ધોરણ : 7 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
(૧૬) સિંહની દોસ્તી
અધ્યયન નિષ્પતિ :
– કિશોર સાહિત્ય અને લોકસાહિત્યની કૃતિઓ સાંભળે, વાંચે અને સમજે.
– વિવિઘ સામાજીક સંદર્ભે વ્યવહારમાં મેળા ઉત્સવોમાં થતી ભાષાની રજૂઆત સમજે.
– લોક સાહિત્યક, નાટકો અને કથાનાં સંવાદો રજૂ કરે.
– વ્યવહારિક વ્યાકરણને સમજે અને ઉતયોગ કરે.
– શિક્ષકની મદદથી શબ્દકોશ, બાળ વિશ્વકોશ અને ડાયરી વગેરેનો ઉ૫યોગ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– વાર્તાકથન
– વાર્તાનું આદર્શ વાંચન
– પાઠની ચર્ચા – પ્રશ્નોત્તરી
– અ૫રિચિત શબ્દોના અર્થ
– ૫શુ પ્રેમ અને સંવેદના
– સ્વાઘ્યાય ચર્ચા – પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને વાર્તા કહી સંભળાવીશ. વાર્તાનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવીશ. વિદ્યાર્થીઓને પાઠની ચર્ચા કરી પ્રશ્નોત્તરી કરીશ. અ૫રિચિત શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. ૫શુ પ્રત્યેના પ્રેમ અને સંવેદનાની વાત કરીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– અભ્યાસ અને સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.