1.પ્રજનન એટલે શું?
જવાબ:- પિતૃ સજીવ માંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે.
- વાનસ્પતિક અંગોના નામ લખો.
જવાબ:- વાનસ્પતિક અંગોમાં મૂળ, પ્રકાંડ અને પર્ણનો સમાવેશ થાય છે.
- વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ_________છે.
A.પર્ણ
B.પ્રકાંડ
C.મૂળ
D.પુષ્પ √
4.પુષ્પ એ વનસ્પતિનો____________ ભાગ છે.
જવાબ:- પ્રજનનિક
5.વનસ્પતિમાં પ્રજનનની મુખ્ય બે રીતો જણાવી તેમના વિશે ટૂંકમાં જણાવો.
જવાબ:- વનસ્પતિમાં પ્રજનનની મુખ્ય બે રીતો છે:(1) અલિંગી પ્રજનન (2) લિંગી પ્રજનન.
અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના છોડ ઉત્પન્ન કરે છે એટલે કે નવો છોડ મૂળ, પ્રકાંડ પર્ણ કે કલિકામાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે, લિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી સર્જાય છે.
6.અલિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવાય છે. (√ કે ×)
જવાબ:- ×
7.વાનસ્પતિક પ્રજનન એક પ્રકારનું લિંગી પ્રજનન છે. (√ કે ×)
જવાબ:- ×
8.વનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને ____________કહે છે.
જવાબ:- વાનસ્પતિક પ્રજનન
9.વાનસ્પતિક પ્રજનનમાં છોડ નીચેના પૈકી શેમાંથી ઉત્પન્ન થઈ શકે છે?
- મૂળ
B.પ્રકાંડ
C.પર્ણ
D.આપેલ પૈકી કોઈપણમાંથી √
10.કલમ એટલે શું?
જવાબ:- ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપતાં મળતાં ટુકડાને કલમ કહે છે. આ કલમને જમીનમાં રોપવાથી નવી વનસ્પતિ ઉગાડી શકાય છે.
- ગાંઠ શું છે?
જવાબ:- પ્રકાંડ/ ડાળીના જે ભાગમાંથી પર્ણ ઉદ્ભવે છે ,તેને ગાંઠ કહે છે.
- કઈ કઈ વનસ્પતિ કલમ દ્વારા ઉગાડી શકાય?
જવાબ:- ગુલાબ,ચંપો,મેંદી ,આંબો વગેરે વનસ્પતિઓને કલમ દ્વારા ઉગાડી શકાય છે.
- નીચેના પૈકી કઈ વનસ્પતિને કલમ દ્વારા ઉગાડી શકાય?
- ડુંગળી
B.ગુલાબ √
C.કમળ
D.આસોપાલવ
14.વાનસ્પતિક કલિકા એટલે શું?
જવાબ:- પર્ણનું પ્રકાંડ સાથેનું જોડાણ સ્થાન એટલે કક્ષ. કક્ષમાં આવેલી કલિકાઓને વાનસ્પતિક કલિકા કહે છે. વાનસ્પતિક કલિકા પણ નવા છોડનું સર્જન કરી શકે છે.
- વાનસ્પતિક કલિકામાંથી મૂળ નિર્માણ થાય છે. (√કે ×)
જવાબ:- ×
- વાનસ્પતિક કલિકામાંથી પ્રરોહનું નિર્માણ થાય છે. (√કે ×)
જવાબ:- √
- કક્ષકલીકાનું બીજું નામ_____________કલિકા છે.
જવાબ:- વાનસ્પતિક
- નીચેના પૈકી કઈ વનસ્પતિ તેની આંખમાંથી ઊગી શકે છે?
A.બટાકા
B.આદું
C.હળદર
- A, B, Cત્રણેય √
19.પાનફૂટી એ____________પર કલીકાઓ ધરાવે છે.
જવાબ :- પર્ણકિનારી
20.પાનફૂટીમાં પ્રજનન _____________દ્વારા થાય છે.
A.પ્રકાંડ
B.પર્ણ √
C.મૂળ
D.પુષ્પ
21.પાનફૂટીમાં નવા છોડનું નિર્માણ કેવી રીતે થાય છે?
જવાબ:- પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનનથી નવો છોડ મેળવી શકાય છે. પાનફૂટીમાં તેના પર્ણની કિનારી પર કલીકાઓ આવેલી હોય છે. જો કલિકા ધરાવતું પર્ણ જમીનમાં દાટી દઈએ કે તે ભીની જમીન પર પડે તો દરેક કલિકા નવા છોડ નું નિર્માણ કરે છે.
- થોરનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિથી જુદો પડે છે અને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે.(√કે ×)
જવાબ:- √
23.શક્કરીયાનો નવો છોડ મેળવવા માટે શું ઉપયોગમાં લેશો?
- મૂળ √
B.પ્રકાંડ
C.પર્ણ
D.પુષ્પ
24.વાનસ્પતિક પ્રજનનના ફાયદા જણાવો.
જવાબ:- વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઊગવા માટે ખૂબ જ ઓછો સમય લે છે. બીજમાંથી ઊગતી વનસ્પતિ કરતાં તેમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે. તેઓ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો છોડ અદ્લ પિતૃ જેવા જ જોવા મળે છે.
- અદ્લ પિતૃ જેવો છોડ મેળવવા માટે વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ ઉપયોગી નથી. (√કે ×)
જવાબ:- ×
- વનસ્પતિ લિંગી પ્રજનન દ્વારા____________ઉત્પન્ન કરે છે.
જવાબ:- બીજ
- યીસ્ટને_____________દ્વારા જોઇ શકાય છે.
A.બિલોરી કાચ
- પેરિસ્કોપ
C.સૂક્ષ્મદર્શક-યંત્ર √
D.ટેલિસ્કોપ
- યીસ્ટ બહુકોષી સજીવ છે. (√કે ×)
જવાબ:- ×
- યીસ્ટ____________દ્વારા પ્રજનન કરે છે.
જવાબ:- કલિકાસર્જન
- યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે,જેને_____________કહે છે.
જવાબ:- કલિકા
31.કલિકાસર્જન દ્વારા યીસ્ટમાં થતું પ્રજનન આકૃતિ સાથે સમજાવો.
જવાબ:-
આકૃતિ:-
યીસ્ટ એ એકકોષી સજીવ છે. યીસ્ટમાં કલિકાસર્જન દ્વારા અલિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે છે .યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે. જેને કલિકા કહે છે. આ કલિકા ધીરે-ધીરે વિકાસ પામે છે. અને પિતૃસજીવથી અલગ થઈ નવા સજીવ તરીકે વિકાસ પામે છે. આ નવો સજીવ વૃદ્ધિ પામીને પુખ્ત બને છે અને બીજા ઘણાં યીસ્ટના કોષો સર્જે છે. આમ, યીસ્ટ કલિકાસર્જન દ્વારા પ્રજનન કરે છે.