1. વિદ્યુતકોષને ___તથા__ એમ બે ધ્રુવ હોય છે
જવાબ:- ધન , ઋણ
2. વિદ્યુતકોષની સંજ્ઞામાં લાંબી રેખા________ધ્રુવ જ્યારે ટૂંકી રેખા________ધ્રુવ દર્શાવે છે.
જવાબ:- ધન, ઋણ
3. વિદ્યુત -પરિપથ ના વિદ્યુત ઘટકોને રજુ કરતી દોરો સંજ્ઞાઓ : જોડાણ તાર, ‘ OFF ‘ સ્થિતિમાં કળ, વિદ્યુત બલ્બ, વિદ્યુત કોષ, ‘ ON ‘ સ્થિતિમાં કળ,બેટરી
જવાબ:-
(1) જોડાણ તાર
(3) વિદ્યુત બલ્બ.
(4) વિદ્યુત કોષ
(5)ON સ્થિતિમાં કળ
(6) બેટરી
4.
![]() |
દર્શાવેલ સંજ્ઞા કયા વિદ્યુતીય ઘટકની છે. |
(A) બેટરી
(B) જોડાણ તાર
(C) વિદ્યુત બલ્બ √
(D) વિદ્યુત કોષ
5. વ્યાખ્યા આપો: બેટરી
જવાબ:- બે કે તેથી વધુ વિદ્યુતકોષોના જોડાણને બેટરી કહે છે.
6. બે કે બે થી વધુ વિદ્યુતકોષોના જોડાણને__ કહે છે.
જવાબ:- બેટરી
7. બે વિદ્યુતકોષ બેટરી બનાવવા માટે, એક વિદ્યુતકોષ ના ઋણ ધ્રુવને બીજા વિદ્યુતકોષ ના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે ( √ કે × )
જવાબ:- ×
8.
![]() |
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રણ બલ્બ A, B અને C સર્કિટમાં જોડાયેલા છે અને સ્વિસ ચાલુ કરવામાં આવે તો… |
(A) બલ્બ C પ્રથમ ચાલુ થશે
(B) બલ્બ B અને C એક સાથે ચાલુ થશે
(C) બધા જ બલ્બ એક સાથે ચાલુ થશે. √
(D)A,B અનેC બલ્બ ક્રમમાં ચાલુ થશે
9. કયા વિદ્યુતના ઉપકરણોમાં વિદ્યુતકોષ વપરાય છે?
જવાબ:- ટોર્ચ,ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, રમકડાં ,TV નું રીમોટ કંટ્રોલ જેવા વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુતકોષ વપરાય છે.
10. કોઈ પણ બેટરીના ખાનામાં વિદ્યુતકોષોને સાચી રીતે ગોઠવવા માટે કઈ સંજ્ઞા મદદરૂપ થતી હોય છે ?
જવાબ:- કોઈ પણ બેટરીના ખાતામાં વિદ્યુત કોષોને સાચી રીતે ગોઠવવા માટે ‘ +’ અને’ – ‘સંજ્ઞાઓ મદદરૂપ થતી હોય છે.
11. ચાર સેલની બેટરી બનાવવા માટે વાયર સાથેના તેમના છેડાને કેવી રીતે જોડશો તે સૂચવવા માટે રેખાઓ દોરો.
આકૃતિ:-
આકૃતિ:-

જવાબ:- અહીં, બે વિદ્યુતકોષને યોગ્ય રીતે જોડેલા નથી માટે વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થતો નથી. અહીં બંને વિદ્યુતકોષના ધન ધ્રુવો એકબીજા સાથે જોડાયેલા છે. આની જગ્યાએ એક કોષનો ધન ધ્રુવ બીજા કોષના ઋણ ધ્રુવ સાથે જોડાવાથી બલ્બ પ્રકાશિત થશે.
13. બંધ પરિપથ એટલે શું? આકૃતિ દોરી સમજાવો.
આકૃતિ:-
જવાબ:- જ્યારે વિદ્યુતકળ જોડાણની ON અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે.આવા પરિપથને બંધ પરિપથ કહે છે. બંધ પરિપથમાં તરત જ વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. બલ્બ કોઈ પણ પરિસ્થિતિમાં ત્યારે જ પ્રકાશિત થાય જ્યારે બંધ પરિપથની રચના થાય અને બલ્બને પ્રકાશિત થવા માટે જરૂરી વિદ્યુતપ્રવાહ મળે.
14. ખુલ્લો પરિપથ એટલે શું ?આકૃતિ દોરી સમજાવો.
આકૃતિ:-
જવાબ:- જ્યારે સ્વીચ (વિદ્યુતકળ) ખુલ્લી એટલે કેOFF સ્થિતિમાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી. તેની ખુલ્લો પરિપથ કહે છે.
અહીં આકૃતિમાં ખુલ્લો પરિપથ દર્શાવ્યો છે. અહીં વિદ્યુતકળ ખુલ્લી છે એટલે કેOFF સ્થિતિમાં છે.
પરિણામે વીજપ્રવાહને વહેવા માટેનો જરુરી પરીપથ પૂર્ણ થતો નથી. માટે, આવા ખુલ્લા પરિપથમાં જોડેલો બલ્બ પ્રકાશિત થતો નથી.
15. વિદ્યુત સર્કિટમાં વિદ્યુત પ્રવાહ શરૂ કરવા અથવા બંધ કરવા માટે વપરાતું સાધન કયું છે ?
(A) બલ્બ
(B) બેટરી
(C) સ્વિચ √
(D) એમીટર
16. બલ્બની અંદર પાતળો તાર હોય છે, જેને_________કહે છે.
(A) ફિલામેન્ટ √
(B) ફીલાસેન્ટ
(C) ફિલામેક
(D) ફિલાએન્ડ
17. જ્યારે બલ્બ ઊડી જાય ત્યારે તેનો_________ તૂટી જાય છે.
જવાબ:- ફિલામેન્ટ
18. પ્રકાશિત બલ્બને અડવું ન જોઇએ – કારણ આપો.
જવાબ: પ્રકાશિત બલ્બ વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરને કારણે ગરમ થાય છે. બલ્બ પ્રકાશની સાથે ઉષ્મા પણ ઉત્પન્ન કરે છે. આથી, પ્રકાશિત બલ્બ ને અડવું ન જોઈએ.
19. જો બલ્બની અંદર રહેલો ફિલામેન્ટ્ તૂટી જાય તો પરિપથ પૂર્ણ ગણાય છે કે નહીં ?શા માટે ?
જવાબ: જો બલ્બની અંદર રહેલો ફિલામેન્ટ તૂટી જાય તો પરિપથ પૂર્ણ ન ગણાય. કારણ કે પરીપથ ત્યારે જ પૂણૅ ગણાય જ્યારે સ્વીચ ON સ્થિતિમાં હોય અને પરીપથ તૂટક ન હોય.
આકૃતિ:-

જવાબ:- શકય ખામીઓ:
21. નીચેની આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથ જોઈને માગ્યા મુજબ જવાબ આપો.
આકૃતિ:-
(1) જ્યારે કળ OFF સ્થિતિમાં હોય ત્યારે કયો બલ્બ પ્રકાશિત થશે?
જવાબ:- જ્યારે કળ OFF સ્થિતિમાં હોય ત્યારે કોઈપણ બલ્બ પ્રકાશિત થશે નહીં.
(2) જ્યારે પરિપથમાં કળને ON સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે બલ્બ A, B તથા C કયા ક્રમમાં પ્રકાશ આપશે ?
22. વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન___ છે.
જવાબ:- વિદ્યુતકોષ
23. નીચે આપેલા આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત – પરિપથ ને દર્શાવતી વિદ્યુત રેખાકૃતિ દોરો.
જવાબ:-
25. વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય તેવા ઉપકરણો જણાવો.
જવાબ:- ઇલેક્ટ્રિક ઈસ્ત્રી, રૂમ હીટર, ઇલેક્ટ્રિક વોટર હીટર, હોટ પ્લેટ, ઈલેક્ટ્રીક કિટલી, હેરડ્રાયર વગેરે.
26. ઍલિમેન્ટ એટલે શું?
જવાબ:- ઈલેક્ટ્રીક હિટરમાના તારાના ગૂંચળાને ઍલિમેન્ટ કહે છે.
27. ઈલેક્ટ્રીક હીટરમાંના તારના ગૂંચળાને ____ કહે છે
જવાબ:- ઍલિમેન્ટ
28. ઈલેક્ટ્રીક હીટર માં વપરાતું ગુચળું___________ નું બનેલું હોય છે.
જવાબ:- તાર
29. જ્યારે રૂમ હીટરમાં વિદ્યુતપ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે તે……
(A) ઉષ્મા ઉત્પન્ન કરે છે. √
(B) પ્રવાહ ઉત્પન્ન કરે છે.
(C) ઠંડુ પાણી જાય છે.
(D) ચાલુ થતું નથી.
30. નિક્રોમ તારનો ઉપયોગ કરીને વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરનું નિરીક્ષણ કરતો પ્રયોગ વર્ણવો:
જવાબ:-
સાધનસામગ્રી:- નિક્રોમ તાર, વિદ્યુતકોષ, વિદ્યુતકળ, બે ખીલ્લી ,થરમોકોલનોટુકડો, વીજળીવાહક.
આકૃતિ:-

પદ્ધતિ:- સૌપ્રથમ નિક્રોમ ધાતુના તારો નો એક ટુકડો લો. આ ધાતુઓના તાર બેખીલી સાથે બાંધી દો. હવે, આ બંને ખીલીને થર્મોકોલની શીટ ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેસાડો. હવે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતકળ અને વિદ્યુતકોષો ને જોડીને પરિપથ પૂણૅ કરો. હવે, વિદ્યુતકળને જોડાણની એટલે કે ON સ્થિતિમાં લાવીને વિદ્યુત પ્રવાહ રહેવા દો. આ સ્થિતિ થોડીવાર રાખો. હવે, નિક્રોમના તાર ને સ્પશૅ કરો. (નોંધ :તાર ને લાંબો સમય સુધી અડકીને ન રહેવું.) હવે, વિદ્યુતપ્રવાહ ને બંધ કરવા વિદ્યુતકળને OFF સ્થિતિમા લાવો.થોડિક મિનિટ પરિપથને આ જ સ્થિતિમાં રાખી ફરીથી તાર ને સ્પર્શ કરો.
અવલોકન:- જ્યારે વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય છે ત્યારેનિક્રોમનો તાર ગરમ લાગે છે. જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થાય પછીનિક્રોમનો તાર ગરમ લાગતો નથી.
નિર્ણય:- જ્યારે તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે.
31. અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા વિદ્યુત ઉપકરણોનો નાં નામ આપો.
જવાબ:- હોટ પ્લેટ, ઈસ્ત્રી, ગીઝર, વગેરે ઈલેક્ટ્રિક ઉપકરણોનો અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા હોય છે.
જવાબ:- √
33. કારણ આપો: જુદાં જુદાં વિદ્યુત ઉપકરણોમાં જુદા જુદા તારો નો ઉપયોગ કરવામાં આવે છે.
જવાબ:- વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરને કારણે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેવા તારમાં ગરમી ઉત્પન્ન થાય છે. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ જુદા જુદા સાધનોમાં થાય છે. તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો ઉષ્મા નો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય પર,તાર ની લંબાઈ તથા જાડા (આડછેદ ના ક્ષેત્રફળ) પર આધાર રાખે છે. આથી, જુદા જુદા ઉપકરણોમાં જુદી-જુદી ઉપયોગીતા મુજબ જુદા-જુદા દ્રવ્ય ના અને જુદી જુદી લંબાઈ તથા જાડાઈના તારનો ઉપયોગ કરવામાં આવે છે.
34. તારમાં ઉત્પન્ન થતો ઉષ્મા નો જથ્થો શેના પર આધાર રાખે છે?
જવાબ:- તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય પર તાર ની લંબાઈ તથા જાડાઈ( આડછેદના શેત્રફળ) પર આધાર રાખે છે.
35. વિદ્યુત -પરિપથ માં જોડાણ માટે વપરાતા તાર સામાન્ય રીતે ગરમ થઇ જતા નથી. ( √ કે × )
જવાબ:- √
જવાબ:- ×
37. પ્રકાશ આપતા વિદ્યુત ગોળાના ફિલામેન્ટની ખાસિયત જણાવો.
જવાબ:- પ્રકાશ આપતા વિદ્યુતગોળાના ફિલામેન્ટની ખાસિયત એ છે કે, તે એટલા ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે કે તે પ્રકાશનું ઉત્સર્જન કરવા લાગે છે.
38. વિદ્યુત વ્યય એટલે શું?
જવાબ:- પ્રકાશ મેળવવા માટે વિદ્યુત બલ્બ વાપરવામાં આવે છે. આ બલ્બ પ્રકાશની સાથે ઉષ્મા પણ આપે છે.ઉષ્માનો કોઈ જ ઉપયોગ થતો ન હોવાથી તેને વિદ્યુત વ્યય થયો કહેવાય.
39. કારણ આપો:- સાદા વિદ્યુત બલ્બમાંથી જગ્યાએ CFL વાપરવા જોઈએ.
જવાબ:- સાદા વિદ્યુત બલ્બમાંથી વીજપ્રવાહ પસાર કરતાં તે પ્રકાશ આપે છે. પ્રકાશની સાથે સાથે તે ઉષ્મા પણ ઉત્પન્ન કરે છે જેનો કોઇ ઉપયોગ થતો નથી. તેથી તે વિદ્યુત વ્યય કહેવાય હવે,સાદાવિદ્યુતબલ્બનીજગ્યાએCFLવાપરવાથી વિદ્યુત વ્યય ઘટે છે આથી, વીજળીની બચત થાય છે. આમ, ઉર્જા સંરક્ષણ માટે પણ સાદા વિદ્યુત બલ્બની જગ્યાએ CFLવાપરવા જોઈએ.
40. CFL નું પૂરું નામ જણાવો.
જવાબ:- કૉમ્પેકટ ફલોરોસન્ટ લેમ્પ
41. વિદ્યુત ઉપકરણની ખરીદી કરતા પહેલા તેની ઉપર શેનો માર્ક ચકાસવામાં આવે છે. તે માટે દ્વારા આપણને શું ખબર પડે છે?
જવાબ :- વિદ્યુત ઉપકરણ ની ખરીદી કરતા પહેલા તેની ઉપર Bureau of Indian Standards અને ISI માર્ક ચકાસવામાં આવી છે. જે વીજ ઉપકરણ સલામત છે, ઊર્જાનો ઓછો વ્યય કરે છે. તેની ખાતરી આપે છે.
42. જો તારમાંથી વધારે વિદ્યુતપ્રવાહ પસાર થવા લાગે તો શું થાય છે?
જવાબ:- જો તારમાંથી વધારે વિદ્યુતપ્રવાહ પસાર થાય તો તાર એટલો બધો ગરમ થઇ શકે કે તે પીગળી જાય તેમજ તૂટી પણ જાય.
43. 4 વિદ્યુતકોષ ધરાવતી બેટરીને નિક્રોમ તારથી પરિપથમાં જોડતા વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરથી નિક્રોમનો તાર તૂટી જાય છે. (√ કે ×)
જવાબ:- ×
44. નીચેનામાંથી કોણ થોડો વધુ વીજ પ્રવાહ પસાર થતા સૌપ્રથમ તૂટી કે પીગળી જશે?
(A) નિક્રોમ તાર
(B) સ્ટીલવુલનો પાતળો તાંતણો √
(C) તાંબાનો તાર
(D) એલ્યુમિનિયમનો જાડો તાર
45. વિદ્યુતના ફ્યુઝ બનાવવા માટે કેવો તાર વપરાય છે?
જવાબ:- ખૂબ વધુ પ્રમાણમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતા જે તાર તરત જ પીગળી જાય અને તૂટી જાય તે પ્રકારના દ્રવ્યમાંથી માંથી વિદ્યુતના ફયુઝનો તાર બનાવાય છે.
46. વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને_________કહે છે.
જવાબ:- ફ્યુઝ
જવાબ:- વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરને લીધે વિજપ્રવાહ વહેતો હોય ત્યારે ગરમી ઉત્પન્ન થાય છે. જો વીજવાહક તારોનું ઉપરનુૃં અવાહક પડ આ ઉષ્માને લીધે પીગળી જાય અને વાહકતારો એકબીજાના સીધા સંપર્કમાં આવે તો શોર્ટ-સર્કિટને લીધે આગ લાગી શકે છે. સામાન્ય સ્થિતમાં વહેતા વીજપ્રવાહને લીધે આવી દુર્ઘટના થતી નથી. પરંતુ, વીજપ્રવાહમાં એકાએક ખૂબ મોટો વધારો થાય તો આ દુર્ઘટના બની શકી. આમ થતું અટકાવવા મેઈન લાઈનમાં ફ્યૂઝનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્યુઝની રચનામાં વીજઅવાહક પૉર્લિનસેના હોલ્ડરમાં કલાઈ અને સીસાની મિશ્રધાતુનો પાતળો તારનો ટુકડો બાંધવામાં આવે છે. જો વીજપરિપથમાં વહેતો પ્રવાહ તેનો નિયત પ્રમાણ કરતા વધી જાય તો ફ્યૂઝનો તાર તરત જ પીગળી ને તૂટી જાય છે. પરિણામે વીજપ્રવાહ આગળ વહેતો નથી. આથી આગ લાગવાનો ભય રહેતો નથી કે વિદ્યુત ઉપકરણો બગડી જતા નથી.
48. જ્યારે ફ્યૂઝમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ તેની અમુક મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝ નો તાર પીગળીને તૂટી જાય છે. ( √ કે × )
જવાબ:- √
જવાબ:- ફ્યૂઝમાં વાયર કલાઈ અને સીસાની મિશ્રધાતુમાંથી બનાવવામાં આવે છે.
50. કારણ આપો:ઈલેક્ટ્રિક ફ્યુઝ ઘરનાં વિદ્યુત ઉપકરણો માટે જરૂરી છે.
જવાબ:- ઈલેક્ટ્રિક ફયૂઝ વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે. એટલે કે, જયારે નિયત પ્રમાણ કરતા વધુ વિદ્યુતપ્રવાહ ફયૂઝ માંથી પસાર થાય કે તરત જ ફયૂઝનો તાર ગરમ થઈને પીગળે છે. અને તૂટી જાય છે. પરિણામે વીજ પ્રવાહને થવા દેતો નથી .આથી વધુ વીજપ્રવાહ પસાર થતી દુર્ઘટના જેવી કે શોર્ટ સર્કિટ ટાળી શકાય છે.વળી,વીજ ઉપકરણોમાં નિયત માત્રા કરતાં વધુ માત્રામાં વિદ્યુતનું વહન થાય તો વીજ ઉપકરણો બગડી જાય. આમ, થતું અટકાવવા માટે જ ઘરનાં વિદ્યુત ઉપકરણો માટે ફયૂઝ જરૂરી છે.
51. ગીઝર અને ટેલિવિઝન સેટમાં એક જ ફયૂઝનો ઉપયોગ કરી શકાય છે? સમજાવો
જવાબ:- ના, ઈલેક્ટ્રિક ગીઝર ને વધુ વિદ્યુત પ્રવાહ જોઈએ જ્યારે ટેલિવિઝનને જરૂરી વિદ્યુતપ્રવાહનું મૂલ્ય ઓછું હોય છે. જો ટેલીવિઝન માટેનો ફ્યૂઝ ગિઝર જોડે લગાવીએ તો તે સતત ઉડી જાય અને ગિઝરનો ફયૂઝ ટેલિવિઝન જોડે લગાવ્યા તો વધુ માત્રામાં વિદ્યુતપ્રવાહ પસાર થવા છતાં ફયૂઝ ઊડે જે TV ને નુકસાન કરી શકે.
52. હાલના વખતમાં ફયૂઝના સ્થાને શાનો ઉપયોગ કરવામાં આવે છે?
જવાબ:- હાલના વખતમાં ફયૂઝના સ્થાને એટલે કે મીનીએચર સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે.
53. ટૂંકનોંધ લખો: MCB
જવાબ:- MCB એટલે મીનીએચર સર્કિટ બ્રેકર. હાલના સમયમાં ફયૂઝના સ્થાને MCB નો વપરાશ વધવા લાગ્યો છે. કારણ કે, MCB એ ખાસ પ્રકારની વિદ્યુત કરશે જેને વીજ પરિપથમાં જોડાયેલી હોય ત્યારે જો તેમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ સલામત મર્યાદા કરતાં વધી જાય ત્યારે MCB ઓટોમેટિક બંધ (OFF)થઈ જાય છે. જેથી વીજપ્રવાહ આગળ વહેતો નથી. જ્યારે MCB ને ON કરવામાં આવે ત્યારે વિદ્યુત-પરિપથ ફરીથી પૂર્ણ થતા વીજપ્રવાહ પસાર થાય છે. આમ,ઊડી ગયેલા ફયૂઝને ફરીથી બાંધવામાં જે તકલીફ પડે છે.તેની જગ્યાએ MCB હોવાથી તે ઝડપથી ON કરી શકાય છે.MCB ISI માર્કો જોઈને જ ખરીદવી જોઈએ.
54. ઓવરલોડિંગ તથા શાૅર્ટસર્કિટને કારણે આગ કેમ લાગે છે?
જવાબ:- એક જ વિદ્યુતના સૉકેટમાં ઘણા ઉપકરણો જોડવામાં આવે ત્યારે તે સૉકેટમાં જોડાયેલ દરેક ઉપકરણ પોતાને જોઈતો પ્રવાહ વાપરવા લાગે છે.તેથી જે-તે સૉકેટમાં નિયત માત્રા કરતાં વઘુ પ્રમાણમાં વીજળીપ્રવાહ વહેવા લાગે છે. જેને કારણે ત્યાં વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે. જેના કારણે તે સાૅકેટમાં કે તે વીજ વાહક તારમાં આગ લાગે છે .આ જ રીતે જ્યારે વાહકતારો પરનું અવાહક પડ ઘસાઈને તૂટી જાય કે નીકળી જાય ત્યારે વાહકતારો એકબીજાના સંપર્કમાં આવે છે.જેના કારણે વીજપ્રવાહ વઘી જતાં ઉષ્મીય અસરને કારણે ત્યાં વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પાદન થાય છે જેના લીઘે શાૅર્ટ-સર્કિટ થવાથી આગ લાગે છે.
55.વિદ્યુતપ્રવાહની બે જુદી જુદી અસરનાં નામ આપો.
જવાબ:- વિદ્યુતપ્રવાહની બે અસર:(1) વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર(2) વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર
56. આકૃતિમાં દર્શાવેલા વિદ્યુતપરિપથમાં જ્યારે કળ વડે પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે શું હોકાયંત્રની સોય આવર્તન દર્શાવશે? કારણ સહિત જણાવો.
આકૃતિ:-
જવાબ:- ના, અહીં દર્શાવેલા વિદ્યુત -પરિપથમાં કળ બંધ કરવા છતાં વિદ્યુતકોષના અભાવે વિદ્યુતપ્રવાહઉત્પન્ન થતો નથી. જેના કારણે ચુંબકીય સોય કોઈ જ આવર્તન દર્શાવતી નથી.
57. જ્યારે તારમાં વિદ્યુતપ્રવાહ ચાલુ કરવામાં આવે છે, ત્યારે તેની નજીકમાં રહેલી હોકાયંત્ર ની સોય તેની ઉત્તર -દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે, સમજાવો.
જવાબ:- જ્યારે તારમાં વિદ્યુતપ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થવાને લીધે વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર ઉત્પન્ન થાય છે. આ ચુંબકીય અસર ને લીધે તથા ચુંબક તરીકે વર્તે છે. હોકાયંત્રને જો કોઈ ચુંબક પાસે લઈ જવામાં આવે તો હોકાયંત્રની ચુંબકીય સોય આવર્તન દર્શાવે છે. આથી, જ્યારે તારમાં વિદ્યુતપ્રવાહ ચાલુ કરતાં તાર ચુંબક તરીકે વર્તે છે પરિણામે, તેની નજીકમાં રહેલી હોકાયંત્રની સોય આવર્તન પામે છે.
A.ચંબુ
B.ચુંબક √
C.સ્વિસ
D.ફયૂઝ
59. વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતાં સાધનો જણાવો.
જવાબ:- વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતાં સાધનો વિદ્યુત ઘંટડી, ટેલિગ્રાફ, ટેલિફોન, માઇક્રોફોન, ભારે વજન ઊંચકતા કેન વગેરે છે.
60. વિદ્યુત ઘંટડી વિદ્યુતપ્રવાહની____ અસર પર કાર્ય કરે છે.
જવાબ:- ચુંબકીય
61. વ્યાખ્યા આપો: વિદ્યુતચુંબક
જવાબ:- વિદ્યુતતારનાં ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તે ચુંબક તરીકે વર્તે છે. આવા ગૂંચળાને વિદ્યુતચુંબક કહે છે.
જવાબ:- ×
63.વિદ્યુત ચુંબકનું ચુંબકત્વ કાયમી હોય છે. (√ કે ×)
જવાબ:- ×
64. લોખંડની ખીલીમાંથી વિદ્યુતચુંબક બનાવવાનો પ્રયોગ વર્ણવો.
જવાબ:-
હેતુ:- લોખંડની ખીલી માંથી વિદ્યુતચુંબક બનાવવું.
સાધનસામગ્રી:- લોખંડની ખીલી, અવાહક પડ ધરાવતો વીજવાહક તાર, વિદ્યુતકોષ, વિદ્યુતકળ, ટાંકણીઓ.
આકૃતિ:-
પદ્ધતિ:- આશરે 75 સેમી લાંબો ઈન્સ્યુલેટેડ વળી શકે તેવો તાર અને 6 થી 10 સેમી લાંબી લોખંડની ખીલી લો. હવે, તારને ખીલીની ફરતે ચુસ્ત રીતે ગૂંચળાની જેમ વીંટાળી દો. હવે, આ તારના બંને મુક્ત છેડાઓને વિદ્યુતકળ વડે વિદ્યુતકોષ સાથે જોડી દો. હવે, ખીલીના અણીવાળા ભાગ પાસે થોડીક ટાંકણીઓ મૂકો. ટાંકણીઓ ખીલીને અડેલી ના હોવી જોઈએ. હવે ,આ સ્થિતીમાં વિદ્યુતકળને ON સ્થિતિમાં લાવી પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો અને ટાંકણીઓનું અવલોકન કરો.
અવલોકન:- પરિપથમાં વીજપ્રવાહ પસાર કરતાં તારનું ગૂંચળું ચુંબકની જેમ વર્તે છે અને ટાંકણીઓ ખીલી તરફ આકર્ષાય છે.
નિર્ણય:- વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી લોખંડની ખીલી વિદ્યુતચુંબક બને છે.
65. વિદ્યુતચુંબકના ઉપયોગો જણાવો.
જવાબ:- વિદ્યુતચુંબકના ઉપયોગો નીચે મુજબ છે:
66.વિદ્યુતઘંટડીમાં વિદ્યુત તારને શાની ઉપર વીંટાળવામાં આવે છે?
જવાબ:- વિદ્યુતઘંટડીમાં વિદ્યુત તારને કારણે લોખંડના ટુકડા પર વીંટાળવામાં આવે છે.
67. વિદ્યુત ઘંટડીની આકૃતિ દોરી રચના તથા કાર્યપદ્ધતિ જણાવો.
જવાબ:-
આકૃતિ:-
રચના:- વિદ્યુત ઘંટડીમાં લોખંડના એક ટુકડા પર વિદ્યુત અને ગૂંચળાની જેમ વીંટાળેલું હોય છે.આ ગૂંચળું વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે. વિદ્યુત ચુંબકની નજીક એક છેડા પર હથોડી જેવી રચના ધરાવતી લોખંડની પટ્ટી ગોઠવાયેલી હોય છે. આ પટ્ટી નજીક એક સંપર્ક સ્ક્રુ રાખેલો હોય છે. હથોડીની સામે ધાતુની વાટકી હોય છે. વિદ્યુતચુંબકના બે છેડા પૈકી એક છેડાને નરમ લોખંડની પટ્ટી સાથે જ્યારે બીજા છેડાને વિદ્યુત કોષ વડે સ્ક્રુ સાથે જોડાયેલો હોય છે.
કાર્યપદ્ધતિ:- સ્વિચ દબાવતા વીજપરીપથ પૂર્ણ બને છે. આથી ,વિદ્યુતચુંબક માં વિદ્યુતપ્રવાહ પસાર થવાથી તેમાં ચુંબકત્વ ઉત્પન્ન થાય છે. જેથી નરમ લોખંડની પટ્ટી વિદ્યુતચુંબક તરફ આકર્ષાય છે. આ સમયે પટ્ટીને છેડે રહેલી હથોડી ધાતુની વાટકી સાથે અથડાઈને અવાજ ઉત્પન્ન કરે છે. આ સમયે સ્ક્રુનું જોડાણ પટ્ટી સાથે તૂટી જતા ગૂંચળામાંથી પસાર થતો વીજ પ્રવાહ અટકી જાય છે જેથી ગૂંચળું ચુંબક તરીકે વર્તતું નથી. તેથી લોખંડની પટ્ટી તેના મૂળ સ્થાને એટલે કે સ્ક્રુના સંપર્કમાં આવે છે. જેથી વીજ પરીપથ પૂર્ણ થવા ફરી ગુંચળું ચુંબક તરીકે વર્તે છે અને લોખંડની પટ્ટીને આકર્ષે છે. જેથી હથોડી ધાતુની વાટકીને અડથાય છે. આ પ્રક્રિયા ઝડપથી અને સતત પુનરાવર્તિત થતાં ઘંટડી સતત રણકતી રહે છે.
68. વિદ્યુતઘંટડીમાં વિદ્યુત- પરિપથમાં ભંગાણ સર્જાય છે ત્યારે________માંથી હોય તો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે.
A. ચુંબક
B.લોખંડ
C. તાર
D.ગૂંચળા √
69. ગીતાએ તેના રૂમમાં એક રાત્રે ઓછો પ્રકાશ મેળવવા બલ્બ પર ટુવાલ મૂકી દીધો, જેથી ઓછો પ્રકાશ મળી શકે. શું તેણે યોગ્ય પગલું લીધું છે? તમારો જવાબ યોગ્ય કારણ આપી જણાવો.
જવાબ:- ગીતાએ લીધેલું પગલું યોગ્ય ન કહેવાય. કારણ કે પ્રકાશિત બલ્બ ઉપર ટુવાલ લાંબો સમય મૂકી રાખવામાં આવે તો બલ્બ માંથી ઉત્પન્ન થતી ઉષ્માને લીધે તેની સાથે સંપર્કમાં રહેલો ટુવાલ ગરમ થાય છે અને તેને લીધે અકસ્માત થવાનો ભય રહે છે તથા વિદ્યુત વ્યય પણ થાય છે.
70. તમારા ઘરમાં ઇલેક્ટ્રિશિયન કેટલુંક સમારકામ કર્યા બાદ, તે ફ્યૂઝને બદલવા માટે તારનો ટુકડો વાપરવા ઈચ્છે છે. શું તમે તેની સાથે સહમત છો ?તમારા જવાબ માટેનું કારણ આપો.
જવાબ:- ના. કારણ કે ફ્યૂઝનો તાર ચોક્કસ દ્રવ્યનો અને ઓછા આડછેદ ક્ષેત્રફળ ધરાવતો હોય છે. જો ફયૂઝમાંથી નિયત પ્રમાણ કરતાં વધુ માત્રામાં વીજપ્રવાહ પસાર થાય તે ફ્યૂઝનો તાર પીગળી જાય અને તૂટી જાય પરિણામે વીજપ્રવાહ અટકી જવાથી નુકસાન ન થાય. પરંતુ જો આ ફયૂઝને લીધે બીજો કોઈ તાર વાપરીએ અને તે તાર વધુ વીજપ્રવાહ પસાર થવા છતાં ન તૂટે તો વીજ ઉપકરણોને નુકસાન થઈ શકે છે. માટે ફ્યૂઝની જગ્યાએ અન્ય કોઈ તાર ન વાપરવો.
71. કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય તેવું તમે વિચારો છો? સમજાવો.
જવાબ:- ના. કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુતચુંબક ન વાપરી શકાય. કારણ કે વિદ્યુતચુંબક એક ચુંબકની જેમ જ વર્તે છે. એટલે કે તે લોખંડ કે કોબાલ્ટ જેવી ધાતુઓને કે લોખંડ મિશ્રિત મિશ્રિતધાતુઓને પોતાની તરફ આકર્ષે છે. પ્લાસ્ટિક લોખંડની જેમ ચુંબક તરફ આકર્ષાતું નથી. આથી, વિદ્યુતચુંબક પણ પ્લાસ્ટીકની થેલીઓને આકર્ષતું નથી માટે અહીં વિદ્યુત ચુંબક વાપરી ન શકાય.