ધોરણ : 7 વિષય: ગણિત
પાઠ નું નામ :
(૪) સાદાસમીકરણ
અધ્યયન નિષ્પતિ :
– વ્યવહારિક કોયડાઓને સાદા સમીકરણ સ્વરૂપે રજૂ કરે છે અને ઉકેલે છે.
શૈક્ષણિક મુદ્દા :
– મન વાંચન રમત
– સમીકરણની રચના
– ચલ, પદાવલી
– સમીકરણ ઉકેલવા
– ઉકેલથી સમીકરણ સુઘી
– વ્યવહારૂ ૫રિસ્થિતિમાં સરળ સમીકરણની ઉ૫યોગીતા
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને મનવાંચન, રમત રમાડીશ સમીકરણની રચના કેવી રીતે થાય છે તે ઉ.દા. દ્વારા બતાવીશ. ચલ, ૫દાવલિની સમજ આપીશ. સમીકરણ શું છે ? તેની ઓળખ કરાવશી. આપેલા વિઘાનોને સમીકરણ સ્વરૂપે અને સમીકરણોને વિઘાન સ્વરૂપમાં લખતાં શીખવીશ. વિદ્યાર્થીઓ સમીકરણનો ઉકેલ મેળવશે. વઘુ સમીકરણના ઉકેલ મેળવી દ્રઢિકરણ કરાવીશ. ઉકેલથી સમીકરણ કેવી રીતે બનાવાય તે ઉ.દા. દ્વારા બતાવીશ. વિદ્યાર્થીઓ વઘુ મહાવરો કરાવીશ. સમીકરણના વ્યવહારૂ કોયડા ઉકેલના દાખલા શીખવીશ. વિદ્યાર્થીઓ વ્યવહારૂ કોયડા ઉકેલના દાખલા ગણશે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાય ૪.૧
સ્વાઘ્યાય ૪.૨
સ્વાઘ્યાય ૪.૩
સ્વાઘ્યાય ૪.૪