1. પાઠના લેખકનું નામ જણાવો.
ઉત્તર : ‘સાંઢ નાધ્યો’ પાઠના લેખકનું નામ ઈશ્વર પેટલીકર છે.
2. ‘સાંઢ નાથ્યો’ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.
(A) નવલકથાખંડ ✓
(B) નવલિકા
(C) લઘુનવલ
(D) ટૂંકીવાર્તા સાંઢ નાથ્યો
3. ‘સાંઢ નાથ્યો’ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે?
ઉત્તર : ‘સાંઢ નાથ્યો’ પાઠ જનમટીપ’ નવલકથામાંથી લેવામાં આવ્યો છે.
4.ચંદા એ રયજીનાં સંતાનોમાં……. હતી.
(A) પહેલી
(B) બીજી
(C) છેલ્લી √
(D) ત્રીજી
5. ચંદાના પિતાજીનું નામ જણાવો .
ઉત્તર : ચંદાના પિતાનું નામ રયજી હતું.
6. રયજીની જુવાનીનો જુસ્સો ને જોમ એનામાં ઊતર્યા હતાં. (✓ કે X )
ઉત્તર : √
7. ચંદાના લંબાવેલા હાથ પકડવાની હામ કેમ કોઈનામાં ન હતી?
ઉત્તર : ચંદાને પરણવાના કોડ નાતના જુવાનિયામાં ઘણાને હતા. પણ ‘સાંઢ નાથવા’નો વિચિત્ર અને માન્યામાં ન આવે તેવો પ્રસંગ બની ગયો, ત્યારથી ચંદાનો લંબાવેલો હાથ પકડવાની હામ કોઈનામાં ન હતી.
8. ગામમાં શી આફત આવી પડી?
ઉત્તર : એક તોફાની મદમસ્ત સાંઢ રખડતો – રખડતો ગામમાં આવી ચડ્યો હતો. એને જોઈને સીમાડામાં જતાં ઢોર જીવ લઈને નાસતાં. દિવસે દિવસે સાંઢનો કેર વધવા માંડ્યો હતો. સાંઢ સીમનો પાક બગાડી નાખતો.પણ કોઈ ચુ કે ચાં કરી શક્યું નહિ. ગામમાં આ આફત આવી પડી હતી.
9. એક તોફાની, મદમસ્ત સાંઢ રખડતો – રખડતો ગામમાં આવી પહોંચ્યો. ( ✓ કે X)
ઉત્તર : √
10. ભેગા થયેલા ગામલોકોએ સાંઢથી બચવાનો કયો ઉપાય બતાવ્યો હતો?
ઉત્તર : ભેગા થયેલા ગામલોકોએ સાંઢથી બચવા સાંઢના પગે ડહકલો નાખવાનો ઉપાય બતાવ્યો.
11. “ત્યારે તો બકરી બની જાય.” – આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો.
ઉત્તર : ભેગા થયેલા લોકોમાંથી એક માણસ બોલે છે અને બીજા લોકોને કહે છે.
12. “પણ ડહકલો નાખવા કોણ જશે? આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો.
ઉત્તર : બોલ્યા વિના સાંભળતા એક વ્યક્તિએ ગામના બીજા લોકોને કહ્યું.
13. ચંદા નિશાળમાં ભણતી ત્યારે તેને…….. કહેલી વાત સાંભરી આવી.
(A) શિક્ષકે ✓
(B) આચાર્યશ્રીએ
(C) બહેનપણીએ
(D) વર્ગમિત્રોએ
ઉત્તર : ગામના લોકો સાંઢને ડહકલો બાંધવા જતાં ડરતા હતા આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો. માત્ર અંદર અંદર વાતો કરતા હતા કે કોણ જાય છે? ત્યારે ચંદાએ ઉંદર – બિલાડીનો વાત સંભળાવી તેમને પૂંછડા વગરના ઉંદર કહ્યા.
15. ‘સાંઢને નાથવા’ બાબત લોકોને કયો ભય હતો?
ઉત્તર : સાંઢને નાથવા અંગે લોકોના મનમાં ભય હતો કે સાંઢને નાથવા જનારને તોફાની સાંઢ મારી નાખશે. જાનવરની જાતનો શો ભરોસો?
16. મને તમારી દયા આવે છે. (✓કેX)
ઉત્તર : √
17. ચંદા વે સાંજને નાથવા માટે કઈ શરત રાખી?
ઉત્તર : ગામના લોકો મૂછો મુંડાવે એ શરતે ચંદા સાંઢને થવાનું કામ કરવા તૈયાર થઈ.
18.ચંદા એ પોતાની શરતનું પાલન કરવાનું ક્યારે કર્યું?
(A) રાતે
(B) બપોરે
(C) ઉગતા સુરજે √
(D) સાંજે
19. સાંઢ નાથવા બાબતે ચંદા એ પિતાની દલીલ છતાં પોતાનો વિચાર કેમ ન ફેરવ્યો?
ઉત્તર : ચંદા એના પિતાજી હજી આગળ પોતાનો વિચાર ન ફેરવ્યો, કારણકે એ જીવથી જશે તોય પિતા નો વંશ જવાનો નહોતો.
20. ………… સમજાવટ છતાં ચંદા એકની બે ના થઈ.
(A) પિતાની √
(B) માતાની
(C) સરપંચની
(D) ગામલોકોની
21. રયજી કેમ નિરાશ થયો ?
ઉત્તર : ચંદા સાંઢને નાથવા જવાની છે એ જાણીને રયજીએ ચંદાને ઘણી સમજાવી , પણ ચંદા એકની બે ન થઈ. ચંદાએ ન તો પિતા સાથે દલીલ કરી કે ન પોતાનો વિચાર ફેરવ્યો . આથી રયજી નિરાશ થયો.
22. કોનું પરાક્રમ નીરખવા સૂર્યનારાયણ ઉતાવળે ચઢી રહ્યા હતા?
(A) ચંદાનું √
(B) રયજીનું
(C) યુવાનોનું
(D) ગામના લોકોનું
23. સૂર્યનારાયણનું પુંજ ….. માં છંટાયું.
ઉત્તર : પૂર્વ
24. રયજી ચંદાના રક્ષણ માટે શું લઈને નીકળ્યો હતો?
(A) તલવાર
(B) બંદૂક
(C) ભાલોડાં
(D) ધારિયું
25. ગુમાન તો બંનેને હતું ? (✓ કે X)
ઉત્તર : √
ઉત્તર : જવાની
27. આખલાને શેનું ગુમાન હતું?
(A) શરીરનું
(B) શિંગડાંનું
(C) બળનું √
(D) પોતાના સ્વભાવનું
ઉત્તર : ચંદાનો જીવ ન જાય એ માટે ગામના કેટલાક લોકો હાથમાં કામઠાં ઉપર તીર તૈયાર કરીને આવ્યા હતા.
29. ચંદા ને આવતી જોઈ હોવા છતાં વૃષભરાજની પ્રકૃતિમાં કેવી રીતે પરિવર્તન આવ્યું હતું?
ઉત્તર : ચંદા ને આવતી જોઈ હોવા છતાં બનો અભિમાની વૃષભરાજ ઊંચી દૃષ્ટિ કરીને તેને જોઈ રહ્યો. પુરુષને આજ થી અણીયાળી આંખે એ પણ અંજાયો હોય તેમ પડ્યો પડ્યો તાકી રહ્યો. દૂરથી જ મનુષ્યને કે પશુને જોઈ પાછળ પડતો આખલો હજી ઊંચી ડોક કરીને પડી રહ્યો હતો. એને સ્ત્રી ક્ષુલ્લક લાગતી હતી કે, એના સૌંદર્યથી અંજાયો હતો? ગમે તેમ પણ આજે તેની પ્રકૃતિ માં પરિવર્તન આવ્યું હતું.
30. લોકોના ટોળામાં ગણગણાટ કેમ શરૂ થયો?
ઉત્તર : ચંદાએ આખલાની એક રાશવા છેટુ રહીને પોતાના ત્વરિત પગલા થંભાવી દીધા આ જોઇને ગામના લોકોને એમ લાગ્યું કે તે ડરી ગઈ. આથી ગણગણાટ શરૂ થયો.
31. રયજી નો જીવ પડીકે શા માટે બંધાયો?
ઉત્તર : ત્વરિત પગલા ઉપાડતી ચંદા ના પગ થંભી જતા ટોળામાં ગણગણાટ થવા માંડ્યો. કોઈને થયું,’આખરે બી ગઈ!’કોઈ હળવેથી બોલ્યુ, ‘એ તો મો એ બોલે એટલું જ. બધા હતા એટલે ગુમાનમાં એ ગુમાનમાં ત્યાં સુધી ગઈ!’ત્રીજું બોલ્યુ,’આખલાની વિકરાળ આંખો જોઈ ભલભલાના હાંજા ગગડી જાય તો એનું શું ગજુ?’આ ગણગણાટ સાંભળી નો જીવ પડીકે બંધાયો.
32. ચંદાને આખલા પર રયજીની નજર કેવી રીતે મંડાઇ હતી?
ઉત્તર : જેમ અર્જુન લક્ષ્યપક્ષીનુ માથુ જ દેખતો હતો તેમ રયજી ની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી.
33. આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો?
ઉત્તર : ચંદાની અણિયાળી આંખોથી અંજાયો હોય તેમ આખલો પડ્યો પડ્યો તેને તાકી રહ્યો હતો. ચંદા હે તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. સામાન્ય રીતે દૂરથી મનુષ્ય કે પશુઓ ને આવતો જુએ એટલે તેની પાછળ પડતો. પણ અહીં તો એ ઊંચી ડોક કરી ચંદા તરફ તાકી જ રહ્યો. ગુમાની આખલાને એ સ્ત્રી ક્ષુલ્લક લાગતી હતી કે પછી એના સ્ત્રીશક્તિ અને સૌંદર્યથી અંજાયો હતો. ગમે તે કારણ હોય પણ આખલા એ ચંદા પર હુમલો ન કર્યો.
34. સ્પર્શ વાંચતો આખલો ……… ચહેરે તાકી રહ્યો.
ઉત્તર : દયામણા
35. આખલો જમીન પર મોં રાખીને શા માટે શાંતિથી સૂઈ રહ્યો હતો?
ઉત્તર : ચંદા આખલા ની પાસે બેસી હિંમતથી એના કપાળ પર અને આંખો ઉપર હાથ ફેરવી તેની સાથે ગેલ કરવા લાગી. તેના કૂમળા હાથનો સ્પર્શ આખલાને ગમતો હતો. ચંદાના હાથનો સ્પર્શ તેના શરીરને સતત થતો રહે એ માટે આખલો ઊંચી ડોક જમીન ઉપર રાખીને નિરાંતે સૂતો હતો.
36. ચંદાએ સાંઢ ના પગે ડહકલો ગાળો ક્યારે ભેરવી દીધો?
ઉત્તર : આખલો નિરાંતે બેસી રહેતા ચંદા નો ભય જતો રહ્યો. તેણે માથે અને પગે હાથ ફેરવતા પગ વારાફરતી ઊંચા કરી જોયા. ચંદા ને ખાતરી થઇ ગઈ કે, આંખનો દયામણો બની ગયો છે, ત્યારે આ તકનો લાભ લઇ ચંદાએ સાંજના પગે ડહકલો ફેરવી દીધો.
37. ‘વધતો વિજય ઉગતી દયા ને ગળી ગયો.’ આપેલ વિધાન પાઠના આધારે સમજાવો.
ઉત્તર : તોફાની આખલાના કેરના કારણે લો કો જીવને લઈ નાસતા હતા ત્યારે ચંદાએ તેને નાથવાનું બીડું ઝડપ્યું. ચંદાએ કમરે છે. ખાસી જીવમાં હહકલો લઈને નીકળી આલા પાસે જઈ એની આંખમાં ત્રાટકે રચ્યું. આખલો તેનાથી અંજાઈ ગયો અને તેની સાથે કરવા. કાયે, ચંદાએ ડહ કલો પગમાં ભેરવી દીધો. આટલા ગરીબડા થયેલા આખલાને જોઈને ચંદાને દયા આવી. એને નાથવાની એ વિજથી છે. પાકે તેના કુમળા હાથનો સ્પર્શ સતત થતો રહે એ માટે એ નિરાંતે સૂઈ રહ્યો, એનાથી ચંદાનો ભય જતો રહ્યો. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીન. તેના હૃદયમાં જાગેલી દયા ઓગળી ગઈ અને તેણે આખલાના પગમાં ડહકલો ભેરવી દીધો.
38. પગના બંધન અનુભવ્યા! પછી વૃષભ રાજ ક્યાં ઉતામાં મારી બેઠો?
ઉત્તર : પગના બંધન અનુભવ્યા પછી જાણે પાંજરામાં સિંહ તાડુકે એમ આખલો બરાડ્યો અને ઉધામા મારી બેઠો થયો. એણે દોડવા નો પ્રયત્ન કર્યો, પણ એના પગ સામે ખેંચાયા એટલે એણે બીજો બરાડો પાડ્યો.
39. પાઠ માં સાંઢ માટે બીજા કયા શબ્દો વપરાયા છે?
ઉત્તર : વૃષભ
40. ચંદા ની દ્રષ્ટિ અને વિજય હાસ્ય જોઈ વૃષભ શા માટે નીચું જોઈ રહ્યો?
ઉત્તર : ચંદા ની દ્રષ્ટિ અને વિજય હાસ્ય જોઈ છેતરાયેલો વૃષભ રાજ શરમનો માર્યો નીચું જઇ રહ્યો.
ઉત્તર : લોકોની નજીક આવી ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો કે, કોઈ એને મારવાનો નથી.
42. ‘‘બેટા પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું” આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે?
ઉત્તર : આ વાક્ય રયજી બોલે છે અને ચંદા ને કહે છે.
43. રયજી એ ચારે બાજુ ઊભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતા શું કહ્યું?
ઉત્તર : રયજી એ ચારે બાજુ ઊભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતા કહ્યું, “આ નજરે જોયું એ ખોટું? આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી?”
44. “તમે પુરુષ દેખતા હો તો-હું તો કોઈને પુરુષ દેખતી નથી”આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે.
ઉત્તર : ચંદા બોલે છે અને તેના પિતા રયજી ને કહે છે.
45. ચંદા ના કયા કટાક્ષ થી લોકોને શરમના કારણે મરી જવાનું મન થયું?
ઉત્તર : ચંદાના આ કટાક્ષથી લોકોને શરમના કારણે મરી જવાનું મન થયું: “હું તો અહીં કોઈને પુરુષ દેખતી નથી.”
46.ચંદાના પરાક્રમની વાતની તેની નાતમાં શી અસર થઈ?
ઉત્તર : ચંદાના પરાક્રમની વાત તેની નાતમાં રામાયણ – મહાભારતની કથા બની ગઈ.
47.પાઠના આધારે ચંદાનું પાત્રાલેખન તમારી નોટબુકમાં કરો.
ઉત્તર : ચંદા એ રયજીનાં સંતાનોમાં સૌથી છેલ્લું સંતાન હતી. ચંદા ગુમાની આત્મવિશ્વાસ ધરાવતી નિર્ભય તેમજ ગામના ભલભલા પુરુષોને પોતાના પરાક્રમથી શરમાવી દે એવી છે. એને આખલા ની આંખ માં આંખ પરોવી કરેલું ત્રાટક , આખલાને આંજી દેતું એનું સૌંદર્ય તેનો કોમળ સ્પર્શ અને તેના બુદ્ધિચાતુર્યથી પરાસ્ત થયેલા સાંઢને નાથવામાં એને સફળતા મળે છે. આ પાત્ર દ્રારા લેખકે એક સબળા સ્ત્રીના અદ્ભુત પરાક્રમ પાસે પુરુષો ઝાંખા પડે એવી નારી શક્તિનો પરિચય કરાવ્યો છે.
48.નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :
(1) કોઢી = …………….
(3) ઉધામા = …………….
(4) નેત્ર = …………….
(5) ભરોસો = …………….
(6) નિશાળ = …………….
(7) પાણી = …………….
(8) ગુમાન = …………….
(9) વૃષભ = …………….
(10) ક્ષુલ્લક = …………….
(11) પુંજ =…………….
ઉત્તર : તેજ
(12) ગજુ = …………….
49. નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દો લખો :
(1) શક્તિ x …………….
(2) તોફાની x …………….
(3) વિજય x …………….
(4) ઊંચું x …………….
(5) યુવાન x …………….
(6) યુવાન x …………….
(7) આનંદ x …………….
(8) જીવન x …………….
(9) રક્ષણ x …………….
50.નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો :
(1) કૂતુહલ – …………….
(2) અભીમાન – …………….
(3) દ્રષ્ટિ- …………….
(4) સપરશ – …………….
(5) બીલાડી – …………….
(6) અપસરા – …………….
51.નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો :
સાંઢ, ચંદા, ગુમાન, દૃષ્ટિ, બિલાડી, કુતૂહલ
ઉત્તર : કુતૂહલ, ગુમાન, ચંદા, દૃષ્ટિ, બિલાડી, સાંઢ
52. પાઠમાં આવેલ દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો શોધીને લખો.
ઉત્તર :
રવાનુકારી શબ્દો : ગણગણાટ, ગગડવું
53. નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો.
(1) જીવ લઈને નાસવું
(2) ચૂં કે ચાં ન થવું
વાક્ય : આચાર્યને વર્ગખંડમાં જોઈ કોઈ પણ વિદ્યાર્થી ચૂં કે ચાં ન થયું.
(3) જીવ પડીકે બંધાવો
વાક્ય : દીકરાના અકસ્માત ના સમાચાર સાંભળી માતા નો જીવ પડીકે બંધાયો.
(4) હામ ભીડવી
વાક્ય : મોહને પહેલવાન સાથે લડવા હામ ભીડી.
(5) રસ્તો કાઢવો
વાક્ય : આવી પડેલી મુશ્કેલીનો ગામલોકોએ રસ્તો કાઢ્યો.
(6) જીવથી જવું
વાક્ય : અકસ્માતમાં છોકરો જીવથી ગયો.
(7) આંખમાં આંખ પરોવવી
54. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :
(2) તાકીને એક જ સ્થાને જોઈ ચિત્ત એકાગ્ર કરવાની યોગની ક્રિયા
(3) ગાડાના બળદના દોરડાના માપના અંતરે
(4) યમલોકના અધિષ્ઠાતા દેવ
(5) વિવાદના મુદ્દાની રજૂઆત
(6) તીર કે તેનું પાનું , એક હથિયાર
55. નીચે આપેલાં વાક્યોમાંથી સાદાં , સંયુક્ત અને સંકુલ વાક્યો ઓળખાવો :
(1) ચંદાને નીરખવા આખલો ઊંચો થવા ગયો.
(2) ચંદાને દયા આવી, પણ વધતો વિજય ઊગતી દયાને ગળી ગયો.
(3) રયજીએ આ વાત જાણી ત્યારે એણે ચંદાને ઘણી સમજાવી.
(4) ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્ન કર્યો.
(5) આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહિ.
(6) સરસ ઉજાણી થાય.
(7) એને સ્ત્રી ક્ષુલ્લક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો ?