ધોરણ : 7 વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠ નું નામ:
(૪) ઉષ્મા
અધ્યયન નિષ્પતિ :
– પદાર્થ અને સજીવોને તેમના ગુણઘર્મો, રચના અને કાર્યના આઘરે જુદા પાડે છે. દા.ત. ઉષ્માના સુવાહકો અને મંદવાહકો.
શૈક્ષણિક મુદ્દા :
– શિયાળા અને ઉનાળાની ઋતુઓ અનુભવ – વર્ણન
– ઠંડુ અને ગરમ
– તા૫માન તથા તેનું મા૫ન
– થર્મોમીટરનું વાંચન
– પ્રયોગશાળામાં વ૫રાતુ થર્મોમીટર
– ઉષ્માનું પ્રસરણ
– ઉષ્માના સુવાહક – અવાહક
– ઉષ્માનયન
– ઉષ્માવિકીરણ
– ઉનાળાની ઋતુ તથા શિયાળાની ઋતુમાં ૫હેરવેશ.
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
– પ્રયોગના સાઘનો થર્મોમીટર ર્ડાકટરનું તથા પ્રયોગ શાળાનું
– ચાર્ટસ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ પાસે શિયાળા અને ઉનાળાની ઋતુમાં થતાં અનુભવો વર્ણવા જણાવીશ. કોઇ ૫દાર્થ કેટલો ઠંડો કે ગરમ છે તે પ્રવૃતિ દ્વારા બતાવીશ. વિદ્યાર્થીઓને તા૫માન તથા તેનું મા૫ન વિશે સમજાવી ચર્ચા કરીશ. થર્મોમીટરનું વાંચન કેવી રીતે કરી શકાય તે બતાવીશ. પ્રયોગશાળામાં વ૫રાતું થર્મોમીટર વિશે માહિતી આપીશ. ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થાય છે તે પ્રયોગ દ્વારા બતાવીશ. ઉષ્માના સુવાહક તથા અવાહક વિશે ઉ.દા. દ્વારા સમજાવીશ. ઉષ્માનયન અને ઉષ્માવિકિરણ વિશે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીશ. પ્રયોગ દ્વારા તે સમજાવીશ. ઉનાળાની ઋતુ તથા શિયાળાની ઋતુમાં ૫હેરવેશ માટેના વસ્ત્રોની માહિતી આપીશ. ચર્ચા કરીશ.
પ્રવૃતિ / પ્રોજેકટ / પ્રયોગ
પ્રવૃતિ :
થર્મોમીટરની મદદથી પાણીનું તા૫માન મા૫વું.
પ્રયોગ : ૧ ૫દાર્થનું ઉષ્માનું પ્રસારણ તપાસવું.
– પાણીમાં થતું ઉષ્માનયન તપાસવું.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.