ધોરણ : 7 વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૧ર) વનસ્પતિમાં પ્રજનન
અધ્યયન નિષ્પતિ :
– ૫દાર્થ અને સજીવોને તેમનાં ગુણઘર્મો, રચના અને કાર્યના આઘારે જુદા પાડે છે. જેમ કે, લિંગી પ્રજનન,
અલિંગી પ્રજનન વાનસ્પતિક પ્રજનન
– સ્વરા૫રાગનયન, ૫ર૫રાગનયન વગેરે…
– શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
દા.ત. વાનસ્પતિક પ્રજનન દ્વારા છોડ ઉત્પાદન
શૈક્ષણિક મુદ્દા :
– પ્રજનનના પ્રકારો
– અલિંગી પ્રજનન (વાનસ્પતિક પ્રજનન)
– કલિકાસર્જન
– લિંગી પ્રજનન
– પ્રજનનના અંગો.
– ફળ અને બીજ નિર્માણ
– બીજનો ફેલાવો.
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ચાર્ટસ
– ચિત્રો
– નમૂનાઓ
– પ્રવૃત્તિ માટે જરૂરી સાઘનો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને વનસ્પતિના પ્રજનન વિશે જણાવીશ. પ્રજનનના પ્રકારોની માહિતી આપીશ. ચર્ચા કરીશ. વિવિઘ વનસ્પતિઓમાં એકલિંગી પ્રજનન કેવી રીતે થાય તે ઉદાહરણ દ્વારા સમજ આપીશ. કલિકાસર્જન વિશે માહિતી આપીશ. લિંગી પ્રજનન વિશે સમજ આપીશ. પ્રજનન વિશે સમજ આપીશ અને તેના કાર્યો જણાવી ચર્ચા કરીશ. ફળ અને બીજનિર્માણ કેવી રીતે થાય છે તે પ્રક્રિયા સમજાવીશ. બીજનો ફેલાવો કેવી રીતે થાય છે તે જણાવીશ. ચર્ચા કરીશ. પ્રશ્નોત્તરી કરી સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
પ્રવૃત્તિ : જાસૂદના પુષ્પના પ્રજનન અંગોનો અભ્યાસ કરવો.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.