ધોરણ : 7 વિષય : संस्कृत
પાઠ નું નામ:
(5) चटक ! चटक !
અધ્યયન નિષ્પતિ :
– વિદ્યાર્થીઓ સરળ૫દ્યો સુભાષિતો, પહેલિકા, ગીતો, ટૂંકી અને સરળ ચિત્ર વાર્તાઓ સાંભળે છે સમજે છે અને કહે છે.
– સરળ, ગેય, સુભાષિતો અને ગીતોનું લયબઘ્ઘ પઠન કરે છે. અને ગાન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ગીતનું આરોહ અવરોહ યુકત શુદ્ઘ ઉચ્ચારણ સાથે ગાન,
– ગીતનું અનુગાન
– અભિનય સાથે ગીતની રજૂઆત
– રંગોના સંસ્કૃત નામ
– પક્ષીપોથી બનાવવી.
– ક્રિયા૫દોનો ૫રિચય
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
– ૫ક્ષીઓનો ચાર્ટ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓ આરોહ – અવરોહથી અનુગાન કરશે. વિદ્યાર્થીઓ સમક્ષ ગીતનું સરસ્વર આરોહ અવરોહયુક્ત શુદ્ઘ ઉચ્ચારણ સાથે ગાન કરીશ. અભિનય સાથે ગીતની રજૂઆત કરીશ. વિદ્યાર્થીઓ સમૂહમાં અભિનય સાથે ગીતની રજૂઆત કરશે. રંગોના સંસ્કૃતમાં નામ જણાવીશ. વિદ્યાર્થીઓને શુદ્ઘ ઉચ્ચારણ સાથે અનુકથન કરાવીશ. પક્ષીપોથી બનાવવાની પ્રવૃતિ કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
મૂલ્યાંકન
– કવિતા કંઠસ્થ કરવા જણાવીશ.
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.