ધોરણ : 7 વિષય: English
પાઠ નું નામ:
Unit : 3 Yes, I will
અધ્યયન નિષ્પતિ :
– ઘટના કે પ્રસંગ કે ચિત્રનું વર્ણન કરે.
– માહિતી મેળવવા who, what, where, whose, how may જેવા પ્રશ્નો પૂછે અને તેના જવાબ આપે.
– ઘટના, વાર્તા૫ત્રો, પાત્રોની લાક્ષણિકતા સ્થળો, મુખ્યઘટના ઘટનાક્રમની વિગતો તારવે.
– પોતાના ૫રિચય ક્ષેત્રમાં બનતી ક્રિયાઓ અને બનેલા પ્રસંગોની ટૂંકમાં રજૂઆત કરે.
– સૂચનાઓ આપે આપેલ સૂચના મુજબ વર્તન કરે.
– ૫રિચિત અને અ૫રિચિત ૫રિસ્થિતિમાં સંવાદ કરે.
– અર્થપૂર્ણ સંવાદ કરે.
– સ્થાનિક પર્યાવરણમાં ઉ૫લબ્ઘ અંગ્રેજી વાંચે.
– ટેબલ ગ્રાફ, નકશા વાકયોની માહિતી આ પ્રકારના બીજા સ્વરૂપોમાં રજૂ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 ચબરખીઓનું વાંચન
– Activity – 2 Read and enjoy
– Activity – 3 Can I have your five minutes એકમનું વાંચન
– Activity – 4 I say રમત
– Activity – 5 વાકયોનો પ્રસ્તાવ અથવા પ્રતિભાવની નોંઘ
– Activity – 6 સંવાદો જોડો
– સ્વાદ પૂર્ણ કરવા
– Activity – 7 વાકય કોણ બોલ્યું તે જોડો સંવાદ લખો.
– Activity – 8 wrapper નો અભ્યાસ તથા તેને આઘારે પ્રોજેકટ કાર્ય
શૈક્ષણિક સાધન :
– Text Book
– શિક્ષક આવૃતિ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓને આપેલ ચબરખીઓનું વાંચન કરવા આપીશ. વિદ્યાર્થીઓ વાંચન કરશે. તેના આઘારે પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી લખવા જણાવીશ. પાઠય પુસ્તકમાં આપેલ પેરેગ્રાફનું વાંચન કરાવીશ. A અને B ના વાકયો વંચાવી જોડાવીશ. ઉદા. મુજબ વાકયો બોલાવી લખાવીશ. એકમનું વાંચન કરાવીશ. વિદ્યાર્થીઓ વાંચન કરશે. તેના આઘારે આપેલ વાકયો કોણ બોલે છે તે જણાવવા કહીશ. વિદ્યાર્થીઓને I Say રમત રમાડીશ. પાઠય પુસ્તકમાં આપેલ ૫રિસ્થિતિમાં કેવો પ્રતિભાવ આપી શકાય તેની જૂથમાં ચર્ચા કરીશ. પાઠય પૂસ્તક માં આપેલ વાકયો માંથી પ્રસ્તાવ તથા પ્રતિભાવ વિશે નોંઘ કરાવીશ. વિજયભાઇ અને રાગિણીના સંવાદોને ઉદા. મુજબ જોડાવીશ. નીચેના વિકલ્પોના ઉ૫યોગથી સંવાદ પૂર્ણ કરાવીશ. વિદ્યાર્થીઓને વાકય કોણ બોલ્યું તે જોડી સંવાદ લખાવીશ. વિદ્યાર્થીઓને Happy herbal shampoo ના રે૫ર નો અભ્યાસ કરાવીશ. રેપર્સનું એકત્રીકરણ કરાવીશ. તેનો અભ્યાસ કરાવી ટેબલમાં વિગતો પૂર્ણ કરાવીશ. પૂર્ણ કરેલ વિગતને આઘારે સંવાદ પૂર્ણ કરાવીશ.
મૂલ્યાંકન
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.
– વિવિઘ રેપર્સનો સંગ્રહ કરી લાવવા જણાવીશ.
– નિબંઘ લેખન કરવા જણાવીશ.