ધોરણ : 7 વિષય : संस्कृत
પાઠ નું નામ:
(4) हास्ययोग
અધ્યયન નિષ્પતિ :
– શુદ્ઘ ઉચ્ચારણ સાથે વાંચન કરે છે.
– નાના વાકયોનું અર્થગ્રહણ કરે છે.
– અપરિચિત શબ્દોથી ૫રિચિત થાય.
શૈક્ષણિક મુદ્દા :
– હાસ્ય પ્રસંગોનું વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા બે બેની જોડીમાં વાંચન
– ક્રિયા૫દોન ૫રિચય
– નવીન શબ્દોનો ૫રિચય પ્રશ્નોતરી
– અન્ય હાસ્ય પ્રસંગોનું કથન
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓ સમક્ષ હાસ્ય પ્રસંગોનું વાંચન કરીશ. વિદ્યાર્થીઓને બે – બેની જોડીમાં ઉભા કરી હાસ્ય પ્રસંગો વંચાવીશ. સંવાદોનું વિદ્યાર્થીઓ વાંચન કરશે. એકમમાં આપેલ ક્રિયા૫દોનો ૫રિચય વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદો યોજી કરાવીશ. નવીન શબ્દોનું જ્ઞાન આપીશ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરીશ. અન્ય હાસ્ય પ્રસંગો શોઘી લાવવા જણાવી. વર્ગ સમક્ષ રજૂઆત કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર આ૫શે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.