- નીચે આપેલા કોષ્ટકમાં પદાર્થોના સ્વાદ જણાવો :
પદાર્થ | સ્વાદ (ખાટો/ખારો/કડવો/મીઠો/તુરો) |
લીબુંનો રસ | ખાટો |
શેરડીનો રસ | મીઠો |
આંબલી | ખાટો |
ખાંડ | મીઠો |
દહીં | ખાટો |
આંબળા | ખાટો |
કાચી કેરી | ખાટો |
મીઠું | ખારો |
ખાવાનો સોડા | તુરો |
છાશ | ખાટો |
- કેવા પદાર્થનો રાસાયણિક ગુણધર્મ એસિડિક હોય છે?
ઉત્તર : જે પદાર્થોનો સ્વાદ ખોટો હોય તેમનામાં એસિડ રહેલો હોય છે. આથી આવા પદાર્થોના રાસાયણિક ગુણધર્મો એસિડિક હોય છે.
- એસિડ શબ્દની ઉત્પત્તિ…………………….શબ્દ એસિયર પરથી થઈ છે.
ઉત્તર : લેટિન
- ખાવાના સોડાનો સ્વાદ કેવો છે? શા માટે ?
ઉત્તર : ખાવાના સોડાનો સ્વાદ તુરો હોય છે. તેને સ્પર્શ કરવાથી તે સાબુ જેવો ચીકણો જણાય છે. આમ તે બેઇઝ હોવાથી તેનો સ્વાદ તુરો હોય છે.
- વ્યાખ્યા લખો : બેઇઝ અને બેઝિક
ઉત્તર : જે પદાર્થોનો સ્વાદ તુરો હોય છે તેમને સ્પર્શ કરવાથી સાબુ જેવા ચીકણા જણાય છે તેને બેઇઝ કહે છે. તેમની પ્રકૃત્તિ બેઝિક કહેવાય છે.
- સૂચક એટલે શું?
ઉત્તર : કોઇ પદાર્થની એસિડિક કે બેઝિક પ્રકૃત્તિનું પરીક્ષણ કરવા માટે વપરાતા ખાસ પ્રકારના પદાર્થોને સૂચક કહે છે.
- કુદરતી રીતે પ્રાપ્ત થતાં સૂચકો જણાવો.
ઉત્તર : હળદર, લિટમસ, જાસૂદની પાંદડીઓ વગેરે કુદરતી રીતે પ્રાપ્ત થતાં સૂચકો છે.
- નીચેના કોષ્ટકમાં એસિડના નામ આપ્યા છે. તે શેમાં જોવા મળે છે? તે લખો.
એસિડનું નામ | શેમાં જોવા મળે છે? |
એસિટિક એસિડ | વિનેગરમાં |
ફોર્મિક એસિડ | કીડીના ડંખમાં |
સાઇટ્રિક એસિડ | નારંગી, લીબું જેવા ખાટાફળોમાં |
લેક્ટિક એસિડ | દહીમાં |
ટાર્ટરિક એસિડ | આંબલી, દ્રાક્ષ તથા કાચી કેરી વગેરેમાં |
ઓક્ઝેલિક એસિડ | પાલકમાં |
- નીચેના કોષ્ટકમાં બેઇઝરના નામ આપ્યા છે, તે શેમાં જોવા મળે છે? તે લખો :
બેઇઝનું નામ | શેમાં જોવા મળે છે? |
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ | ચૂનાના પાણીમાં |
એમોનિયમ હાઇડ્રોક્સાઇડ | કાચ સાફ કરવાના પ્રાવહીમાં |
સોડિયમ હાઇડ્રોક્સાઇડ / પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ | સાબુમાં |
મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ | મિલ્ક ઓફ મૅગ્નેશિયામાં |
- એસિડ તથા બેઇઝ વચ્ચેનો તફાવત જણાવો :
એસિડ | બેઇઝ |
1. એસિડ સ્વાદે ખાટા હોય છે.
2. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. 3. એસિડ પદાર્થોને સ્પર્શ કરતા સાબુ જેવા ચીકણા જણાતા નથી. |
1. બેઇઝ સ્વાદે તૂરા હોય છે.
2. બેઇઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. 3. બેઇઝ ધરાવતા પદાર્થોને સ્પર્શ કરતા સાબુ જેવા ચીકણા જણાય છે. |
11. સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક…………………………છે.
ઉત્તર : લિટમસ
12. આંબળા અને સાઇટ્રસ ફળોમાં ક્યો એસિડ હોય છે?
ઉત્તર : એસ્કોર્બિક એસિડ
13. નિસ્યંદિત પાણી એસિડિક / બેઝિક / તટસ્થ છે, તે તમે કેવી રીતે નક્કી કરશો ?
ઉત્તર : નિસ્યંદિત પાણીમાં લિટમસ સૂચક નાખવામાં આવે છે. જો તેનો રંગ લાલ થાય તો તે એસિડિક છે. જો રંગ ભૂરો થાય તો તે બેઝિક છે. પરંતુ લિટમસનો રંગ જાંબુડિયો થાય છે. જેથી તે તટસ્થ છે.
14. નિસ્યંદિત પાણીમાં લિટમસપત્ર કેવું રંગ પરિવર્તન દર્શાવે છે?
ઉત્તર : રંગ પરિવર્તન ન દર્શાવે
15. લિટમસના દ્રાવણના સ્ત્રોત જણાવો. આ દ્રાવણનો ઉપયોગ શું છે?
ઉત્તર : લિટમસના દ્રાવણનો સ્ત્રોત લાઇકેન છે. તેનો ઉપયોગ બીજા દ્રાવણની પ્રકૃતિ એસિડિક છે કે બેઝિક તે જાણવા માટે કરવામાં આવે છે.
16. લિટમસને વારાફરતી એસિડિક અને બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે તો તે ક્યારે કયો રંગ ધારણ કરશે ?
ઉત્તર : લિટમસને એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે તો તે લાલ રંગ ધારણ કરે છે. અને જો તેને બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે તો ભૂરો રંગ ધારણ કરે છે.
17. આપેલા દ્રાવણોની પ્રકૃતિ ચકાસતો પ્રયોગ વર્ણવો. (ડિટરજન્ટનું દ્રાવણ, લીબુંનો રસ, ચૂનાનું પાણી, દહીં, મીઠાનું દ્રાવણ)
હેતુ : આપેલાં દ્રાવણો એસિડિક છે કે બેઝિક છે તે તપાસવું.
સાધન : કસનળીઓ, કસનળી રાખવાનું સ્ટેન્ડ, ડ્રોપર
પદાર્થ : ડિટર્જન્ટનું દ્રાવણ, લીબુંનો રસ, ચૂનાનું પાણી, દહીં, મીઠાનું દ્રાવણ (ફિનોલ્ફથેલીન સૂચક), લિટમસ પત્ર (લાલ, ભૂરા બંને)
આકૃત્તિ :
પદ્ધતિ : અલગ–અલગ કસનળીમાં ડિરર્જન્ટ, ચૂનાનું પાણી, દહીં, મીઠાનું દ્રાવણ, લીબુંનો રસ વગેરે 5-10 ml લો. હવે ભીના કરેલાં લાલ લિટમસપત્ર પર દરેક દ્રાવણનાં 4-5 ટીપાં ડ્રોપર વડે મૂકો. લિટમસપત્રના રંગમાં થતા ફેરફારનું અવલોકન કરો એ જ રીતે ભીના કરેલા ભૂરા લિટમસપત્ર પર વારા ફરતી દરેક દ્રાવણમાં 4-5 ટીપાં ડ્રોપરની મદદથી મૂકો. થતાં ફેરફારની નોંધ કરો.
અવલોકન :
ક્રમ | કસોટી માટેનું દ્રાવણ | લાલ લિટમસપત્ર પર અસર | ભૂરા લિટમસપત્ર પર અસર |
1 | ડિટર્જન્ટનું દ્રાવણ | લિટમસ પત્ર ભૂરા રંગનું બને | રંગ બદલાતો નથી. |
2 | લીબુંનો રસ | રંગ બદલાતો નથી. | લિટમસ પત્ર લાલ રંગનું બને |
3 | ચૂનાનું પાણી | લિટમસ પત્ર ભૂરા રંગનું બને | રંગ બદલાતો નથી. |
4 | દહીં | રંગ બદલાતો નથી. | લિટમસ પત્ર લાલ રંગનું બને |
5 | મીઠાનું દ્રાવણ | રંગ બદલાતો નથી. | રંગ બદલાતો નથી. |
નિર્ણય :
(1) ડિટર્જન્ટનું દ્વાવણ, ચૂનાનું પાણી બેઝિક પ્રકૃત્તિ ધરાવે છે.
(2) લીબુનો રસ, દહીં એસિડિક પ્રકૃતિ ધરાવે છે.
(3) મીઠાનું દ્રાવણ તટસ્થ પ્રકૃતિ ધરાવે છે.
- લિટમસપત્ર ક્યા રંગના મળે છે?
ઉત્તર : ભૂરો અને લાલ
- ભૂરા લિટમસપત્રને એક દ્રાવણમાં ડૂબાડતાં તે ભૂરા રંગનું જ રહે છે, તો દ્રાવણની પ્રકૃતિ કઇ છે? સમજાવો.
ઉત્તર : ભૂરા લિટમસપત્રને દ્રાવણમાં ડુબાડતાં જો તે ભૂરા રંગનું જ રહે તો તે દ્રાવણ લિટમસ પત્ર અસર કરતું ન હોવાથી (રંગપરિવર્તન કરતુ ન હોવાથી) તે તટસ્થ દ્રાવણ અથવા બેઇઝ છે.
- વ્યાખ્યા આપો : તટસ્થ દ્રાવણ
ઉત્તર : એવા દ્રાવણો જે લાલ કે ભૂરા લિટમસનો રંગ બદલતા નથી તેમને તટસ્થ દ્રાવણ કહે છે.
- હળદર પટ્ટી કેવી રીતે બનાવવામાં આવે છે?
ઉત્તર : એક ચમસી હળદરનો પાવડર લઇને તેમાં થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરો. હવે બ્લોટિંગ પેપર / ગાળણપત્ર પર હળદરની પેસ્ટ લગાડીને સુકાવા દેતા હળદર પટ્ટી/પત્ર તૈયાર થાય છે.
- લીબુંનો રસ, ચૂનાનું પાણી અને ખાંડના દ્રાવણને હળદર પત્ર પર ડ્રોપર વડે નાંખતા મળતું અવલોકન જણાવો.
ઉત્તર : લીબુંનો રસ, હળદર પત્ર સાથે કથ્થાઇ રંગ આપશે. ચૂનાનું પાણી હળદરપત્ર સાથે લાલ રંગ આપશે. ખાંડના દ્રાવણથી હળદરપત્રના રંગના પરિવર્તન થતું નથી.
- સફેદ શર્ટ પરનો હળદરનો ડાઘ સાબુથી ધોતા શું થાય છે. કેમ?
ઉત્તર : સાબુનો બેઝિક પ્રકૃતિનું દ્રાવણ છે. હળદર પત્ર પર જો બેઝિક દ્રાવણના બે–ત્રણ ટીપા નાખવામાં આવે તો તે લાલ રંગ ધારણ કરે છે. આથી સફેદ શર્ટ પર જો હળદરનો ડાઘ પડ્યો હોય અને સાબુથી દોવામાં આવે તો તે લાલ રંગ ધારણ કરે છે.
24. તમારી પાસે માત્ર હળદરનું સૂચક છે. તમને હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા ત્રણ પ્રવાહી અપવામાં આવેલા છે, તો તમે તમને કેવી રીતે ઓળખી શકશો?
ઉત્તર : હળદરપત્ર પર વારાફરતી દરેક દ્રાવણમાં ટીપાં નાખવાથી જે લાલ રંગ બનાવશે તે બેઝિક પ્રકૃતિ ધરાવે છે અને જે કથ્થાઇ રંગ આપે તે એસિડિક પ્રકૃતિ ધરાવે છે તેમ કહી શકાય. હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક અને ખાંડનું દ્રાવણ તટસ્થ પ્રકૃતિ ધરાવે છે.
25. જાસૂદના ફૂલના ઉપયોગથી સૂચક કેવી રીતે બનાવશો?
ઉત્તર : જાસૂદના ફૂલની થોડી પાંદડીઓ ભેગી કરીને તેને બીકરમાં મૂકો. તેમાં થોડૂંક ગરમ પાણી રેડો. મિશ્રણને થોડોક સમય પાણી રંગીન ન બને ત્યાં સુધી જેમનું તેમ રહેવા દો. આ રંગીન પાણીનો સૂચક તરીકે ઉપયોગ કરો.
26. નીચેના કોષ્ટકમાં આપેલ દ્રાવણમાં જાસૂદના ફૂલના દ્રાવણમાંથી પાંચ–પાંચ બુંદ ઉમેરતાં શું થાય છે? અવલોકન કરી નોંધો :
દ્રાવણનું પરિક્ષણ | પ્રારંભિક રંગ | અંતિમ રંગ |
શૅમ્પૂ | લાલ | ઘેરો ગુલાબી (મૅજન્ટા) |
લીબુંનો રસ | લાલ | ઘેરો ગુલાબી (મૅજન્ટા) |
સોડાવાળું પાણી | લાલ | ઘેરો ગુલાબી (મૅજન્ટા) |
સોડિયમ બાય કાર્બોનેટનું દ્રાવણ | લાલ | લીલો રંગ |
મીઠાનું દ્રાવણ | લાલ | – |
ખાંડનું દ્રાવણ | લાલ | – |
- હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લિટમસપત્ર, હળદર પત્ર અને જાસુદના ફુલના દ્રાવણ ઉપર શું અસર કરે છે?
ઉત્તર : હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ રંગનું, હળદર પત્રને કથ્થાઇ રંગનું બનાવે છે તથા જાસુદના ફુલના દ્રાવણને ગુલાબી રંગનું બનાવે છે.
- જુદા જુદા દ્રાવણો પર જુદા જુદા સૂચકોની અસર લખી કોષ્ટક પૂર્ણ કરો :
દ્રાવણનું નામ | લિટમસપત્ર પર અસર | હળદર પર અસર | જાસુદના ફુલના દ્રાવણ પર અસર |
મીઠાનું દ્રાવણ | – | – | – |
આંબલીનું દ્રાવણ | ભૂરા લિટમસને લાલ બનાવે છે. | કથ્થાઇ રંગ | ગુલાબી, મેજેન્ટા રંગ |
બેકિંગ સોડાનું દ્રાવણ | લાલ લિટમસને ભૂરો બનાવે છે. | લાલ રંગ | લીલા રંગનું |
- એસિડ વર્ષા એટલે શું ?
ઉત્તર : વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભળે તેને એસિડ વર્ષા કહે છે.
- એસિડ વર્ષા કેમ થાય છે?
ઉત્તર : વરસાદ કાર્બન ડાયૉક્સાઇડ, સલ્ફર ડાયૉક્સાઇડ અને નાઇટ્રોજન ડાયૉક્સાઇડ જેવા વાયુઓ સાથે ભળીને કાર્બનિક એસિડ, સલ્ફયુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવે છે. આથી એસિડ વર્ષા થાય છે.
- એસિડ વર્ષાથી થતું નુકશાન જણાવો.
ઉત્તર : એસિડ વર્ષા બહુમાળી મકાનો, ઐતિહાસિક સ્મારકો, વનસ્પતિઓ અને પ્રાણીઓ નુકશાન કરે છે.
- કારણ આપો : પ્રયોગશાળામાં વપરાતા એસિડ તથા બેઇઝને સાવધાની રાખીને વાપરવા જોઇએ.
ઉત્તર : કારણ કે પ્રયોગશાળામાં વપરાતા એસિડ તથા બેઇઝ કુદરતી રીતે જ ક્ષારણનો ગુણધર્મ ધરાવે છે. તેઓ ચામડીમાં બળતરા ઉત્પન્ન કરે છે અને નુકશાન પહોંચાડે છે.
- એસિડને ધાતુની પેટીમાં નહીં પરંતુ કાચની બોટલમાં રાખવામાં આવે છે, કારણ કે …………
ઉત્તર : ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે.
- તટસ્થીકરણની પ્રક્રિયા સમજાવતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર :
હેતુ : તટસ્થીકરણની પ્રક્રિયા સમજવી. મંદ HCl અને NaOH ના દ્રાવણો વચ્ચે થતી તટસ્થીકરણ પ્રક્રિયાનો અભ્યાસ કરવો.
સાધન : કોનિકલ ફ્લાસ્ક, બીકર, ડ્રોપર, લાલ–ભૂરા લિટમસપત્ર
પદાર્થ : મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું મંદ દ્રાવણ, ફિનોલ્ફથેલીન
આકૃત્તિ :
પદ્ધતિ : કોનિકલ ફ્લાસ્કમાં 5 થી 10 મિલિ મંદ NaOH લો. આ દ્રાવણની લાલ/ભૂરા લિટમસ સાથે રંગ–પરિવર્તન તપાસો. એ જ રીતે મંદ HCl નું રંગ પરિવર્તન તપાસો. હવે NaOH માં ફિનોલ્ફથેલીન સૂચકનાં 3-4 ટીપાં ઉમેરો. દ્રાવણ ગુબાલી રંગનું બનશે. હવે ડ્રોપરની મંદ HCl નું દ્રાવણ ટીપે ટીપે, કોનિકલ ફ્લાસ્કને સતત હલાવતાં હલાવતાં ઉમેરો. જ્યારે ફ્લાસ્કનું દ્રાવણ રંગવિહીન બને ત્યારે મંદ HCl ઉમેરવાનું બંધ કરો. કોનિકલ ફ્લાસ્કમાંના દ્રાવણની લાલ અને ભૂરા લિટમસ પર થતી અસ્રર તપાસો.
અવલોકન :
(1) મંદ NaOH – લાલમાંથી ભૂરો રંગ – બેઈઝીક
(2) મંદ HCl – ભૂરા માંથી લાલ રંગ – એસીડીક
(3) પ્રયોગના અંતે રંગવિહીન દ્રાવણની લિટમસ પર કોઇ અસર થતી નથી.
(4) રાસાયણિક સમીકરણ : HCl + NaOH -> NaCl + H2O
નિર્ણય : એસિડ અને બેઇઝ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે. જેને તટસ્થીકરણ કહે છે.
- જ્યારે એસિડિક દ્રાવણ, બેઇઝ દ્રાવણમાં ભળે છે. ત્યારે બંને દ્રાવણો એકબીજાની અસરનું………………કરે છે.
ઉત્તર : તટસ્થીકરણ
- જ્યારે એસિડિક દ્રાવણ અને બેઇઝ દ્રાવણ યોગ્ય પ્રમાણમાં ભેગા થાય તો શું થાય ?
ઉત્તર : જ્યારે એસિડિક અને બેઇઝ દ્રાવણ યોગ્ય પ્રમાણમાં ભેગા થાય ત્યારે, તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે જેમાં ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે.
- ક્ષાર વિશે નોંધ લખો.
ઉત્તર : તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થનું નિર્માણ થાય છે, જેને ક્ષાર કહે છે. ક્ષારની પ્રકૃત્તિ એસિડિક, બેઝિક કે તટસ્થ હોઇ શકે છે. એસિડ તથા બેઇઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. પ્રક્રિયામાં પાણી, ક્ષાર તથા ઉષ્મા ઉત્પન્ન થાય છે.
એસિડ + બેઇઝ ક્ષાર + પાણી (ઉષ્મા ઉત્પન્ન થાય)
- વ્યાખ્યા લખો : તટસ્થીકરણ
ઉત્તર : એસિડ તથા બેઇઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે.
- હાઇડ્રોક્લોરિક એસિડ આપણા વધી જાય તો શું થાય છે?
ઉત્તર : પાચન કરવાનું
- કારણ આપો : જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ટાસીડની ગોળી લઇએ છીએ.
ઉત્તર : કારણ કે જ્યારે જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધી જાય છે ત્યારે આપણને એસિડિટી થાય છે. આથી પ્રતિ એસિડ ગુણ ધરાવતો બેઇઝ લેવો જોઇએ. મિલ્ક ઓફ હાઇડ્રોક્સાઇડ નામનો બેઇઝ ધરાવે છે. જે વધુ પડતાં એસિડ સાથે તટસ્થીકરણની પ્રક્રિયા કરી એસિડનું પ્રમાણ ઘટાડે છે.
41. આપણા જઠરમાં એસિડનું પ્રમાણ વધી જાય તો શું થાય છે?
ઉત્તર : આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધી જાય છે. ત્યારે આપણને એસિડિટી થાય છે. જે કેટલીક વખત પીડાદાયક હોય છે.
42. કારણ આપો : જ્યારે આપણને કીડી કરડે છે. ત્યારે આપણી ચામડી પર તે જગ્યાએ ક્લેમાઇનનું દ્રાવણ લગાવીએ છીએ.
ઉત્તર : કારણ કે જયારે કીડી કરડે છે ત્યારે ચામડીમાં ફોર્મિક એસિડ નામનું એસિડિક દ્રબ્ય દાખલ કરે છે. આ એસિડની અસરને દૂર કરવા માટે બેકિંગ સોડા અથવા ક્લોમાઇન દ્રાવણને ચામડી પર ઘસવું જોઇએ. જે ઝીંક કાર્બોનેટ ધરાવતું હોય છે.
43. આપણને કીડી કરડે છે ત્યારે તે આપણી ચામડીમાં ક્યું દ્રાવણ દાખલ કરે છે?
ઉત્તર : ફોર્મિક એસિડ
44. ક્લેમાઇનમાં……………..હોય છે.
ઉત્તર : ઝિંક કાર્બોનેટ
45. રાસાયણિક ખાતરના વધારે ઉપયોગથી જમીન કેવી બની જાય છે?
ઉત્તર : એસિડિક
46. જો જમીન વધુ પડતી એસિડિક કે બેઝિક હોય તો છોડ પર શું અસર થાય છે?
ઉત્તર : જો જમીન વધુ પડતી એસિડિક કે બેઝિક હોય તો છોડનો વિકાસ થતો નથી.
47. જો જમીન વધુ પડતી એસિડિક કે બેઝિક હોય તો શું કરવું જોઇએ?
ઉત્તર : જો જમીન વધુ પડતી એસિડિક હોય ત્યારે તેમાં ક્વિક લાઇમ (કેલ્શિયમ ઓક્સાઇડ) કે સ્લેકડ લાઇમ (કૅલ્શિયમ હાઇડ્રોક્સાઇડ) ભેળવવામાં આવે છે. જો જમીન બેઝિક હોય તો, તેમાં જૈવિક પદાર્થ ઉમેરવામાં આવે છે. જૈવિક પદાર્થો એસિડને મુક્ત કરે છે, જેથી જમીન કુદરતી રીતે તટસ્થ બને છે.
48. કારણ આપો : કારખાનાઓમાંથી નીકળતા કચરાને વહેવડાવતા પહેલા તટસ્થ કરવામાં આવે છે.
ઉત્તર : કારણ કે કારખાનાઓમાંથી નીકળતો કચરો એસિડિક હોય છે. જો આવા કચરાને સીધો જ પાણીમાં વહેવડાવી દેવામાં આવે તો તેમાંનો એસિડ માછલી તથા બીજા પાણીના જીવોનો નાશ કરી નાખે છે. આથી, ફેક્ટરીમાંથી નીકળતા કચરાને બેઝિક પદાર્થો ઉમેરીને તટસ્થ બનાવવામાં આવે છે.
49. ફૅક્ટરીમાંથી નીકળતો સીધો કચરો પાણીમાં વહેવડાવી દેવામાં આવે તો શું થાય છે?
ઉત્તર : ફૅક્ટરીથી નીકળતો સીધો કચરો પાણીમાં વહેવડાવી દેવામાં આવે તો કચરામાં એસિડ માછલી તથા બીજા પાણીના જીવોનો નાશ કરી નાખે છે.
50. રોજિંદા જીવનમાં થતી તટસ્થીકરણની બે પ્રક્રિયા સમજાવો.
ઉત્તર :
કીડીનું કરડવું : કીડી કરડે ત્યારે ચામડીમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે. તેની અસરને દૂર કરવા બેકિંગ સોડા અથવા કેલ્માઇન દ્રાવણને ચામડી પર ઘસવું જોઇએ. જે ઝીંક કાર્બોનેટ ધરાવે છે.
51. ઘરની ચીજવસ્તુઓ સાફ કરવામાં જેમ કે, બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે, જે લાલ લિટમસને ભૂરું બનાવે છે. તે કેવી પ્રકૃત્તિ ધરાવે છે.
ઉત્તર : બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે. જે બેઝિક પ્રકૃત્તિ ધરાવે છે. જેથી તે લાલ લિટમસને ભૂરું બનાવે છે.
52. એસિડનો સ્વાદ કડવો હોય છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
53. લિટમસ લાઇકેનમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
54. નાઇટ્રિક એસિડ લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
55. સોડિયમ હાઈડ્રોક્સાઇડ ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે. (✔ કે ✖)
ઉત્તર : ✖
56. સૂચક એવા પદાર્થો છે કે જે એસિડિક અને બેઝિક દ્વાવણમાં જુદા જુદા રંગ દર્શાવે છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
57. કુદરતી સૂચક માટે જાસૂદના ફુલનો ઉપયોગ થાય છે. (✔ કે ✖ )
ઉત્તર : ✔
58. આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. (✔ કે ✖)
ઉત્તર : ✔
59. બેઇઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે. (✔ કે ✖)
ઉત્તર : ✖