પ્રશ્ન-1 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો.
- રાજપૂત રાજવીઓએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું?
જવાબ. રાજપૂત રાજવીઓએ ઈ.સ. 700 થી ઈ.સ. 1200 વચ્ચેનાં 500 વર્ષનાં સમયગાળા દરમિયાન શાસન કર્યું. - રાજપૂત રાજવીઓએ ભારતના ક્યાં ભાગમાં સૌથી વધુ શાસન કર્યું?
જવાબ. રાજપૂત રાજવીઓએ ભારતના ઉત્તર અને દક્ષિણ ભાગમાં સૌથી વધુ શાસન કર્યું.
૩. રાજપૂત રાજવીઓએ શું પ્રજ્વલિત રાખી હતી?
જવાબ. રાજપૂત રાજવીઓએ હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી હતી.
- હર્ષવર્ધન કઈ સદીમાં અવસાન પામ્યા?
જવાબ. હર્ષવર્ધન સાતમી સદીમાં અવસાન પામ્યા. - કોના અવસાન બાદ ભારત નાના નાના રાજ્યોમાં વિભાજીત થઇ ગયું?
જવાબ. હર્ષવર્ધનના અવસાન બાદ ભારત નાના નાના રાજ્યોમાં વિભાજીત થઇ ગયું. - દક્ષિણ ભારતમાં કોનું શાસન હતું?
જવાબ. દક્ષિણ ભારતમાં પુલકેશી બીજાનું શાસન હતું. - ‘રાજપૂત’ શબ્દનો અર્થ શું થાય છે?
જવાબ. ‘રાજપૂત’શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. - રાજપૂતસ્વભાવે કેવા હતા?
જવાબ. રાજપૂત સ્વભાવે બહાદુર અને ટેકીલા હતા. આપેલા વચનને પૂરો કરવા પોતના પ્રાણનો ત્યાગ કરતા. - રાજપૂતશું વિશેષ પસંદ કરતા હતા?
જવાબ. રાજપુત દુશ્મનને પીઠ બતાવવા કરતા મૃત્યુ વિશેષ પસંદ કરતા હતા. - રાજપૂત રક્ષણ કેવી રીતે કરતા હતા?
જવાબ. રાજપૂત શરણે આવેલાને કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા. - રાજપૂત શું ક્યારેય ન કરતા?
જવાબ. રાજપૂત લડાઈમાં અધર્મ આચરતા નહી. - રાજપૂતાણીઓ શાની માટે વિખ્યાત હતી?
જવાબ. . રાજપૂતાણીઓવીરત્વ માટે વિખ્યાત હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુધ્ધમાં વિદાય આપતી હતી. તેમજ યુધ્ધમાં પોતે હાથમાં તલવાર લઈને લડવા પણ સજ્જ થઇ જતી. - ભારતના મધ્યયુગીન ઈતિહાસમાં કેવા પ્રસંગો નોધાયેલા છે?
જવાબ. ભારતના મધ્યુગીન ઈતિહાસમાં રણધીરા રાજપુત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. - ભારતને કેટલા વર્ષ સુધી રાજપૂતોએ વિદેશી આક્રમણોથી બચાવ્યા હતા?
જવાબ. ભારતને આશરે પાંચ સો વર્ષ સુધી રાજપૂતોએવિદેશી આક્રમણોથી બચાવ્યા હતા. - સાતમી સદીના અંતમાં કઈ શક્તિઓનો ઉદય થયો?
જવાબ. સાતમી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થયો.
પ્રશ્ન-2(અ) ટૂંક નોંધ લખો.
- રાજપૂતોના ગુણો
જ. રાજપૂત રાજાઓ યુદ્ધના મેદાનમાં પોતાની શૂરવીરતા અને બહાદુરી માટે જાણીતા છે. માતૃભૂમિ માટે તેઓ મરવાનું પસંદ કરતા પણ કોઈ પણ ભોગે પોતાનું સ્વરાજ આપતા નહી. તેઓ સત્યના આગ્રહી હતા. આપેલા વચન માટે તેઓ પોતાનું સર્વસ્વ આપી દેતા. તેઓ પોતાના પ્રિયજનોની રક્ષા પોતાના પ્રાણ આપી કરતા હતા.
નીચેના પ્રશ્નોના ઉત્તરો એક બે વાક્યમાં લખો.
1.ચંદેલોનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું?
જવાબ. ચંદેલોનું રાજ્ય પાછળથી જેજાકભૂક્તિના નામે ઓળખાયું.
- જેજાકભૂક્તિ રાજ્યમાં કેવા રાજાઓ થઈ ગયા?
જવાબ. જેજાકભૂક્તિ રાજ્યમાં યશોવર્મન, કીર્તિવર્મન, પરમર્હિદેવ (પરમાલ) જેવા મહાન શાસકો થઈ ગયા.
૩. ખજુરાહો શાના માટે પ્રખ્યાત હતું?
જવાબ. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત હતું.
૧૮. ચંદ્રદેવે કનોજ સિવાય બીજી કઈ રાજધાની બનાવી હતી?
જવાબ : ચંદ્રદેવે કનોજ સિવાય કાશીને પણ રાજધાની બનાવી હતી.
- માળવાનો પ્રદેશ પ્રાચીનકાળથી કયા નામે ઓળખાય છે?
જવાબ. માળવાનો પ્રદેશ પ્રાચીનકાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે ઓળખાય છે.
- ચૌહાણ કે ચાહમાનવંશના અનેક રાજપૂતસરદારો કયા ભાગોમાં રાજ્ય કરતા એ હતા?
જવાબ. ચૌહાણ કે ચાહમાનવંશના અનેક રાજપૂત સરકાર ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા.
- અજયરાજ શાકંભરીએ કયા નગરની સ્થાપના કરી?
જવાબ. અજયરાજ શાકંભરીએ અજયમેરુનામના નગરની સ્થાપના કરી.
- અજયમેરુ નગર પાછળથી કયા નામે ઓળખાયુ?
જવાબ. અજયમેરુ નગર પાછળથી અજમેર નામે ઓળખાયું.
- પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં કેવું સ્થાન ધરાવે છે?
જવાબ. પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્રિતીય સ્થાન ધરાવે છે.
- ઈ.સ. 1191માં કયા ક્યા રાજ્ય વચ્ચે યુદ્ધ થયું?
જવાબ. ઈ.સ. 1191માં શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થયું.
- શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ ક્યાં થયો હતો?
જવાબ. શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચેનો યુદ્ધ થાણેશ્વર અને કર્નાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં થયો હતો.
- શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચેના યુદ્ધમાં કોની હાર થઈ?
જવાબ. શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચેના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણનીસજ્જડ હાર થઇ.
- પૃથ્વીરાજ ચૌહાણની હાર પછી શું થયું?
જવાબ. પૃથ્વીરાજ ચૌહાણની હાર પછી દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો?
- કોની હાર પછી દિલ્હીનો તખ્ત બદલાયો?
જવાબ. પૃથ્વીરાજ ચૌહાણના હાર બાદ દિલ્હીનો તખ્ત બદલાયો.
- ભારતીય ઇતિહાસમાં સીમાચિન્હનરૂપ લડાઈ કઈ છે?
જવાબ. ભારતીય ઇતિહાસમાં સીમાચિન્હનરૂપ તરાઈની લડાઈને ગણવામાં આવે છે.
- વનરાજ ચાવડાએ ક્યારે,ક્યાં અનેકયા નગરની સ્થાપના કરી હતી?
જવાબ. વનરાજ ચાવડાએ ઈ.સ. 756માં સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ નગરની સ્થાપના કરી હતી.
૧૭. ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો?
જવાબ : ચંદ્રદેવ ગઢવાલ રાજ્યના સ્થાપક હતા.
ટૂંક નોંધ લખો.
૧. ગઢવાલ વંશ :
જવાબ : ગઢવાલ વંશના રાજા ચંદ્રદેવે ગઢવાલ રાજ્યની સ્થાપના કરી હતી.
તેમણે કનોજ સિવાય કાશીને પણ રાજધાની બનાવી હતી.
ગઢવાલ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા.
ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતા.
તેઓએ મહમદ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું. આ ઉપરાંત અનેક બૌદ્ધવિહારોનો જીર્ણોધ્ધાર કરાવવાનો યશ પણ તેઓને પ્રાપ્ત થયો છે.
૨. ચંદેલ વંશ :
જવાબ : ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્વ છે.
બુન્દેલખંડ પ્રદેશ પર ચંદેલોનું આધિપત્ય હતું.
યશોવર્મન, કીર્તિવર્મન, પરમર્હિદેવ જેવા મહાન ચંદેલ શાસકોએ રાજ્યને નવા કીર્તિમાન સ્થાપિત કર્યા હતા.
ખજુરાહો,કાલીન્જર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા.
ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું.
ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક ઈમારતો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું.
૩. ચૌહાણ વંશ :
જવાબ : ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણવંશના અર્ણોરાજ સાથે થયા હતા. તેના પુત્ર સોમેશ્વર ચૌહાણે ગાદી સંભાળી હતી.
સોમેશ્વર ચૌહાણના પુત્ર પૃથ્વીરાજ ત્રીજા ગાદી પર આવ્યા હતા. જે ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે.
ઈ.સ. ૧૧૯૧ માં થાણેશ્વર અને કર્નાલ વચ્ચે આવેલ તરાઈના મેદાનમાં શીહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. તે પછી ઈ.સ. ૧૧૯૨ માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઇ. દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે.
નીચેના પ્રશ્નોના જવાબ આપો.
17. વનરાજ ચાવડાએ કોના નામથી નવા નગરનું નામ પાડ્યું?
જવાબ. વનરાજ ચાવડાએ પોતાનાં બાળમિત્ર અણહિલ ભરવાડના નામ પરથી નવા નગરનું નામ પાડ્યું.
- ગુજરાતના રાજપૂત શાસનના કયા કાળને સુવર્ણયુગ કહેવાય છે?
જવાબ. ગુજરાતના રાજપૂત શાસનના સોલંકીઓના શાસનકાળને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. - સોલંકીવંશમાં કેવા રાજાઓ થઈ ગયા?
જવાબ. સોલંકીવંશમાં મુળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી રાજાઓ થઈ ગયા. - કોના શાસનકાળમાં ગુજરાતસમૃદ્ધ હતું?
જવાબ. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. - ભીમદેવ પ્રથમ સોલંકીના લગ્ન કોની સાથે થયા હતા?
જવાબ. ભીમદેવ પ્રથમ સોલંકીના જૂનાગઢના શાસક રા’ખેંગારની દીકરી ઉદયમતી સાથે થયા હતા. - રાણી ઉદયમતીએ શું બંધાવ્યું હતું?
જવાબ. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વપ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. - રાણીની વાવને કયો દરજ્જો મળેલ છે?
જવાબ. રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. - સિદ્ધરાજ જયસિંહની માતા નું નામ શું હતું?
જવાબ. સિદ્ધરાજ જયસિંહની માતા નું નામ મીનળદેવી હતું. - રાજમાતા મીનળદેવી એ કયા કયા કાર્યો કર્યા હતા?
જવાબ. રાજમાતા મીનળદેવીએ પ્રજાને ન્યાય આપતા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવવામાં, ધોળકામાંમલાવ તળાવના બાંધકામમાં એમનો જ નિર્ણય હતો. - સિદ્ધરાજ જયસિંહે ક્યા કયા ગ્રંથની રચના કરાવી હતી?
જવાબ. સિદ્ધરાજ જયસિંહે ‘કલિકાલસર્વજ્ઞ’ તેમજ હેમચંદ્રાચાર્યજી પાસે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ નામના ગ્રંથની રચના કરાવી હતી. - કયા ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી?
જવાબ. નગરમાં સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની હાથી ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. - કુમારપાળે કઈ કડક આજ્ઞાઓ કરી હતી?
જવાબ. કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. - ‘કુમારપાળ ચરિત્ર’ ગ્રંથની રચના કોણે કરી હતી?
જવાબ. ‘કુમારપાળ ચરિત્ર’ ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યએ કરી હતી. - હેમચંદ્રાચાર્યજીએ કઈ રીતે કુમારપાળની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો?
જવાબ. હેમચંદ્રાચાર્યજીએ ‘કુમારપાળ ચરિત્ર’ લખીને કુમારપાળની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો. - કુમારપાળ બાદ પાટણની ગાદીએ કોણ આવ્યો?
જવાબ. કુમારપાળ બાદ પાટણની ગાદીએ અજયપાળઆવ્યો. - અજયપાળે કેટલા વર્ષ સુધી શાસન કર્યું?
જવાબ. અજયપાળે ચાર વર્ષ સુધી શાસન કર્યું.
૩૩. અજયપાળના પુત્ર નું નામ શું હતું?
જવાબ. અજયપાળના પુત્રનું નામ મૂળરાજ બીજો હતો.
- ઈ.સ. 1178ની આસપાસ કોણે ગુજરાત પર આક્રમણ કર્યું?
જવાબ. ઈ.સ.1178ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું. - શિહાબુદ્દીન ઘોરી અને મૂળરાજ બીજા સાથેના યુદ્ધમાં કોની વિજય થઈ હતી?
જવાબ. શિહાબુદ્દીન ઘોરી અને મૂળરાજ બીજા સાથેના યુદ્ધમાં મૂળરાજ બીજાનો વિજય થયો. - મૂળરાજ બીજાએ કોને નાની ઉંમરે હરાવ્યો હતો?
જવાબ. મૂળરાજ બીજાએ શિહાબુદ્દિનઘોરીને નાની ઉંમરે હરાવ્યો હતો. - શિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે મૂળરાજ બીજાને કોણે મદદ કરી હતી?
જવાબ. શિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે મૂળરાજ બીજાને નાડોલના ચાહમાન રાજા કેલ્હણે તથા તેના ભાઈ કીર્તિપાલેતેની મદદ કરી હતી. - સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર કયા વંશનું શાસન આવ્યું?
જવાબ. સોલંકી શાસકોની સત્તા નબળી પડતાં ગુજરાતની ગાદી ઉપર વાઘેલાવંશનું શાસન આવ્યું. - સોલંકીઓના વફાદાર સરદાર કોણ હતા?
જવાબ. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. - વાઘેલાવંશમાં કેવા કેવા રાજાઓ થઈ ગયા?
જવાબ. વાઘેલાવંશમાં વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા રાજાઓ થઈ ગયા. - વીરધવલના શાસનકાળમાં ગુજરાતને કેવા મંત્રીઓ મળ્યા?
જવાબ. વીરધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા. - વસ્તુપાળ અને તેજપાળના કુનેહથી શું થયું?
જવાબ. વસ્તુપાળ અને તેજપાળના કુનેહથી મુસ્લિમોના આક્રમણોથી ગુજરાત બચ્યું હતું. - વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા?
જવાબ. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલા હતા. - આઠમી સદીના મધ્યભાગમાં કયા વંશનું શાસન આવ્યું?
જવાબ. આઠમી સદીના મધ્યભાગમાં બંગાળમાં પાલવંશનું શાસન આવ્યું. - પાલવંશનું નામ ‘પાલ’શાથી પડ્યું?
જવાબ. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલવંશ તરીકે ઓળખવામાં આવે છે. - પાલવંશનો સ્થાપક કોણ હતું?
જવાબ. પાલવંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો. - પાલવંશના પતન બાદ ગયા વંશની શરૂઆત થઈ?
જવાબ. પાલવંશના પતન બાદ સેનવંશની સ્થાપના થઈ. - સેનવંશની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?
જવાબ. સેનવંશની સ્થાપના ઇ.સ.1095 થઈ હતી. - સેનવંશમાં પ્રથમ નોંધપાત્ર રાજા કોણ હતા?
જવાબ. સેનવંશમાં પ્રથમ નોંધપાત્ર રાજા વિજયસેન હતા. - રાજા વિજયસેનાના પુત્રનું નામ શું હતું?
જવાબ. રાજા વિજયસેનના પુત્રનું નામ બલ્લાલ સેન હતું. - રાજા બલ્લાલ સેને કયા કયા ગ્રંથો રચ્યાં હતા?
જવાબ. રાજા બલ્લાલ સેને ‘દાનસાગર’ અને ‘અદભુત સાગર’ નામના ગ્રંથો રચ્યા હતા. - વનરાજ ચાવડાએ ક્યારે,ક્યાં અને કયા નગરની સ્થાપના કરી હતી?
જવાબ. વનરાજ ચાવડાએ ઈ.સ. 756માં સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ નગરની સ્થાપના કરી હતી. - સલ્તનતકાળ વિશે ટૂંકમાં માહિતી આપો.
જવાબ : કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝીમો (સૂબા)ની નિમણુક કરતા. તે દ્વારા રાજ્યનો વહીવટ થતો.
- ઈ.સ. ૧૪૦૭ માં ઝફરખાન મુઝફ્ફરશાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો.
- આ વંશમાં ચૌદ સુલતાનો થઇ ગયા. જેમાં અહમદશાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે.
- સત્તરમી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતા સલ્તનતકાળ પૂરો થયો.
પ્રશ્ન-1 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો.
- ચાલુક્ય વંશ નો પ્રથમ રાજા કોણ હતો?
જવાબ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો? - ચાલુક્ય વંશમાં કેવા કેવા રાજાઓ થઈ ગયા?
જવાબ. ચાલુક્ય વંશમાં કીર્તિવર્મા,પુલકેશી પ્રથમ,પુલકેશી બીજો જેવા મહાન શાસકો થઈ ગયા. - ચાલુક્ય વંશની પડતી થતા કયા વંશનો ઉદય થયો?
જવાબ. ચાલુકયવંશની પડતી થતાં રાષ્ટ્રકૂટ વંશનો ઉદય થયો. - રાષ્ટ્રકૂટ વંશનો સૌથી પ્રથમ રાજા કોણ હતો?
જવાબ. રાષ્ટ્રકૂટ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. - રાષ્ટ્રકૂટ વંશના સૌથી પ્રતાપી રાજા કોણ હતા?
જવાબ. રાષ્ટ્રકૂટ વંશના સૌથી પ્રતાપી રાજા ગોવિંદ ત્રીજો હતો. - યાદવ વંશના બે રાજ્યોના નામ આપો?
જવાબ. યાદવ વંશના બે રાજ્યોના નામ દેવગીરી અને દ્વારસમુદ્ર. - પલ્લવ વંશની સ્થાપના કયા રાજાએ કરી હતી?
જવાબ. પલ્લવ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. - પલ્લવ વંશની રાજધાની ક્યાં હતી?
જવાબ. પલ્લવ વંશની રાજધાની કાંચીપુરમ હતી. - પલ્લવ વંશમાં કેવા મહાન રાજાઓ થઈ ગયા?
જવાબ. પલ્લવ વંશમાં મહેન્દ્રવર્મા પ્રથમ,નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહાન રાજાઓ થઇ ગયા. - ચેરનું બીજું નામ શું હતું?
જવાબ. ચેરનું બીજું નામ કેરલ અથવા મલયાલમ હતું. - ચેરવંશના પ્રથમ શાસક અને સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો?
જવાબ. ચેરવંશના પ્રથમ શાસક અયન અને સર્વશ્રેષ્ઠ શાસક સેતુંગવન હતો. - રાજપૂત યુગમાં રાજાનું પદ કેવું હતું?
જવાબ. રાજપૂત યુગમાં રાજાનુ પદ વંશપરંપરાગત હતું.રાજાનો જયેષ્ઠ પુત્ર રાજ્યધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. આ યુવરાજ પાછળથી રાજા બનતો. - રાજપૂત યુગમાં મંત્રીઓના કેટલા પ્રકાર હતા?
જવાબ. રાજપૂત યુવામાં મંત્રીઓના બે પ્રકાર હતા.1. અમાત્ય અને 2. સચિવો. - અમાત્ય મંત્રીમંડળનું શું કાર્ય હતું?
જવાબ. અમાત્ય મંત્રીમંડળનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું. - સચિવ મંત્રીમંડળનું શું કાર્ય હતું?
જવાબ. સચિવ મંત્રીમંડળનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું. - ભારતમાં મુસ્લિમ આક્રમણો કઈ સદીમાં થયા?
જવાબ. ભારતમાં મુસ્લિમ આક્રમણો આઠમી અને બારમી સદી દરમિયાન થયા. - દક્ષિણ ભારતના રાજ્યો એટલે ક્યાં રાજ્યો?
જવાબ. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યો તે દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. - દક્ષિણ ભારતમાં કેવા રાજાઓ થઈ ગયા?
જવાબ. દક્ષિણ ભારતમાં ચાલુક્ય,રાષ્ટ્રકુટો, પલ્લવ, ચોલ જેવાં રાજાઓ થઈ ગયા.
પ્રશ્ન-1 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો.
- રાણીની વાવ કોણે બંધાવી હતી?
જ. રાણીની વાવ રાણી ઉદયમતિએ પાટણમાં બનાવી હતી. - ચૌહાણવંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા?
જ. ચૌહાણવંશના શાસકો આરંભમાં અજયમેરુ નામના રાજ્યમાં શાસન કરતા હતા,જે આજે અજમેર તરીકે ઓળખાય છે.
૩. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી?
જ. સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી.
- વાઘેલાવંશનો છેલ્લો શાસક કોણ હતો?
જ. વાઘેલાવંશનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા હતા.
પ્રશ્ન-2(અ) ટૂંક નોંધ લખો.
2. રાજપૂતયુગનું વેપાર – વાણિજ્ય
જ. રાજપૂતયુગમાં વાણિજ્યવ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર જકાત વસુલ કરવાની, વસ્તુઓની મુલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવી વગેરે વ્યવસ્થા કરતો. મુખ્ય કર જમીનની ઉપજનો છઠો ભાગ હતો. રાજપૂતયુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો અને નાક ઉપર કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ (ખંભાત ) અને ભૃગુકચ્છ (ભરૂચ) બંદરો જણીતા હતા.
(બ) નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
- ઉત્તર ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજ્યવંશોના નામ જણાવો.
જ. ઉત્તર ભારતના બુંદેલખંડ(જેજાકભુક્તિ)ના ચંદેલો,મળવાનું પરમાર રાજ્ય,અણહિલવાડનું ચૌલુક્ય (સોલંકી) રાજ્ય. - દક્ષિણ ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજ્યવંશોના નામ જણાવો.
જ. દક્ષિણ ભારતના રાષ્ટ્રફૂટો, પલ્લવ,ચોલ,પંડ્ય, ચેર જેવાં રાજ્યવંશો હતા.
૩. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો?
જ. ગુજરાતનો પ્રથમ સુલતાન વનરાજ ચાવડા હતો.
- રાજમાતા મીનળદેવીએ પ્રજાકલ્યાણનાં ક્યાં ક્યાં કાર્યો કર્યા હતા?
જ. રાજમાતા મીનળદેવીએ પ્રજાકલ્યાણના માટે સોમનાથનો યાત્રાળુવેરો બંધ કરાવવામાં, ધોળકામાં મલાવ તળાવના બાંધવામાં તેમનો નિર્યણ હતો.
પ્રશ્ન-૩(અ) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો.
1. ઉત્તર ભારતમાં ક્યાં રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા?
(A)પુલકેશી બીજાના (B)હર્ષવર્ધનના
(C)મિહિરભોજના (D)અશોકના
જવાબ : [B]
- બુંદેલખંડનું રાજ્ય પાછળથી ક્યાં નામે ઓળખાતું હતું?
(A)જેજાકભુક્તિ (B)ઉજ્જ્યનિ
(C)પ્રતિહારો (D)ચૌલુક્ય
જવાબ : [A]
૩. માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
(A)કુમારપાળ (B)ભોજ
(C)સીયક (D)મુંજ
જવાબ : [A]
- આઠમી સદીમાં બંગાળમાં ક્યાં વંશનું શાસન હતું?
(A)ચંદેલવંશનું (B)પરમારવંશ
(C)પાલવંશનું (D)પ્રતિહારોનું
જવાબ : [C] - રાણીની વાવ ક્યાં વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ નથી
(A)ચાવડાવંશના (B)સોલંકીવંશના
(C)વાઘેલાવંશ (D)મૈત્રકવંશના
જવાબ : [A]
(બ) યોગ્ય જોડકા જોડો.
(અ) રાજ્ય (બ) શાસકો
1. સેનવંશ (A) નરસિંહ વર્મા બીજો
2. સોલંકીવંશ (B) ગોવિંદ ત્રીજો
૩. પાલવંશ (C) વિજયસેન પ્રથમ
4. રાષ્ટ્રકૂટ વંશ (D) ગોપાલ
5. પલ્લવ વંશ (E) કુમારપાળ
(F) ભોજ
જવાબ
1.–C
2.–E
૩.–D
4.–B
5.-A