ધોરણ : 7 વિષય:ગુજરાતી
પાઠ નું નામ:
(૯) બાનો વાડો
અધ્યયન નિષ્પતિ :
૧.૨ ૫રિચિત કે અ૫રિચિત ૫રિસ્થિતિમાં વકતવ્યો, વાતચિત, સંવાદ કે ચર્ચા સાંભળે, વાંચે અને સમજે.
૧.૩ પ્રસંગો, સ્થળો અને ૫રિસ્થિતિ વિશેના પોતાના અનુભવો રજૂ કરે.
૧.૮ આશરે ૪૦૦૦ જેટલા શબ્દો અને શબ્દકોશનો ઉ૫યોગ કરી વ્યાવહારિક વ્યાકરણ જાણે.
૨.૯ સાંભળેલી કે વાંચેલી સામગ્રીમાંથી યોગ્ય તારણ કાઢી પ્રશ્નોના જવાબ લખે.
૨.૧૦ સમાનાર્થી વિરૂદ્ઘાર્થી શબ્દો, સંયોજકો કાળ, વિશેષણના પ્રકારો ક્રિયા વિશેષણના પ્રકારો ક્રિયા૫દના પ્રકારો, વાકય અને વાકયના પ્રકારો જેવા વ્યાવહારિક વ્યાકરણનો ઉપયોગ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– શિક્ષક દ્વારા આદર્શ વાંચન વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિગત વાંચન
– ચર્ચા તથા પ્રશ્નોત્તરી
– વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ
– ‘મારા વર્તન’ વિશે વિદ્યાર્થીઓનું કથન
– અ૫રિચિત શબ્દોના અર્થ
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓ સમક્ષ પાઠનું નમૂનાનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિગત પાઠનું વાંચન કરાવીશ. ચર્ચા તથા પ્રશ્નોત્તરી કરી વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ કરીશ. દરેક વિદ્યાર્થી પાસે પોતાના વતન વિશે બોલવા જણાવીશ. અ૫રિચિત શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.