ધોરણ : 8 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૯) પ્રાણીઓમાં પ્રજનન
અધ્યયન નિષ્પતિ :
– ૫દાર્થો અને સજીવોને તેમના ગુણઘર્મો / લાક્ષણિકતાના આઘારે વર્ગીકૃત કરે છે.
– ૫દાર્થો અને સજીવોને તેમના ગુણઘર્મો રચના અને કાર્યના આઘારે જુદા પાડે છે.
– પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
– પ્રક્રિયા અને સજીવોની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– પ્રજનનના પ્રકારો
– લિંગી પ્રજનન
– નર પ્રજનન અંગો
– માદા પ્રજનન અંગો
– ભ્રુણનો વિકાસ કેવી રીતે થાય છે તેની ચર્ચા
– અ૫ત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ
– શિશુંમાંથી પુખ્ય સ્વરૂ૫
– અલિંગી પ્રજનન
– હાઇડ્રો અને અમીબામાં પ્રજનન
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પ્રજનનના પ્રકારો જણાવીશ. લિંગી પ્રજનનમાં નર પ્રજનન અંગો, માદા પ્રજનન અંગો અને ફલન વિશે માહિતી આપીશ. ભ્રુણનો વિકાસ કેવી રીતે થાય છે, તે જણાવીશ. ચર્ચા પ્રશ્નોત્તરી કરીશ. અ૫ત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ વિશે માહિતી આપીશ. શિશુંમાંથી પુખ્ત સ્વરૂ૫ કેવી રીતે બને છે. તેની ચર્ચા કરીશ. અલિંગી પ્રજનન વિશે જણાવી હાઇડ્રા, અમીબા જેવા પ્રાણીઓમાં થતાં પ્રજનન વિશે જણાવીશ. ડોલીની વાર્તા, કલોનનું કથન કરીશ. વિદ્યાર્થીઓ શ્રવણ કરશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / પ્રયોગ :
પ્રવૃત્તિ : વસંત અથવા ચોમાસાની ઋતુમાં કોઇ તળાવ અથવા વહેતા ઝરણાંની મુલાકાત લઇ દેડકાંના ઇંડાઓનું અવલોકન કરવું.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ.
– વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.