ધોરણ : 7 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
(૧૦) અખબારી નોંઘ
અધ્યયન નિષ્પતિ :
– પ્રસંગો, સ્થળો અને ૫રિસ્થિતિ વિશેના પોતાના અનુભવો રજૂ કરે.
– પ્રસંગોચિત અરજીલેખન, પ્રેસનોટ, પ્રવાસ વર્ણન, આત્મકથા લેખન કરે.
– બિલ, રિસિપ્ટ, રે૫ર, રિપોર્ટ તથા મિનિટ્સનો માહિતી માટે ઉ૫યોગ કરે.
– વાંચેલી સામગ્રીમાંથી કાર્ચકારણ સબંઘોને આઘારે વઘારે માહિતી મેળવવા શા માટે ? કેવી રીતે ? જેવા પ્રશ્નો પૂછે.
– રેડિયો, ટી.વી. સમાચારપત્રો, સામયિકો, ફિલ્મો, ઓડિયો, વિડિયો કિલપ્સ, મેસેજ દ્વારા મેળવેલ માહિતીનો ઉ૫યોગ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– પાઠનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વાંચન
– અ૫રિચિત શબ્દોના અર્થ
– પાઠની વિસ્તૃત ચર્ચા તથા પ્રશ્નોત્તરી
– સ્વાઘ્યાય ચર્ચા
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પાઠનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા વારાફરતી વાંચન કરાવીશ. પાઠમાં આવતા અ૫રિચિત શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. પાઠની વિસ્તૃત ચર્ચા કરીશ. સમાચાર નોંઘ કેવી રીતે પ્રકાશિત કરવી તેની સમજ આપીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– અભ્યાસ અને સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.