1. મોટે ભાગે વિભિન્ન સમુદાયોની જાણકારી આપણને તેમની ___ પરથી મળે છે
ઉત્તર:- ભાષા
2. સ્થાનિક સંસ્કૃતિઓમાં કઈ બાબતમાં વિવિધતા જોવા મળે છે ?
ઉત્તર:- સ્થાનિક સંસકૃતિઓમાં ભાષા, રીતરિવાજો , ખાનપાન , વસ્ત્ર – પરિધાન , કાવ્ય , નૃત્ય , સંગીત , ચિત્રકલા વગેરે બાબતમાં વિવિધતા જોવા મળે છે.
(A) આઠમી
(B) નવમી
(C) બારમી
(D) દસમી
4. ચેર રાજ્ય હાલના કર્ણાટક રાજયનો એક ભાગ હતું.(√ કે ×)
ઉત્તર:- ×
5. કારણ આપો : કેરલની સંસ્કૃતિને મલયાલમ સંસ્કૃતિ કહે છે.
ઉત્તર:- કારણ કે , કેરલમાં બોલાતી મુખ્ય ભાષા મલયાલમ છે તમે કેરલ સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે.
6. મલયાલમ સંસ્કૃતિ સાથે જોડાયેલી મલયાલમ ભાષા કયા રાજ્યની મુખ્ય ભાષા છે.
(A) તમિલનાડુ
(B) કર્ણાટક
(C) ગોવા
(D) કેરલ √
7. મલયાલમ ભાષા પર __વિશેષ પ્રભાવ જોવા મળે છે.
ઉત્તર:- સંસ્કૃત
8.વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથ નું નામ શું હતું?
ઉત્તર:- વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલ શૈલીમાં લખાયેલ ગ્રંથ નામ “લીલાતિલકમ્” હતું.
9. ઊનાલી ભાષાનો ઉદભવ ___ભાષામાંથી થયો હોવાનું મનાય છે.
(A) હિન્દી
(B) અંગ્રેજી
(C) મલયાલમ
(D) સંસ્કૃત √
ઉત્તર:- બંગાળી ભાષા પર જનજાતિય ભાષાઓ ,પર્શિયન ભાષા તથા યુરોપિયન ભાષાઓનો પ્રભાવ જોવા મળે છે.
11. પ્રારંભિક બંગાળી સાહિત્ય બે ભાગમાં વહેંચાયેલું છે.(√ કે ×)
ઉત્તર:- √
12. પ્રારંભિક બંગાળી સાહિત્યને કયા કયા ભાગમાં વહેંચવામાં આવ્યું છે?
ઉત્તર:- પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય: (1) સંસ્કૃતિથી પ્રભાવિત સાહિત્ય
ઉત્તર:- સંસ્કૃત મહાકાવ્યો
ઉત્તર:- સ્વતંત્ર બંગાળી સાહિત્ય
15. પ્રાચીન કાળમાં ભારતમાં સંસ્કૃત-પ્રાકૃત તમિલ જેવી ભાષાઓનું ચલણ નહોતું. (√ કે ×)
ઉત્તર:- ×
16. આઠમી સદીથી ભારતમાં કઈ કઈ ભાષાનો વિકાસ થયો ?
ઉત્તર:- આઠમી સદીથી ભારતમાં હિન્દી,ખડી બોલી, અવધિ, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, તેલુગુ,અને કન્નડ વગેરે ભાષાઓ નો વિકાસ થયો.
17. ગુજરાતી ભાષાની જનની___ છે.
ઉત્તર:- આપભ્રંશ
18.આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ.(√ કે ×)
ઉત્તર:- √
19. ગુજરાતી ભાષાનો સાચો વિકાસક્રમ કયો છે?
(A) સંસ્કૃત- હિન્દી- પ્રાકૃત- ગુજરાતી
(C) સંસ્કૃત- પ્રાકૃત- હિન્દી -ગુજરાતી
(D) સંસ્કૃત- અપભ્રંશ -પ્રાકૃત -ગુજરાતી
ઉત્તર:- નરસિંહ મહેતા
21. ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકાર ના નામ આપો.
ઉત્તર:- નરસિંહ મહેતા મીરાંબાઈ અને ભાલણ ગુજરાતી સાહિત્યના મહાન સાહિત્યકાર હતાં.
22.______ અને_______એ કૃષ્ણભક્તિને કેન્દ્રમાં રાખી ઘણાં પદો રચ્યાં હતાં.
ઉત્તર:- નરસિંહ મહેતા, મીરાંબાઈ
23. મને ઓળખો: મેં ‘કુંવરબાઈનુ મામેરું ‘અને સુદામાચરિત્રની રચના કરી હતી.
ઉત્તર:- નરસિંહ મહેતા
24. ભાલણે સૌ પ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે___ ની સંજ્ઞા આપી હતી.
ઉત્તર:- ગુર્જર ભાખા
25. મને ઓળખો મને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તર:- ભાલણ
26. દાનલીલા: નરસિંહ મહેતા:: ધ્રુવખ્યાન :_________
(B) ભાલણ
(C) હેમચંદ્રાચાર્ય
(D) ધ્રુવ ભટ્ટ
27. ગુજરાતી સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર:- ગુજરાતી સાહિત્યની શરૂઆત નરસિંહ મહેતાથી થઈ હતી. તેમના સાથે મીરાબાઈ અને ભાલણ જોડાયા. તેમણે ભક્તિ સાહિત્યથી ગુજરાતી સાહિત્યની શરૂઆત કરી. નરસિંહ મહેતાએ ‘શામળદાસનો વિવાહ’ ‘કુંવરબાઇનુ મામેરુ’ ‘હૂંડી’,’સુદામાચરિત્ર’, ‘દાણલીલા’ વગેરે કૃતિઓ રચી. કૃષ્ણભક્તિને કેન્દ્રમાં રાખી મીરાંબાઈએ પદોની રચના કરી. ભાલણે પોતાની રચનાઓમાં ગુજરાતને ‘ગુર્જરભાખા’ ની સંજ્ઞા વઆપી હતી.તેમણે ધ્રુવાખ્યાન , મૃગી આખ્યાન શિવ ભીલડી સંવાદ વગેરે પ્રખ્યાત કૃતિની રચના કરી. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
29.તમિલનાડુ પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય જગવિખ્યાત છે.(√ કે ×)
ઉત્તર:- ×
30.જગન્નાથનો અર્થ ________ થાય ,જે_______ શબ્દનો સમાનાર્થી છે.
ઉત્તર:- વિશ્વના માલિક, વિષ્ણુ
31. રાજા અનંતવર્મને_______ મંદિરનું નિર્માણ કરાવ્યું.
ઉત્તર:- જગન્નાથ
ઉત્તર:- √
33. કારણ આપો: તેરમી સદી બાદ ઓરિસ્સા જીતનાર જગન્નાથ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કરતા હતા.
ઉત્તર:- કારણ કે, 1230માં ઓરિસ્સા રાજા અનંગભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા. ઓરિસ્સાના લોકોને પણ જગન્નાથજી માં ખુબ જ શ્રધ્ધા હતી. આથી ઓરિસ્સા જીતનાર મરાઠાઓ અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ આ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો કેમ કે તેઓ માનતા હતા કે મંદિર પર નિયંત્રણ મેળવવા થી સ્થાનિક લોકો પણ તેમના શાસન સ્વીકારશે.
34. રથયાત્રાનું શું મહત્ત્વ છે ?
ઉત્તર:- રથયાત્રાનું મહત્ત્વ એ છે કે રથયાત્રા ઉત્સવના દિવસે ભગવાન જગન્નાથજી , ભાઈ બલભદ્ર અને તેમની બહેન સુભદ્રા રથમાં બેસી પુરીમાં નગરભ્રમણ કરે અને આમ રથયાત્રામાં ભગવાન પોતે ભક્તની સામે આવે છે.
35. ભારતમાં હોળી કેવી રીતે ઊજવાય છે ?
36. ___ માં ઊજવાતી હોળી ‘ લઠ્ઠમાર હોળી ‘ તરીકે જાણીતી છે.
ઉત્તર:- નબરસાના
37. બરસાના રાધાજી નું જન્મસ્થાન છે . (√ કે×)
ઉત્તર:- √
38. બરસાનાની હોળી લઠ્ઠમાર હોળી તરીકે શા માટે ઓળખાયું છે ?
ઉત્તર : ઉત્તરપ્રદેશમાં આવેલ નંદગામના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે. અને રાધાજીના મંદિરે પણ ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે ત્યાંની સ્ત્રીઓ દ્વારા લઠ્ઠ (જાડી લાકડી) થી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે . તેથી આ હોળી લઠમાર હોળી તરીકે ઓળખાય છે.
39. કયો ઉત્સવ વળીને મળતો આવે છે.
(B)ઓણમ
(C)નાતાલ
(D) દુર્ગાપૂજા
40. મકરસંક્રાંતિ પહેલા__ સમુદાય લોહડી ઉજવે છે.
ઉત્તર:- શીખ
- લોહરી કેવી રીતે ઉજવવામાં આવે છે?
ઉત્તર:- ૧૩મી જાન્યુઆરીના રોજ રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મિઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. આ રીતે લોહરી ઉજવવામાં આવે છે.
42. લોહરીનો તહેવાર ભારતમાં કયા રાજ્ય માં ઉજવાય છે?
ઉત્તર:- હોળીનો તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં ઉજવાય છે .
43. તમિલનાડુનો મુખ્ય તહેવાર કયો છે?
(A)હોળી
(B)ઓણમ
(C)પોંગલ √
(D)ઈદ
44. પોંગલ વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર:- તમિલનાડુનો મુખ્ય તહેવાર છે તે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ ઉજવવામાં આવે છે જાન્યુઆરીનો મધ્યભાગ તમિલ મહિના પ્રમાણે થાય તરીકે ઓળખાય છે થાઈ મહિનાના પ્રથમ દિવસે પોંગલની ઉજવણી થાય છે. ત્યારે ચોખા, મગની દાળ દૂધ અને ખાંડ ઉકાળીને પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે.
45. ઓણમ ઉત્તર પ્રદેશમાં ઉજવાતો તહેવાર છે.(√ કે ×)
ઉત્તર:- ×
46. કયા મહિનામાં ઓણમની ઉજવણી થાય છે ?
(A)ફેબ્રુઆરી -માર્ચ
(B) જૂન- જુલાઈ
(C)ડિસેમ્બર -જાન્યુઆરી
(D)ઓગસ્ટ- સપ્ટેમ્બર
47. મને ઓળખો: હું મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં ઉજવાતો તહેવાર છું.
ઉત્તર:- ઓણમ
48. ઓણમની વિશેષતા જણાવો.
ઉત્તર:- ઓણમ દસ દિવસ સુધી ઊજવાતો તહેવાર છે. ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ નૃત્યોની રમઝટ અને નૌકા- સ્પર્ધા ઓણમની વિશેષતા છે.
49. કેરલમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે?
ઉત્તર:- કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા ‘વલ્લમકાલી’ નામે ઓળખાય છે.
50. ઓણમમાં___ નામનું ભોજન લેવામાં આવે છે.
ઉત્તર:- સાદિયા
51. દિવાળીનો તહેવાર ક્યાંરે ઉજવાય છે?
(A)કારતક સુદ એકમ
(B)આસો વદ અમાસ √
(C) ચૈત્ર વદ અમાસ
(D)ફાગણ સુદ પૂનમ
52. દિવાળી સાથે જોડાયેલા બીજા તહેવારો જણાવો.
ઉત્તર:- વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ નૂતનવર્ષ, ભાઇબીજ અને લાભપાંચમ દિવાળી સાથે જોડાયેલા તહેવારો છે.
53. પ્રકાશના પર્વ તરીકે___ ઓળખાય છે.
ઉત્તર:- દિવાળી
54. દુર્ગાદેવીના મહિષાસુરના પરના વિજયની ઉજવણી દુર્ગાપૂજા ઉત્સવથી થાય છે.(√ કે ×)
ઉત્તર:- √
- દુર્ગાપૂજાની ઉજવણી વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર:-દુર્ગાપૂજા ભારતના દરેક રાજ્યોમાં ઊજવવામાં આવે છે. પરંતુ પશ્ચિમબંગાળમાં તેનું વિશેષ મહત્વ છે. દુર્ગાદેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી દુર્ગાપૂજા ઉત્સવથી કરવામાં આવે છે.આ ઉત્સવ દસ દિવસ ચાલે છે. ઉત્સવના છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન કરવામાં આવે છે તથા માતાજીની મૂર્તિને જળમાં વિસર્જિત કરવામાં આવે છે. - નાતાલ કયા ધર્મના લોકોનો મુખ્ય તહેવાર છે?
(A)ખ્રિસ્તી √
(B)પારસી
(C)હિંદુ
(D)શીખ - મને ઓળખો: મારા જન્મદિવસ 25 ડિસેમ્બરને લોકો નાતાલ તરીકે ઉજવે છે.
ઉત્તર:-ઈસુખ્રિસ્ત58. ખ્રિસ્તીઓ નાતાલ ની ઉજવણી કેવી રીતે કરે છે?
ઉત્તર:-નાતાલમાં ખ્રિસ્તીઓ પોતાના ઘર અને શેરીઓને ક્રિસ્ટ્મસ ટ્રી તથા અન્ય સુશોભનોથી શણગારે છે તેવો ચર્ચમાં જઈને મીણબત્તી પ્રગટાવીને પ્રાર્થના કરે છે અને એકબીજાને ભેટ આપે છે .આમ ખ્રિસ્તીઓ નાતાલ ધામધૂમથી અને શ્રદ્ધાથી ઊજવે છે.59. મોહરમ શા માટે શોકદિવસ તરીકે ઉજવાય છે ?
ઉત્તર:- હજરત મહંમદ પયગંબર સાહેબના દોહિત્રની શહીદીની યાદમાં મુસ્લિમો દ્વારા મોહરમને શુભ દિવસ તરીકે ઉજવાય છે. - મોહરમમાં તાજીયા કાઢવામાં આવે છે. ( √ કે ×)
ઉત્તર:-√61. ઈદ- ઉલ- ફિત્ર__ તરીકે પણ ઓળખાય છે.
ઉત્તર:-રમજાન ઈદ62. મુસ્લિમો ઈદ -ઉલ- ફિત્ર કેવી રીતે ઊજવે છે ?
ઉત્તર:- પવિત્ર રમજાન માસના ઉપવાસ પૂરા થયા પછી રમજાન ઈદના દિવસે મુસ્લિમ નમાજ પઢે છે અને ત્યાર બાદ એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી આપે છે. - _____ એટલે બલિદાનને ઈદ.
ઉત્તર:-ઈદ- ઉલ-અઝૂહા64. પારસીઓનો મહત્વનો તહેવાર કયો છે ?
(A) દિવાળી
(B) ઓણમ
(C) પતેતી √
(D) ગુડીપડવો
65. પારસીઓ વર્ષમાં છેલ્લા પાંચ દિવસો___ તરીકે ઊજવાય છે.
ઉત્તર:- ધાર્મિક પર્વ
66. પારસીઓ પતેતીના દિવસે શું કરે છે?
ઉત્તર :- પારસીઓ પતેતીના દિવસે પ્રાર્થનાગ્રુહ- અગિયારીમાં જાય છે. ત્યાં તેઓ પ્રાર્થનાગ્રંથ અવસ્થામાં આપવામાં આવેલી પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે.
67. પારસી વર્ષનો છેલ્લો દિવસ ‘નવરોજ ‘તરીકે ઉજવાય છે.(√ કે ×)
ઉત્તર:- ×
68. ચેટીચાંદ સિંધીઓનો તહેવાર છે.(√ કે ×)
ઉત્તર:- √
69. સિંધીઓ ચેટીચાંદનો તહેવાર કેવી રીતે ઉજવાય છે?
ઉત્તર:- ચૈત્ર સુદ એકમનો દિવસ એટલે સિંધીઓના નવા વર્ષનો પ્રથમ દિવસ. તેઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે આ દિવસે પોતાના ઇષ્ટદેવ ‘ઝૂલેલાલ’ની શોભા યાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ ‘તાહીરી’ પ્રસાદ તરીકે વહેંચે છે.
70. તહેવાર અને રાજ્યની કઈ જોડે ખોટી છે?
(A) પોંગલ -તમિલનાડુ
(B) ઓણમ-આંધ્રપ્રદેશ √
(C) દુર્ગાપૂજા -બંગાળા
(D) લોહડી -પંજાબ
71.જોડકાં જોડો:
વિભાગ- A | વિભાગ-B |
(1) લોહડી | (A)વલ્લમકાલી |
(2) પારસીઓ | (B)જગન્નાથજી |
(3) દિવાળી | (C)પોંગલ |
(4) નૌકાસ્પર્ધા | (D)પતેતી |
(5) રથયાત્રા | (E)પંજાબ |
(F) પ્રકાશનું પર્વ |
જવાબ |
1. – E |
2. – D |
3. – F |
4. – A |
5. – B |
- ગુજરાતીઓ નવરાત્રીની ઉજવણી કેવી રીતે કરે છે ?
ઉત્તર:-ગુજરાતીનો આસો સુદ એકમથી લઈ આસો સુદ નોમ સુધી મા દુર્ગાની આરાધના કરે છે . રાત્રે ગરબા અને દાંડિયા- રાસ રમીને નવરાત્રીની ઉજવણી કરે છે. - ___ ગુજરાતની આગવી ઓળખ છે.
ઉત્તર:- ગરબા
74. સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું એટલે ઉત્તરાયણ . (√ કે × ).
ઉત્તર:- √
75.ઉત્તરાયણ બીજા કયા નામે ઓળખાય છે ?
(A) શિવરાત્રી
(B) મકરસંક્રાંતિ √
(C) નવરોજ
(D) વાસી ઉત્તરાયણ
76. જગન્નાથપુરીની રથયાત્રાની જેમ અમદાવાદની રથયાત્રા પણ વિશેષ આકર્ષક છે . (√ કે ×)
ઉત્તર:- √
77. જગન્નાથજીની રથયાત્રા કયા દિવસે નીકળે છે ?
ઉત્તર:- જગન્નાથજીની રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે નીકળે છે.
78. ______ વિધિ કર્યા પછી રથયાત્રાનો પ્રારંભ થાય છે.
ઉત્તર:- પહિંદ
- અમદાવાદમાં નીકળતી રથયાત્રા વિશે જણાવો.
ઉત્તર:-અષાઢ સુદ બીજના દિવસે જગન્નાથપુરીની જેમ અમદાવાદમાં પણ રથયાત્રા નીકળે છે. જમાલપુરમાં આવેલા જગન્નાથજી મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થાય છે. ‘પહિંદ વિધિ’ પછી જ રથયાત્રાનો આરંભ થાય છે. આ રથયાત્રામાં હાથી, ઘોડા, અખાડા, સાધુ-સંતો સહિત, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ (બલભદ્ર ) અને બહેન સુભદ્રા અલગ-અલગ ત્રણ રથમાં સવાર થઈ નગરચર્યા માટે નીકળે છે. સાંજે આ ત્રણેય રથ મંદિરે પાછા આવે છે.
80.સુરેન્દ્રનગરમાં કયો મેળો યોજાય છે ?
(A) ભવનાથનો √
(B) પલ્લીનો
(C) સરખેજનો
(D) તરણેતરનો
81.___ નો મેળો અમદાવાદ જિલ્લામાં યોજાય છે.
ઉત્તર:- વૌઠા
- બનાસકાંઠા જિલ્લામાં (અંબાજી) માં કયો મેળો યોજાય છે ?
ઉત્તર:-બનાસકાંઠા જિલ્લામાં (અંબાજી) માં ભાદરવી પૂનમનો મેળો યોજાય છે.83. પલ્લીનો મેળો ગાંધીનગરમાં યોજાય છે . (√ કે X )
ઉત્તર:-√84. ગોળ – ગધેડાનો મેળો ક્યાં યોજાય છે ?
(A) માધવપુર , પોરબંદર
(B) ગરબાડા , દાહોદ √
(C) રૂપાલ , ગાંધીનગર
(D)શામળાજી, અરવલ્લી
- જોડકાં જોડો :
વિભાગ- A | વિભાગ-B |
(1) તરણેતરનો મેળો | (A) સાબરકાંઠા |
(2) ચિત્ર વિચિત્રનો મેળો | (B) અમદાવાદ |
(3) મીરા દાતારનો ઉર્સ મુબારક | (C) જુનાગઢ |
(4) પલ્લીનો મેળો | (D) મહેસાણા |
(5) ભવનાથનો મેળો | (E) ગાંધીનગર |
(6)વૌઠાનો મેળો | (F) સુરેન્દ્રનાથ |
જવાબ |
(1) – F |
(2) – A |
(3) – D |
(4) – E |
(5) – C |
(6) – B |
- ગુજરાતમાં યોજાતાં મેળાઓની કઈ જોડ ખોટી છે?
(A) તરણેતરનો મેળો- સુરેન્દ્રનગર જિલ્લો
(B) વૌઠાનો મેળો- અમદાવાદ જિલ્લો
(C) અંબાજીનો મેળો- બનાસકાંઠા જિલ્લો
(D) માધવપુરનો મેળો- જૂનાગઢ જીલ્લો
87. માધવપુર, પોરબંદર : માધવપુરનો મેળો :: શામળાજી, અરવલ્લી : શામળાજી : ………….
ઉત્તર:- ગદાધરનો મેળો
88. કથક શબ્દ___ પરથી ઉતરી આવ્યો છે.
ઉત્તર:- કથા
89. ‘કથન કરે સો કથક કહાવે ‘આ ઉક્તિ કયા નૃત્ય માટે કહેવામાં આવી છે?
(A) કથકલી
(B) કથક √
(C) મણિપુરી
(D) ઓડિશી
-
કથકના વિષયોમાં મીરાની શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિકથાઓનો સમાવેશ થતો.(√ કે ×)
ઉત્તર:- ×91. કથક કયા બે ઘરાનાઓમાં વહેંચાયું?
ઉત્તર:- કથક જયપુર અને લખનઉ એમ બેઘરાનાઓમાં વહેંચાયું. - 19મી સદીમાં કથકને પુનર્જીવન કોણે આપ્યું હતું
ઉત્તર:-19મી સદીમાં અવધના નવાબ વાજીદઅલી શાહે પોતાના દરબારમાં કથક ને આશ્રય આપી તેને પુનર્જીવન આપ્યું હતું.93. કથક ભારતમાં ક્યા કયા પ્રદેશો સુધી ફેલાયેલ છે ?
ઉત્તર : કથક ભારતમાં પંજાબ, હરિયાણા, જમ્મુ – કશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલ છે.94. ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્ય તરીકે કથકનો પરિચય આપો .
ઉત્તર:-કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યો છે. કથકમાં કથાકાર પોતાના હાવભાવ અને સંગીતની કથાને અલંકૃત કરે છે. કથક માટે ‘કથન કરે સો કથક કહાવે’ આ ઉક્તિ જણીતી છે. પંદરમી-સોળમી સદીમાં ભક્તિ-આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો વિકાસ થયો. તેમાં શ્રીકૃષ્ણ અને રાધાની રાસલીલાની કથાઓનું વર્ણન થતું. મુઘલ સમયમાં કથક વિશિષ્ટ નૃત્યશૈલીના રૂપમાં વિકાસ પામ્યું. પંદરમી સોળમી સદી પછી કથક જયપુર અને લખનઉ એમ બે પરંપરાઓમાં વહેંચાયું, જે ઘરાના તરીકે ઓળખાય છે. 19મી સદીમાં અવધના નવાબ વાજિદઅલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનર્જીવન આપ્યું. કથક ભારતમાં પંજાબ, હરિયાણા, જમ્મુ – કશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યું છે. સ્વતંત્રતા મળ્યા પછી કથકને છ શાસ્ત્રીય નૃત્યો માં સ્થાન મળ્યો છે. આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.95. કથકલી એ કયા રાજયની નૃત્ય પરંપરા છે ?
(A) ઉત્તરપ્રદેશ
(B) મણિપુર
(C) કેરલ √
(D) કર્ણાટક96.કથકલી એટલે ___
ઉત્તર:- નાટ્યવાર્તા - અભિનય કથકલીનો આત્મા છે. (√ કે ×)
ઉત્તર:- √
- કથકલી માં કઈ બાબત મહત્વની ગણાય છે?
ઉત્તર:-કથકલી અભિનય, રંગભૂષા અને વેશભૂષા ખૂબ જ મહત્વની ગણાય છે.99. કથકલીના પાત્રો હાવભાવથી નહીં પરંતુ ભાષાથી અભિવ્યક્તિ કરે છે.(√ કે ×)
ઉત્તર:-× - મણીપુર રાજ્યની ઓળખ__ નૃત્ય છે.
ઉત્તર:-મણિપુરી101. મણિપુરી નૃત્યના પ્રકાર જણાવો.
ઉત્તર:-મણિપુરી નૃત્યના બે પ્રકાર છે: લાસ્ય અને તાંડવ.102. મણિપુરી નૃત્ય વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર:- મણિપુરી નૃત્ય મણિપુરી રાજ્યની ઓળખ છે. મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યુથી અલગ માનવામાં આવે છે. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે.103. ભરતમુનિ દ્વારા રચિત___ ગ્રંથ ભારતનાં શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલા મહાન ગ્રંથ છે .
ઉત્તર:- નાટ્યશાસ્ત્ર104. નન્દીકેશ્વરે કયા ગ્રંથની રચના કરી? તેમાં શાની ચર્ચા છે ?
ઉત્તર:- નંદિકેશ્વરે ‘અભિનય દર્પણ’ નામના ગ્રંથની રચના કરી હતી. તેમાં ભારતના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશદ ચર્ચા કરી છે.105. _______ માં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો છે.
ઉત્તર:- તાંજોર ,તમિલનાડુ106.કુચીપુડીનો ઉદ્ભવ __ના કુચીપુડી નામના ગામમાં થયો હતો.
ઉત્તર:- આંધ્રપ્રદેશ107.કુચીપુડી નૃત્ય એ કુચીપુડી ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યનું સ્વરૂપ છે.(√ કે ×)
ઉત્તર:- √108. કુચીપુડી ના સ્થાપક કોણ હતા ?
(A) સિદ્ધન્દ્ર યોગી √
(B) ભરતમુનિ
(C) નંદિકેશ્વર
(D) બિરજુ મહારાજ109.ટૂંક નોંધ લખો: કુચીપુડી નૃત્ય
ઉત્તર:- કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. તે ભારતના અગ્રગણ્ય શાસ્ત્રીય નૃત્યમાંનું એક છે.યક્ષગાન તરીકે ઓળખાતા આ નૃત્યનએ 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધન્દ્ર યોગી હતા. નાટકની પરંપરા નૃત્ય સાથે સંકળાયેલી છે.110. બિહુ અસમ નું પ્રસિદ્ધ નૃત્ય નથી. (√ કે ×)
ઉત્તર:- ×111. બિહુ નૃત્ય કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તર:- ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી-પુરુષો પરંપરાગત પોશાક પહેરીને બિહુ નૃત્ય કરે છે. આ નૃત્યમાં હાથ- પગનું હલનચલન, ગતી અને સમૂહનિર્માણ મહત્વનો ભાગ ભજવે છે. આ નૃત્યમાં ઢોલ, વાંસળી અને પેપા જેવા વાદ્યોનો ઉપયોગ કરવામાં આવે છે.
112. જોડકાં જોડો:
વિભાગ- A | વિભાગ-B |
(1) રાસલીલાનું વર્ણન | (A) કથકલી |
(2) નાટ્ય વાર્તા | (B) મણિપુરી |
(3) ઢોલ પેપા વાંસળી | (C) કથક |
(4) લાસ્ય અને તાંડવ | (D) બિહુ |
જવાબ |
(1) – C |
(2) – A |
(3) – D |
(4) – B |
- _____એટલે નાના કદના ચિત્રો.
ઉત્તર:-લઘુચિત્રો - લઘુચિત્રો કેવી રીતે તૈયાર કરવામાં આવતા?
ઉત્તર:- લઘુચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતાં. પ્રાચીનતમ લઘુચિત્રો તાડપત્રો અને કાષ્ટ પર દોરવામાં આવતાં હતાં.115. પ્રાચીનતમ લઘુચિત્રો શેના પર દોરેલા મળી આવ્યા છે?
(A) તાડપત્રો અને કાષ્ટ પર √
(B) ભોજપત્રો અને તામ્રપત્રો પર
(C) શિલાઓ અને અભિલેખો પર
(D) પ્રાચીન મંદિરની દિવાલો પર
116.______અને_______ના જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્ર જોવા મળે છે
ઉત્તર:- રાજસ્થાન, ગુજરાત
117. કારણ આપો: મુઘલકાળમાં ચિત્રકલાનો વિકાસ થયો.
ઉત્તર:- મુઘલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું તથા ચિત્રશાળાઓની સ્થાપના કરાવી હતી. વળી, બાદશાહે અને તેમના નજીકના લોકો લઘુચિત્ર એકબીજાને ભેટમાં આપતા હતાં. આથી મુઘલકાળમાં ચિત્રકલાનો વિકાસ થયો.
118. ચિત્રકારોએ કયા ગ્રંથોમાં સુંદર લઘુચિત્રો દોર્યા છે?
(A) મહાભારત
(B) પંચતંત્ર
(C) અકબરનામા
(D) આપેલ તમામ √
119. લઘુચિત્રોના વિષયો કયા કયા હતા?
ઉત્તર:- રાજદરબારનાં, યુદ્ધનાં, શિકારનાં અને સામાજિક જીવનનાં દ્રશ્યો લઘુચિત્રોના વિષયો હતાં.
120. લઘુચિત્રો કયાં સચવાયેલાં છે?
ઉત્તર:- ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડારમાં લઘુચિત્ર સચવાયેલાં છે.
121.લધુચિત્રોમાં વિદેશી સંપ્રદાયો અને સમાજજીવનનું પ્રતિબિંબ પડે છે .( √કે ×)
ઉત્તર:- ×
- રાજસ્થાન અને દક્ષિણનાં રાજયોએ પણ ચિત્રકલાને આશ્રય આપ્યો.(√ કે ×)
ઉત્તર:- √
123.રાજસ્થાનના વિવિધ રાજાઓએ કેવા ચિત્રોનું સર્જન કરાવ્યું હતું ?
ઉત્તર:- રાજસ્થાનના વિવિધ રાજાઓએ ભારતની પૌરાણિક કથાઓ , મહાકાવ્યો અને દેવી – દેવતાઓનાં ચિત્રોનું સર્જન કરાવ્યું હતું
124. હિમાચલ પ્રદેશમાં વિકસેલી લઘુચિત્રકલા___ નામે ઓળખાય છે.
(A) રાજસ્થાની
(B) જૈન
(C) બસોહલી √
(D) કાંગડા
125. બસોહલી શૈલીનાં વિશિષ્ટ ચિત્રો ભાનુદત્તના પુસ્તક __ માં જોવા મળે છે.
ઉત્તર:- રસમંજરી
- ‘કાંગડાશૈલી’ નો વિકાસ કેવી રીતે થયો ?
ઉત્તર:- નાદિરશાહે દિલ્લી પર વિજય મેળવ્યો તેથી મુગલ ક્લાકાર પહાડી વિસ્તારોમાં જઈને વસ્યા , જેના પરિણામ સ્વરૂપ ચિત્રકલાની કાંગડા શૈલી’નો વિકાસ થયો .
127. મને ઓળખો : હું પહાડી ચિત્રક્લા તરીકે ઓળખાતી શૈલી છું.
ઉત્તર:- કાંગડાશૈલી
- કાંગડાશૈલીની વિશેષતા જણાવો.
ઉત્તર:-વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગાશૈલીની વિશેષતા હતી.129. ટૂંક નોંધ લખો : ચિત્રકલા શૈલીનો વિકાસ
ઉત્તર:- મુઘલ સામ્રાજયના પતન પછી રાજસ્થાન અને દક્ષિણનાં રાજ્યોએ ચિત્ર કલાને આશ્રય આપ્યો. તેમણે પોતાના દરબારનાં દશ્યોનું ચિત્રણ કરાવ્યું હતું. મેવાડ, જોધપુર, બુંદી, કોટા અને કિશનગઢ જેવાં રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવી-દેવતાનાં ચિત્રોનું સર્જન કરાવ્યું હતું. સત્તરમી સદી પછી હિમાચલ પ્રદેશમાં ‘બસોહલી’ શૈલીની ચિત્રક્લાનો વિકાસ થયો. ભાનુદત્તના પુસ્તક ‘રસમંજરી’ માં આ શૈલીનાં ચિત્રો જો વા મળે છે. નાદિરશાહના આક્રમણ અને દિલ્લી વિજયના કારણે મુઘલ ચિત્રકારો પહાડી વિસ્તારમાં જઈને વસ્યા; પરિણામે ‘કાંગડાશૈલી’ નો વિકાસ થયો. જે પહાડી ચિત્રકલા તરીકે પણ ઓળખાય છે. વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડાશૈલીની વિશેષતા હતી. અઢારમી સદીના મધ્યભાગમાં વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈ કલાકારોએ નવી ચિત્રશૈલી વિકસાવી.
-
આજના રાજસ્થાનને બ્રિટિશ શાસકો __તરીકે ઓળખાવતા હતા .
ઉત્તર:-રાજપૂતાના - શૂરવીરોની ગાથા__અને ___ દ્વારા ગાવામાં આવતી હતી.
ઉત્તર:-ચારણો, બારોટો132. રાજપૂતોની વીરતાભરી ગાથાઓમાં તેમના કયા ગુણોનું વર્ણન થયું છે ?
ઉત્તર:-રાજપૂતોની વીરતાભરી ગાથાઓમાં તેમની શૂરવીરતા , સ્વામીભક્તિ , મિત્રતા , પ્રેમ , વીરતા , ક્રોધ વગેરે ગુણોનું વર્ણન થયું છે.133. રાજપૂતો સ્ત્રીઓ , ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા.(√ કે X )
ઉત્તર:- √134. ટૂંક નોંધ લખો : રાજપૂતોની વીરતાભરી ગાથાઓ .
ઉત્તર :- આજના રાજસ્થાનને બ્રિટિશ શાસકો રાજપૂતાના તરીકે ઓળખતા હતા. રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શો અને વીરતા સાથે જોડાયેલી હતી. રાજપૂતોની વીરતાભરી ગાથાઓ ચારણો અને બારોટો પોતાના કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવતા હતા. તેમાં રાજપૂતોની શુરવીરતા, સ્વામીભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ વગેરે ગુણોનું વર્ણન કરવામાં આવતું. રાજપૂતો સ્ત્રીઓ, ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા. રાજપૂત સ્ત્રીઓ પણ પોતાની શુરવીરતા માટે પ્રખ્યાત હતી. યુદ્ધમાં વીરગતિ પામેલા પતિ પાછળ તેઓ સતી થતી. - સૂફીવાદના મતે ધર્મ એટલે શું ?
ઉત્તર:-સૂફીવાદના મતે ધર્મ એટલે ‘ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ ’ અને ‘ માનવતાની સેવા ‘.136 ‘ખ્વાજા’ કે ‘શેખ’ તરીકે કોણ ઓળખાતું ?
ઉત્તર:-સૂફી જુદા જુદા સિલસિલામાં વહેંચાઈ ગયા.આ દરેક સિલસિલાના પીર ( માર્ગદર્શક ) હતા. તેઓ ‘ખ્વાજા’ કે ‘શેખ’ તરીકે ઓળખાતા.137. પીરના શિષ્યો કયા નામથી ઓળખાતા ?
(A) ઓલિયા
(B) ખ્વાજા
(C) ગરુ
(D) મુરીદ √
138. ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કોણે કરી હતી ?
(A) મોઇનુદ્દીન ચિશ્તી √
(B) હઝરત બાબાજાન
(C) અહેમદ ખટ્ટુ ગંજબક્ષ
(D)ખ્વાજા હસન નિઝામી
139. ગુજરાતમાં અહેમદ ખટ્ટુ ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા હતા .(√ કે ×)
ઉત્તર:- √
140. પાળિયા કોને કહેવામાં આવે છે ?
ઉત્તર:- દુશ્મનો સામે પાળ દઈને ઊભા રહેનારા અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનારા વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે , તેને પાળિયા કરવામાં આવે છે .
141. જે સ્ત્રી સતી થઈ ગઈ હોય અથવા જેણે જોહર કર્યું હોય તેવા પાળિયાને __ ના પાળિયા કહે છે.
ઉત્તર:- સતી
- મને ખોળખો : મારા કાળમાં ભારતીય મંદિર સ્થાપત્યની શરુઆત થઈ .
ઉત્તર:-મૌર્યકાળ143. કોને સંરચનાત્મક મંદિરોનો કાળ કહેવામાં આવે છે ?
(A) મુઘલકાળ
(B) રાજપુત કાળ
(C) ગુપ્તકાળ √
(D) મૌર્યકાળ144. મંદિર સ્થાપત્ય શૈલીના કેટલા પ્રકાર છે ? કયા કયા ?
ઉત્તર:-મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય ત્રણ પ્રકાર છે. (1) નાગર રીલી
(2) દ્રવિડ શૈલી
(3) વેસર શૈલી
145. મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી ?
(A) ગાંધાર શૈલી √
(B) નાગર શૈલી
(C) દ્રવિડ શૈલી
(D) વેસર શૈલી
146. કઈ સ્થાપત્ય શૈલીને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે ?
ઉત્તર:- ઈ.સ. 5 મી સદી પછી ભારતના ઉત્તર ભાગથી માંડી વિધ્ય સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે.
147. ___ શૈલીનાં મંદિરો પંચાયતન શૈલીના અને ઈંડાકાર શિખરવાળાં બનાવવામાં આવતા.
ઉત્તર:- નાગર
148. પુરીનું જગન્નાથ મંદિર ગાંધાર શૈલીમાં બનાવાયેલ છે. (√ કે ×)
ઉત્તર:- ×
149. નીચેનામાંથી કયા મંદિર સ્થાપત્યનો સમાવેશ નાગર શૈલીમાં થતો નથી ?
(A) મોઢેરાનું સૂર્યમંદિર
(B) ઓડિશાનું કોર્ણાક મંદિર
(C) મધ્યપ્રદેશનું ખજૂરાહો મંદિર
(D) મદુરાઈનું મીનાક્ષી મંદિર √
150. પૂર્વ ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલી દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે . (√ કે ×)
ઉત્તર:- ×
151. કયાં કયાં મંદિરોની રચના દ્રવિડ શૈલીમાં થયેલ છે ?
ઉત્તર:- રાજરાજેશ્વરનું બૃહદેશ્વરનું મંદિર , મદુરાઈનું મીનાક્ષી મંદિર , તમિલનાડુનું મહાબલિપુરમનું રથમંદિર વગેરે મંદિરોની રચના દ્રવિડ શૈલીમાં થયેલ છે.
152. ભારતમાં વેસર શૈલી કયાં વિકાસ પામી હતી ?
ઉત્તર:- વેસર શૈલી ભારતમાં મહારાષ્ટ્ર , ગોવા , કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી .
153. વેસર શૈલીમાં નાગર અને કાંગડાશૈલીનું મિશ્રણ જોવા મળે છે . ( √ કે × )
ઉત્તર:- ×
154. _____ નું હોયસળેશ્વરનું મંદિર વેસર શૈલીમાં બનેલું છે .
ઉત્તર:- કર્ણાટક
155. ટૂંક નોંધ લખો : નાગર શૈલી
ઉત્તર : મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય ત્રણ પ્રકારોમાં નાગર શૈલીનો સમાવેશ થાય છે . ઈ.સ. 5 મી સદી પછી ભારતના ઉત્તર ભાગથી માંડી વિંધ્ય સુધી જે મંદિર સ્થાપત્ય શૈલીનો વિકાસ થયો , તે નાગર શૈલી તરીકે ઓળખાય છે . આ મંદિરો પંચોતન શૈલીના અને ઈંડાકાર શિખરવાળાં બનાવવામાં આવતાં હતાં . આ શૈલીના મંદિરોમાં પુરીનું જગન્નાથ મંદિર , ઓડિશાનું કોર્ણાક મંદિર, ગુજરાતનું સૂર્ય મંદિર તેમજ મધ્યપ્રદેશના ખજૂરાહોનાં મંદિરોનો સમાવેશ થાય છે.
156. મંદિરની વેસર સ્થાપત્ય શૈલી વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર:- મંદિર સ્થાપત્યની શૈલીમાં ભારતમાં મહારાષ્ટ્ર, ગોવા ,કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી.વેસર શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે.આ શૈલીના મંદિરોમાં કર્ણાટકનું હોયસળેશ્વરનું મંદિર અને ચેન્ના કેશવ મંદિર વગેરેનો સમાવેશ થાય છે.
157. જોડકાં જોડો:
વિભાગ- A | વિભાગ-B |
(1) નાગર શૈલી | (A) હિમાચલ પ્રદેશ |
(2) દ્રવિડ શૈલી | (B) જુનાગઢનું ભવનાથ મંદિર |
(3) વેસર શૈલી | (C) મોઢેરાનું સૂર્યમંદિર |
(4) બસોહલી શૈલી | (D) તમિલનાડુનું બૃહદેશ્વર મંદિર |
(E) કર્ણાટકનું ચેન્ના કેશવ મંદિર |
જવાબ |
(1) – C |
(2) – D |
(3) – E |
(4) – A |
- ઉત્તર ભારત : નાગરશૈલી:: કેરલ: ___________
ઉત્તર:- દ્રવિડ શૈલી
159. મને ઓળખો: હું કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાતું છું .
ઉત્તર:- વેસર શૈલી