ધોરણ : 7 વિષય: ગુજરાતી
પાઠ નું નામ:
(૧) મેળામાં
અધ્યયન નિષ્પતિ :
૧.૩ રમતો, પ્રવૃતિઓ, મુલાકાત – ઇન્ટરવ્યુ અને પ્રોજેક્ટ કાર્ય દ્વારા સમજ મેળવે.
૨.૩ પ્રસંગો, સ્થળો અને પરિસ્થિતિ વિશેના પોતાના અનુભવો રજૂ કરે.
૧.૭ વિવિધ સામાજિક સંદર્ભે વ્યવહાર મેળા ઉત્સવોમાં થતી ભાષાની રજૂઆત સમજે.
શૈક્ષણિક મુદ્દા :
– ચિત્રનું અવલોકન
– ચિત્રનું વર્ણન
– ચિત્રનું વર્ણનનું અવલોકન
– ચિત્રો એકઠાં કરવાની પ્રવૃતિ
– ચિત્ર વાર્તાનું વાંચન
– મેળાનું વર્ણનનું લેખન
– સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ચિત્રનું અવલોકન કરવા જણાવીશ. ત્યાર બાદ વિદ્યાર્થીઓ ચિત્રનું અવલોકન કરશે. વિદ્યાર્થી દ્વારા ચિત્રનું વર્ણન કરાવશે. ચિત્ર વર્ણન દરેક બાળક પાસે લખાવી. વાંચન કરાવીશ. એકમ ને અનુરૂપ ચિત્રો ભેગા કરવાની પ્રવૃતિ કરાવીશ. આસપાસના વિસ્તારમાં યોજાતા મેળામાં ગયા ત્યારનું વર્ણન કરવા જણાવીશ લખવા જણાવીશ. સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
મૂલ્યાંકન
સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.