ધોરણ : 7 વિષય: संसकृत
પાઠ નું નામ:
(3) कोडरूक्र्
અધ્યયન નિષ્પતિ :
– ૫રિચિત ૫રિસ્થિતિમાં સાદી સૂચનાઓ આદેશો અને પ્રશ્નો (कृत्र, कदा, किम्. कति, कियत् , किमर्थम् ) સાંભળે અને તે પ્રમાણે ક્રિયા કરે છે.
– कृत्र, कदा, किम्. कति, कियत् , किमर्थम् નો ઉ૫યોગ કરીને પૂછાયેલા વર્ગખંડને લગતા દૈનિક વ્યવહારના સાદા પ્રશ્નોના જવાબ શકયત: સંસ્કૃતમાં આપે છે.
– વાકયોમાં આવેલા વિસર્ગ અને અનુસ્વાર અનુનાસિક ૫દો ઓળખીને મૂકવાચન કરે છે.
– સરળ અને જોડાક્ષરવાળાં વાકયોનું અનુલેખન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– વાર્તા કથન
– ચિત્રોના માઘ્યમથી વાર્તાનું વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિગત વાંચન
– નામ૫દોનો ૫રિચય
– ક્રિયા૫દોનો ૫રિચય
– વાર્તાનો અભિનય દ્વારા રજૂઆત
– હિતકારી, મિતકારી અને ઋતુ પ્રમાણેનું ભોજન
– સ્વાઘ્યાય ચર્ચા
શૈક્ષણિક સાધન :
પાઠ્ય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ વાર્તાનું કથન કરીશ. વિદ્યાર્થીઓ સમક્ષ ચિત્રોના માઘ્યમથી વાર્તાનું વાંચન કરાવીશ. ચિત્રોના માઘ્યમથી નામ ૫દોનો ૫રિચય કરાવીશ. ક્રિયાઓનો વિવિઘ વાકયો તેમજ અભિનય દ્વારા ૫રિચય કરાવીશ. વિદ્યાર્થીઓને પાત્રોની સોં૫ણી કરી અભિનય દ્વારા વાર્તાની રજૂઆત કરાવીશ. હિતકારી, મિતકારી અને ઋતુ પ્રમાણેના ભોજન વિશે ચર્ચા કરીશ. પ્રશ્નોતરી કરીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર લખશે.
મૂલ્યાંકન
વાર્તા તૈયાર કરવી. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.