ધોરણ : 7 વિષય: English
પાઠનું નામ:
Unit 1 Am I Lost ?
અધ્યયન નિષ્પતિ :
– સૂચનાઓ આપે, આપેલ સૂચના મુજબ વર્તન કરે.
– પરિચિત ક્ષેત્ર ઘર, શાળા વિસ્તારના અનુભવો, અવલોકનોનું આદાન પ્રદાન કરે.
– ટેબલ ગ્રાફ, નકશા, વાક્યોની માહિતી આ પ્રકારના બીજા સ્વરૂપોમાં જ કરે.
– અર્થપૂર્ણ સંવાદ કરે.
– ચિત્રનું વર્ણન કરે.
– ચિત્રની વિગતોની સરખામણી અને વર્ગીકરણ કરે.
– માહિતી મેળવવા (Who, What, When, How many, how) જેવા પ્રશ્નો પૂછે અને તેના જવાબઆપે.
– નકશાની માહિતી બીજા સ્વરૂપોમાં રજૂ કરે.
– પરિચિત અને અપરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે.
– ઉલટ પ્રશ્નો પૂછે અને તેના જવાબ આપે
– ઘટના, પ્રસંગ કે ચિત્રનું વર્ણન કરે.
– અર્થપૂર્ણ સંદર્ભમાં રહેલા શબ્દો, વાક્યો અને પરિચ્છેદનું મુકવાંચન અને મુખવાંચન કરે.
– શ્રવણની માહિતીના આધારે સ્થળનું ચિત્ર દોરે.
– ઘટના, વાર્તાનાપાત્રો, પાત્રોના લક્ષણો, સ્થળ, સમયની વિગતો તારવે.
– જોડકણાં, ગીતો action songs, Rhymes ગાય અને તેને આગળ વધારે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 શિક્ષકની સુચના મુજબ ક્રિયા કરે.
-Activity – 2 play the game
– Activity – 3 (A) આપેલ વાક્યો કયા સ્થળે સાંભળ્યા તે લખો.
– (B) નકશાનો અભ્યાસ કરો તથા તેના પરથી વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.
– (D) સંવાદો વાંચી ભજવો
– Activity – 4 સંકેતોનો અભ્યાસ કરો.
– સંકેતો દોરો.
– Activity – 5 (A) Gir National park of વિગતોનું વાંચન તથા પ્રશ્નોના ઉત્તરો ની ચર્ચા
– (B) ખાલી જગ્યા પૂરો.
– (C) નકશાના આધારે વિવિધ રૂટ નકશામાં બતાવવા.
– Adivity – 6 (A) સંવાદો નું વાંચન
– (B) લક્ષ્મીએ બોલેલા વાક્યો ઉદાહરણ મુજબ ફરીથી લખો.
– (C) પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા તથા લેખન
– Activity – 7 (A) આપેલ સુચનાઓનું વાંચન
– (B) સાસણ મુલાકાત દરમ્યાનના વર્તન સારાં હતાં કે ખરાબ તે જણાવો
– Activity – 8 (A) આપેલ નકશાનો અભ્યાસ તથા તેની નીચે આપેલ સંવાદોનું વાંચન
– (B) ગામ/શહેરનો નકશો દોરવો
– (C) તમારો મિત્ર તમારા ગામ વિસ્તાર/શહેર ના ત્રણ સ્થળોની મુલાકાત કરી શકે તે માટેની સુચના નોંધો.
– (D) Helpline મુજબ Treasure Hunt ની રમત રમો.
– Poem નું ગાન
શૈક્ષણિક સાધન :
– Text Book
– Teacher Adition
– ગુજરાતના વિવિઘ નકશાઓ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને Atlviy – 1 માં આપેલ સુચનાઓ શિક્ષક જણાવે તે મુજબ વિદ્યાર્થીઓ ક્રિયા કરશે. વિદ્યાર્થીઓને Activity – 2 માં આપેલ રમત પા.પુ માં આપેલ Helpline મુજબ રમાડીશ. વિદ્યાર્થીઓ રમત રમશે. Activity – 3 (A) માં આપેલ વાકયો કયા સ્થળે સાંભળ્યા છે તે સ્થળનાં નામ કહેવા જણાવીશ. Activity – 3 (B) માં આપેલ નકશાનો અભ્યાસ કરાવીશ. તેના પરથી આપેલ વાક્યો સાચાં છે કે ખોટાં તે જણાવવા કહીશ. (C) માં આપણે ખાલી જગ્યાઓ નકશા પરથી પુરવા જણાવી. (D) માં આપેલ સંવાદો વંચાવીશ તથા તેને ભજવવા જણાવીશ, Activity – 4 માં આપેલ Symbols (સંકેતો) નો અભ્યાસ કરાવીશ તથા Activity 3 (B) ના નકશા આધારે માહિતીના સંકેતો દોરવા જણાવીશ. Activity – 5 (A) આપેલ Gir National Park ની વિગતોનું વાંચન કરાવીશ. તેના આધારે આપેલ પ્રશ્નોના ઉત્તરની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તરો. (B) માં આપેલ ખાલી આપેલ માહિતીના આધારે પુરાવીશ. (C) માં આપેલ Gir National Park નકશાનો અભ્યાસ કરાવીશ. તેની નીચે આપેલ સુચના મુજબ વિવિધ રૂટ તેમાં દોરાવીશ. Activity – 6 (A) માં આપેલ સંવાદોનું વાંચન કરવીશ. વિદ્યાર્થીઓ વાંચન કરશે. (B) માં લક્ષ્મીએ બોલેલા વાકયોને ઉદાહરણ મુજબ ફરીથી લખવા જણવીશ. (C) માં આપેલ પ્રશ્નોના ઉત્તરીની ચર્ચા કરી લખવા જણાવીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે. વિદ્યાર્થીઓ પાસે Allvity – 7 (A) માં આપેલ સુચનાઓ નું વાંચન કરાવીશ. (B) માં ઝરણા, જુલી અને જયાની સારણ મુલાકાત દરમ્યાન વર્તન સારાં કે ખરાબ હતાં તે લખવા જણાવીશ. Activity – 8 (A) માં આપેલ નકશાનો અભ્યાસ કરાવીશ તથા તેની નીચે આપેલ સંવાદોનું વાંચન કરાવીશ. (B) માં આપેલ લંબચોરસ ખાનામાં તમારા ગામ/શહેરનો નકશો દોરવાની પ્રવૃત્તિ કરાવીશ. (C) માં તમારો મિત્ર તમારા ગાન વિસ્તાર/શહેરના બસ સ્ટોપ પર પહોંચી મોબાઈલ થી ત્રણ સ્થળોની મુલાકાત કરી શકે તે માટેની સૂચના પૂછે તે સૂચનાઓ નોંધો (D) માં આપેલ Help line મુજબ “Treasure Hunt” ની રમત રમાડીશ. વિદ્યાર્થીઓ રમત રમશે. Unit ના અંતે આપેલ Poem નું ગાન કરાવીશ. વિદ્યાર્થીઓ ગાન કરશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.
– તમારા ગામ / શહેરનો નકશો બનાવી લખવા જણાવીશ.