ધોરણ : 7 વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૧૦) સજીવોમાં શ્વસન
અધ્યયન નિષ્પતિ :
– પદાર્થ અને સજીવોને તેમનાં ગુણધર્મો, રચના અને કાર્યના આધારે જુદા પાડે છે, જેમકે જારકશ્વસન
અને અજાકશ્વસન
– પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
દા.ત. આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ?
– શું વનસ્પતિ શ્વસન કરે છે.
– પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
દા.ત. મનુષ્યમાં શ્વસન અન્ય પ્રાણીમાં શ્વસન
શૈક્ષણિક મુદ્દા :
– આપણે શ્વસન શા માટે કરીએ છીએ.
– શ્વાસોચ્છવાસ
– આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ?
– આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ.
– અન્ય પ્રાણીઓમાં શ્વાસોચ્છવાસની ક્રિયા
– પાણીમાં શ્વાસોચ્છવાસ
– શું વનસ્પતિ શ્વાન કરે
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– આકૃત્તિઓના ચાર્ટ
– મોડેલ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને આપણે શ્વસન શા માટે કરીએ છીએ. તે ચર્ચા કરીશ. કોષીચ શ્વસન વિશે સમજાવીશ. જારકશ્વસન તથા અજારક શ્વસનની વ્યાખ્યા સમજાવીશ. શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સમજાવીશ. જુદી-જુદી પરિસ્થિતિમાં શ્વસન દરમાં ફેરફારની નોંધ કરાવીશ. આપણે શ્વાસ કેવી રીતે લઈએ છે. તે મનુષ્યમાં શ્વસનતંત્રની આકૃતિ દ્વારા સમજાવીશ. સહપાઠીઓના છાતીના માપ શ્વાસોચ્છવાસની શી અસર થાય તે છાતીનું માપ લઈ નક્કી કરીશ. આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ? તે પ્રવૃત્તિ દ્વારા સમજાવીશ. અન્ય પ્રાણીઓમાં શ્વાસોચ્છવાસની ક્રિયા કેવી રીતે થાય છે તેમાં વંદો, અળસિયું વિશે જણાવીશ. પાણીમાં શ્વાસોચ્છવાસ કેવી રીતે થાય છે તે સમજાવીશ. વનસ્પતિ શ્વસન કેવી રીતે કરે છે તે જણાવીશ. ચર્ચા કરીશ પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
– પ્રવૃત્તિ : તમારા મિત્રોના જુદી- જુદી પરિસ્થિતિમાં શ્વસન દરમાં ફેરફારની નોંધ કરશે.
– પ્રવૃત્તિ : તમારા વર્ગના મિત્રોની છાતીનું માપન કરો.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.