા જણાવો.
જવાબ : 4
20. ખોરાક ચાવવા અને ભરડવા માટે વપરાતા દાંત ની સંખ્યા : ……………….
જવાબ : 20
21. ટુંકનોધ લખો : દાંત નો સડો
જવાબ : સામન્ય રીતે મોંમાં બેક્ટેરિયા રહેલા હોઈ છે,પરંતુ તે આપણને નુકશાન કરતાં નથી . જો અપને ખોરાક આરોગ્યા પછી દાંત ને સાફ ના કરીએ તો ઘણા હાનિકારક બેક્ટેરિયા તેમાં વસવાટ કરે છે અને વૃદ્ધિ પામે છે . અ બેક્ટેરિયા ખોરાકમાં બચી ગયેલ શર્કરાને તોડે છે અને એસિડને મુક્ત કરે છે.એસીડ ધીમે ધીમે દાંત ને નુકશાન કરે છે . જેને “દાંત નો સાડો” કહેવાય છે. જો તેને સમયસર સારવાર ન આપવા માં આવે, તો તે દાંત નો દુખાવો પ્રેરે છે પરિણામે દાંત નાશ પામે છે. ચોકલેટ ,મીઠાઈ, ઠંડા પીણા અને ખાંડની પેદાશો અને ઘણા દુષણો દાંતનો સાડો પ્રેરે છે.
22. લાળ એ ………………….. ની સરળ શર્કરા માં રૂપાંતર કરે છે.
હેતુ : લાળગ્રંથીમાંથી સ્ત્રવતી લાળ ખોરાકને ચાવતી વખતે તેમાં રહેલા સ્ટાર્ચ નું પાચન/રૂપાંતર શર્કરામાં કરે છે.
સાધન-સામગ્રી : બે ટેસ્ટટ્યુબ, ડ્રોપર, ઉકાળેલા ચોખા, ચાવેલા ચોખા, આયોડીન દ્રાવણ, પાણી
આકૃતિ :
પદ્ધતિ : બે કસનળી લો. કસનળી A માં એક ચમચી ઊકાળેલાં ચોખા લો. થોડા ઉકાળેલા ચોખા 3-5 મિનિટ ચાવ્યા પછી કસનળી B માં લો. બંને ટેસ્ટટ્યુબમાં 4-5 મિલિ પાણી ઉમેરો. હવે ડ્રોપર ની મદદથી બંને ટેસ્ટટ્યુબ A અને Bમાં આયોડીન દ્રાવણના 3-4 ટીપાં ઉમેરો. થોડું હલાવી બંનેને રાખી મૂકો. બંને કસનળીમાં દ્રાવણના રંગમાં થતો ફેરફાર નોંધો.
(2) ચાવેલા ચોખા ધરાવતી કસનળીમાં ભૂરાં રંગનું દ્રાવણ જોવા મળતું નથી. કારણ કે ચાવેલા ચોખામાં લાળ
ભળવાથી સ્ટાર્ચનું રૂપાંતર શર્કરામાં થઇ જાય છે.
નિર્ણય : મોઢામાં ખોરાક ચાવવાથી લાળરસનો સ્ત્રાવ સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. લાળ સ્ટાર્ચને શર્કરા માં ફેરવે છે
23. …………………. એ મુખગૃહાના પાછળના તળીયે જોડાયેલ માંસલ અંગ છે.
જવાબ : જીભ
24. જીભના કર્યો જણાવો.
જવાબ: જીભ વાત કરવા માટે , ચાવતી વખતે ખોરાક સાથે લાળરસ ભેળવવામાં તેમજ ખોરાક ને ગળવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. જીભ ઉપર આવેલાં રસંકુલોની મદદથી સ્વાદની પરખ થઇ શકે છે.
25. ચાવેલો ખોરાક મોંમાંથી …………. માં જાય છે.
જવાબ : અન્નનળી
26. અન્નનળી ગાળામાં થઇ ને …………… માં પ્રવેશે છે.
જવાબ : જઠર
27. અન્નનળીમાં ખોરાક કેવી રીતે આગળ વધે છે?
જવાબ : અન્નનળીની દિવાલના પરીસંકોચના કારણે અન્નનળીમાં ખોરાક આગળ વધે છે.
28. આપણને ઉલટી કેમ થાય છે?
જવાબ: અન્નનળીમાં ખોરાક અન્નનળીની દીવાલના પરીસંકોચ ના કારણે આગળ વધે છે. જેથી ખોરાક નીચેની દિશામાં ઘકેલાય છે .ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારતો નથી, અને આપણને ઉલટી થાય છે.
29. કારણ આપો : જમતી વખતે કોઈક વખત હેડકી કે ઉધરસ આવે છે.
જવાબ : શ્વાસનળી નસકોરામાંથી હવાને ફેફસાં સુધી પહોંચાડે છે. અન્નનળી સાથે આવેલી છે. ગાળામાં હવા અને ખોરાક માટે એક સામાન્ય માર્ગ હોય છે. ગળવાની પક્રિયા દરમીયાન, એક પડદા જેવો વાલ્વ શ્વાસનળીના માર્ગને બંધ રાખે છે અને ખોરાક ને અન્નનળી માં ધકેલે છે. જો સંજોગોવશાંત ખોરાક શ્વાસનળી માં પહોચે, તો કંઇક ફસાયું હોઈ તેમ, હેડકી આવવી તથા ઊધરસ આવવાની અનુભૂતિ થાય છે .
30. જઠર હાઈડ્રોક્ર્લોરિક એસીડ અને ………….. નો સ્ત્રાવ કરે છે, જે ખોરાક પેર કાર્ય કરે છે.
જવાબ : પાચકરસો
31. જઠર એક છેડેથી……….. દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે થી………… માં ખુલે છે.
જવાબ : અન્નનળી , નાના આંતરડા
32. ટુંક નોધ લખો : જઠર
જવાબ : જઠર જડી કોથળી જેવી રચના છે. તેનો આકાર પહોળા “U” જેવો છે. તે પાચનમાર્ગનો સૌથી પહોળો ભાગ છે. તે એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે. જઠરની દીવાલ શ્લેષ્મ, હાઈડ્રોકલોરિક ઍસિડ અને પાચકરસોનો સ્ત્રાવ કરે છે. સ્લેષ્મ જઠરની અંદરની દીવાલ ને રક્ષણ આપે છે. એસીડ ઘણા બેકેરીયા ને મારી નાખે છે, ખોરાક સાથે ભળી જઠરના માધ્યમને એસીડીક બનાવે છે તથા પચાકરસો ને કાર્યરત કરે છે. પાચકરસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે.
33. નાનું આતરડું ……………… મીટર લાંબુ હોય છે.
જવાબ : 7.5
34. નાનું આતરડું …………. અને ……………… ના સ્ત્રાવો મેળવે છે.
જવાબ: યકૃત, સ્વાદુપિંડ
35. ………….. એ મનુષ્યની સૌથી મોટી પાચનગ્રંથી છે.
36. યકૃત વિશે જણાવો.
જવાબ: યકૃત એ લાલાશ પડતા બદામી રંગની , ઉદરમાં જમણી બાજુ એ ઉપરના ભાગે આવેલી પાચકગ્રંથી છે. આપણા શરીરની સૌથી મોટી પાચકગ્રંથી છે. તે પિતરસનો સ્ત્રાવ કરે છે. આ પિતરસ પીતાશય જેવી કોથળી માં સંગ્રહ પામે છે. પિતરસએ ચરબી ના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે.
37. પીતરસ ક્યાં ઉત્પન થાય છે?
જવાબ : પિતરસ યકૃતમાં ઉત્પન થાય છે.
38. પિતરસ એ …………… ના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે.
જવાબ : ચરબી
39. સ્વાદુપિંડ વિશે જણાવો.
જવાબ : સ્વાદુપિંડ મોટી આછા બદામી રંગની પાચકગ્રંથી છે. સ્વાદુપિંડ માંથી સ્ત્રાવ પામતો સ્વાદુરસ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન કરીને તેમને સરળ સ્વરૂપ માં ફેરવે છે. અશત: પછીત ખોરાક ને નાના આંતરડાના અંતિમ ભાગમાં પહોચે છે.
40. રસાંકુરો એટલે શું ? તેમનું સ્થાન અનર કર્યો જણાવો .
જવાબ : નાના આંતરડાની અંદની દીવાલમાં હજારો આંગળીઓ જેવા પ્રવર્ધો જોવા મળે છે જેને રસાંકુરો કહે છે. રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. દરેક રસાંકુરો પાસે તેની સપાટી નજીક પાતળી અને નાની રુધીરકેશિકાઓનું જાળું જોવા મળે છે. રસાંકુરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે.
41.વ્યાખ્યા આપો : શોષણ
જવાબ : પાચીત ખોરાક નાના આંતરડાની દીવાલની રુધિરવાહીનીમાંથી પસાર થાય છે, જેને પોષણ કહે છે.
42. નાના આંતરડાની દીવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો આવેલાં છે, જેને ……………….. કહે છે.
જવાબ : રસંકુરો
43. વ્યાખ્યા આપો : અભીશોષણ
જવાબ : શોષાયેલ ખોરાક રુધિરવાહીનીઓ દ્વારા શરીરનાં વિવિધ અંગો સુધી પહોચે છે જ્યાં , તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંઘારણ માં વપરાય છે, જેને અભીશોષણ કહે છે.
44. કોષોમાં ગ્લુકોઝ……………. દ્વારા તૂટે છે અને ………………. અને પાણી ઉત્પન્ન થાય છે અને શક્તિ છુટી પડે છે.
જવાબ : ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઈડ
45. નાણા આંતરડામાં જે ખોરાક અપાચિત અને વણશોષાયેલ છે, તે ……………… માં જાય છે.
જવાબ : મોટાં આંતરડામાં
46. મોટું આંતરડું આશરે …………. જેટલું લાંબુ હોઈ છે.
જવાબ : 1.5 મીટર
47. અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ………………. માં થાય છે.
જવાબ : મોટાં આંતરડા
48. વ્યાખ્યા આપો : મળત્યાગ
જવાબ : મોટાં આંતરડામાં બાકી રહેલો ખોરાક મળાશયમાં જાય છે અને મળમાં ફેરવાય છે. આ મળદ્વાર દ્વારા સમયાંતરે નિકાલ પામે છે, જેને મળત્યાગ કહે છે.
49. ગ્લુકોઝ માંથી કઈ રીતે તાત્કાલિક ઊર્જા મળે છે?
જવાબ : ગ્લુકોઝનું ઓસીજનની હાજરીમાં ઓસીડેશન થાય છે. આ ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાડ અને પાણી ઉત્પન્ન થાય છે અને શક્તિ છુટી પડે છે.
50. પાચનમાર્ગનો સૌથી પહોળો ભાગ કયો છે?
જવાબ : જઠર
51. લીપીડનું સંપૂર્ણ પાચન……………… માં થાય છે.
જવાબ : નાના આંતરડા
52. નીચેની પક્રિયામાં પાચનમાર્ગ નો કયો ભાગ સંકળાયેલછે ?
જવાબ :
(2) ખોરાક ચાવવાની ક્રિયા – દાંત
(4) ખોરાકનું સંપૂર્ણ પાચન – નાનું આંતરડું
(5) મળ નિર્માણ – મળાશય
- વિભાગ – અ માં આપેલી વિગતોને વિભાગ – બ સાથે જોડો :
વિભાગ – અ | વિભાગ – બ |
(1) કાર્બોદિત | (A) ફેટીએસીડ અને ગ્લીસરોલ |
(2) પ્રોટીન | (B) શર્કરા |
(3) ચરબી | (C) એમીનો એસીડ |
જવાબ |
(1) – B |
(2) – C |
(3) – A
|
54. ઘાસ ખાતાં પ્રાણીઓ જયારે ખાતાં ના હોઈ ત્યારે પણ કેમ ચાવતા હોય છે ?
જવાબ : ઘાસ એ સેલ્યુલોઝથી ભરપુર કાર્બોદિત છે . ઘાસ ખાતાં પ્રાણીઓ ખુબજ જડપથી ઘાસ ગળી જાય છે અને અમાશયમાં સંગ્રહે છે. આ અર્ધપચિત ખોરાક ગોલકોના સ્વરૂપમાં મોમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે.
55. ઘાસ એ સેલ્યુલોઝ થી ભરપુર …………………. છે.
જવાબ : કાર્બોદિત
56. વાગોળનારા પ્રાણીઓ ક્યાં કાર્બોદિત ઘટકો નું પાચન કરવા માટે સક્ષમ છે અને મનુષ્ય એ કરી શકતા નથી ? શા માટે ?
જવાબ : વાગોળનારા પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝનું પાચન કરવા માટે સક્ષમ છે કારણકે આ પ્રાણીઓ નાનાં અને મોટાં આંટરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે જેને અદ્યાંત્રમાં સેલ્યુલોઝનું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે . મનુષ્યમાં આ બેક્ટેરિયાનો અભાવ હોવાથી મનુષ્યમાં સેલ્યુલોઝનું પાચન થતું નથી.
57. અદ્યાંત્ર કોને કહે છે?
જવાબ : વગોળનારા પ્રાણીઓમાં નાણા અને મોટાં આંતરડા વચ્ચે કોથળીજેવી રસના આવેલી હોઈ છે જેને અદ્યાંત્ર કહે છે.
58. સેલ્યુલોઝ્નું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થઇ છે, જે ……………….. માં આવેલાં હોતાં નથી.
જવાબ : મનુષ્ય
59. અમીબા કેવો જીવ છે ? તે ક્યાં જોવા મળે છે ?
જવાબ : અમીબા તળાવના પાણીમાં જોવા મળતું શુક્ષ્મજીવ છે.
60. ખોટાં પગ એટલે શું ? તેનો ઉપયોગ જણાવો ?
જવાબ : અમીબા એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે. તેને ખોટાં પગ કહે છે. જે હલનચલન અને ખોરાક પકડવા માં તેને મદદ કરે છે.
61. અમીબા માં પાચનની ક્રિયા આકૃતિ દોરી સમજાવો.
જવાબ :
અમીબા કેટલાક સૂક્ષ્મજીવોને આરોગે છે. જયારે તેને ખોરાક નો અભાસ થાય છે, તે તેના ખોટાંપગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાક ગળી જાય છે. આ ખોરાક અન્ન્ધાનીમાં ફસાઈ છે. અન્ન્ધાની માં પાચકરસો ઠલવાય છે. તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે. ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે. શોષિક ખોરાક વૃદ્ધિ, શરીર ટકાવી રાખવા અને કોષોના બહુગુણન માટે વપરાય છે.અપચિત વધેલ ખોરાક રસઘાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે.
62. અમીબામાં અન્ન્ઘાનીનું કાર્ય જણાવો.
જવાબ : અન્ન્ઘાની તેમાં રહેલા ખોરાક પેર પાચકરસો ઠાલવે છે. તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે.
63. અમીબા અપાચિત વધેલ ખોરાક ………………. દ્વારા શરીરમાંથી બહાર ફેંકે છે.
જવાબ : રસધાની
64. અમીબા અને મનુષ્યના પાચનમાં એક-એક સામ્યતા અને ભિન્નતા જણાવો.
જવાબ :
સામ્યતા : અમીબામાં અને મનુષ્યમાં ખોરાકનાં પાચનની પક્રિયા અને શક્તિ મુકત કરવાની પક્રિયા એકસરખી જોવા મળે છે .
ભિન્નતા : અમીબા ખોરાકનાં અંત:ગ્રહણ માટે ખોટાં પગનો ઉપયોગ કરે છે. જયારે મનુષ્ય ખોરાકનું અંત:ગ્રહણ મુખ દ્વારા કરે છે.
65. સ્વાદુરસ કોના પર કાર્ય કરીને તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે?
જવાબ : કાર્બોદિત
66. ખોરાક ગ્રહણ કરવાની કોઈ પણ ચાર પદ્ધતિ ઉદારણ સહીત જણાવો .
જવાબ : જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની રીતો જુદી જુદી હોય છે. મધમાખી અને હમિંગ બર્ડ વનસ્પતિ માંથી રસ ચૂસે છે. નાનું બાળક અને ઘણા પ્રાણીઓ તેમની માતાના દૂધ પર નભે છે. અજગર જેવા સાપ નાના પ્રાણીઓ ને ગળી જાય છે . કેટલાક જલીય પ્રાણીઓ આસપાસ તરતા ખોરાક ના સૂક્ષ્મ કણોને તારવી ને ખાઈ છે.
67. જીભના ક્યાં ભાગમાં ક્યાં સ્વાદની પરખ થાય છે. તે નામનીર્દેશનવાળી આકૃતિ દોરી જણાવો:
જવાબ :
68. નાના આંતરડા માં થતી પાચનક્રિયા વિશે જણાવો.
જવાબ : પછીત ખોરાક નાના આંતરડાની દીવાલ ની રુધિરવાહિનીમાંથી પસાર થાય છે, જેને શોષણ કહે છે. નાના આંતરડાની દીવાલમાં આંગળી જેવા હજારો પ્રવર્ધો આવેલાં છે જેને રસંકુરો કહે છે. તે પાચિત ખોરાકની શોષણસપાટી માં વધારો કરે છે. આથી રસાંકુરોની સપાટી પાચીત ખોરાકનું શોષણ કરે છે. શોષાયેલ ખોરાક રુધીવાહીનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. જ્યાં, તે શરીર માટે જરૂરી પ્રોટીનના બંધારણમાં વપરાય છે. જેને અભીશોષણ કહે છે. કોષોમાં ગ્લુકોઝનું ઓક્સીજનની હાજરીમાં ઓસીડેશન થઈ કર્બેન ડાયોક્સાઈડ અને પાણી ઉત્પન્ન થાય છે શક્તિ છુટી પડે છે.
69. પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રાણીઓ પોતાનો ખોરાક બનાવે છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
70. કાર્બોદિત જેવા ઘટકો જટિલ હોય છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
71. આપણે દાંત વડે ખોરાક ચાવીએ છીએ. (✔ કે ✖)
ઉત્તર : ✔
72. આપણા દાંત દેખાવમાં અને કાર્યોમાં એક જ જેવા હોય છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
- આપણું મોં લાળગ્રંથિ ધરાવે છે, જેમાંથી લાળ સ્રવે છે. (✔ કે ✖)
ઉત્તર :✔74. જીભ કોઇપણ દિશામાં હલનચલન કરી શકે છે. (✔ કે ✖)
ઉત્તર :✔75. જીભ ખોરાકને લાળરસમાં ભેળવે છે. (✔ કે ✖)
ઉત્તર : ✔76. અન્નનળી એ પાચનઅંગોનું એક અંગ છે. (✔ કે ✖)
ઉત્તર : ✔77. જઠરનો આકાર ‘‘V’’ જેવો છે. (✔ કે ✖)
ઉત્તર : ✖78. શ્લેષ્મ જઠરની અંદરની દીવાલને રક્ષણ આપે છે. (✔ કે ✖)
ઉત્તર : ✔79. સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✖80. પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે. (✔ કે ✖)
ઉત્તર : ✔81. છેલ્લે ન પચેલો ખોરાક મળ સ્વરૂપે બહાર નીકળે છે. (✔ કે ✖)
ઉત્તર : ✔82. વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમા પાછું લાવે છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
83. મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. (✔ કે ✖)
ઉત્તર : ✔84. અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. (✔ કે ✖)
ઉત્તર : ✔