પ્રશ્ન-1 નીચેના પ્રશ્નોના એક્વાક્યમાં ઉત્તર લખો.
- આપણી પૃથ્વી કેવી છે?
જવાબ. આપણી પૃથ્વી એ એવો ગ્રહ છે, જેના પર વિકસિત જીવન જોવા મળે છે.
- પૃથ્વીનો આકાર કેવો છે?
જવાબ. પૃથ્વીનો આકાર ગોળાકાર છે.
૩. પૃથ્વી પર સતત શું થતું રહે છે?
જવાબ. પૃથ્વીની અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે.
- પૃથ્વી કેવી રીતે બનેલી છે?
જવાબ. પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલી છે.
- પૃથ્વી સપાટીના સૌથી ઉપરના સ્તરને શું કહે છે?
જવાબ. પૃથ્વી સપાટીના સૌથી ઉપરના સ્તરને ‘ભૂક્વચ’ કહે છે.
- ભૂક્વચની જાડાઈ કેવી હોય છે?
જવાબ. ભુક્વચની જાડાઈ પાતળી હોય છે.
- ભૂક્વચ ભૂમિખંડ પર આશરે કેટલા કિમી સુધી વિસ્તરેલું હોય છે?
જવાબ. ભૂક્વચ ભૂમિખંડ પર આશરે 35 કિમી સુધી વિસ્તરેલું હોય છે.
- ભૂમિખંડની સપાટી કેવા ખનીજોની બનેલી હોય છે?
જવાબ. ભૂમીખંડની સપાટી સિલિકા અને એલ્યુમિના જેવાં ખનીજોની બનેલી છે.
- મહાસાગરનું કવચ કેવા ખનીજોથી બનેલી હોય છે?
જવાબ. મહાસાગરનું કવચ સિલિકા અને મેગ્નેશિયમથી બનેલી હોય છે.
- પૃથ્વીના સૌથી આંતરિક સ્તરને શું કહે છે?
જવાબ. પૃથ્વીના સૌથી આંતરિક સ્તરને ભૂગર્ભ કહે છે.
- ભૂગર્ભની ત્રિજ્યા આશરે કેટલા કિમી જેટલી હોય છે?
જવાબ. ભૂર્ગભની ત્રિજ્યા આશરે 3500 કિમી જેટલી હોય છે.
- ભૂગર્ભ ક્યાં ખનીજોથી બનેલ હોય છે?
જવાબ. ભૂગર્ભ નિકલ અને ફેરસ(લોખંડ) જેવાં ખનીજોથી બનેલ હોય છે.
- કેન્દ્રિય ભૂગર્ભમાં તાપમાન,દબાણ અને પદાર્થોની ઘનતા કેવી હોય છે?
જવાબ. કેન્દ્રિય ભૂર્ગભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે.
- ખડકના પ્રકાર ક્યાં કારણોથી અલગ-અલગ હોય છે?
જવાબ. ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ-પ્રક્રિયાના આધારે અલગ-અલગ હોય છે.
- નિર્માણ-પ્રક્રિયાના દ્રષ્ટિએ ખડકોના કેટલા ભાગ છે?
જવાબ. નિર્માણ-પ્રક્રિયાના દ્રષ્ટિએ ખડકોના ત્રણ ભાગ છે.
- ખડકોના નામ જણાવો.
જવાબ. 1. અગ્નિકૃત ખડકો, 2. જળકૃત અને ૩. રૂપાંતરિત ખડકો.
- અગ્નિકૃત ખડકો એટલે શું?
જવાબ. ગરમ મેગ્મા ઠંડો થઈ નક્કર થઇ જાય છે, આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે.
- અગ્નિકૃત ખડકો કેટલા પ્રકારના હોય છે?
જવાબ. અગ્નિકૃત ખડકો બે પ્રકારના હોય છે?
- અગ્નિકૃત ખડકોના નામ જણાવો.
જવાબ. 1. આંતરિક ખડક અને 2. બાહ્ય ખડક
- મેગ્મા એટલે શું?
જવાબ. જ્વાળામુખીમાંથી નીકળનાર લાલચોળ પ્રવાહી લાવાને મેગ્મા કહે છે?
- બાહ્ય ખડક એટલે શું?
જવાબ. પૃથ્વી સપાટી પર જયારે મેગ્મા ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે, ત્યારે તેવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે.
- આંતરિક ખડક એટલે શું?
જવાબ. પૃથ્વી સપાટીમાં જયારે મેગ્મા ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે, ત્યારે તેવા ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે.
- ગ્રેનાઈટનો શો ઉપયોગ થાય છે?
જવાબ. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ મોટા ભાગે થાય છે.
9.પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો
24. ખડકો કેવી રીતે નાના ટુકડામાં ફેરવાય છે?
જવાબ. ખડકો ઘસાઈ, અથડાઈ કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે.
25. ખડકોના નાના ટુકડા કેવી રીતે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે?
જવાબ. ખડકોના નાના ટુકડામાં હવા અને પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે.
26. પ્રસ્તર ખડક કોને કહેવાય છે?
જવાબ. ખડકોના નાના ટુકડા એક સ્થળે જમા થઇ દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે, આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવાય છે.
27. જીવાશ્મિ કોણે કહેવાય છે?
જવાબ. પ્રસ્તર ખડકોને જ જીવાશ્મિ કહેવાય છે.
28. રૂપાંતરિત ખડકો કોને કહેવાય છે?
જવાબ. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે, તેવા ખડકોને ‘રૂપાંતરિત ખડકો’ કહેવાય છે.
29. રૂપાંતરિત ખડકોના ઉદાહરણ આપો.
જવાબ. ચીકણી માટી, સ્લેટમાં અને ચૂનાપથ્થર એ આરસપહાણમાં ફેરવાઈ જાય છે.
30. ખડકચક્ર એટલે શું?
જવાબ. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને ખડકચક્ર કહે છે.
31. મેગ્મા કેવી રીતે બને છે?
જવાબ. અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુન: પીગળીને પ્રવાહી મેગ્મા બની જાય છે.
32. નક્કર ખડકોનો શો ઉપયોગ થાય છે?
જવાબ. નક્કર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે.
૩૩. ખનીજ માનવજાતિ કેવું છે?
જવાબ. ખનીજ માનવજાતિ માટે ખૂબ જ મહત્વનું છે.
34. ખનીજોનો ઉપયોગ જણાવો.
જવાબ. કોલસો, કુદરતી વાયુ, ખનીજ તેલ અને પેટ્રોલિયમ. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવા પણ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે.
35. મૃદાવરણીય ભૂતકતી કોણે કહે છે?
જવાબ. મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજીત છે જેને મૃદાવરણીય ભૂતકતી કહે છે.
36. ભૂતકતીઓ કઈ દિશામાં ફરતી રહે છે?
જવાબ. ભૂતકતીઓ અલગ-અલગ દિશામાં ફરતી રહે છે.
37. શાના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે?
જવાબ. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે.
38. આંતરિક બળ કોને કહે છે?
જવાબ. જે બળ પૃથ્વીના અંદરના ભાગમાં નિર્માણ પામે છે, તેને આંતરિક બળ કહે છે.
39. બાહ્ય બળ કોણે કહે છે?
જવાબ. જે બળ પૃથ્વીના બાહ્યમાં ભાગમાં નિર્માણ પામે છે, તેને બાહ્ય બળ કહે છે.
40. ભૂકંપ અને જ્વાળામુખી ક્યારે ઉત્પન્ન થાય છે?
જવાબ. આંતરિક બળ કયારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, તો વળી કયારેક ધીમી ગતિ. જેના લીધે ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે ઉત્પન્ન થાય છે.
41. જ્વાળામુખી એટલે શું?
જવાબ. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, જેને જ્વાળામુખી કહે છે.
42. ભૂકંપ એટલે શું?
જવાબ. મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે, આ કંપન તેનાં કેન્દ્રની ચારેબાજુ કરે છે. આ કંપનને ભૂકંપ કહે છે.
43. ઉદ્દગમ કેન્દ્ર એટલે શું?
જવાબ. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્દગમ કેન્દ્ર કહે છે.
44. અધિકેન્દ્ર એટલે શું?
જવાબ. ઉદ્દગમકેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે.
45. અધિકેન્દ્રના નજીકના ભાગમાં શું થાય છે?
જવાબ. અધિકેન્દ્રના નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે.
46. અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા કેવી થતી જાય છે?
જવાબ. અધિકેન્દ્રના અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીમે-ધીમે ઓછી થતી જાય છે.
47. ભૂકંપની સંભાવનાનું અનુમાન કેવી રીતે કરી શકાય છે?
જવાબ. ભૂકંપની સંભાવનાનું અનુમાન પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપનું પૃથ્વી સપાટી પર આવવું વગેરેથી કરી શકાય છે.
48. ભૂમિસપાટી કઈ પ્રક્રિયાથી સતત બદલાતી રહે છે?
જવાબ. ભૂમિસપાટી ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા સતત બદલાતી રહે છે.
49. ઘસારણની ક્રિયા કેવી રીતે થાય છે?
જવાબ. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે.
50. ઘસારણ એટલે શું?
જવાબ. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવાં વિભિન્ન ઘટકો દ્વારા થતાં ક્ષયને ઘસારણ કહે છે.
51. પરિવહન એટલે શું?
જવાબ. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજે સ્થળે લઇ જાય છે, તેને પરિવહન કહે છે.
52. નદીના પાણીથી જમીનનું શું થાય છે?
જવાબ. નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે?
53. જળપ્રપાત કે જળધોધ એટલે શું?
જવાબ. નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીંચાણવાળો ભૂમિમાં પડે, તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે.
54. સર્પાકાર વહનમાર્ગ એટલે શું?
જવાબ. નદી મેદાનીક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકને સર્પાકાર વહનમાર્ગ કહે છે.
55. સર્પાકાર વળાંકો સમય જતા કોની જેવાં આકાર ધરાવે છે?
જવાબ. સર્પાકાર વળાંકો સમય જતા લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે.
56. નળાકાર સરોવર એટલે શું?
જવાબ. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે, તેને નળાકાર સરોવર કહે છે.
57. પૂરના મેદાનો એટલે શું?
જવાબ. નદી પોતાના કિનારાથી વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેને પૂરનાં મેદાનો કહે છે.
58. કુદરતી તટબંધ એટલે શું?
જવાબ. નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ-માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે.
59. શાખા/પ્રશાખા એટેલ શું?
જવાબ. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઇ જાય છે, તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઇ જાય છે જેને શાખા/પ્રશાખા કહે છે.
60. તિરાડો કેવી રીતે પડે છે?
જવાબ. સમુદ્રનાં મોજા સતત ખડકો સાથે ટકરાય છે, જેનાથી તિરાડો બને છે.
61. સમુદ્રીગુફા એટલે શું?
જવાબ. સમુદ્રનાં મોજા સતત ખડકો સાથે ટકરાય છે, જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે, તેને સમુદ્રીગુફા કહે છે.
62. સમુદ્રમાન એટલે શું?
જવાબ. સમુદ્રજળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્રમાન કહે છે.
63. હિમનદી શાની બનેલી હોય છે?
જવાબ. હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની બનેલી હોય છે.
64. ઢુવા(બારખન) એટલે શું?
જવાબ. પવનની ગતિ અટકે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બનાવે છે. તેને ઢુવા(બારખન) કહે છે.
65. લોએસ એટલે શું?
જવાબ. માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઇ જાય છે, તો તેને લોએસ કહે છે.
પ્રશ્ન-2 નીચેના પ્રશ્નોના સવિસ્તાર લખો.
1. સમુદ્રમોજાંનું કાર્ય જણાવો.
જવાબ. સમુદ્રમોજાંના ઘસારણઅને નિક્ષેપણ કિનારાનાં ભૂમિસ્વરૂપો બનાવે છે. સમુદ્રનાં મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. તેને સમુદ્રીગુફા કહે છે. આ ગુફાઓમાં મોટા થતાં જવાથી માત્ર છત જ રહે છે. જેનાથી તટીય કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાંખે છે. અને ફક્ત દીવાલો જેવાં આ સ્વરૂપને સ્ટૈક કહે છે. સમુદ્રજળની ઉપર લગભગ ઊર્ધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્રકમાન કહે છે. સમુદ્રીમોજાંઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે.
2. હિમનદીનું કાર્ય જણાવો.
જવાબ. હિમનદી હિમાચ્છદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા ‘યુ’ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવરનું નિર્માણ થાય છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવાં કે નાના-મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ભૂમિ સ્વરૂપની રચના થાય છે.
પ્રશ્ન-૩ નીચેની ખાલી જગ્યાઓ પૂરો.
1. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ________ નામે ઓળખાય છે.
જવાબ. આંતરિક ભૂગર્ભ
2. અનાજ પીસવા માટે ___________ પથ્થરનો ઉપયોગ થાય છે.
જવાબ. ગ્રેનાઈટના
૩. ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ________ __ કેન્દ્ર કહે છે.
જવાબ. ઉદ્દગમ
4. સમુદ્રમોજાંના ઘસારણથી દીવાલ જેવાં રચાતા ભૂસ્વરૂપને _________ __ નામે ઓળખાય છે.
જવાબ. સ્ટૈક
5. પવનની ગતિ ઘટતાં માટીના કણ જમીન પર પથરાય તેને __________ કહે છે.
જવાબ. ઢુવા
પ્રશ્ન-4 જોડકા જોડો.
‘અ’ ‘બ’
1. પૃથ્વીસપાટીનું સૌથી ઉપલું સ્તર(A) ગોળાશ્મિ
2. રૂપાંતરિત ખડક (B) રેતીના ઢુવા
૩. નદીનું કાર્ય(C) આરસપહાણ
4. પવનનું કાર્ય (D) પૂરનાં મેદાન
5. હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ (E) સિયાલ
જવાબ.
1. E
2. C
૩. D
4. B
5. A