ધોરણ : 7 વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠ નું નામ:
૫. એસિડ બેઇઝ અને ક્ષાર
અધ્યયન નિષ્પતિ :
– પદાર્થ સજીવોને તેમના ગુણઘર્મો રચના અને કાર્યના આાઘારે જુદા પાડે છે.
દા.ત. એસિડ, બેઇઝ અને તટસ્થ ૫દાર્થોને ઓળખવા.
– શિખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજીંદા જીવનમાં લાગુ કરે છે. દા.ત. એસીડીટી થવાનું કારણ તથા તેની સારવાર પાછળનું વિજ્ઞાન સમજે. જેવી અન્ય બાબતો.
શૈક્ષણિક મુદ્દા :
– રોજીંદા જીવનમાં ઉ૫યોગી પદાર્થોનો સ્વાદ ચકાસવો.
– એસિડ અને બેઇઝ
– આપણી આસપાસના કુદરતી સૂચકો.
– હળદરએ પ્રાકૃતિક સૂચક છે.
– જાસુદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ
– તટસ્થીકરણ
– રોજીંદા જીવનમાં તટસ્થીકરણ
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
– પ્રવૃતિ માટે જરૂરી સાઘનો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ દ્વારા રોજીંદા જીવનમાં ઉ૫યોગી પદાર્થોના સ્વાદ (ખાટો / તૂરો / તે સિવાયનો) ચકાસવાની પ્રવૃતિ કરાવીશ. એસિડ અને બેઇઝની વ્યાખ્યા પ્રવૃતિ દ્વારા સમજાવીશ. એસિડ અને બેઇઝ શેમાં જોવા મળે છે. તે ઉ.દા. દ્વારા સમજાવીશ. આપણી આસપાસના કુદરતી સૂચકો વિશે માહિતી આપીશ. હળદર અને જાસુદનો સૂચક તરીકે કેવી રીતે ઉ૫યોગ થાય છે તે બતાવીશ. તટસ્થીકરણની પ્રક્રિયા પ્રયોગ દ્વારા બતાવીશ. વિદ્યાર્થીઓ અવલોકન કરી તારણ કાઢશે. રોજીંદા જીવનમાં તટસ્થીકરણ કેવી રીતે થાય છે તે વિવિઘ ઉદાહરણો દ્વારા સમજાવીશ.
પ્રવૃતિ / પ્રોજેકટ / પ્રયોગ
પ્રવૃતિ :
પદાર્થનો સ્વાદ ચકાસવો.
પ્રયોગ :
હળદરનો સૂચક તરીકે ઉ૫યોગ ચકાસવો.
– જાસૂદનો સૂચક તરીકે ઉ૫યોગ ચકાસવા
– તટસ્થીકરણ પ્રક્રિયાનો પ્રયોગ
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.