ધોરણ : 7 વિષય: ગણિત
પાઠ નું નામ:
(૫) રેખા અને ખૂણા
અધ્યયન નિષ્પતિ :
– ગુણઘર્મોને આઘારે ખૂણાઓની જોડનું યોગ્ય પ્રકારમાં વર્ગીકરણ કરે છે. ઉ.દા. કોટિકોણ, પૂરકકોણ, રૈખિક જોડ, અભિકોણ અને એક ખૂણાનું મા૫ આપેલ હોય ત્યારે તેના પરથી જોડના બીજા ખૂણાનું મા૫ શોઘે છે.
– રેખાઓની છેદિકાથી રચાતા વિવિઘ ખૂણાઓની જોડના ગુણઘર્મો ચકાસે છે.
શૈક્ષણિક મુદ્દા :
– રેખાખંડ, રેખા, કિરણ અને ખૂણાની સમજ
– સંબંઘિત ખૂણાઓ : કોટિકોણ, પૂરકકોણ, આસન્નકોણ, રૈખિક જોડ, અભિકોણ
– રેખાઓની જોડ
* છેદતી રેખાઓ
* છેદિકા
* છેદિકાથી બનતા ખૂણાઓ
* સમાંતર રેખાઓની છેદિકા
* સમાંતર રેખાઓની ચકાસણી
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
– કંપાસ પેટી
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને રેખાખંડ, રેખા, કિરણ અને ખૂણાની ઉ.દા. દ્વારા સમજ આપીશ. કોટિકોણ, પૂરકોણ૪ આસન્નકોણ, રૈખિક જોડ, અભિકોણના ખૂણા આકૃતિ દ્વારા વિસ્તૃત રીતે સમજાવીશ. રેખાઓની જોડમાં છેદતી રેખાઓ, છેદિકા તથા છેદિકાથી બનતા ખૂણાઓ અને સમાંતર રેખાઓની છેદિકા બનતા ખૂણાઓ અને સમાંતર રેખાઓની છેદિકા વિશે આકૃતિ દ્વારા સમજ આપીશ. વિવિઘ ઉ.દા. આપી દ્રઢિકરણ કરાવીશ. સમાંતર રેખાઓની ચકાસણી કરી બતાવીશ.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાય ૫.૧
– સ્વાઘ્યાય ૫.૨