ધોરણ : 7 વિષય: ગણિત
પાઠ નું નામ:
(ર) અપૂર્ણાક અને દશાંશ સંખ્યાઓ
અધ્યયન નિષ્પતિ :
– અપૂર્ણાકના ગુણાકાર અને ભાગાકારનું અર્થઘટન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– અપૂર્ણાકની શીખેલી બાબતોનું પુનરાવર્તન
* અપૂર્ણાકનો ગુણાકાર
– અપૂર્ણાકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર
– અપૂર્ણાક વડે અપૂર્ણાકનો ગુણાકાર
* અપૂર્ણાકોનો ભાગાકાર
– અપૂર્ણાક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર
– અપૂર્ણ દ્વારા અન્ય અપૂર્ણાકનો ભાગાકાર
– દશાંશ સંખ્યાનું પુનરાવર્તન
* દશાંશ સંખ્યાઓના ગુણાકાર
– દશાંશ સંખ્યાના ૧૦, ૧૦૦, ૧૦૦૦ વડે ગુણાકાર
* દશાંશ સંખ્યાઓના ભાગાકાર
– ૧૦, ૧૦૦ અને ૧૦૦૦ વડે ભાગાકાર
– દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર
– દશાંશ સંખ્યાઓ બીજી દશાંશ સંખ્યા સાથેનો ભાગાકાર
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓને અપૂર્ણાકની શીખેલ બાબતોમાં શુદ્ઘ અપૂર્ણાક, અશુદ્ઘ અપૂર્ણાક, મિશ્ર અપૂર્ણાક અને સમ અપૂર્ણાક તેમજ તેમના સરવાળા – બાદબાકીનું પુનરાવર્તન કરાવીશ. અપૂર્ણાકોનો ગુણાકારમાં અપૂર્ણાકનો પૂર્ણ સંખ્યા સાથેના ગુણાકાર તથા અપૂર્ણાક વડે અપૂર્ણાકનો ગુણાકાર કરતાં શીખવીશ. તેને અનુરૂપ દાખલા ગુણાવીશ. વિદ્યાર્થીઓને દાખલા ગુણવા આપી દ્રઢિકરણ કરાવીશ. અપૂર્ણાકોનો ભાગાકારમાં અપૂર્ણાક દ્વારા પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાકનો ભાગાકાર, પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાકનો ભાગાકાર, અપૂર્ણાક દ્વારા અને અપૂર્ણાકનો ભાગાકાર કરતાં શીખવીશ. વિદ્યાર્થીઓને તેને અનુરૂપ દાખલા શીખવીશ. દાખલા ગણવા આપી દ્રઢિકરણ કરાવીશ. સ્થાનકિંમતના વિસ્તૃત સ્વરૂપને આઘારે દશાંશ સંખ્યા તથા તેનાથી ઉલટું દશાંશ સંખ્યાને તેના વિસ્તૃત સ્વરૂ૫માં લખાવી પુનરાવર્તન કરાવીશ. દશાંશ સંખ્યાઓના ગુણાકાર ઉદા. દ્વારા શીખવીશ. ઉદા.ના દાખલા ગણાવીશ. દશાંશ સંખ્યાના ૧૦, ૧૦૦, ૧૦૦૦ વડે ગુણાકાર કરતાં શીખવીશ. વિદ્યાર્થીઓ દાખલા ગણશે. ૧૦, ૧૦૦ અને ૧૦૦૦ વડે દશાંશ સંખ્યાઓનો ભાગાકાર કરતાં શીખવીશ. વિદ્યાર્થીઓ ભાગાકાર કરશે. દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરતાં શીખવીશ. વિદ્યાર્થીઓને દાખલા ગણવા આપીશ અને શીખવીશ. વિદ્યાર્થીઓ દાખલા ગણશે. દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા સાથેનો ભાગાકાર કરતાં શીખવીશ. વિદ્યાર્થીઓને દાખલો ગણવા આપીશ. વિદ્યાર્થીઓ દાખલા ગણશે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાય ૨.૧
– સ્વાઘ્યાય ૨.૩
– સ્વાઘ્યાય ૨.૪
– સ્વાઘ્યાય ૨.૫
– સ્વાઘ્યાય ૨.૬
-સ્વાઘ્યાય ૨.૭