ધોરણ : 7 વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠ નું નામ:
(ર) પ્રાણીઓમાં પોષણ
અધ્યયન નિષ્પતિ :
– પ્રક્રિયા અને ઘટનાને કારણે સાથે જોડે છે. દા.ત. મનુષ્ય અને અમીબામાં પાચન
– શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગું કરે છે.
– પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ઘરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– પાચન એટલે શું ?
– ખોરાક મેળવવાની જુદી જુદી ૫દ્ઘતિઓ
– મનુષ્યમાં પાચન
– પાચનતંત્રના અંગોની સમજૂતિ
– ઘાસ ખાતાં પ્રાણીઓમાં પાચન
– અમીબામાં ખોરાકગ્રહણ અને પાચન
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
– ચાર્ટસ
– ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પાચન એટલે શું તે સમજાવીશ. ખોરાક મેળવવાની જુદી જુદી ૫દ્ઘતિઓ જણાવી ચર્ચા કરીશ. મનુષ્યમાં પાચન કેવી રીતે થાય તે આકૃતિ દ્વારા સમજાવીશ. પાચનતંત્રના જુદા જુદા ભાગો જેવા કે મુખ અને મુખગૃહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું જેવા અંગોના કાર્યો સાથે સમજૂતિ આપીશ. ઘાસ ખાતાં પ્રાણીઓમાં પાચન કેવી રીતે થાય છે. તેની સમજૂતી આપીશ. અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન કેવી રીતે થાય તે અંગે જણાવીશ. ચર્ચા કરીશ.
પ્રવૃતિ / પ્રોજેકટ / પ્રયોગ
પ્રવૃતિ : વિવિઘ પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની વિવિઘ ૫દ્ઘતિઓની માહિતીનું એકત્રીકરણ
પ્રવૃતિ : દાંતનો ઉ૫યોગ
પ્રયોગ : સ્ટાર્ચ ઉ૫ર લાળરસની અસરો તપાસવી.
પ્રવૃતિ : જીભના ભાગો દ્વારા સ્વાદ પારખવા
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ.
– વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.