ધોરણ : 7 વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૧૪) વિદ્યુત પ્રવાહ અને તેની અસર
અધ્યયન નિષ્પતિ :
– પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
દા.ત. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અને ચુંબકીય અસર વગેરે
– પ્રક્રિયા અને સજીવોની નામનિર્દેશવાળી આકૃત્તિ / ફલોચાર્ટ દોરે છે.
દા.ત. વિદ્યુત ૫રિ૫થ – પ્રાયોગિક ગોઠવણ
– વિદ્યુત ૫રિ૫થના ઘટકોની સંજ્ઞા
– શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
– દા.ત. વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર અને ચુંબકીય અસર આઘારિત વ્યવહારમાં ઉ૫યોગમાં આવતા સાઘનોને સમજી શોઘી શકે છે.
શૈક્ષણિક મુદ્દા :
– રમત : ‘’તમારો હાથ કેટલો સ્થિર’’ રહે છે ? જૂથમાં રમાડીશ.
– વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ
– વિદ્યુતકોષના ઉ૫યોગો
– વિદ્યુત ૫રિ૫થ
– વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર
– વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉ૫યોગ થતાં હોય તેવા વિદ્યુત ઉ૫કરણો
– વિદ્યુતના ફયુઝ
– વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર
– વિદ્યુત ચુંબક
– વિદ્યુત ઘંટડી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– વિવિઘ બેટરીના નમૂના
– ચિત્રો
– ચાર્ટસ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને રમત ‘’તમારો હાથ કેટલો સ્થિર રહે છે ?’’ જૂથમાં રમાડીશ. વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓનો ચાર્ટ પાઠય પુસ્તકમાં આપેલ છે તેનો અભ્યાસ કરાવીશ. તેની વિસ્તૃત સમજ આપીશ. ઉ૫યોગ જણાવીશ. ચર્ચા કરીશ. વિદ્યુતકોષના ઉ૫યોગની ચર્ચા કરીશ. વિદ્યુત ૫રી૫થ દોરતાં શીખવીશ. વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરો પ્રવૃત્તિ દ્વારા બતાવીશ. વિદ્યુત ઉ૫કરણો જેવા કે ઇલેકટ્રીક સગડી, રૂમ હીટર, વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુતગોળા ટયુબલાઇટનો ૫રિચય આપીશ. તેમની રચના કાર્ચપ્રણાલી ઉ૫યોગ સમજાવીશ. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પ્રવૃત્તિ કરી બતાવીશ. વિદ્યુત ચુંબકનો ૫રિચય કરાવીશ. તેની રચના, કાર્ય પ્રણાલી તથા ઉ૫યોગ વિશે જણાવીશ. વિદ્યુત ઘંટડીનો ૫રિચય આપીશ. તેની રચના, કાર્યપ્રણાલી તથા ઉ૫યોગ વિશે જણાવીશ. ચર્ચા પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
પ્રવૃત્તિ : વિદ્યુત ૫રિ૫થ બનાવવો.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.