ધોરણ : 7 વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠ નું નામ:
(૧) વનસ્પતિમાં પોષણ
અધ્યયન નિષ્પતિ :
– પદાર્થ અને સજીવને તેમનાં ગુણઘર્મો, રચના અને કાર્યોના આઘારે જુદા પડે છે. (દા.ત. જુદા જુદા સજીવોમાં પોષણ)
– પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ઘરે છે. દા.ત. શું લીલાપર્ણ સિવાયના ૫ર્ણ પ્રકાશસંશ્ર્લેષણ કરી શકે છે.
શૈક્ષણિક મુદ્દા :
– વનસ્પતિમાં પોષણના પ્રકારો
– પ્રકાશ સંશ્લેષણ – વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા
– વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો
– મૃતોપજીવીઓ
– જમીનમાં પોષકતત્વો ફરી કેવી રીતે આવે છે ? તે અંગે ચર્ચા.
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
– જુદા જુદા રંગના ૫ર્ણો
– ચાર્ટસ
– ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
શિક્ષક વિદ્યાર્થીઓને પોષણ વિશેની વ્યાખ્યા સમજાવશે. પોષણના પ્રકારો વિશે ચર્ચા કરશે. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા ઉ.દા. દ્વારા સમજાવશે. ચર્ચા કરશે. કાર્બોદિત પદાર્થ સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ વિશે માહિતી આપશે. વિદ્યાર્થીઓને પોષણના અન્ય પ્રકારો વિશે જણાવીશ. ચર્ચા કરશે. વિવિઘ ઉ.દા. સાથે સમજ આ૫શે. વિદ્યાર્થીઓને મૃતો૫જીવીઓ વિશે સમજાવીશ. ચર્ચા કરશે. જમીનમાં પોષણતત્વો ફરી કેવી રીતે આવે છે ? તેની પ્રક્રિયા સમજાવશે.
પ્રવૃતિ / પ્રોજેકટ / પ્રયોગ
પ્રવૃતિ : ૧
૫ર્ણોમાં પ્રકાશસંશ્લેષણ તપાસવું.
પ્રવૃતિ : ૨
બ્રેડ ૫ર ફુગની તપાસણી
પ્રોજેકટ કાર્ય :
તમારા વિસ્તારમાં નજીકમાં આવેલ ગ્રીનહાઉસની મુલાકાત લેવી તથા વનસ્પતિ / છોડના ઉછેરનું નિદર્શન કરવું.
મૂલ્યાંકન
સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી ઉત્તરો લખવા જણાવીશ.