ધોરણ : 7 વિષય : ગણિત
પાઠ નું નામ:
(૧૫) ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ
અધ્યયન નિષ્પતિ :
– ઘન આકારોના ફલક, ઘાર અને શિરોબિંદુ દર્શાવી શકે છે.
– ૩D આકારો બનાવવા માટેની ‘નેટ’ (રેખાકૃતિ) દર્શાવી શકે છે.
– આપેલા ઘન આકારોની તિર્યક આકૃતિઓ અને સંમિતિય આકૃતિઓ દોરી શકે છે.
– વિવિઘ પ્રવૃત્તિઓ દ્વારા ઘન વસ્તુઓના જુદા – જુાદ ભાગને આલેખી શકે છે. અને તેનું રેખાંકન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– સમતલીય આકૃતિઓ અને ઘન આકારો
– ત્રિ૫રિમાણીય આકારો
– દ્વિ૫રિમાણીય આકારો
– ફલક, ઘાર અને શિરોબિંદુ
– ૩ D આકારો બનાવવા માટેની નેટ
– સમતલ ૫ર ઘન આકારો દોરવા
– તિર્યક રેખાકૃતિઓ
– સજાતીય આકૃતિઓ
– ઘન વસ્તુઓને જુઓ
– ઘનના જુદા – જુદા ભાગને જોવા
– બ્રેડના આડછેદ
– રસોડામાં શાકભાજીના ટુકડા
– ૫ડછાયાની રમત
– વસ્તુઓને જુદા – જુદા ખૂણાઓથી જોતાં જુદા – જુદા દેખવા મળે
– સમઘનમાંથી બનતી આકૃતિઓ
શૈક્ષણિક સાધન :
–
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને આસપાસની ભિન્ન આકારો ઘરાવતી વસ્તુઓની યાદી બનાવવા જણાવશી. ત્રિ૫રિમાણીય આકારોને નામ સાથે જોડવા જણાવીશ. દ્ઘિ૫રિમાણીય આકૃતિઓની ચર્ચા કરીશ. દ્ઘિ૫રિમાણીય આકૃતિઓને તેમનાં નામ સાથે જોડવા જણાવીશ. ઘન આકારોના ફલક, શિરોબિંદુ અને ઘાર કોને કહેવાય તે ઉદાહરણ દ્વારા બતાવીશ. આપેલ કોષ્ટક પૂર્ણ કરાવીશ. પૂંઠાના બોકસમાંથી તે બોકસને ઘાર ૫રથી કાપી સમતલ પૂંઠું બનાવડાવીશ. તે બોકસની નેટ છે. સમઘન, નળાકાર અને શંકુ આકારો માટે ભિન્ન ‘નેટ’ બનાવડાવીશ. સમતોલ ૫ર ઘન આકારો દોરવા જણાવીશ. સમઘનની તિર્યક રેખાકૃતિઓ દોરતાં શીખવીશ. લંબઘનની સમિતિય આકૃતિઓ દોરતાં શીખવીશ. વિદ્યાર્થીઓ આકૃતિઓ દોરશે. ઘન વસ્તુઓનું અવલોકન કરાવીશ. ઘનના જુદા – જુદા ભાગનું (૩-D વસ્તુને) જુદી – જુદી રીતે જોવા જણાવીશ. ૫ડછાયાની રમત રમાડીશ. વિવિઘ વસ્તુઓના ૫ડછાયાનું અવલોકન કરાવીશ. સૂર્યનું સ્થાન અને અવલોકનના સમયના સંદર્ભમાં વસ્તુના ૫ડછાયાનો અભ્યાસ કરાવીશ. અવલોકનની નોંઘ કરાવીશ. કોઇએક વસ્તુને તેની સામે ઉભા રહીને, એક બાજુ ઉભા રહી કે તેની ઉ૫રની દીશામાં જોવા જણાવીશ. તેનું અવલોકન કરાવીશ. તેની આકૃતિ કેવી જોવા મળે ? તે બતાવીશ. કેટલાક સમઘનને સાથે સાથે મુકીને (જોઇને) આકૃતિ બનાવવા જણાવીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
– ૩D આકારો બનાવવા માટેની ‘નેટ’ બનાવવી.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાય ૧૫ . ૧
– સ્વાઘ્યાય ૧૫ . ર
– સ્વાઘ્યાય ૧૫ . ૩
– સ્વાઘ્યાય ૧૫ . ૪
પ્રયત્ન કરો લખવા જણાવીશ.