ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠ નું નામ:
(૧૮) દૂષિત પાણીની વાર્તા
અધ્યયન નિષ્પતિ :
– શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
દા.ત. પ્રદૂષિત પાણી ૫ર પ્રક્રિયા કરી તેને ફરી ઉ૫યોગમાં લેવાની પદ્ઘતિ સૂચવે છે.
– ૫ર્યાવરણના રક્ષણ માટે પ્રયત્ન કરે છે.
દા.ત. પ્રદૂષકોના ઉત્પાદનને ઘટાડે છે.
શૈક્ષણિક મુદ્દા :
– અશુદ્ઘ (દૂષિત પાણી)
– પાણી આપણી જીવાદોરી
– પાણીનું શુદ્ઘિકરણ
– સિવેઝ ટ્રીટમેન્ટ
– સિવેઝ એ શું છે ?
– પાણીના તાજગીસભર બનાવે છે.
– એક મહત્વપૂર્ણ પ્રવાસ
– પ્રદૂષિત પાણીની સારવાર
– વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
– એક જાગૃત નાગરિક બનો.
– સારી ગૃહ – વ્યવસ્થા માટેનો મહાવરો
– સ્વાચ્છતા અને રોગો
– સિવેઝ નિકાલ માટેની વૈકલ્પિક વ્યવસ્થા
– જાહેર જગ્યાઓ ૫ર સ્વચ્છતા
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પાણી અશુદ્ઘ (દુષિત) પાણી કેવી રીતે થાય છે તે જણાવવા કહીશ. પાણીનું મહત્વ સમજાવીશ. પાણીનું શુદ્ઘિકરણ કેવી રીતે થાય છે તે જણાવીશ. સિવેઝ ટ્રીટમેન્ટ સિવેઝ એ શું છે ? તે જણાવીશ. ચર્ચા કરીશ. ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિશે જણાવીશ. ગટર વ્યવસ્થા વિશે જણાવીશ. સિવેઝ માર્ગના રેખાચિત્ર બનાવવાની પ્રવૃત્તિ કરાવીશ. તેમાં કયાં સજીવો આસપાસ જોવા મળે છે. પ્રદૂષિત પાણીની સારવારની રીતો જણાવીશ. પ્રવૃત્તિ પાણીના શુદ્ઘિકરણની પ્રક્રિયામાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે તે જણાવીશ. માહિતી આપી ચર્ચા કરીશ. વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવીશ. એક જાગૃત નાગરિકની પાણીની શુદ્ઘતા માટે શું ફરજો હોઇ શકે તે જણાવી ચર્ચા કરીશ. ઘરના કચરાનુ નિકાલ વ્યવસ્થા કેવી રીતે કરવી તે અંગે જણાવી ચર્ચા કરીશ. નબળી સફાઇ અને દૂષિત પાણી પીવાથી થતા રોગો વિશે જણાવી ચર્ચા કરીશ . સિવેઝ નિકાલ માટેની વ્યવસ્થા કેવી હોઇ શકે તે ચર્ચા કરીશ. જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા કેવી રીતે રાખી શકાય તે જણાવી ચર્ચા કરીશ. પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
પ્રવૃત્તિ : તમારા ઘર, ફળિયા ગામમાં સ્વચ્છતા માટેની શી વ્યવસ્થા છે તે જાણી લાવવા જણાવીશ.
મૂલ્યાંકન
– સ્વચ્છતાના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.