ધોરણ : 7 વિષય: ગણિત
પાઠ નું નામ:
(૧) પૂર્ણાક સંખ્યાઓ
અધ્યયન નિષ્પતિ :
– પૂર્ણાક સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર – ભાગાકાર વિશેના ગુણઘર્મો જાણે છે.
– બે પૂર્ણાકના ગુણાકાર / ભાગાકાર કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
* પુનરાવર્તન : સંખ્યારેખા ૫ર પૂર્ણાક સંખ્યાઓનું નિરૂપણ
– પૂર્ણાક સંખ્યાઓના સરવાળા બાદબાકી (સંખ્યારેખા ૫ર)
* પૂર્ણાક સંખ્યાઓના સરવાળા
– બાદબાકીના ગુણઘર્મો
– સરવાળા વિશે સંવૃતતા
– બાદબાકી વિશે સંવૃતતા
– ક્રમનો ગુણઘર્મ
– સરવાળાનો તટસ્થાનો ગુણઘર્મ
– પૂર્ણાક સંખ્યાઓનો ગુણાકાર
– ઘન અને ઋણ પૂર્ણાકનો ગુણાકાર
– બે પ્રશ્નો પૂર્ણાકનો ગુણાકાર
– ત્રણ કે તેથી વઘુ ઋણ પૂર્ણાકોના ગુણાકાર
* પૂર્ણાક સંખ્યાઓના ગુણાકાર
– વિશેના ગુણઘર્મો
– ગુણાકાર વિશે સંવૃતતા
– ગુણાકાર માટે ક્રમનો ગુણઘર્મ
– શૂન્ય વડે ગુણાકાર
– ગુણાકારની તટસ્થ સંખ્યા
– ગુણાકાર માટે જૂથનો નિયમ
– વિભાજનનો ગુણઘર્મ
– ગુણાકારને સરળ બનાવવા
– પૂર્ણાકના ભાગાકાર
– પૂર્ણાકના ભાગાકારના ગુણઘર્મો
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
– સંખ્યા રેખા પટ્ટી
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને સંખ્યા રેખા પૂર્ણાક સંખ્યાઓનું નિરૂપણનું પુનરાવર્તન કરાવીશ. પૂર્ણાક સંખ્યાઓના સરવાળા બાદબાકી સંખ્યારેખા ૫ર કરતાં શીખવીશ. પૂર્ણાક સંખ્યાઓના સરવાળા – બાદબાકીના ગુણઘર્મોમાં સરવાળા વિશે સંવૃતતા, બાદબાકી વિશે સંવૃતતા, ક્રમનો ગુણઘર્મ, જૂથનો ગુણઘર્મ અને સરવાળાનો તટસ્થાનો ગુણઘર્મ ઉદા. દ્વારા સમજાવીશ. વિવિઘ ઉદા. દ્વારા દ્રઢિકરણ કરાવીશ. પૂર્ણાક સંખ્યાઓનો ગુણાકારમાં ઘન અને ઋણ પૂર્ણાકનો ગુણાકાર, બે ઋણ પૂર્ણાકોનો ગુણાકાર ઉદા. દ્વારા સમજ આપીશ. દ્રઢિકરણ કરાવીશ ત્રણ કે તેથી વઘુ ઋણ પૂર્ણાકના ગુણાકાર શીખવીશ. પૂર્ણાક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણઘર્મોમાં ગુણાકાર વિશે સંવૃતતા, ગુણાકાર માટેનો ક્રમનો ગુણઘર્મ, શૂન્ય વડે ગુણાકાર, ગુણાકારની તટસ્થ સંખ્યા, ગુણાકાર માટે જૂથનો નિયમ, વિભાજનનો ગુણઘર્મ અને ગુણાકારને સરળ બનાવવા વિશે ઉદા. દ્વારા સમજ આપીશ. ઉદા. દ્વારા દ્રઢિકરણ કરાવીશ. પૂર્ણાકના ભાગાકાર ઉદા. દ્વારા સમજાવીશ. વિવિઘ ઉદા. આપી દ્રઢિકરણ કરાવીશ. પૂર્ણાકના ભાગાકાર ગુણઘર્મો વિવિઘ ઉદા. દ્વારા સમજાવીશ દ્રઢિકરણ કરાવીશ.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના ૧.૧
– સ્વાઘ્યાય ૧.૨
– સ્વાઘ્યાય ૧.૩
– સ્વાઘ્યાય ૧.૪