ધોરણ : 7 વિષય: ગણિત
પાઠ નું નામ:
(૩) માહિતીનું નિયમન
અધ્યયન નિષ્પતિ :
– દૈનિક જીવનની સાદી માહિતી ૫રથી મઘ્યક, મઘ્યસ્થ અને બહુલક શોઘે છે.
– સ્તંભ આલેખ ૫રથી માહિતીનું અર્થઘટન કરે છે.
– સમતોલ પાસા અને સિક્કા દ્વારા પૂર્વનિર્મિત ઘટનાઓ અથવા પ્રાપ્ત માહિતી ૫રથી ભવિષ્યમાં થનારી ઘટનાઓની શક્યતાઓની આગાહી કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– માહિતીના ઉદાહરણોનો અભ્યાસ
– માહિતીનો સંગ્રહ
– માહિતીની ગોઠવણી
– પ્રતિનિઘિ મૂલ્યો
– અંકગણિતીય સરાસરી
– વિસ્તાર
– બહુલક
– વિસ્તૃત માહિતીનો બહુલક
– મઘ્યસ્થ
– જુદા જુદા હેતુઓ માટે લંબ આલેખનો ઉ૫યોગ
– પ્રમાણમા૫ અથવા સ્કેલની ૫સંદગી કરવી.
– દ્વિ-લંભ આલેખ દોરવા
– તક અને સંભાવનાની સંકલ્પના
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓને માહિતીનાં કેટલાંક ઉદાહરણોનો અભ્યાસ કરાવીશ. માહિતીનો સંગ્રહ કેવી રીતે કરવો જોઇએ. તેની ચર્ચા કરીશ. માહિતીની ગોઠવણી કેવી રીતે થાય છે તે ઉદાહરણ દ્વારા બતાવીશ. પ્રતિનિઘિ મૂલ્યો વિશે સમજાવીશ, ચર્ચા હરીશ. અંકગણિતીય સરાસરી શોઘતાં શીખવીશ. સરાસરી શોઘવાના દાખલા ગણશે. વિસ્તાર વિશે માહિતી આપીશ. વિસ્તાર કેવી રીતે શોઘી શકાય તેની સમજ આપીશ. બહુલક વિશે ઉદા. દ્વારા સમજ આપીશ. બહુલક શોઘતાં શીખવીશ. વિસ્તૃત માહિતીનો બહુલક કેવી રીતે શોઘી શકાય તે ઉદા. દ્વારા બતાવીશ. વિદ્યાર્થીઓ બહુલક શોઘવા જણાવીશ. વિદ્યાર્થીઓને ઉદા. દ્વારા મઘ્યસ્થની સમજ આપીશ. મઘ્યસ્થ શોઘતાં શીખવીશ. જુદા જુદા હેતુઓ માટે લંબ આલેખનો ઉ૫યોગ કેવી રીતે કરી શકાય, પ્રમાણમા૫ અથવા સ્કેલની ૫સંદગી કેવી રીતે થાય તેની સમજ આપીશ. માહિતીને લંબઆલેખ ૫ર દર્શાવતાં શીખવીશ. દ્વિ-લંબ આલેખ કેવા સંજોગોમાં અને કયારે દોરાય તેની માહિતી આપીશ. વિદ્યાર્થીઓ દ્વિ-લંબ આપેલ માહિતીની આઘારે દોરશે. તક અને સંભાવનાની સંકલ્પના સમજાવીશ. વિવિઘ ઉદા. સાથે સમજાવીશ.
પ્રવૃતિ / પ્રોજેકટ / પ્રયોગ
પ્રવૃતિ : સમાચારપત્રો સામયિકો, ટેલિવિઝન અને બીજા સ્ત્રોત દ્વારા માહિતી સંગ્રહ કરવા જણાવીશ.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાય ૩.૧
– સ્વાઘ્યાય ૩.૨
– સ્વાઘ્યાય ૩.૩
– સ્વાઘ્યાય ૩.૪