1.સ્થિર પદાર્થને ધક્કો મારતાં તે____ માં આવે છે.
ઉત્તર : ગતિ
2. સામાન ભરેલી ટ્રોલીને ગતિ કરાવવા માટે આપણે તેને_____પડે.
ઉત્તર : ખેંચવી
ઉત્તર : ખેંચવી
3. કબાટનું ખાનુ ખોલવા માટે ખાનાને ખેંચવું પડે. (✔ કે X)
ઉત્તર : ✔
ઉત્તર : ✔
4.બળની વ્યાખ્યા આપી જુદા જુદા ઉદાહરણ વડે તેની સમજૂતી આપો.
ઉત્તર : પદાર્થ પર જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા કે આકાર કે બંને બદલાય, તેને બળ કહે છે. વિજ્ઞાનમાં, પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને પણ બળ કહે છે. ટેબલ પર રહેલા પુસ્તકને ધક્કો મારતા કે તેને ખેંચતા તે ગતિમાં આવે છે. આમ, અહીં પુસ્તક પર બળ લાગતા તે ગતિમાં આવે છે. એ જ રીતે ફૂલેલા ફુગાને સહેજ દબાવતાં તેના આકાર બદલાય છે.અહીં ફુગ્ગા પર હાથ વડે બળ લાગે છે. આમ,વસ્તુ પર બળ લાગતા તેની ગતિ અવસ્થા કે આકાર કે બંને બદલાય છે.

5. જ્યારે બે છોકરીઓ એકબીજાના હાથ પકડીને ફુદરડી ફરતી હોય છે, ત્યારે તેઓ એકબીજા પર_____લગાડે છે.
ઉત્તર : બળ
ઉત્તર : બળ
6. બળ લગાડવાથી વસ્તુઓ હંમેશાં ગતિમાં આવે છે. (✔ કે X)
ઉત્તર : X
ઉત્તર : X
7. બળ લગાડવા માટે ઓછામાં ઓછા____ પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ.
(A) ત્રણ
(A) ત્રણ
(B) બે
(C) ચાર
(D) પાંચ
ઉત્તર : (B) બે
ઉત્તર : (B) બે
8. એક પદાર્થની બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા બળમાં પરિણમે છે. (✔ કે X)
ઉત્તર : ✔
ઉત્તર : ✔
9. એકલું અટુલું બળ અસ્તિત્વ ધરાવે છે. (✔ કે X)
ઉત્તર : X
ઉત્તર : X
10. બળો બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. સમજાવો.
ઉત્તર : બળો બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે.આ બાબત ઉદાહરણથી સમજીએ. ધારો કે, એક માણસ એક સ્થિર કારની પાછળ ઊભો રહે તો માત્ર તેની હાજરીના કારણે કાર ગતિ કરતી નથી. પરંતુ જો આ માણસ કારને પાછળથી જોરથી ધક્કો મારે તો કાર આગળની તરફ એટલે કે લાગતા બળની દિશામાં ગતિ કરે છે. આમ, કાર અને તેની પાછળ ઊભેલા માણસ વચ્ચે આંતરક્રિયાને કારણે બળ ઉદ્દભવે છે. અને કાર ગતિ કરે છે. આ જ રીતે બેટ વડે દડાને ફટકારતાં બેટ અને દડા વચ્ચે આંતરક્રિયાને કારણે દડો ગતિમાં આવે છે. આમ, બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયાને લીધે બળ ઉદ્ભવે છે.

11. પદાર્થ પર એક જ દિશામાં લગાડેલાં બળો____
(A) એકબીજામાંથી બાદ થાય છે.
(A) એકબીજામાંથી બાદ થાય છે.
(B) એકબીજામાં ઉમેરાય છે.
(C) કંઈ અસર કરતાં નથી.
(D) આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર : (B) એકબીજામાં ઉમેરાય છે.
12. જો બંને બળો (i)પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગે અને (ii) એક જ દિશામાં લાગે, તો પરિણામી બળ કેવી રીતે શોધી શકાય?
ઉત્તરઃ (i)જયારે બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે પરિણામી બળ બંને બળોના તફાવત વડે અને (ii) એક જ દિશામાં હોય તો બંને બળના સરવાળા વડે શોધી શકાય.

13. દોરડાખેંચની રમતમાં જ્યારે બંને ટીમ દોરડાને એક સમાન બળથી ખેંચે તો શું થાય?
ઉત્તર : જો બંને ટીમ દોરડાને એક સમાન બળથી ખેંચે તો વિરુદ્ધ દિશામાં લાગતા બળનું મૂલ્ય સમાન હોય. આથી પરિણામી બળ બંનેના તફાવત જેટલું એટલે 0 થાય. તેથી દોરડું જેમનું તેમ જ રહે છે.

14. બળની માત્રા એ એના____ વડે દર્શાવાય છે.
ઉત્તર : મુલ્ય
ઉત્તર : મુલ્ય
15. જો બળનું ____ કે_____બદલાય તો તેની અસર પણ બદલાય છે.
ઉત્તર : મૂલ્ય,દિશા
ઉત્તર : મૂલ્ય,દિશા
16. પદાર્થ પર એક કરતાં વધારે બળો લાગી શકતાં નથી. (✔ કે X)
ઉત્તર : X
ઉત્તર : X
17. પદાર્થ પર થતી અસર તેના પર લાગતા____બળને કારણે હોય છે.
ઉત્તર : પરિણામી
ઉત્તર : પરિણામી
18. બે બળો વચ્ચેનું પરિણામી બળ કઈ પરિસ્થિતિમાં શૂન્ય થાય છે?
ઉત્તર : જયારે કોઈ એક પદાર્થ પર વિરુદ્ધ દિશામાં બળ લાગે તો પરિણામી બળ આ બંને બળના તફાવત જેટલું હોય. જો વિરુદ્ધ દિશામાં લાગતા બંને બળનું મૂલ્ય સમાન હોય તો તેમનો તફાવત શૂન્ય થાય. પરિણામે, બે બળો વચ્ચેનું પરિણામી બળ પણ શૂન્ય થાય છે.

19. બોલ જયારે સ્થિર સ્થિતિમાં હોય, ત્યારે તેની ઝડપ ____હોય છે.
ઉત્તર : શુન્ય
ઉત્તર : શુન્ય
20. સ્થિર દડાને ધક્કો મારતાં _____
(A) તે સ્થિર જ રહે છે.
(A) તે સ્થિર જ રહે છે.
(B) તે ગતિ કરે છે.
(C) તેનો આકાર બદલાય છે.
(D) તેની ગતિ ઘટે છે.
ઉત્તર : ((B) તે ગતિ કરે છે.
ઉત્તર : ((B) તે ગતિ કરે છે.
21. ગતિમાન પદાર્થ કોઈ પદાર્થની સાથે અથડાતાં તેની ઝડપમાં ફેરફાર થાય છે. (✔ કે X)
ઉત્તર : ✔
ઉત્તર : ✔
22. જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ___છે.
ઉત્તર :વધે
ઉત્તર :વધે
23. એવી પરિસ્થિતિઓનાં બે ઉદાહરણ આપો કે જેમાં તમે ધક્કો મારીને, ખેંચીને પદાર્થની ગતિની અવસ્થા બદલો છો.
ઉત્તર : સ્થિર રહેલા દડાને બેટ વડે ફટકારતાં એટલે કે ધક્કો મારતાં દડાની ગતિની અવસ્થા બદલાશે. તે જ રીતે કૂવામાંથી ડોલને ખેંચતા કૂવામાં રહેલી ડોલ ઉપર તરફ ગતિ કરશે એટલે કે તેની ગતિની અવસ્થા બદલાશે.

24. જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ____ છે.
ઉત્તર : ઘટે
ઉત્તર : ઘટે
25. બળ લગાડતાં પદાર્થની ઝડપમાં કેવો ફેરફાર થાય છે, તે જણાવો.
ઉત્તર : બળ લગાડતાં પદાર્થની ઝડપમાં વધારો કે ઘટાડો થાય છે. બેટ્સમેન જયારે બોલને ખૂબ જ જોરથી ફટકારે છે ત્યારે તે બોલની ઝડપ વધે છે. જયારે ગતિ કરતા બોલને કોઈ ફિલ્ડર રોકે છે ત્યારે તેની ઝડપ ઘટે છે. આ જ રીતે ગતિ કરતી સાયકલને બ્રેક મારતા બ્રેક વડે પૈડાં પર બળ લાગે છે અને સાયકલની ઝડપ ઘટે છે જયારે વધુ ઝડપથી પેડલ મારતા સાયકલની ઝડપ વધે છે.

26. કારણ આપો : પૈડું ફેરવવાની રમતમાં બાળકો પૈડાને વારંવાર ધક્કો મારે છે.
ઉત્તર : કારણ કે, આ રમતમાં પૈડું ફેરવતા–ફેરવતા નિશ્ચિત જગ્યાએ પહોંચવાનું હોય છે અને જે પહેલા પહોંચે તે વિજેતા ગણાય છે. આથી, બાળકો પૈડાને વધુ ઝડપે ગતિ કરાવવા ઇચ્છે છે. પૈડાની રમતમાં પૈડાને તે ગતિ કરતું હોય તે દિશામાં વારંવાર ધક્કા મારવાથી પૈડા પર બળ લાગે છે અને આ બળના પરિણામે પૈડાની ઝડપમાં વધારો થાય છે. આથી, પૈડું ફેરવવાની રમતમાં બાળકો પૈડાને વારંવાર ધક્કો મારે છે.

27. ગતિ કરતા દડાના માર્ગમાં જયારે હથેળીને મૂકવામાં આવે ત્યારે દડાની ઝડપમાં ફેરફાર થાય છે. (✔ કે X)
ઉત્તર : ✔
ઉત્તર : ✔
28. બળ વડે ગતિમાન પદાર્થની દિશા પણ બદલી શકાય છે. (✔ કે X)
ઉત્તર : ✔
ઉત્તર : ✔
29. જયારે ખેલાડી બેટ વડે બૉલને મારે છે ત્યારે …
(A) બોલની ગતિ બદલાય છે.
(A) બોલની ગતિ બદલાય છે.
(B) બોલની ગતિ અને દિશા બંને બદલાય છે.
(C) બોલની ગતિ શુન્ય થાય છે.
(D) બોલ ગોળ ફરે છે.
ઉત્તર : (B) બોલની ગતિ અને દિશા બંને બદલાય છે.

30. વૉલીબૉલની રમતમાં ખેલાડી દ્વારા બૉલની ગતિ અને દિશા બદલાય છે. કેવી રીતે?
ઉત્તર : વોલીબોલની રમતમાં સર્વિસ કરતો ખેલાડી હાથ દ્વારા સ્થિર દડાને ઉછાળીને તેને ફટકારીને સામેની તરફ મોકલે છે, આથી, હાથ દ્વારા દડા પર બળ લાગતા બોલની ગતિ અને દિશા બદલાય છે. આ જ રીતે સામેની તરફ રહેલો ખેલાડી બોલને તેની ગતિની વિરુદ્ધ દિશામાં ફટકારતાં ફરીથી બોલની ઝડપ અને દિશા બદલાય છે.
31. પદાર્થની ____કે____બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે, તેમ કહેવાય.
ઉત્તર : ઝડપ,દિશા
ઉત્તર : ઝડપ,દિશા
32. પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર કરતું નથી. (✔ કે X)
ઉત્તર : X
ઉત્તર : X
33. પદાર્થની ગતિની અવસ્થા એટલે શું? બળ દ્વારા તે કેવી રીતે બદલાય છે?
ઉત્તર : પદાર્થની જે અવસ્થાને તેની ઝડપ તેમજ ગતિની દિશા દ્વારા વર્ણવામાં આવે છે તેને પદાર્થની ગતિની અવસ્થા કહે છે. સ્થિર પદાર્થ પર બળ લગાડતાં બળને લીધે પદાર્થ ગતિમાં આવે છે. જયારે ગતિમાં રહેલા પદાર્થની ગતિની દિશામાં બળ લાગતાં તેની ઝડપ વધે છે, જયારે ગતિની દિશાની વિરુદ્ધ દિશામાં બળ લાગતાં તેની ઝડપ ઘટે છે. તેમજ ગતિની દિશા પણ ઘણી વાર બદલાય છે. આમ, બળ લાગવાથી પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે.

34. પદાર્થ માત્ર ગતિમાં હોય તો જ તેને ગતિની અવસ્થા કહેવાય. (✔ કે X)
ઉત્તર : X
ઉત્તર : X
35. ઘણી વખતે બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી, તે ઉદાહરણ દ્વારા જણાવો.
ઉત્તર : દિવાલને ધક્કો મારતાં એટલે કે તેના પર બળ લગાડતાં તેની ગતિની અવસ્થા બદલાતી નથી. એ જ રીતે ફૂલાવેલા ફુગ્ગાને હાથથી દબાવતા તેની ગતિની અવસ્થા બદલાતી નથી, પરંતુ તેનો આકાર બદલાય છે. પ્લેટમાં રાખેલ લોટની કણૂકને હાથ વડે દબાવતા તેની ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી.

36. રબરના ફુલાવૈલા ફુગ્ગાને બે હથેળી વચ્ચે રાખી દબાવતાં ….
(A) ફૂલી જાય
(A) ફૂલી જાય
(B) લાંબો થાય
(C) ટૂંકો થાય
(D) આકાર બદલાય
ઉત્તર: (D) આકાર બદલાય
ઉત્તર: (D) આકાર બદલાય
37. મનુષ્યની પણછ ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે, જેના કારણે____માં ફેરફાર થાય છે.
ઉત્તર : આકાર
ઉત્તર : આકાર
38. પદાર્થ પર બળ લગાડ્યા વગર તેનો આકાર બદલાય છે. (✔ કે X)
ઉત્તર : X
ઉત્તર : X
39. સ્થિર અવસ્થાને____ ઝડપવાળી અવસ્થા ગણવામાં આવે છે.
ઉત્તર : શૂન્ય
ઉત્તર : શૂન્ય
40. બળ દ્વારા ઉત્પન થતી અસર જણાવો.
ઉત્તર : બળ દ્વારા ઉત્પન્ન થતી અસરો આ મુજબ છે :

(1) બળ સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકે છે.
(2) જો કોઈ પદાર્થ ગતિમાં હોય, તો બળ દ્વારા તેની ઝડ૫ માં વધારો કે ઘટાડો થઈ શકે છે એટલે કે ગતિમાં ફેરફાર થાય છે.
(3) બળ ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકે છે.
(4) પદાર્થના આકારમાં ફેરફાર કરી શકે છે.
(5) આ પૈકીની બધી અથવા આપેલ પૈકીમાંથી થોડી અસરો બળ દ્વારા ઉત્પન્ન થાય છે.
41. એવી પરિસ્થિતિઓનાં બે ઉદાહરણ આપો કે, જેમાં લાગુ પાડેલા બળના કારણે પદાર્થનો આકાર બદલાય.
ઉત્તર : બાંધેલા લોટના પિંડાને વેલણ વડે વણતાં તેના આકારમાં ફેરફાર થાય છે. ફુલાવેલા ફુગ્ગાને બે હથેળી વચ્ચે રાખી સહેજ દબાવતા ફુગ્ગાનો આકાર બદલાય છે. પ્રથમ પરિસ્થિતિમાં વેલણ વડે અને બીજી પરિસ્થિતિમાં હાથ વડે બળ લાગે છે.

42. લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે, હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે?
ઉત્તર : લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે ત્યારે હથોડા મારવાને કારણે લોખંડના ટુકડા પર સ્નાયુબળ લાગે છે. આ સ્નાયુબળને લીધે હથોડા અને લોખંડના ટુકડા વચ્ચે આંતરક્રિયા ઉદ્ભવે છે. અને આ બળને લીધે લોખંડના ટુકડાનો આકાર બદલાય છે.

43. શું હંમેશા બળ લગાડવાથી જ વસ્તુઓની ગતિ ની અવસ્થા બદલાય છે?
ઉત્તર : હા, હંમેશા બળ લગાડવાથી જ વસ્તુઓની ગતિ ની અવસ્થા બદલાય છે.

44. બળ લગાડ્યા વગર કોઇ પદાર્થ આપમેળે ગતિમા આવી શકતો નથી. (✔ કે X)
ઉત્તર : ✔
ઉત્તર : ✔
45. સ્થિર વસ્તુ પર બળની અસર જણાવોતો પ્રયોગ વર્ણવો.
હેતુ : સ્થિર વસ્તુ પર બળની અસર સમજવી.
સાધન સામગ્રી : મોટુ વજનદાર ખોખું, ફુલાવેલો ફુગો
આકૃતિ:

પદ્ધતિ : એક વજનદાર ખોખું લો. તેને એક વિઘાર્થી એક બાજુથી ધક્કો મારે તો શું થાય તે નોંધો. પરિસ્થિતિ-2 મુજબ બે બાળકો એક જ બાજુએથી ખોખાને એક સાથે ધક્કો મારે તો શું થાય તે નોંધો. પરિસ્થિતિ-3 મુજબ બંને બાળકો ખોખાને સામ-સામે રહીને ધક્કો મારે તો શું થાય તે નોંધો. હવે પરિસ્થિતિ-4 માટે એક ફુલાવેલા ફુગ્ગાને બે હાથ વડે દબાવો અને શું થાય છે તે નોંધો.
અવલોકન : પરિસ્થિતિ-1 માં બળ ઓછું હોવાથી સ્થિર ખોખું સ્થિર જ રહે છે. પરિસ્થિતિ-2 માં સ્થિર ખોખું બળની દિશામાં ગતિ કરે છે. પરિસ્થિતિ-3 માં જે બાળક વધુ બળ લગાડશે તે બળની દિશામાં ખોખું ગતિ કરશે. જયારે પરિસ્થિતિ-4 માં ફુગ્ગો ગતિ નહિ કરે. પરંતુ તેનો આકાર બદલાય છે.
નિર્ણય : સ્થિરે પદાર્થ પર અવગણી શકાય તેટલું બળ લાગતા તે સ્થિર જ રહે છે, જયારે વધુ બળ લાગતા સ્થિર પદાર્થ બળની દિશામાં ગતિ કરે છે. ઘણી વખત બળની અસર હેઠળ પદાર્થનો આકાર પણ બદલાય છે.
46. ગતિમાન પદાર્થ ગતિની દિશા આપમેળે બદલી શકતો નથી. (✔ કે X)
ઉત્તર : ✔
ઉત્તર : ✔
47. સ્નાયુબળની વ્યાખ્યા આપી તેનાં બે ઉદાહરણ આપો.
ઉત્તર : શરીરના સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુબળ કહે છે. ઉદા. (1) ધનુષની પણછો ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પડેલ બળ. (2) કોઈ વસ્તુ કે સ્કૂલ બેગને ધક્કો મારીએ તે દરમિયાન લગાડાતું બળ.

48. ધનુષની પણછને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળ એ___ બળનું ઉદાહરણ છે.
ઉત્તર : સ્નાયુ
49. પાણી ભરેલી ડોલ ઊંચકવામાં કયુ બળ વપરાય છે?
ઉત્તર : સ્નાયુબળ
ઉત્તર : સ્નાયુબળ
50. પ્રાણીઓ સ્નાયુબળનો ઉપયોગ ક્યારે કરે છે?
ઉત્તર : પ્રાણીઓ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુબળનો ઉપયોગ કરે છે.

51. સ્નાયુબળને સંપર્ક બળ કેમ કહે છે?
ઉત્તર : જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય, ત્યારે જ બળની અસર થાય છે. આથી તેને સંપર્ક બળ કહે છે.

52. સ્નાયુબળને સંપર્ક બળ પણ કહેવાય છે. (✔ કે X)
ઉત્તર : ✔
ઉત્તર : ✔
53. સંપર્ક બળનાં બે ઉદાહરણ આપો.
ઉત્તર : (1) સ્નાયુબળ અને (2) ઘર્ષણબળ – બંને સંપર્ક બળના ઉદાહરણો છે.

54. કૂવામાંથી પાણી ખેંચવા માટે દોરડા પર ___લગાડવું પડે છે્
ઉત્તર : બળ
ઉત્તર : બળ
55. વ્યાખ્યા આપો : સંપર્ક બળ
ઉત્તર : જયારે બે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતાં બળને સંપર્ક બળ કહે છે.

56. બાણની ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર એ ____બળ નું ઉદાહરણ છે.
ઉત્તર : સંપર્ક
ઉત્તર : સંપર્ક
57. વ્યાખ્યા આપો : ઘર્ષણબળ
ઉત્તર : જે બળ પદાર્થની ગતિ વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને પદાર્થની ગતિનો વિરોધ કરતું હોય તેને ઘર્ષણબળ કહે છે.

58. ઘર્ષણબળને સંપર્ક બળ શા માટે કહે છે?
ઉત્તર : ઘર્ષણબળ બે સપાટીઓ વચ્ચેના સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે તેથી ધર્ષણબળને સંપર્ક બળ કહે છે.

59. જયારે બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતાં બળો ____ને કારણે અને હવાના ____ ને કારણે હોય છે.
ઉત્તર : ગુરુત્વ,ઘર્ષણ
ઉત્તર : ગુરુત્વ,ઘર્ષણ
60. ધર્ષણબળ એ ગતિમાન પદાર્થની ____ દિશામાં હોય છે.
ઉત્તર : વિરુદ્ધ
ઉત્તર : વિરુદ્ધ
61.___ બળ બે સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે.
ઉત્તર : ઘર્ષણ
ઉત્તર : ઘર્ષણ
62. એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને_____છે.
ઉત્તર : અપાકર્ષે
ઉત્તર : અપાકર્ષે
63. બે ચુંબકના બે ધ્રુવો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ જણાવો.
ઉત્તર : બે ચુંબકના બે અસમાન ધ્રુવો વચ્ચેની આંતરક્રિયાને લીધે બંને ચુંબક એકબીજા તરફ આકર્ષાય છે. જ્યારે બે ચુંબકના બે સમાન ધ્રુવો વચ્ચેની આંતરક્રિયાને લીધે બંને ચુંબક વચ્ચે અપાકર્ષણ થવાથી ચુંબક એકબીજાથી દૂર જાય છે.

64. ચુંબક દ્વારા લાગતું બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે. (✔ કે X)
ઉત્તર : ✔
ઉત્તર : ✔
65. ફર સાથે ઘસેલો કાંસકો કોરા વાળ જોડે લઈ જતાં શું થાય છે?
ઉત્તર : ફર સાથે ઘસેલા કાંસકાને કોરા વાળ જોડે લઈ જતા કોરા વાળ કાંસકા તરફ આકર્ષાય છે.

66. સ્થિત વિધુતબળ એટલે શું?તેને અસંપર્ક બળ કેમ કહે છે?
ઉત્તર : એક વિદ્યુતભારિત પદાર્થ વડે બીજા વિદ્યુતભારિત વિદ્યુતભારરહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુતબળ કહે છે.બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે. આમ,સ્થિત વિદ્યુતબળ અસંપર્ક બળનું ઉદાહરણ છે.

67. એક વિધુતભારિત પદાર્થ વિદ્યુતભાર રહિત પદાર્થને પોતાની તરફ___ છે.
ઉત્તર : આકર્ષે
ઉત્તર : આકર્ષે
69. શું ગુરુત્વાકર્ષણ બળ માત્ર પૃથ્વી દ્વારા જ લાગી શકે છે?
ઉત્તર : ના, ગુરુત્વાકર્ષણ બળ દરેક પદાર્થ એકબીજા પર લગાડે છે.

70. ઉછાળેલો દડો જમીન પર કેમ પડે છે?
ઉત્તર : ઉછાળેલા દડા પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે જેના કારણે ઉછાળેલો દડો જમીન પર પડે છે.

71. સામાન ઊંચકવા માટે ગુરુત્વાકર્ષણ બળ ઉપયોગી છે. (✔ કે X)
ઉત્તર : X
ઉત્તર : X
72. સિક્કો તમારા હાથમાંથી છટકી જાય છે, ત્યારે નીચે પડી જાય છે, તો તેના પર કયું બળ લાગુ પડે છે?
ઉત્તર : ગુરુત્વાકર્ષણ બળ
ઉત્તર : ગુરુત્વાકર્ષણ બળ
73. વ્યાખ્યા આપો : ગુરુત્વાકર્ષણ બળ
ઉત્તર : વિશ્વના દરેક પદાર્થ નાનો હોય કે મોટો એકબીજા પર આકર્ષણ બળ લગાડે છે આ બળને ગુરુત્વાકર્ષણબળ કહે છે.

74. ગુરુત્વાકર્ષણ બળ ટૂંકમાં સમજાવો.
ઉત્તર : દરેક પદાર્થ બીજા પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે, આ ખેંચાણબળને ગુરુત્વાકર્ષણબળ કહે છે. પૃથ્વી દરેક વસ્તુ પર ગુરુત્વાકર્ષણ બળ છે લગાડે છે. પૃથ્વી દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને ગુરુત્વ કહે છે. ગુરુત્વ બળ બધા જ પદાર્થો પર લાગે છે. ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું રહેતું હોય છે. નદીઓના પાણી નીચે તરફ વહેવાનું કારણ પણ ગુરુત્વબળ છે. વિશ્વના દરેક પદાર્થ બીજા પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે.

75. અસંપર્ક બળનાં બે ઉદાહરણ આપો.
ઉત્તર : અસંપર્કબળનાં બે ઉદાહરણો : (i) ચુંબકીય બળ અને (ii) સ્થિતિ વિદ્યુતબળ

76. વિશ્વમાં દરેક પદાર્થ એકબીજા પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. (✔ કે X)
ઉત્તર : ✔
ઉત્તર : ✔
77. કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટને ઉપર તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવ્યું. પ્રક્ષેપણ સ્થાન (લોન્ચ પેડ) પરથી છોડવાના તરત જ બાદ રૉકેટ પર લાગતાં બે બળોનાં નામ જણાવો.
ઉત્તર : વર્ણવેલી પરિસ્થિતિમાં રોકેટ પર બે બળો લાગે છે :(i) ગુરુત્વાકર્ષણબળ – આ બળ રૉકેટ પર પૃથ્વીના કેન્દ્ર તરફ અધોદિશામાં લાગે છે. (ii) હવાનું ઘર્ષણબળ : આ બળ હવાને લીધે રોકેટ પર લાગે છે અને તેની દિશા રૉકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે.

78. ગુરુત્વાકર્ષણ બળને કારણે જ નદીઓમાં પાણી નીચેની તરફ વહે છે. (✔ કે X)
ઉત્તર : ✔
ઉત્તર : ✔
79. વંટોળ અને ચક્રવાત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે. (✔ કે X)
ઉત્તર : ✔
ઉત્તર : ✔
80. વ્યાખ્યા આપો : દબાણ
ઉત્તર : એકમ ક્ષેત્રફળ દીઠ (લંબરૂપે) લાગતા બળને દબાણ કહે છે.

81. દબાણનું સૂત્ર લખો. શું પ્રવાહીઓ અને વાયુઓ દ્વારા પણ દબાણ લાગે છે?
ઉત્તર : દબાણ = બળ (F )/સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ “હા, પ્રવાહી અને વાયુઓ દ્વારા પણ વસ્તુ પર દબાણ લાગે છે.

82. બળનો SI એકમ pascal છે. (✔ કે X)
ઉત્તર : X
ઉત્તર : X
83. લાકડાં કાપવા માટે કુહાડીના આગળના તીક્ષ્ણ ભાગનો ઉપયોગ કેમ કરવામાં આવે છે?
ઉત્તર : કુહાડી ના આગળના તીક્ષ્ણ ભાગનું ક્ષેત્રફળ તેના પાછળના ભાગ કરતાં ઓછું હોય છે. પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું હોય તેમ તેના પર લાગતું દબાણ વધારે હોય. આથી તીક્ષ્ણ ભાગ દ્વારા વધુ દબાણ લાગતાં તે લાકડાને ઝડપથી કાપી શકે છે.

84. કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવો હોય ત્યારે શું કરે છે? શા માટે?
ઉત્તર : કુલીઓને જયારે ભારે બોજ ઉપાડવો હોય ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને રાખે છે. આમ કરવાથી તેમના માથા સાથે બોજનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જાય છે. તેથી તેમના માથા પરનું દબાણ ઘટી જાય છે અને તેઓ સરળતાથી બોજ ઉઠાવી શકે છે.

85. 2m2 ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે 50N બળ લાગે છે, તો દબાણ કેટલું હશે?
ઉત્તર : 50N/2m2= 25N/m2
ઉત્તર : 50N/2m2= 25N/m2
86. લાકડાના પાટિયા પર ખીલી મારવા માટે, ખીલીના ઉપરના શીર્ષ ભાગ પર જ બળ કેમ લગાડવામાં આવે છે?
ઉત્તર : ખીલીના ઉપરના શીર્ષ ભાગનું ક્ષેત્રફળ વધુ હોય છે જયારે અણીદાર છેડાનું ક્ષેત્રફળ ઓછું હોય છે. સમાન બળ લગાવતાં ઓછા ક્ષેત્રફળ વાળી સપાટી પર દબાણ વધુ લાગે છે. આથી, ખીલીના અણીદાર છેડા પર વધુ દબાણ લગાડી શકાતું હોવાથી તેના શીર્ષ ભાગને ઉપર તરફ રાખી તેના પર બળ લગાડાય છે.

87. પાણીની પાઇપ જ્યાંથી લીક થાય છે ત્યાં પાણીના ફુવારાઓ બહાર આવે છે સમજાવો.
ઉત્તર : પાણીની પાઈપમાં રહેલું પાણી પાઈપની દિવાલો પર અંદરથી બહારની તરફ બળ લગાડે છે. આથી, જ્યાં લીકેજ હોય ત્યાં પાણીનું દબાણ લાગતા દીવાલમાંથી પાણી ફુવારા રૂપે બહાર આવે છે.

88. તમે જ્યારે કોઈ ફુગ્ગાને ફુલાવો છો તો તેના મોંને કેમ બંધ કરવું પડે છે? જો ફુલાવેલા ફુગ્ગાના મોંને ખોલી દઈએ તો શું થાય છે?
ઉત્તર : ફુગ્ગો ફુલાવતા હવા ફુગ્ગાની અંદર દાખલ થાય છે જે ફુગ્ગાની દીવાલો પર દબાણ કરે છે. પરિણામે ફુગ્ગો ફુલે છે. જો તેનું મોં બધું ન કરીએ તો હવા બહાર નીકળી જાય અને ફુગાની દીવાલ પર દબાણ ઓછું થતાં તે મૂળ સ્થિતિમાં પાછો આવી જાય.

89. પાત્રના તળિયે પાણીને કારણે લાગતું દબાણ સ્તંભની ઊંચાઈ પર આધાર રાખે છે. તે પ્રયોગ દ્વારા સાબિત કરો.
હેતુ : પાત્રના તળિયે પાણીને કારણે લાગતું દબાણ સ્તંભની ઊંચાઈ પર આધાર રાખે છે, તે સાબિત કરવું. સાધન – સામગ્રી : પારદર્શક કાચની નળી અથવા પ્લાસ્ટિકનો પાઈપ, રબરની શીટ (ફુગ્ગો)
આકૃતિ :

પદ્ધતિ : સૌ પ્રથમ એક પારદર્શક કાચની નળી અથવા પ્લાસ્ટિકનો પાઈપ લો. તેના નીચેના છેડે રબરની શીટ અથવા ફુગ્ગો ચુસ્ત રીતે બાંધી દો. હવે આ નળીમાં થોડું પાણી ભરો અને રબરની શીટનું અવલોકન કરો. હવે થોડું વધુ પાણી ભરો અને રબરની શીટનું અવલોકન કરો. ત્રીજી વખત થોડું વધુ પાણી ભરી રબરની શીટનું અવલોકન કરો.
અવલોકન : અવલોકન કરતાં જણાય છે કે, જ્યારે નળીમાં સૌથી ઓછું પાણી હતું ત્યારે રબર બહુ ઉપસેલું ન હતું. પરંતુ જેમ-જેમ પાણી વધતું ગયું તેમ તેમ રબરનું પડ વધુને મોટું થવા લાગ્યું (ઉપસવા લાગ્યું).
નિર્ણય : પાણીને કારણે પાત્રના તળિયે દબાણ લાગે છે અને જેમ-જેમ પાણીના સ્તંભની ઊંચાઈ વધતી જાય છે તેમ-તેમ તળિયે દબાણ વધતું જાય છે.
90. પાત્રમાં ભરેલા કોઈ પ્રવાહી દ્વારા પાત્રના તળિયે લાગતું દબાણ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે?
ઉત્તર : પાત્રમાં ભરેલા કોઈ પ્રવાહી દ્વારા પાત્રના તળિયે લાગતું દબાણ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ અને પ્રવાહીની ઘનતા પર આધાર રાખે છે.

91. પાણી પાત્રની દીવાલો પર પણ દબાણ લગાડે છે. (✔ કે X)
ઉત્તર : ✔
ઉત્તર : ✔
92. વ્યાખ્યા આપો : વાતાવરણ
ઉત્તરઃ આપણી આસપાસ રહેલા હવાના આવરણને વાતાવરણ કહે છે.

93. વ્યાખ્યા આપો : વાતાવરણીય દબાણ
ઉત્તર : આપણી આસપાસ રહેલી હવાના આવરણ વડે લાગતાં દબાણને વાતાવરણીય દબાણ કે વાતાવરણનું દબાણ કહે છે.

94. કારણ આપો : વાતાવરણનું દબાણ આશરે 10 N / m જેટલું ખૂબ વધારે છે, છતાં પણ આપણે તેના લીધે દબાઈને કચડાઈ જતા નથી.
ઉત્તર : કારણ કે, આપણા શરીરની અંદર પણ હવા રહેલી છે જે આપણા શરીરમાં રહીને શરીર પર અંદરથી બહારની તરફ દબાણ લગાવે છે જે બહારથી લાગતા વાતાવરણના દબાણની અસરને નાબૂદ કરે છે. પરિણામે આપણે દબાઈને કચડાઈ જતા નથી.

95. આપણા શરીરની અંદરનું દબાણ કોના સમાન છે?
ઉત્તર : વાતાવરણીય દબાણ