- મોટાં શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર પોતાની સંસ્કૃતિ અને વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરતો સમાજ ………………… કે ……………….. તરીકે પણ ઓળખાય છે.
ઉત્તર : જનજાતીય સમુદાય, વનવાસી સમુદાય
2. પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રયાથી એકબીજા સાથે જોડાયેલા હતા?
ઉત્તર : કબીલાઈ
3. જનજાતિના સભ્યો પોતાનું જીવન કેવી રીતે જીવતા હતા?
ઉત્તર : જનજાતિના સભ્યો શિકારી, ખોરાક સંગ્રહખોર, પશુપાલક તરીકે તથા થોડે અંશે ખેતી કરી પોતાનું જીવન જીવતા હતા.
4. વિચરતી કે વિમુક્ત જાતિ કોને કહેવાય?
ઉત્તર : જનજાતિઓમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી, જે વિચરતી કે વિમુક્ત જાતિ કહેવાય છે.
5. જનજાતિનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં ……………. નો સિદ્ધાંત જોવા મળે છે.
ઉત્તર : સામૂહિકતા
6. જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો.
ઉત્તર : જનજાતિના લોકો જમીન અને જમીનપેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા. આમ, તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળતો હતો.
7. જનજાતિઓ ક્યાં નિવાસ કરતી?
ઉત્તર : જનજાતિઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતી.
8. સમય જતાં જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજમાં પરિવર્તન શા માટે આવ્યું?
ઉત્તર : જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. ક્યારેક તેમની વચ્ચે સંઘર્ષ પણ થતા. આમ, સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું.
9. વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત-રિવાજોનું અને …………….. નું રક્ષણ કરતી હતી.
ઉત્તર : મૌખિક પરંપરાઓ
10. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઈતિહાસ લખવા માટે શેનો ઉપયોગ કરે છે?
ઉત્તર : મૌખિક પરંપરાઓનો
11. તેરમી-ચૌદમી સદી દરમિયાન પંજાબમાં ……………… અને ……………. જનજાતિ વિશાળ પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી.
ઉત્તર : ખોખર, ગખ્ખર
12. મધ્યયુગમાં ખૂબ શક્તિશાળી જનજાતિમાં કોનો સમાવેશ થતો નથી?
ઉત્તર : ડુંગરી ગરાસિયા
13. મોઘલ પહેલાં મુલતાન અને સિંધમાં કઈ જનજાતિઓનું અધિપત્ય હતું?
ઉત્તર : લંધા, અર્જુન
14. અરે ………………. ને મનસબદાર બનાવ્યા હતા.
ઉત્તર : કમાલખાં ખખ્ખર
15. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ……………… જનજાતિ સૌથી શક્તિશાળી હતી.
ઉત્તર : બલોચ
16. પશ્ચિમ હિમાલયમાં …………….. નામની જનજાતિ મુખ્ય હતી.
ઉત્તર : ગરી ગડરિયો
17. ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું?
ઉત્તર : ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કૂકી, મીઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું.
18. બિહાર અને ઝારખંડની બે મહત્ત્વની જનજાતિઓ ………….. અને …………. હતી.
ઉત્તર : મુંડા, સંથાલ
19. કોળી અને બેરાદ જનજાતિ કર્ણાટક અને મહારાષ્ટ્રના ………… વિસ્તારોમાં વસવાટ કરતી.
ઉત્તર : પહાડી
20. બારમી સદી સુધી ચેર સરદારોનું અધિપત્ય કયા વિસ્તારમાં હતું?
ઉત્તર : બિહાર અને ઝારખંડમાં
21. ભીલ જનજાતિ વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર : ભારતની ભીલ જનજાતિ સૌથી અગત્યની છે. તેઓ પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. સોળમી સદીના અંત સમય સુધીમાં તેમાંના ઘણા લોકો મોટા જમીનદાર અથવા ખેડૂત તરીકે સ્થાયી જીવન જીવતા હતા, જ્યારે કેટલાક લોકો શિકાર કરીને તથા અન્નનો સંગ્રહ કરીને જીવન જીવતા હતા.
22. યોગ્ય જોડકાં જોડો :
વિભાગ – A | વિભાગ – B |
(1) ઝારખંડ | (A) ખોખર જનજાતિ |
(2) દ્ક્ષિણ ભારત | (B) કોળી અને બેરાદ જનજાતિ |
(3) પંજાબ | (C) ચેર જનજાતિ |
(4) કર્ણાટક અને મહારાષ્ટ્ર | (D) મારવાર જનજાતિ |
જવાબ |
(1) – C |
(2) – D |
(3) – A |
(4) – B |
23. વિચરતી અને વિમુક્ત જાતિના લોકોનું જીવન શેના પર આધારિત હતું?
ઉત્તર : પશુપાલન
24. વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો?
ઉત્તર : વિચરતી જાતિના પશુપાલકો જુદા જુદા વિસ્તારમાં ફરતા રહેતા. તેઓ જે વિસ્તારમાં થોડો સમય વસવાટ કરતા, ત્યાંના ખેડૂતો પાસેથી અનાજ, કપડાં અને વાસણ ખરીદતા અને બદલામાં તેઓ ખેડૂતોને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા.
25. ટૂંક નોંધ લખો : વિચરતી જાતિ
ઉત્તર : વિચરતી જાતિના લોકો પોતાનાં પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા. તેમનું જીવન દૂધ અને અન્ય પશુઉત્પાદનો પર આધારિત હતું. તેઓ જે તે વિસ્તારના સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કાં અને વાસણ લેતા, જ્યારે બદલામાં તેમને ઊન, થી આપતા. આમ, તેઓ વિવિધ વસ્તુઓનો વિનિમય કરતા. કેટલીક જાતિના લોકો જાનવરો પર સામાન લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા અને વસ્તુઓનું ખરીદ-વેચાણ કરતા.
26. મુઘલ સેના માટે વણજારા શું કાર્ય કરતા?
ઉત્તર : યુદ્ધ દરમિયાન વણજારાઓ એક સાથે ઘણા બળદોની પોઠ દ્વારા મુઘલ સૈનાને અનાજ અને અન્ય ચીજવસ્તુઓ પૂરી પાડતા હતા.
27. વણજારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્ત્વપૂર્ણ હતા?
ઉત્તર : વણજારાઓ સામાન એક પ્રદેશથી બીજા પ્રદેશમાં લાવવા-લઈ જવાનું કાર્ય કરતા હતા. મધ્ય એશિયામાંથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવતા અને ઘણી ચીજવસ્તુઓની નિકાસ કરતા. આમ, તેઓ ભારત અને વિશ્વ વચ્ચેની કડી સમાન હતા. આ રીતે વણજારા અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ હતા.
28. કઈ વિચરતી જાતિનો સમૂહ ‘ટાંડા’ તરીકે ઓળખાતો?
ઉત્તર : વણજારા
29. કઈ વિચરતી – વિમુક્ત જાતિ દ્વારા મધ્ય એશિયામાંથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં આવતી અને જતી?
ઉત્તર : વણજારા
30. વિચરતી – વિમુક્ત જાતિઓ કયાં પ્રાણીઓના વેપાર સાથે સંકળાયેલી હતી?
ઉત્તર : વિચરતી – વિમુક્ત જાતિઓ ઘેટાં-બકરાં, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે સંકળાયેલી હતી.
31. વિચરતી – વિમુક્ત જાતિના લોકો કયા કયા વૈપાર કરીને પોતાનું જીવન જીવતા?
ઉત્તર : કેટલીક વિચરતી પ્રજા નાના-મોટા ફેરિયાનું કામ કરતી. તેઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલાં દોરડાં, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા. કેટલીક વિચરતી – વિમુક્ત જાતિઓમાં કાંગસિયા અને મોડવા જાતિનો સમાવેશ થતો, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે સંકળાયેલા હતા. આ ઉપરાંત નટ અને બજાણિયા જનજાતિના લોકો વિભિન્ન અંગકસરતો દ્વારા લોકોનું મનોરંજન કરી પોતાનું જીવન જીવતા.
32. વર્ણ આધારિત સમાજમાં કોને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો?
ઉત્તર : વર્ણ આધારિત સમાજમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાયને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો.
33. અર્થવ્યવસ્થામાં અને સમાજની જરૂરિયાત વધતા ……………. લોકોની આવશ્યકતા ઊભી થઈ.
ઉત્તર : કલા-કૌશલ્યવાળા
34. વર્ણને બદલે………..સમાજના સંગઠનનો આધાર બની.
ઉત્તર : જાતિ
- ગોંડ જાતિ ભારતના કયા વનપ્રદેશમાં વસવાટ કરતી હતી?
ઉત્તર : ગોંડવાના36. ગોડ જનજાતિના લોકો કેવા પ્રકારની ખેતી કરતા?
ઉત્તર : સ્થાનાંતરિત37. બારહોતોની રચના કેવી રીતે થતી?
ઉત્તર :ગોંડ રાજ્યો ગઢમાં વહેંચાયેલા હતાં. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો. જે ચોર્યાસી તરીકે ઓળખાતો . દરેક ચોર્યાસી બાર બાર ગામના એક પેટા એકમમાં વહેંચાયેલો હતો; જે ‘બારહોતો’ તરીકે ઓળખાતા.38. ગઢકટંગાના ગોંડ રાજા ………… સંગ્રામશાહની પદવી ધારણ કરી.
ઉત્તર :અમનદાસે
39. અમનદાસના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી ………… લગ્ન કર્યા.
ઉત્તર : રાજકુમારી દુર્ગાવતી40. રાણી દુર્ગાવતીને કોણે હરાવ્યા?
ઉત્તર : ઈ.સ. 1565માં આસીફખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ રાણી દુર્ગાવતીને હરાવ્યાં હતાં.41. ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકીની એક જાતિ છે.
ઉત્તર : ગોંડ
42. ગઢકટંગા પર વિજય મેળવી મુઘલોને શો ફાયદો થયો?
ઉત્તર : ગઢકટંગા ગોંડ રાજ્યોમાં સમૃદ્ધ રાજ્ય તરીકે ઓળખાતું હતું. તેઓ હાથીઓનો વેપાર કરતા, જેમાં તેઓ પુષ્કળ ધન કમાયા હતા. ગઢકટંગા પર વિજય મેળવી મુઘલોને ધન અને હાથીઓ મળ્યા, આ ઉપરાંત મુઘલોએ આ રાજ્યનો મોટો ભાગ પોતાનાં નિયંત્રણમાં રાખ્યો.43. ગઢકટંગાનું પતન કેવી રીતે થયું?
ઉત્તર : મુઘલ સેનાએ ગઢકઢંગા પર વિજય મેળવ્યા બાદ મોટા ભાગનો પ્રદેશ પોતાના નિયંત્રણમાં રાખ્યો અને બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદરશાહને આપ્યો. પરંતુ ત્યારપછીના સમયમાં રાજ્યની પરિસ્થિતિ નિર્બળ બની. આ સમયનો લાભ લઈ શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓએ ગઢકઢંગા પર આક્રમણ કર્યું. પરિણામ સ્વરૂપે ગોંડ રાજ્ય ગઢકટંગાનું પતન થયું.44. ગોંડ રાજ્ય અને ગોંડ જનજાતિ વિશે માહિતી આપો.
ઉત્તર : ગોડવાના નામના ભારતના વનપ્રદેશમાં રહેનારી જનજાતિ ગોંડ જાતિ તરીકે ઓળખાય છે. તે ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકીની એક છે. તે સ્થાનાંતરિત ખેતી એટલે કે જુદી જુદી જમીનમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગોંડ જનજાતિ નાના નાના કુળમાં વહેંચાયેલી હતી. આ પ્રત્યેક કુળનો એક રાજા હતો. અકબરનામા પ્રમાણે ગોડ રાજ્યમાં 70,000 જેટલાં ગામડાંઓનો સમાવેશ થતો હતો. તેમની રાજ્યવ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. દરેક રાજ્ય ગઢમાં વહેંચાયેલું હતું. 84 ગામોનો એક ગઢ બનતો, જે ચોર્યાસી તરીકે ઓળખાતો. દરેક ચોવિસીને બાર બાર ગામના એક પેટા એકમ બારહોતોમાં વહેંચવામાં આવતો હતો.
45. ટૂંક નોંધ લખો : સમૃદ્ધ ગોડ રાજ્ય તરીકે ગઢકટંગા
ઉત્તર : ગોંડ રાજ્યોમાં ગઢકટંગા સમૃદ્ધ રાજ્ય હતું. ગઢકટંગાના રાજા અમનદાસે મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા માટે સંગ્રામશાહની પદવી ધારણ કરી હતી. તેમના પુત્ર દલપતે મહોબાની ચંદેલ રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યાં, પરંતુ યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતા રાણી દુર્ગાવતીએ પુત્ર વીર નારાયણના નામથી રાજ્ય ચલાવ્યું, પરંતુ તેઓ ઈ.સ. 1565માં મુઘલ સેના સામે હારી ગયા. ત્યાર પછી ગઢકટંગાના પતનની શરૂઆત થઈ. મુગલોએ ગઢકઢંગા પર વિજય મેળવી, ત્યાંના હાથીઓ અને પુષ્કળ ધન પણ મેળવ્યું. રાજ્યનો થોડોક ભાગ વીર નારાયણના કાકા ચંદરશાહને આપ્યો અને મોટા ભાગના હિસ્સા પર પોતે રાજ્ય કરતા. નિર્બળ બનેલું ગઢકઢંગા શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં અને તેનું પતન થયું.46. અહોમ જનજાતિ હાલના કયા વિસ્તારમાંથી ભારતમાં આવી હતી?
ઉત્તર : મ્યાનમાર47. અહોમ જાતિએ ………… રાજકીય વ્યવસ્થાને બદલીને નવા રાજ્યની સ્થાપના કરી.
ઉત્તર : ભુઇયાની48. અહોમ જનજાતિના લોકોએ વિશાળ રાજ્યની સ્થાપના કેવી રીતે કરી?
ઉત્તર : અહીમ જનજાતિના લોકોએ વર્ષોથી ચાલી આવતી ભુઇયા(જમીનદાર) પ્રથાને બદલે એક નવા રાજ્યની સ્થાપના કરી. સોળમી સદીમાં ચુટિયો અને કોચ-હા નામનાં રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી તથા આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી.49. અહોમ રાજ્ય કોની સામે યુદ્ધમાં હાર્યું?
ઉત્તર : મુઘલો50. અહોમ રાજ્ય શેના પર આધારિત હતું?
ઉત્તર : બળજબરીપૂર્વકના શ્રમ51. ‘પાઇક’ કોને કહેવાતા?
ઉત્તર : અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. રાજ્યમાં જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીપૂર્વક કામ કરાવાતું તેઓ ‘પાઇક’ કહેવાતા.52. અહોમ કુળ શા માટે તૂટી ગયાં?
ઉત્તર : અહોમ કુળમાં વસતિ ગણતરીને આધારે સ્થાનાંતર કરવામાં આવતું. વધુ વસતિ ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસતિવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળ તૂટી ગયાં.53. અહોમ જનજાતિના પુરુષો શું કાર્ય કરતા?
ઉત્તર : અહોમ જાનજાતિના પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાઈને યુદ્ધ કરતા અને અન્ય સમયમાં ખેતરોમાં વ્યવસ્થા જેવાં સાર્વજનિક કાર્યો કરતા.
54. …………….લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી.
ઉત્તર : હોમ
- અહોમ સમાજમાં ‘ખેલ’ કોને કહેવાતું?
ઉત્તર :અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના આ કુળને ‘ખેલ’ કહેવામાં આવતું.
56. શરૂઆતના સમયમાં અહોમ પ્રજા ……………… ઉપાસના કરતા.
ઉત્તર : પ્રકૃતિના દેવતાઓની57. રાજા સિબસિંહના સમયમાં અહોમ જનજાતિનો મુખ્ય ધર્મ …………… હતો.
ઉત્તર :હિંદુ58. અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો – એવું શાના આધારે કહી શકાય
ઉત્તર : અહોમ સમાજે હિંદુ ધર્મને અપનાવ્યો હતો, પરંતુ તેમણે પોતાની પરંપરાગત માન્યતાઓને સંપૂર્ણપણે છોડી નહોતી. રાજા દ્વારા કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. અહોમમાં નાટ્યપ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગત્યની કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરાતો, જેથી લોકો તેને વાંચી શકે. ‘બુરં’ નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ઉપરોક્ત કારણોસર કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો.59. ગુજરાતમાં કોની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી?
ઉત્તર : સંતરામપુર, દેવગઢબારિયા, ડાંગ60. ડાંગ દરબારમાં રાજાઓને શું આપવામાં આવે છે?
ઉત્તર : વર્ષાસન61. સમય જતાં જનજાતિઓમાં કેવાં પરિવર્તનો આવ્યાં?
ઉત્તર : સમય જતાં વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાર્જના એકબીજા સાથેના સંપર્કને લીધે પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી. ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની. જ્યારે ઘણી જનજાતિઓ હિંદુધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી, કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતાં મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓ તેમનાથી મોટાં રાજ્યો સાથેના સંઘર્ષનો ભોગ બન્યા.62. ગોંડ લોકોનો ઇતિહાસ અહીમ લોકોથી કેવી રીતે અલગ હતો?
ઉત્તર : ગોડ સમાજના લોકો સ્થાનાંતરિત ખેતી કરીને ગુજરાન ચલાવતા, જ્યારે અહોમ લોકો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને બાકીના સમયમાં સિંચાઈ વ્યવસ્થાનું સાર્વજનિક કાર્ય કરતા.
ગોંડ રાજ્ય ઘણા ગામડાઓથી બનેલું હતું, જ્યારે અહોમ રાજ્યે બીજાં નાનાં-મોટાં રાજ્યોને પોતાનામાં ભેળવીને વિશાળ રાજ્યની સ્થાપના કરી કરી હતી.
ગોંડ રાજ્ય શક્તિશાળી રાજ્યો સામે ટકી ન શકતાં તેનું પતન થયું, જ્યારે વસતિ ગણતરીને આધારે વધુ વસતિ ધરાવતા વિસ્તારોમાંથી લોકોનું ઓછી વસતિ ધરાવતા વિસ્તારોમાં સ્થાનાંતર થતાં અહોમ કુળ તૂટી ગયાં.
આમ, ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી અલગ હતો.63. ગોંડ અને અહોમ લોકોમાં શું સમાનતા હતી?
ઉત્તર : ગોંડ અને અહોમ જનજાતિમાં એ સમાનતા હતી કે બંને જનજાતિની વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. બંને સમાજમાં સમય સાથે પરિવર્તનો આવતાં હતાં.
64. યોગ્ય જોડકાં જોડો :
વિભાગ – A | વિભાગ – B |
(1) ગઢકટંગા | (A) પાઇક |
(2) વર્ષાસન | (B) સંગ્રામશાહ |
(3) શ્રમિક | (C) પંજાબ |
(4) અમનદાસ | (D) 70000 ગામડા |
(5) ખોખર જનજાતિ | (E) નાના કુળોમાં વિભાજીત |
(6) બલોચ | (F) ડાંગ દરબાર |
જવાબ |
(1) – D |
(2) – F |
(3) – A |
(4) – B |
(5) – C |
(6) – E |