ધોરણ : 7 વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૧૧) પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન
અધ્યયન નિષ્પતિ :
– પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
દા. ત. પ્રાણીઓમાં રૂધિરનું વહન અને વનસ્પતિમાં ઘટકોનું વહન
– માપન અને ગણન કરે છે.
દા.ત. નાડીના ધબકારાનો દર
– પ્રક્રિયા અને સજીવોની નામ નિર્દેશનવાળી આકૃતિ/ફ્લોચાર્ટ દોરે છે.
– પોતાની આસપાસ માંથી મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી નમૂનાઓનું નિર્માણ કરે છે. અને તેની
કાર્ય પધ્ધતિ વર્ણવે છે,
દા.ત. સ્ટેથોસ્કોપ
શૈક્ષણિક મુદ્દા :
– પરિવહનતંત્ર
– રૂધિર
– રૂધિવાહિનીઓ
– હૃદય
– હ્રદયના ધબકારા
– પ્રાણીઓમાં ઉત્સર્જન
– મનુષ્યમાં ઉત્સર્જનતંત્ર
– વનસ્પતિમાં ઘટકોનું વહન
– ખનીજ તત્વો અને પાણીનું વહન
– બાષ્પોત્સર્જન
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ૫રિવહનતંત્રનો ચાર્ટ વિવિઘ આકૃત્તિઓનાં ચાર્ટ મોડેલ (હ્રદયનું) મનુષ્યના ઉત્સર્જનતંત્રનું મોડેલ
– પ્રવૃત્તિ માટે જરૂરી સાઘનો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પરિવહનતંત્રમાં રૂધિર, રક્તકણ, ત્રાણકણ, શ્વેતકણો, રૂધિરવાહિનીઓમાં ધમની અને શિરા, હ્રદય વિશે આકૃતિ દ્વારા સમજ આપીશ. તેમની કાર્યપ્રણાલી સમજાવીશ. હ્રદયના ધબકારાનું માપન કરાવીશ. વિદ્યાર્થીઓને તેમના મિત્રોના આરામદાયી સ્થિતિ તથા દોડ્યાં પછીની સ્થિતિમાં હૃદયના ધબકારાનું માપન કરાવીશ. પ્રાણીઓમાં ઉત્સર્જન કેવી રીતે થાય છે તે આકૃતિ દ્વારા સમજાવીશ. મનુષ્યમાં ઉત્સર્જન તંત્રના અવયવોના કાર્યોની સમજ આપીશ. ચર્ચા કરીશ. વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવીશ. ચર્ચા કરીશ. પાણી અને ખનીજ તત્ત્વોનું વહન, બાષ્પોત્સજન ની પ્રક્રિયા વિશે સમજાવીશ. ચર્ચા પ્રશ્નોત્તરી કરીશ. સ્વાઘ્યાય ના પ્રશ્નોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
– પ્રવૃત્તિ : કાંડામાં નાડીના ધબકારા માપો,
– પ્રવૃત્તિ : સ્ટેસ્યોસ્કોપ બનાવો.
– પ્રવૃત્તિ : તમારા મિત્રોના હ્રદયના ધબકારા માણે.
– પ્રવૃત્તિ : કોષો માંથી પાણીનું વહનની પ્રક્રિયા
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.