ઉત્તર : ભારતમાં પ્રાચીનકાળથી શિલ્પ-સ્થાપત્ય કલાને પ્રોત્સાહન મળતું હતું. વિવિધ સમયગાળામાં વિવિધ રાજાઓ પોતાની રીતે આ કલાને ઉત્તેજન આપતા રહ્યા. પરિણામે સ્થાપત્ય કલામાં નવી-નવી શૈલી વિકસતી રહી. મૌર્યયુગ દરમિયાન સ્તૂપો, સ્તંભલેખો, અનુમૌર્યયુગ દરમિયાન ગાંધાર અને મથુરાશૈલીમાં સ્તૂપો, ગુપ્ત યુગમાં રાજમહેલ, સ્તૂપો, સ્તંભો, વિહારો, ભવનો જ્યારે મધ્યયુગમાં તળાવ, મંદિર, મસ્જિદ, કિલ્લાઓનું નિર્માણ થયું. આમ, ભારતના વિવિધ પ્રાંતે સ્થાપત્ય કલાને પોતાની રીતે વિકસાવી અને પરિણામે ભારતીય શિલ્પ સ્થાપત્યમાં વિવિધતા જોવા મળે છે.
2. શિલ્પકલા એટલે શું?
ઉત્તર : શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી, હથોડી પાષાણ, લાકડા કે ધાતુ પર કંડારિત કરવાની કલા એટલે શિલ્પકલા.
3. સ્થાપત્ય એટલે શું?
ઉત્તર : સ્થાપત્ય એટલે શિલ્પશાસ્ત્ર, જેનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે.
4. સ્થાપત્યકલામાં નિપુણ વ્યક્તિને ……………. કહેવાય છે.
ઉત્તર : સ્થપતિ
5. રાજપૂતયુગીન સ્થાપત્યમાં મંદિરની ……………. ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ.
ઉત્તર : નાગરશૈલી
6. નાગરશૈલીમાં બનેલાં મંદિરો જણાવો.
ઉત્તર : ખજૂરાહોના મંદિરો, પુરીનું લિંગરાજ મંદિર તથા સૌરાષ્ટ્રના ગોપ મંદિર નાગરીલીમાં બનેલા પ્રખ્યાત મંદિરો છે.
7. ક્યા સમયગાળામાં ભારતમાં ઇસ્લામ સાથે સંકળાયેલ શૈલીનાં બાંધકામો બનવાના શરૂ થયાં છે?
ઉત્તર : દિલ્લી સલ્તનતના સમયગાળામાં ભારતમાં ઇસ્લામ સાથે સંકળાયેલ શૈલીના બાંધકામ બનવાના શરૂ થયા.
8. દિલ્લી સલ્તનતના સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા – એમ ત્રણ સ્થાપત્યોની …………… શૈલી પ્રમુખ હતી.
ઉત્તર : આરબ
9. દિલ્લીનાં મુખ્ય સ્થાપત્યો જણાવો.
ઉત્તર : દિલ્લીનાં સ્થાપત્યોમાં જામામસ્જિદ, કુતુબમિનાર, હોજ-એ-આમ, હોજ-એ-ખાસ, રંગમહેલ, લાલકિલ્લો મુખ્ય છે.
10. …………….. બનાવેલી મસ્જિદો અને નહેરો વિશિષ્ટ છે.
ઉત્તર : ફિરોજ તુગલકે
11. કથા પ્રાંતના મુસ્લિમ શાસકોએ ભારતીય સ્થાપત્યમાં ફાળો આપ્યો છે?
ઉત્તર : ગુજરાત, બંગાળ અને માળવાના મુસ્લિમ શાસકોએ અનેક સ્થાપત્યો તૈયાર કરાવી ભારતીય સ્થાપત્યમાં પોતાનો ફાળો આપ્યો છે.
12. અમદાવાદ જામામસ્જિદ : : બંગાળ ………………..
ઉત્તર : સોના મસ્જિદ
13. ભદ્રનો કિલ્લો ………….. માં આવેલો છે.
ઉત્તર : અમદાવાદ
14. કુંભલગઢનો દુર્ગ …………….. એ બનાવડાવ્યો હતો.
ઉત્તર : રાણા કુંભા
15. ………………… માં આવેલ કીર્તિસ્તંભ કે વિજયસ્તંભ ભારતીય સ્થાપત્યકલાનું જાણીતું ઉદાહરણ છે.
ઉત્તર : ચિતોડ
16. …………….. નું હૌશલેશ્વરનું મંદિર વિશિષ્ટ પ્રકારનું સ્થાપત્ય છે.
ઉત્તર : કર્ણાટક
17. કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ કોના સમયમાં થયું હતું?
ઉત્તર : કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું.
18. કોણાર્કના સૂર્યમંદિરમાં …………………. વિશાળ પૈડાં છે.
ઉત્તર : 12
19. કોણાકના સૂર્યમંદિર વિશે નોંધ લખો.
ઉત્તર : કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશાના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે. આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્તન પ્રથમના સમયમાં થયું હતું. આ રથમંદિર સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલ છે. અને 12 વિશાળ પેંડા છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી કરવામાં આવ્યું હોવાથી તેને ‘કાળા પેગોડા’ તરીકે ઓળખવામાં આવે છે.
20. ઉત્તર ભારતનાં મંદિરો અને દક્ષિણ ભારતનાં મંદિરો વચ્ચે કયા મુખ્ય તફાવત જોવા મળે છે?
ઉત્તર : ઉત્તર ભારતનાં મંદિરોના શિખર ગોળ હોય છે અને તેમાં સ્નાન વિનાના ખંડો હોય છે. જ્યારે દ્ક્ષિણ ભારતમાં શંકુ આકારનો અણીદાર શિખરોવાળા મંદિરો હોય છે.
21. દક્ષિણ ભારતમાં મંદિરના પ્રવેશદ્વારને ………….. કહે છે.
ઉત્તર : ગોપુરમ
22. પલ્લવકાલીન …………… ભારતીય સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના કહી શકાય.
ઉત્તર : રથમંદિરો
23. કોણાર્ક સૂર્યમંદિર : : તાંજોર : ………….
ઉત્તર : રાજરાજેશ્વર મંદિર
24. ………………. સ્થાપત્યકલાનો વિશેષ નમૂનો હુમાયુના મકબરામાં દેખાય છે.
ઉત્તર : મુઘલ
25. અકબરે કયા કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું?
ઉત્તર : અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેપુર સિક્રીના કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું.
26. આગ્રા : ……….. : : કશ્મીર : ……………..
ઉત્તર : આરામબાગ ; નિશાનબાગ
27. મુઘલ સલ્તનતમાં લાહોરના ……………. શાલીમાર બાગનું નિર્માણ થયું.
28. મુઘલ સ્થાપત્યનું સર્વોચ્ચ શિખર એટલે ……………. .
ઉત્તર : તાજમહાલ
29. તાજમહાલ …………… નદીના કિનારે આવેલા છે.
ઉત્તર : યમુના
30. ભારતનું કર્યું સ્થાપત્ય વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન પામે છે?
ઉત્તર : તાજમહાલ
31. તાજમહાલ વિશે નોંધ લખો.
ઉત્તર : ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહલનું નિર્માણ મુઘલ શાસક શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું. સફેદ આરસથી બનેલ આ સ્થાપત્ય વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન પામે છે. તે મુઘલ સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર છે. તાજમહાલ આજે પણ દેશ-વિદેશના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.
32. તાજમહાલ : આગ્રા : : લાલ કિલ્લો : ……………
ઉત્તર : દિલ્લી
33. મને ઓળખો : મેં લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું.
ઉત્તર : શાહજહાં
34. તાજમહાલ : સફેદ આરસ : : લાલ કિલ્લો : …………….. .
ઉત્તર : લાલ પથ્થર
35. લાલ કિલ્લામાં આવેલી ઇમારતો જણાવો.
ઉત્તર : લાલ કિલ્લામાં દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ અને રંગમહેલ જેવી ઈમારતો છે.
36. લાલ કિલ્લામાં દર વર્ષે ………………. અને ………………. એ ધ્વજવંદન કરવામાં આવે છે.
ઉત્તર : 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ
37. લાલ કિલ્લા વિશે નોંધ લખો.
ઉત્તર : દિલ્લી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું. આ આખો કિલ્લો લાલ પથ્થરોથી બનાવવામાં આવ્યો છે. તેમાં દીવાન એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ જેવી ઇમારતો પણ છે. તેની સજાવટમાં સોનું, ચાંદી અને કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે. આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયૂરાસન પણ બનાવડાવ્યું હતું. દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.
38. મુઘલયુગનાં સ્થાપત્યો જણાવો.
ઉત્તર : મુઘલગનાં સ્થાપત્યોમાં હુમાયુનો મકબરો, આગ્રાનો કિલ્લો, ફતેપુર સિક્રીનો કિલ્લો, નિશાતબાગ, શાલીમાર બાગ, આરામબાગ, તાજમહાલ, લાલ કિલ્લો, દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ જેવી ઇમારતોનો સમાવેશ થાય છે.
39. ટૂંક નોંધ લખો : મુઘલ સ્થાપત્યકલા
ઉત્તર : મુઘલ સ્થાપત્ય કલા વિશિષ્ટ હતી. મુઘલ સ્થાપત્યકલાનો વિશેષ્ઠ નમુનો હુમાયુનો મકબરામાં દેખાય છે. અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિકીનો કિલ્લો બનાવડાવ્યો હતો. શેરશાહનો સાસારામનો મકબરો ના સમયમાં અગત્યનાં સ્થાપત્યો પૈકીનું એક છે. મુઘલોએ બાગ-બગીચાની આખી પરંપરા શરૂ કરી હતી. જેમાં કરમારની નિશાતભાગ, લાહોરનો શાલીમાર બાગ અને આગ્રાના આરામ બાગનો સમાવેશ થાય છે. આગ્રામાં શાહજહાંએ બંધાવેલ તાજમહાલ મુઘલ સ્થાપત્યકલાનાં સર્વોચ્ચ શિખર સમાન છે. વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતી આ ઇમારતનું નિર્માણ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું. શાહજહાંએ લાલ પથ્થરોમાંથી લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. તેમાં તેણે દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ અને રંગમહેલ જેવી ઈમારતો બંધાવી હતી. તેની સજાવટમાં સોનું, ચાંદી અને કીમતી પથ્થરોનો સમન્વય થયો છે. શાહજહાંએ અહીં મયૂરાસન બનાવડાવ્યું હતું. આમ, મુઘલ સ્થાપત્યોએ ભારતીય સ્થાપત્ય કલાને ઘણી સમૃદ્ધ બનાવી છે.
40. શીખ સંપ્રદાયનું સુવર્ણમંદિર ………….. માં આવેલું છે.
ઉત્તર : અમૃતસર
41. ગુજરાતમાં કયા સમયગાળા દરમિયાન ઉચ્ચ કોટિનું સ્થાપત્ય નિર્માણ પામ્યું હતું?
ઉત્તર : ગુજરાતમાં સોલંકી શાસનકાળ અને સલ્તનતયુગ દરમિયાન ઉચ્ચ કોટિનું સ્થાપત્ય નિર્માણ પામ્યું હતું.
42. સોલંકીકાલીન સ્થાપત્યોમાં કર્યાં મંદિરોનો સમાવેશ થાય છે?
ઉત્તર : સોલંકીકાલીન સ્થાપત્યોમાં સોમનાથના મંદિરના જીર્ણોદ્વાર અને મોઢેરાના સૂર્યમંદિરનો સમાવેશ થાય છે.
43. 11મી સદીમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો?
ઉત્તર : 11મી સદીના સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર સોલંકી શાસક ભીમદેવે કરાવ્યો હતો.
44. સૂર્યમંદિર : મોઢેરા : : સોમનાથ મંદિર : ………….
ઉત્તર : પ્રભાસ પાટણ.
45. સોમનાથના નવા મંદિરનું નિર્માણ ઈ.સ. ………. માં થયું.
ઉત્તર : 1955
46. સોમનાથ …….. જ્યોતિર્લિંગોમાંનું એક છે.
ઉત્તર : 12
47. કારણ આપો : સોમનાથના પુરાણા મંદિરનું આજે માત્ર સ્થાન જોવા મળે છે.
ઉત્તર : પ્રભાસપાટણ પાસે આવેલ સોમનાથ શૈવપંથનું મહત્ત્વનું કેન્દ્ર હતું. સોમનાથ મંદિર એટલું બધું સમૃદ્ધ હતું કે તેમાં રહેલો ખજાનો લૂંટવા વિદેશી આક્રમણકારો તત્પર રહેતા. સોમનાથની સંપત્તિથી આકર્ષાઈને વિદેશી આક્રમણકારોએ સોમનાથના મંદિરને ઘણીવાર લૂંટ્યું હતું. અને નુકસાન પણ પહોંચાડ્યું હતું. આથી, પુરાણા મંદિરનું અત્યારે માત્ર સ્થાન જ જોવા મળે છે.
48. ઉપરકોટનો કિલ્લો …………… શહેરમાં છે.
ઉત્તર : જૂનાગઢ
49. જૂનાગઢના શાસક દ્વારા ઉપરકોટના કિલ્લામાં પાણીની સુવિધા કેવી રીતે પૂરી પાડવામાં આવતી હતી?
ઉત્તર : જૂનાગઢના શાસક રા’ખેંગારે ઉપરકોટના કિલ્લામાં અડી-કડી વાવ અને નવઘણ કૂવો બંધાવી પાણીની સુવિધા પૂરી પાડી હતી.
50. નવઘણ કૂવો બંધાવનાર ………… હતો.
ઉત્તર : રા’ખેંગાર
51. મોઢેરાનું સૂર્યમંદિર …………… જિલ્લામાં આવેલું છે.
ઉત્તર : મહેસાણા
52. મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ કોના શાસનકાળમાં થયું હતું?
ઉત્તર : મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ સોલંકીયુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં થયું હતું.
53. મોઢેરાના સૂર્યમંદિરની ખાસિયતો જણાવો.
ઉત્તર : મોઢેરાના સૂર્યમંદિરમાં પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું હતું કે, સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્યપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઊઠતું.
54. મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની ……….. મૂર્તિઓ અંકિત થયેલી છે.
ઉત્તર : 12
55. મોઢેરાના સૂર્યમંદિરની બહારના જળકુંડની ચારેબાજુ નાના-નાના કુલ ………….. જેટલાં મંદિરો આવેલાં છે.
ઉત્તર : 108
56. ટૂંક નોંધ લખો : મોઢેરાનું સૂર્યમંદિર
ઉત્તર : મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિરનું નિર્માણ સોલંકીયુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં થયું હતું. આ મંદિરના પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વારમાંથી સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્યપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલ મિણ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઊઠતું, જે તેની એક ખાસિયત હતી. મંદિરમાં સૂર્યની 12 વિવિધ મુર્તિઓ અંકિત થયેલી જોવા મળે છે. મંદિરની બહારના જળકુંડની ચારેબાજુ નાના-નાનાં કુલ 108 જેટલા મંદિરો છે, જે ઉપા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાળાને લીધે એક નયનરમ્ય દશ્ય ઊભું કરે છે.
57. રાણીની વાવ ……………. માં આવેલી છે.
ઉત્તર : પાટણ
58. જૂનાગઢ : અડી-કડીની વાવ : : પાટણ : …………………..
ઉત્તર : રાણીની વાવ
59. રાણીની વાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું?
ઉત્તર : રાણીની વાવનું બાંધકામ ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતિએ ભીમદેવના મૃત્યુ બાદ કરાવ્યું હતું.
60. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય ……………..
ઉત્તર : રાણીની વાવ
61. ટૂંક નોંધ લખો : રાણીની વાવ
ઉત્તર : રાણીની વાવ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં આવેલી છે. સોલંકી રાજા ભીમદેવની રાણી ઉદયમતિએ ભીમદેવના મૃત્યુ બાદ આ વાવનું બાંધકામ કરાવેલું હતું. સાત માળની આ વાવ શિલ્પ-સ્થાપત્યના અજોડ નમૂના સમાન હોવાથી યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે.
62. પાટણ : રાણીની વાવ : : સિદ્ધપુર : …………….
ઉત્તર : રુદ્રમહાલય
63. રુદ્રમહાલય કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો?
ઉત્તર : સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહ દ્વારા રુદ્રમહાલય બનાવવામાં આવ્યો હતો.
64. કારણ આપો : સિદ્ધરાજે સિદ્ધપુરમાં બનાવડાવેલ સ્થાપત્યને રુદ્રમહાલય નામ આપ્યું હતું.
ઉત્તર : સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરમાં સાત માળનો આ મહેલ બનાવડાવ્યો હોવાનું ઇતિહાસકારો માને છે. મહાલય એટલે મહેલ. સિદ્ધરાજ શૈવપંથી હતો. રુદ્ર એ ભગવાન શંકરનું એક સ્વરૂપ છે. આથી, તેણે મહાલયનું નામ રુદ્ર સાથે સાંકળ્યું હતું અને આ વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્યને રુદ્રમહાલય નામ આપ્યું હતું.
65. ધોળકા ………………. તળાવ : : વિરમગામ : ………….. તળાવ
ઉત્તર : મલાવ, મુનસર
66. ગુજરાત સોલંકી શાસકો દ્વારા રચાયેલ સ્થાપત્યો વિશે જણાવો.
ઉત્તર : ગુજરાતમાં સોલંકી શાસકોના સમયમાં રચાયેલ સ્થાપત્ય ક્લાના વિશ્વ વિખ્યાત નમૂનાઓ અત્યારે પણ હયાત છે. ભીમદેવ પ્રથમની પત્ની રાણી ઉદયમતિએ પાટણમાં સાત માળની રાણીની વાવ બંધાવેલી. જેને આજે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરમાં સાત માળનો ઝરૂખા સાથે સંકળાયેલો મહેલ બનાવડાવ્યો હોવાનું કેટલાક ઇતિહાસકારો માને છે. હાલમાં આ રુદ્રમહાલયનો માત્ર એક જ માળ હયાત છે. સિદ્ધરાજે તેનાં માતા મીનળદેવીના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ ઉપરાંત વિરમગામમાં મુનસર તળાવ અને પાટણમાં સહસ્રલિંગ તળાવ બંધાવ્યાં હતાં. વડનગરમાં આવેલ કીર્તિતોરણ અને શર્મિષ્ઠા તળાવ પણ જોવાલાયક છે. ભીમદેવ પ્રથમે મોઢેરામાં સૂર્યમંદિર બનાવડાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો.
67. અમદાવાદ શહેરની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી?
ઉત્તર : અમદાવાદ શહેરની સ્થાપના અહમદશાહે ઈ.સ. 1411માં કરી હતી.
68. સલ્તનતકાળમાં અમદાવાદમાં કર્યાં-કયાં સ્થાપત્યો બનાવ્યાં હતાં?
ઉત્તર : સલ્તનતકાળમાં અમદાવાદમાં અમદાવાદનો કોટ, ભદ્રકાળીનો કિલ્લો, જામામસ્જિદ, હોર્જ-કુતુબ એટલે કે કાંકરિયા તળાવ, નગીના વાડી અને સીદી સૈયદની જાળી જેવાં સ્થાપત્યો રચાયાં હતાં.
69. સલ્તનતકાળનાં ગુજરાતનાં સ્થાપત્યો જણાવો.
ઉત્તર : સલ્તનતકાળનાં ગુજરાતનાં સ્થાપત્યોમાં અમદાવાદમાં અમદાવાદનો કોટ, ભદ્રકાળીનો કિલ્લો, જામામસ્જિદ, કાંકરિયા તળાવ, નગીના વાડી, સીદી સૈયદની જાળી. ચાંપાનેરમાં જામામસ્જિદ, ચાંપાનેરનો કિલ્લો, અડાલજની રાણી રૂડાદેવીની વાવ, ડભોઈનો કિલ્લો તથા ખંભાત અને ધોળકાની મસ્જિદોનો સમાવેશ થાય છે.
70. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર ……………… .
ઉત્તર : સીદી સૈયદની જાળી
71. સીદી સૈયદની જાળીને સ્થાપત્ય ક્લાનો ઉત્કૃષ્ટ નમૂનો કેમ ગણવામાં આવે છે?
ઉત્તર : સીદી સૈયદની મસ્જિદમાં આવેલી બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી જોવા મળે છે. આ કોતરણી અત્યંત બારીક છે. વળી તે પથ્થરમાં નકશી કરીને તૈયાર કરવામાં આવી હોવાથી તેને સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો ગણવામાં આવે છે.
72. પાલિતાણાના શત્રુંજય ડુંગર પર જૈન મંદિરો આવેલાં છે, તેનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
ઉત્તર : પાલિતાણાના શત્રુંજય ડુંગ૨ ૫૨ જૈન મંદિરો આવેલાં છે, જેનું નિર્માણ જૈન મુનિ પાદલિપ્તસૂરિએ કરાવ્યું હતું.
73. જૈનોનાં મહાન તીર્થધામ જણાવો.
ઉત્તર : જૈનોનાં મહાન તીર્થધામ : પાવાપુરી, સંમેત શિખર પાલિતાણા.
74. ગુજરાતના પાળિયાનાં શ્રેષ્ઠતમ ઉદાહરણો જણાવો.
ઉત્તર : જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો પાળિયો અને સોમનાથ મંદિર પાસે હમીરજી ગોહિલનો પાળિયો જાણીતા છે.
75. મુઘલકાળમાં ચિત્રકલા પર કયા ગ્રંથો લખાયા હતા?
ઉત્તર : (1) ગુલશન ચિત્રાવલિ (2) હ્મ્ઝ્નામાં
76. ……………… ના નેતૃત્વમાં આગ્રામાં ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી.
ઉત્તર : આકારિઝા
77. છબીચિત્રો : અકબર :: વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોનાં ચિત્રો : ……………
ઉત્તર : જહાંગીર
78. મુઘલ શાસકો ચિત્રકલાને ઉત્તેજન આપતા હશે તે શા પરથી કહી શકાય?
ઉત્તર : મુઘલકાળમાં ચિત્રકલા વિષય પર ‘ગુલશન ચિત્રાવલિ’ અને ‘હ્મ્ઝ્નામાં’ નામના ગ્રંથો બન્યા હતા. આકારિઝા નામના ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના પણ કરવામાં આવી હતી. જેના આધારે કહી શકાય કે મુઘલ શાસકો ચિત્રકલાને ઉત્તેજન આપતા કરી.
79. રાજસ્થાનની કઈ-કઈ ચિત્રોલીઓ સુવિખ્યાત હતી?
ઉત્તર : રાજસ્થાની મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી.
80. ગુજરાતની ચિત્રશૈલી કેવી હતી?
ઉત્તર : ગુજરાતની ચિત્રશૈલી તળપદી, સાદી અને કથાપ્રસંગને વિશદતાથી રજૂ કરતી અને લોકજીવનનો ધબકાર ઝીલતી સજીવકલા હતી.
81. ભારતમાં ઈસ્લામિક સૂફી સંગીતનો પ્રારંભ ક્યારે થયો?
ઉત્તર : ભારતમાં સલ્તનતકાળમાં ઇસ્લામિક સૂફી સંગીતનો પ્રારંભ થયો.
82. કવાલીની શોધ ………………. એ કરી હતી.
ઉત્તર : અમીર ખુશરો
83. સારંગદેવ : દેવગીરી : : હરપાલદેવ : ………………
ઉત્તર : ગુજરાત
84. સારંગદેવે …………… જ્યારે હરપાલદવે ………….. ગ્રંથ લખ્યા હતા.
ઉત્તર : સંગીત રત્નાકર, સંગીત સુધારક
85. મને ઓળખો : હું અકબરના સમયનો શાસ્ત્રીય ગાન સાથે સંકળાયેલ સૌથી મહાન કલાકાર હતો.
ઉત્તર : તાનસેન
86. મધ્યયુગીન ભારતીય સંગીત વિશે જણાવો.
ઉત્તર : ભારતીય સંગીત પ્રાચીન કાળથી જ સમૃદ્ધ હતું. સલ્તનત કાળમાં ભારતમાં ઇસ્લામિક સૂફી સંગીતનો પ્રારંભ થયો. આ ક્ષેત્રે અમીર ખુશરોએ વાલીની શોધ કરી અને દ્રુપદને બદલે ખ્યાલપદ્ધતિ દાખલ કરી. દેવિગિરના સારંગદેવે ‘સંગીત રત્નાકર’ અને ગુજરાતમાં હરિપાલદેવે ‘સંગીત સુધાકર’ નામનો ગ્રંથ લખ્યો હતો. અક્બરના રાજદરબારમાં તાનસેન શાસ્ત્રીય ગાન સાથે સંકળાયેલ મહાન કલાકાર હતા.
87. મને ઓળખો : મેં સંગીતમાં ધ્રુપદને બદલે ખયાલપદ્ધતિ દાખલ કરી હતી.
ઉત્તર : અમીર ખુશરો
88. જોડકા જોડો :
અ – ગ્રંથ | બ – રચિયતા |
(1) સિદ્ધહેમશબ્દાનુશાસન | (A) જયદેવ |
(2) ગીતગોવિન્દમ | (B) ચંદબરદાઇ |
(3) હિતોપદેશ | (C) હેમચન્દ્રાચાર્ય |
(4) પૃથ્વીરાજરાસો | (D) નારાયણ |
જવાબ |
(1) – (C) |
(2) – (A) |
(3) – (D) |
(4) – (B) |
2.
અ – ગ્રંથ | બ – રચયિતા |
(1) સિધ્ધાંત શિરોમણી અને લીલાવતી | (A) પ્દ્નાભ |
(2) કીતાબુલ હિન્દ – રહેલા | (B) ભાસ્કરાચાર્ય |
(3) કાંહડદે પ્રબંધ | (C) મહમદ જાયસી |
(4) પદમાવત | (D) ઈબ્તુંતા |
જવાબ |
(1) – B |
(2) – D |
(3) – A |
(4) – C |
-
અમીર ખુશરોએ કયા ગ્રંથોનું સર્જન કર્યું હતું?
ઉત્તર : (1) તુઘલખનામા (2) તારીખે દિલ્લી90. ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય ……………. મળે છે.
ઉત્તર : અસાઇત ઠાકરને91. હુડો એટલે શું?
ઉત્તર :ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે, જેને ‘હુડો’ કહે છે.92. મને ઓળખો : આ મેળામાં રમાતો હુડો રાસ જોવા દેશ-વિદેશથી લોકો આવે છે.
ઉત્તર : તરણેતરનો મેળો93. ગરબો શબ્દ પરથી ………… ઊતરી આવેલ છે.
ઉત્તર :ગરબી94. કયા લેખક ગરબી માટે પ્રખ્યાત છે?
ઉત્તર : દયારામ પોતાની ગરબી માટે પ્રખ્યાત છે.95. ગુજરાતનાં લોકનૃત્યો વિશે જણાવો.
ઉત્તર : ગુજરાત પોતાના લોકનૃત્યો માટે વિશ્વમાં વિખ્યાત થયું છે. ગુજરાતના લોકનૃત્યોમાં ગરબી, ગરબા, રાસ મુખ્ય છે. જેમાં ભવાઈ, નાટક જેવા પ્રકારનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય અસાઇત ઠાકરને ફાળે જાય છે. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે, જેને ‘હુડો’ કહે છે. તરણેતરના મેળામાં રમાતો હુડો રાસ જોવા દેશ-વિદેશના લોકો આવે છે. ગરબો શક્તિની આરાધના અને સ્તુતિ સાથે સંકળાયેલો છે. જે મૂળ ગરબી શબ્દ પરથી ઊતરી આવ્યો છે. દયારામના સમયથી ગરબીનો વિકાસ થયો છે. ગુજરાતમાં પુરુષો અને સ્ત્રીઓ ગરબા, ગરબી અને રાસ દ્વારા નવરાત્રિનો ઉત્સવ ઊજવે છે.96. કચ્છ તેની કઈ હસ્તકલા માટે પ્રખ્યાત છે?
ઉત્તર : કચ્છ તેના ભરતકામ અને મોતીકામ માટે પ્રખ્યાત છે.97. …………… નાં પટોળાં વિશ્વ વિખ્યાત છે.
ઉત્તર : પાટણ98. બાંધણી માટેનાં વિશ્વ વિખ્યાત કેન્દ્રો જણાવો.
ઉત્તર : (1) જામનગર (2) જેતપુર99. કચ્છનાં ………… અને ………….. વિસ્તારમાં તૈયાર થયેલ ભરત-ગૂંથણની માંગ વિશ્વભરમાં છે.
ઉત્તર : બન્ની, ખદિર
100. મધ્યયુગમાં ગુજરાતમાં કયાં શહેરોનો વિકાસ સવિશેષ થયો હતો?
ઉત્તર : મધ્યયુગમાં ગુજરાતમાં અણહિલવાડ પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત અને ખંભાતનો સવિશેષ વિકાસ થયો હતો.101. મધ્યયુગમાં શહેરીકરણનું ચરમબિંદુ દર્શાવતું શહેર …………… .
ઉત્તર : દિલ્લી
102. મધ્યયુગમાં વેપારી માર્ગ પર હોવાના કારણે કોનો શહેર તરીકે વિકાસ થયો?
ઉત્તર : મધ્યયુગમાં વેપારી માર્ગ પર હોવાના કારણે લાહોર, જોનપુર અને ઢાકાનો શહેર તરીકે વિકાસ થયો.103. અમૃતસર કયા કારણથી મધ્યયુગમાં શહેરી કેન્દ્ર બન્યું?
ઉત્તર : મધ્યયુગમાં અમૃતસરમાં સુવર્ણમંદિરનું નિર્માણ થયું. જેના કારણે અહીં શીખ ધર્મના યાત્રાળુઓ આવવા લાગ્યા. આમ, અમૃતસર શીખ ધર્મનું એક અગત્યનું કેન્દ્ર હોવાને લીધે શહેરી કેન્દ્ર બન્યું.104. દક્ષિણ ભારતમાં …………….. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડતું શહેર બન્યું.
ઉત્તર : દેવગીરી105. મધ્યયુગના મરાઠા સામ્રાજ્યનાં શહેરો જણાવો.
ઉત્તર : પૂર્ણ, સતારા, ગ્વાલિયર અને વડોદરા મધ્યયુગના મરાઠા સામ્રાજ્યનાં શહેરો હતાં.106. યુરોપિયન કંપનીઓના કારણે મધ્યયુગમાં કોનો વિકાસ શહેરી કેન્દ્ર તરીકે થયો?
ઉત્તર : મધ્યયુગમાં યુરોપિયન કંપનીઓના કારણે દીવ, દમા, ગોવા, મુંબઈ, મદ્રાસ, પુચેરી, કોચી, ચંદ્રનગર અને સુરતનાં શહેરી કેન્દ્ર તરીકે વિકાસ થયો.107. હમ્પીને કઇ બાબતો દ્વારા હુન્નરકલા અને વેપાર-વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય?
ઉત્તર : હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરો પાસેથી હમ્પીના હુન્નર ઉદ્યોગોની માહિતી મળે છે. વળી, વિજયનગરથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓ યુરોપ સુધી જતી હતી. હમ્પી વિજયનગરની રાજધાની હતું. અહીંથી ત્રણ પ્રકારના સુવર્ણ સિક્કાઓ પણ મળી આવ્યા છે. આ બાબત દ્વારા કહી શકાય કે હમ્પો હુન્નરકલા અને વેપાર-વાણિજ્યનું કેન્દ્ર હતું.108. મધ્યયુગના સુરતમાં રહેતા વિશ્વવિખ્યાત સોદાગરોનાં નામ લખો.
ઉત્તર : (1) વીરજી વોરા (2) ગોપી મલિક109. મધ્યયુગના સુરતનો એક વ્યાપારિક કેન્દ્ર તરીકેનો પરિચય આપો.
ઉત્તર : ભરૂચ અને ખંભાત બંદર પછી સોળમી સદીમાં સુરત ભારતનું મહત્ત્વનું વ્યાપારિક કેન્દ્ર બન્યું. અહીં સત્તરમી સદીમાં મલિન, સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા હતા. જરીભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો. આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી સુરતમાં ભારતીય અને યુરોપિયન વૈપારીઓનાં અનેક વેપારી સંસ્થાનો જોવા મળ્યાં. સુરતમાં મરી-મસાલા, સુતરાઉ અને રેશમી કાપડ તથા ગળીનાં મોટાં ગોદામો પણ હતાં. સુરતમાં ગોદામો, પૅકિંગ, વહાણ બાંધવાના ઉદ્યોગી, નિવાસન વ્યવસ્થા, વાટકામ, છાપકલા, ધાતુકલા જેવા હુન્નર ઉદ્યોગોનો પણ વિકાસ થયો હતો.110. ટૂંક નોંધ લખો : પાળિયા
ઉત્તર : ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે પાળિયા જે-તે ગામની પાદરે જોવા મળતા હોય છે. આ દરેક પાળિયા સાથે વીર ગાથા જોડાયેલી હોય છે. ધર્મ, રાજ્ય, ગામ કે કોઈના રક્ષણ માટે યુદ્ધ કરતાં મૃત્યુ પામેલા વ્યક્તિની યાદરૂપે તેના પાળિયા યુદ્ધસ્થળ અથવા મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા-અર્ચના કરવામાં આવે છે. જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો પાળિયો અને સોમનાથ મંદિર પાસે હમીરજી ગોહીલનો પાળિયો જાણીતા છે.