1. પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળા સ્વરૂપે હતી . ( √ કે X )
ઉત્તર:- √
2. પૃથ્વી પરનાં જે તત્ત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને__ તરીકે ઓળખીએ છીએ.
ઉત્તર:- મૃદાવરણ
3. પૃથ્વી પરના જે તત્વોનું ___સ્વરૂપમાં રૂપાંતર થયું તેને જલાવરણ તરીકે ઓળખીએ છીએ.
ઉત્તર:- જળ
4. પૃથ્વી પરના જે તત્વ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તે__ તરીકે ઓળખાયાં .
ઉત્તર:- વાતાવરણ
5. વાતાવરણ એટલે શું ?
ઉત્તર:- પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે.
6. ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે.(√ કે X )
ઉત્તર:- √
7. પૃથ્વી સપાટીથી 32 કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં__% જેટલી હવા સમાયેલી છે.
ઉત્તર:- 99
8. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ વાતાવરણ ઘટ્ટ થતું જાય છે . (√ કે ×)
ઉત્તર:- ×
9. વાતાવરણ __,_અને __ તત્વોનું બનેલું છે .
ઉત્તર:- ઘન, પ્રવાહી, વાયુ
10. વાતાવરણમાં પાણી ક્યા સ્વરૂપે રહેલું છે ?
ઉત્તર:- વાતાવરણમાં ધુમ્મસ , ઝાકળ , વાદળ વગેરે સ્વરૂપે પાણી રહેલું છે .
11.વાતાવરણ પૃથ્વીને દિવસે ઠંડી અને રાત્રે અતિશય ગરમીથી બચાવે છે . (√કે X )
ઉત્તર:- ×
- વાતાવરણ માટે ક્યું વિધાન અયોગ્ય છે ?
(A)વાતાવરણ એટલે ટૂંકા સમયની સ્થિતિ √
(B) પૃથ્વીના ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે.
(C)પૃથ્વી પરનું વાતાવરણ રંગહીન , સ્વાદહીન અને વાસરહિત છે.
(D)વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે.
13. યોગ્ય જોડકા જોડો:
વિભાગ-A | વિભાગ-B |
(1)નાઈટ્રોજન | (A)130 કિમી પછી પ્રમાણ વધુ |
(2) ઓક્સિજન | (B) 20 કિમી સુધી |
(3) કાર્બન ડાયોક્સાઇડ | (C) 130 કિમી સુધી |
(4) હાઇડ્રોજન અને હીલિયમ | (D) 110 કિમી સુધી |
જવાબ |
(1) – C |
(2) – D |
(3) – B |
(4) – A |
-
વાતાવરણમાં વાયુઓનું પ્રમાણની કઈ જોડ ખોટી છે?
(A) નાઈટ્રોજન: 78.03%
(B) ઓક્સિજન: 20.99%
(C) કાર્બન ડાયોક્સાઇડ: 50.00% √
(D) આર્ગોન : 00.94%15.તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારને આધારે વાતાવરણને ત્રણ આવરણ કે સ્તરમાં વહેંચવામાં આવ્યું છે. ( √ કે X )
ઉત્તર:- ×16.વાતાવરણને કયા કયા આવરણોમાં વિભાજિત કરેલ છે ?
ઉત્તર:- વાતાવરણને ચાર આવરણોમાં વિભાજિત કરેલ છે: (1) ક્ષોભ આવરણ
(2) સમતાપ આવરણ
(3) મધ્યાવરણ
(4) ઉષ્માવરણ
- પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને કયું આવરણ કહેવામાં આવે છે?
(A) ક્ષોભ આવરણ
(B) મધ્યાવરણ
(C) ઉષ્માવરણ
(D) પનાવરણ18. ક્ષોભ-આવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે ?
ઉત્તર:-ક્ષોભ-આવરણ વિષુવવૃત્ત પર 16 કિલોમીટર સુધી ફેલાયેલું છે .19. ક્ષોભ – આવરણ સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આશરે ______કિમી અને ધ્રુવો પર આશરે_____ કિમી ઊંચાઈ સુધી ફેલાયેલું છે.
ઉત્તર:-12, 820. ક્ષોભ-આવરણમાં ઋતુ મુજબ ફેરફાર થવો અશક્ય છે . (√ કે ×)
ઉત્તર:- √ - ક્ષોભ – આવરણમાં શું શું અનુભવાય છે ?
ઉત્તર:- ક્ષોભ – આવરણમાં વાતાવરણનાં તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે અનુભવાય છે.
22. ક્ષોભ – આવરણમાં પ્રતિ 1 કિમીની ઊંચાઈએ આશરે 6.5° સે.ના દરે તાપમાન ઘટે છે.(√ કે ×)
ઉત્તર:- √
23. ક્ષોભ – સીમા કોને કહે છે ?
ઉત્તર:- ક્ષોભ – આવરણ માં જે ઊંચાઈએ પહોંચતાં તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ક્ષોભ – સીમા ‘ કહે છે.
24.__આવરણ ક્ષોભ – સીમાથી આશરે 50 કિમી સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે.
ઉત્તર:- સમતાપ
25. સમતાપ આવરણ માં વાદળો, વંટોળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળે છે.(√કે ×)
ઉત્તર:- ×
- કારણ આપો : જેટ વિમાનો સમતાપ આવરણમાં ઉડ્ડયન કરે છે .
ઉત્તર:-સમતાપ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ અને ચક્રવાત જોવા મળતાં નથી. વળી અહીં હવા સ્વચ્છ અને પાતળી હોવાથી ઊડતાં વિમાનોને હવાનો અવરોધ ઓછો લાગે છે. પરિણામે જેટ વિમાન ખૂબ જ ઓછા અવરોધે ઝડપથી ઊડી શકે તે માટે તેનું સમતાપ આવરણમાં ઉડ્ડયન કરાવવામાં આવે છે. - સમતાપ આવરણમાં 15 થી 35 કિમીની ઊંચાઈએ ___ વાયુનું પ્રમાણ વધુ હોય છે.
ઉત્તર:-ઑઝોન28. ઓઝોન વાયુ પુથ્વીને કઈ રીતે ઉપયોગી છે ?
ઉત્તર:-સમતાપ આવરણમાં આવેલ ઓઝોન વાયુ સુર્યનાં અત્યંત ગરમ પારજંબલી કિરણોનું શોષણ કરે છે અને પૃથ્વીને સુર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે.29. ટૂંક નોંધ લખો : સમાપ આવરણ
ઉત્તર:- ક્ષોભ-સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે . સમતાપ આવરણ ક્ષોભ-સીમાથી આશરે 50 કિમી સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતી નથી. અહીં હવા સ્વચ્છ અને પાતળી હોય છે.તેથી જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઊડી શકે છે. અહીં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે તે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણો નું શોષણ કરે છે અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ તાપથી બચાવે છે.30. સમતાપ આવરણની ઉપર આશરે 80 કિમીની ઊંચાઈ સુધીના___ આવરણ ને કહે છે.
ઉત્તર:- મધ્યાવરણ31. મધ્યાવરણમાં ઊંચાઈ પર જતાં તાપમાન વધે છે . (√ કે ×)
ઉત્તર:- ×32. મધ્યાવરણની ઉપર આવેલા વાતાવરણમાં ચોથા સ્તરને ___કહે છે.
ઉત્તર:- ઉષ્માવરણ33. ઉષ્માવરણમાં હવા ખૂબ પાતળી હોય છે . ( √ કે ×)
ઉત્તર:- √34. ઉષ્માવરણને કયા બે પેટાવિભાગોમાં વહેંચેલું છે ?
ઉત્તર:- ઉષ્માવરણને આયનાવરણ અને બાહ્યાવરણ એમ બે પેટા વિભાગોમાં વહેંચેલું છે.35. રેડિયો-તરંગોનું પરાવર્તન__ આવરણને આભારી છે.
ઉત્તર:- આયન - રેડીયો અને ટીવીનાં પ્રસારણ અને ઇન્ટરનેટ માટે કયા આવરણને મહત્ત્વનું ગણવામાં આવે છે ?
(A) મધ્યાવરણ
(B) સમતાપ આવરણ
(C) આયનાવરણ √
(D) ક્ષોભાવરણ - આનાવરણની ઉપરના આવરણને___ કહે છે.
ઉત્તર:-બાહ્યાવરણ38. હવામાન એટલે શું ?
ઉત્તર:-હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ .39. હવામાન શેના આધારે નક્કી થાય છે ?
ઉત્તર:- કોઈ પણ પ્રદેશનું હવામાન જે-તે સ્થળનું સ્થાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે.
40. હવામાન ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોવાથી તેમાં સમયાંતરે ફેરફાર થતા રહે છે . (√ કે X )
ઉત્તર:- √
41. આબોહવા એટલે શું ?
ઉત્તર:- જેને પ્રદેશની લગભગ 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિને જે તે પ્રદેશની આબોહવા કહે છે.
42. જે-તે પ્રદેશની સજીવસૃષ્ટિ , પ્રાણીસૃષ્ટિ અને માનવજીવન પર ત્યાંની આબોહવાની અસર જોવા મળે છે.(√ કે ×)
ઉત્તર:- √
43.હવામાં રહેલ ગરમીની સપાટીને___કહે છે.
ઉત્તર:- તાપમાન
- તાપમાનમાં ઋતુ પ્રમાણે ફેરફાર થાય છે. (√ કે X)
ઉત્તર:-√45. ઉનાળા કરતાં શિયાળામાં તાપમાન વધુ હોય છે.(√કે X).
ઉત્તર:-×46. તાપમાન વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ કયું છે ?
(A) હવામાન
(B) આવરણો
(C) સૂર્યઘાત √
(D) આબોહવા47. સૂર્યઘાતનું પ્રમાણ __ થી___તરફ જતાં ઘટે છે.
ઉત્તર:- વિષુવવૃત્ત, ધ્રુવો - કારણ આપો : શહેરોમાં ગામડાં કરતાં વધારે તાપમાન અનુભવાય છે.
ઉત્તર:-શહેરોમાં પાકી સડકો અને સિમેન્ટનાં મકાનો હોય છે. તે સૂર્યની ગરમીને શોષી શકતાં નથી. જયારે ગામડામાં વનસ્પતિનું પ્રમાણ વધુ હોવાને કારણે ગરમીનું શોષણ ત્યાં વધારે થાય છે. અને વાતાવરણમાં ઠંડક રહે છે. તેથી શહેરોમાં ગામડાં કરતાં વધારે તાપમાન અનુભવાય છે.49. વાતાવરણનું દબાણ કોને કહેવાય ?
ઉત્તર:-હવાનાં વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વીસપાટી પર દબાણ કહે છે, જેને વાતાવરણનું દબાણ કહે છે. - સમુદ્રસપાટી પર વાતાવરણનું દબાણ સૌથી ઓછું હોય છે. ( √ કે X )
ઉત્તર:-×
51. ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણનું દબાણ વધુ હોય છે.(√ કે ×)
ઉત્તર:- √
ઉત્તર:- પૃથ્વીની આસપાસ રહેલા હવાના સ્તરને વજન હોય છે. હવાનાં વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વીસપાટી પર દબાણ કરે છે તેને વાતાવરણનું દબાણ કહે છે. સમુદ્રસપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે . પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે. વધારે તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે. અને વાતાવરણનું હલકું દબાણ રચાય છે. ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડું રહે છે. તેથી ત્યાં દબાણ ભારે હોય છે.
53. પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને __કહે છે.
ઉત્તર:- પવન
ઉત્તર:- પવનોના મુખ્ય ત્રણ પ્રકાર છે : (1) કાયમી પવનો
ઉત્તર:- પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં બારેમાસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે, તેને કાયમી પવનો છે.
(A) વ્યાપારી પવનો
(B) પશ્ચિમીયા પવનો
(C) ધ્રુવીય પવનો
(D) ઈશાની પવનો √
57. ધ્રુવ તરફથી ધ્રુવવૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો___ હોય છે.
ઉત્તર:- કાયમી
ઉત્તર:- પૃથ્વીની સપાટી પર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે, તેને મોસમી પવનો કહે છે.
59. મોસમી પવનોના દેશોમાં કયા દેશનો સમાવેશ કરી શકાય નહિ ?
(A) ભારત
(B) નોર્વે √
(C) બાંગ્લાદેશ
(D) બર્મા
ઉત્તર:- મોસમી પવનોના દેશોમાં ઉનાળામાં નૈઋત્ય દિશામાંથી પવનો વાય છે, તેને નૈઋત્યના પવનો કહે છે.
61. દૈનિક કે સ્થાનિક પવનો કોને કહે છે ?
62. દરિયાઈ અને જમીનની લહેરોને ક્યા પવનો ગણવામાં આવે છે ?
(A) મૌસમી પવનો
(B) વ્યાપારી પવનો
(C) સ્થાનિક પવનો √
(D) ધ્રુવીય પવનો
64. ટૂંક નોંધ લખો:- પવનો
ઉત્તર:- પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે. પૃથ્વી પર તાપમાનના ફેરફારને લીધે હવાના હલકા અને ભારેદબાણમાં ફેરફાર થતો રહે છે, જેને કારણે પવન ઉત્પન્ન થાય છે. પવનના મુખ્ય ત્રણ પ્રકાર છે : (1) કાયમી પવનો
(2) મોસમી પવનો
ઉત્તર:- ભેજ
66. ભેજ__ની પ્રક્રિયા દ્વારા વાતાવરણ માં ઉમેરાય છે.
ઉત્તર :- બાષ્પીભવન
67. ભેજ કઈ રીતે પૃથ્વી સપાટીને પુનઃપ્રાપ્ત થાય છે ?
ઉત્તર:- બાષ્પીભવન થયેલો ભેજ વાતાવરણ માં મળે છે.આ ભેજ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળમાં રૂપાંતરિત થાય છે. વાદળો વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટી પર આવતાં ભેજ પૃથ્વી સપાટીને પુનઃપ્રાપ્ત થાય છે.
68. ઓછા વરસાદવાળા પ્રદેશનાં છાપરાં તીવ્ર ઢોળાવવાળાં હોય છે . ( √ કે X )
ઉત્તર:- ×
69. ___આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલ્લાં વસ્ત્રો પહેરે છે .
ઉત્તર:- ગરમ
70. રણપ્રદેશના લોકો સતત ઊડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે ?
ઉત્તર:- રણપ્રદેશના લોકો સતત ઊડતી રેતીથી બચવા માટે ખુલલાં વસ્ત્રો પહેરે છે તથા માથે રૂમાલ કે કપડું વીંટાળે છે.
71.___ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે.
ઉત્તર:- સમશીતોષ્ણ
(A) ગરમ ઊની વસ્ત્રોનો √
(B)સુતરાઉ વસ્ત્રોનો
(C) રેશમી વસ્ત્રોનો
(D)ખુલ્લાં વસ્ત્રોનો
ઉતર:- કોઈ પણ પ્રદેશની આબોહવાની અસર ત્યાંના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર જોવા મળે છે , જે નીચે મુજબ છે :
74. નીચેનામાંથી કઈ બાબત કુદરતી વનસ્પતિની વૃદ્ધિ પર અસર કરતી નથી ?
(A) તાપમાન અને ભેજ
(B) પ્રાણીઓની સંખ્યા √
(C) માટીના થરની જાડાઈ
(D) જમીનનો ઢોળાવ
75. કુદરતી વનસ્પતિનું કેટલા વિભાગમાં વર્ગીકરણ કરેલ છે ? કયા કયા ?
ઉત્તર:- કુદરતી વનસ્પતિનું ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરેલ છે : (1) જંગલે
76. જે – તે વનસ્પતિ પોતાને પ્રતિકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઊગે છે . (√કે X )
ઉત્તર:- ઘાસ
ઉત્તર:- શુષ્ક, ઓછા વરસાદવાળા
79. કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ આબોહવામાં થતા ફેરફાર છે. (√ કે × )
ઉત્તર:- √
80. જંગલોના પ્રકાર જણાવો.
ઉત્તર:- જંગલોના મુખ્ય છ પ્રકાર છે :
- ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલાં જંગલો __ અને __ માં જેવા મળે છે.
ઉત્તર:- વિષુવવૃત્ત,ઉષ્ણકટિબંધ
-
ઉષ્ણકટિબંધીય લીલાં જંગલોની આબોહવા કેવી હોય છે ?
ઉત્તર:- ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલાં જંગલોની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદના કારણો ભેજવાળી હોય છે.83. ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલાં જંગલોમાં કયાં વૃક્ષો જોવા મળે છે ?
ઉત્તર:- ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોમાં રોઝવુડ, અબનૂસ, મેહોગની જેવાં વૃક્ષો જોવા મળે છે.84. ભારતમાં ____ ના દ્વીપ સમૂહો માં બારેમાસ લીલાં જંગલો જોવા મળે છે ,
ઉત્તર:- આંદામાન અને નિકોબાર85. ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલો વિશે જણાવો.
ઉત્તર:- ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલાં જંગલોને વરસાદી જંગલો પણ કહે છે. આ ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. આ જંગલ પ્રદેશની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદના કારણે ભેજવાળી હોય છે. આ જંગલોની વનસ્પતિનાં પાંદડા એકસાથે ખરતાં નથી. તેથી આ જંગલો બારેમાસ લીલાં રહે છે, આ જંગલોમાં રોઝવુડ, અબનૂસ, મેહોગની વગેરે જેવાં વૃક્ષો જોવા મળે છે. ભારતમાં અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહોમાં આ પ્રકારનાં જંગલો જોવા મળે છે.86. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોને__જંગલો કહે છે.
ઉત્તર:-પાનખર87. કારણ આપો : ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોને પાનખર જંગલો કહે છે.
ઉત્તર:- ઉષ્ણકટિબંધીય પ્રદેશોની આબોહવા ગરમ છે. અહીં, વરસાદની માત્રા ઓછી હોય છે. ઉનાળાની ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન વનસ્પતિનાં પાંદડાં ખરી પડે છે, તેથી આ પ્રદેશનાં જંગલો પાનખર જંગલો તરીકે પણ ઓળખાય છે.88. કઠણ અને ઈમારતી લાકડું આપતાં સાગ, સાલ, લીમડા જેવાં વૃક્ષો કયાં જંગલોમાંથી મળી આવે છે ?
(A) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો √
(B) સમશીતોષ્ણ બારે માસ લીલાં જંગલો
(C) સમશીતોષ્ણ ખરાઉ જંગલો
(D) ભૂમધ્ય સાગરનાં જંગલો
89. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો નીચેનામાંથી ક્યા પ્રદેશમાં જોવા મળતાં નથી ?
(A) ભારતના ઉચ્ચપ્રદેશ – ડુંગરાળ પ્રદેશ
(B) ઉત્તર ઓસ્ટ્રેલિયા
(C) મધ્ય અમેરિકા
(D)લક્ષદ્વીપ √
- ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોમાં કયાં કયાં પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે ?
ઉત્તર:-ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોમાં વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરાં, માંકડો વગેરે પ્રાણીઓ તથા મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે પક્ષીઓ જોવા મળે છે.91. સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલો માટે ક્યું વિધાન યોગ્ય છે ?
(A) આબોહવા ગરમ અને ભેજવાળી હોય છે.
(B) તાપમાન સમ અને વરસાદ વધુ હોય છે.
(C) આબોહવા ગરમ અને વ૨સાદ ઓછો હોય છે.
(D) શુષ્ક અને નહિવત્ વરસાદ ધરાવતા પ્રદેશ છે.
92. સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલોમાં વાંસ , ચીડ અને નીલગિરિ જેવી વનસ્પતિઓ થાય છે. (√કે ×)
ઉત્તર:- √
93. હાથી અને એકશીંગી ગેંડા જેવાં પ્રાણીઓ___ જંગલોમાં જોવા મળે છે.
ઉત્તર:- સમશીતોષ્ણ બારેમાસ લીલાં
94. સમશીતોષ્ણ ખરાઉ જંગલો વિશ્વમાં ક્યાં જોવા મળે છે ?
ઉત્તર:- સમશીતોષ્ણ ખરાઉ જંગલો કર્કવૃત્તની ઉત્તર અને મકરવૃત્તની દક્ષિણ બાજુના પ્રદેશો જેવાં કે, ઉત્તર-પૂર્વ અમેરિકા, ચીન, ન્યૂઝીલેન્ડ, ચીલી, પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં જોવા મળે છે.
95. ઑક અને મૅપલ જેવી વનસ્પતિઓ સમશીતોષ્ણ ___ જંગલોમાં જોવા મળે છે.
ઉત્તર:- ખરાઉ
96. સમશીતોષ્ણ ખરાઉ જંગલો કયાં પ્રાણીઓ જોવા મળે છે ?
ઉત્તર:- સમશીતોષ્ણ ખરાઉ જંગલોમાં હરણ, શિયાળ, વરુ જેવાં પ્રાણીઓ જોવા મળે છે.
97. ખટાશવાળાં ફળોની વનસ્પતિ ___ નાં જંગલોમાં થાય છે.
ઉત્તર:- ભૂમધ્ય સાગર
- ટૂંક નોંધ લખો : ભૂમધ્ય સાગરનાં જંગલો
ઉત્તર :- ભૂમધ્ય સાગરનાં જંગલો ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશમાં જોવા મળે છે. આ જંગલો મોટા ભાગે યુરોપ, આફ્રિકા અને એશિયાખંડમાં આવેલાં છે. આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ અને શુષ્ક, શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે. આ પ્રદેશમાં સંતરાં, અંજીર, ઓલિવ, દ્રાક્ષ જેવાં ખટાશવાળાં ફળો મુખ્યત્વે જોવા મળે છે.
99. શંકુદ્રૂમ જંગલો કયાં જોવા મળે છે ?
ઉત્તર:- શીત આબોહવા ધરાવતા પ્રદેશો એટલે કે આશરે 50 ° ઉત્તરથી 90 ° ઉત્તર અક્ષાંશના પ્રદેશોમાં તથા ઊંચા પર્વતીય પ્રદેશોમાં શંકુદ્રુમ જંગલો જોવા મળે છે.
- શંકુદ્રુમ જંગલોમાં થતી વનસ્પતિનો આકાર શંકુ જેવો હોય છે. (√ કે X )
ઉત્તર:-√101. દિનેશ ચીડ, દેવદાર, ફરની વનસ્પતિનાં જંગલોમાં ફરી રહ્યો છે, તો તે કયા પ્રકારનું જંગલ હશે ?
(A) સમશીતોષ્ણ ખરાઉ જંગલ
(B) ભૂમધ્ય સાગરનું જંગલ
(C) શંકુદ્રુમ જંગલ √
(D) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલ102. ચીડ, દેવદાર અને ફરનું લાકડું કયા ઉદ્યોગમાં આવે છે ?
ઉત્તર:-ચીડ, દેવાદાર અને ફરનું લોકડું નરમ અને પોચું હોય છે. તેથી તે કાગળ, દીવાસળી કે પેકિંગ માટેનાં ખોખાં બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.103. શંકુદ્રૂમનાં જંગલોમાં કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે ?
ઉત્તર:- શંકુદ્રુમના જંગલોમાં વાંદરાં , ધ્રુવીય રીંછ , કસ્તુરી મૃગ અને યાક જેવાં પ્રાણીઓ વધુ જોવા મળે છે.104. યોગ્ય જોડકાં જોડો:
વિભાગ-A | વિભાગ-B |
1. વાઘ, એશિયાઈ સિંહ | (A) શંકુદ્રૂમનાં જંગલો |
2. હાથી, એકશીંગી ગેંડો | (B) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો |
3. હરણ, શિયાળ | (C) સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલો |
4.ધ્રુવીય રીંછ, યાક | (D) સમશીતોષ્ણ ખરાઉ જંગલો |
જવાબ |
1. – B |
2. – C |
3. – D |
4. – A |
-
ઘાસનાં મેદાનોને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યાં છે ? ક્યાં ક્યાં ?
ઉત્તર:-ઘાસનાં મેદાનોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે : (1) ઉષ્ણકટિબંધીય ઘાસનાં મેદાનો
(2) સમશીતોષ્ણ ઘાસનાં મેદાનો
106. ઉષ્ણ કટિબંધીય ઘાસનાં મેદાનોની આબોહવા ઠંડી છે. (√ કે ×)
ઉત્તર:- ×
107. ઉષ્ણ કટિબંધીય પાસનાં મેદાનોનું ઘાસ ______થી ______મીટર જેટલું ઊંચું થાય છે.
ઉત્તર:- 3, 4
108. ઉષ્ણકટિબંધીય ઘાસનું કયું મેદાન પ્રખ્યાત છે ?
ઉત્તર:- ઉષ્ણ કટિબંધીય ઘાસનાં મેદાનોમાં આફ્રિકામાં આવેલું સવાનાનું પાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે.
- ઉષ્ણકટિબંધીય ઘાસનાં મેદાનોમાં કયા પ્રાણીઓ જેવા મળે છે ?
ઉત્તર:-ઉષ્ણકટિબંધીય ઘાસનાં મેદાનોમાં સિંહ, ચિત્તા, હાથી, ઝિબ્રા, જિરાફ, કરણ વગેરે પ્રાણીઓ ખેવ મળે છે.110. ટૂંક નોંધ લખો : સમશીતોષ્ણ ઘાસનાં મેદાનો
ઉત્તર:-સમશીતોષ્ણ ઘાસનાં મેદાનો સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્ય ભાગમાં આવેલાં હોય છે. આ પ્રદેશમાં થતું ઘાસ ટૂંકું અને પૌષ્ટિક હોય છે. આ પ્રદેશમાં જંગલી ભેંસ બાયસન અને કાળિયાર જેવાં પ્રાણીઓ જોવા મળે છે. ગુજરાતમાં ભાવનગરનાં વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં આ પ્રકારના મેદાનો આવેલાં છે.
111. કારણ આપો: રણપ્રદેશમાં કાંટાળી વનસ્પતિ જોવા મળે છે.
ઉત્તર:- રણપ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે , તેથી અહીં વનસ્પતિ ઓછી જોવા મળે છે . ત્યાંની આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે ત્યાં કાંટાળી વનસ્પતિ વધુ જોવા મળે છે . - રણપ્રદેશમાં કઈ કઈ વનસ્પતિ જોવા મળે છે ?
ઉત્તર:- રણપ્રદેશમાં બોરડી, થોર, બાવળ, ખીજડો વગેરે વનસ્પતિ જોવા મળે છે.113. કચ્છના નાના રણમાં જોવા મળતું___નામનું પ્રાણી વિશ્વમાં અજોડ છે.
ઉત્તર:- ઘુડખર
114. કચ્છના મોટા રણમાં સુરખાબ પક્ષીઓ જોવા મળે છે. (√ કે ×)
ઉત્તર:- √
115. ઝાડી – ઝાંખરાં ક્યાં જોવા મળે છે ?
ઉત્તર:- પર્વતની ઊંચાઈવાળા પ્રદેશમાં આબોહવા ઠંડી અને શુષ્ક હોય છે. ત્યાં ઝાડી – ઝાંખરાં અને ટૂંકું ઘાસ જોવા મળે છે.
- ભારતમાં __ અને __માં ઝાડી – ઝાંખરાં તથા ટુકું ઘાસ જોવા મળે છે.
ઉત્તર:-હિમાલય,લદ્દાખ117. પર્વતની ઊંચાઈવાળા ઝાડ-ઝાંખરાંના પ્રદેશોમાં કયું પ્રાણી જોવા મળતું નથી ?
(A) હિમદીપડા
(B) હાથી √
(C) ચિત્તા
(D) પાન્ડા118. પશ્મિનો બકરી માં જોવા મળે છે.
ઉત્તર:-કશ્મીર