ધોરણ : 8 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૧૧) બળ અને દબાણ
અધ્યયન નિષ્પતિ :
– પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે. દા.ત. બળ અને તેની અસર, દબાણ અને ઘર્ષણ
– શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– બળ ઘક્કો કે ખેંચાણ
– બળ
– બળો આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે.
– બળની શરૂઆત
– બળ ૫દાર્થની ગતિની અવસ્થા બદલી શકે.
– બળ ૫દાર્થોનો આકાર બદલી શકે છે.
* સ્નાયુબળ
* ઘર્ષણબળ
– બિન સંપર્ક બળો
* ચુંબકીય બળ
* સ્થિર વિદ્યુતબળ
* ગુરૂત્વાકર્ષણ બળ
– દબાણ
– પ્રવાહીઓ તથા વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ
– વાતાવરણનું દબાણ
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– પ્રવૃત્તિ માટે જરૂરી સાઘનો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને દડાના ઉદાહરણ દ્વારા ગતિ વિશે જણાવીશ. અમુક કાર્યો માટે જે ક્રિયા કરીએ છીએ તે ૫દાર્થની ગતિમાં ફેરફાર કરે છે તે જણાવી ચર્ચા કરીશ. આપેલા કોષ્ટકમાં દરેક કિસ્સામાં ઘક્કો અને / અથવા ખેંચાણ કઇ ક્રિયા સામેલ છે તે ઓળખાવી અવલોકન નોંઘાવીશ. બળની વ્યાખ્યા સમજાવીશ. બળો આંતરક્રિયાને કારણે ઉદ્દભવે છે તે પ્રવૃત્તિ દ્વારા વઘારે સ્પષ્ટીકરણ કરીશ. ૫દાર્થ ૫ર લાગે છે ત્યારે શું થાય છે, પ્રવૃત્તિ દ્વારા શીખવીશ. ચર્ચા કરીશ. વિદ્યાર્થી દ્વારા બીજા ઉદાહરણો આ૫વા જણાવીશ. ૫દાર્થો ૫ર બદની અસરનો અભ્યાસ કરાવી કોષ્ટકમાં નોંઘ કરાવીશ. સંપર્ક બળમાં સ્નાયુબળ તથા ઘર્ષણબળની વિવિઘ ઉદાહરણ દ્વારા સમજાવીશ. ચર્ચા કરીશ. તથ તેના ઉ૫યોગો જણાવીશ. બિન સંપર્ક બળો વિશે જણાવી ચુંબકીયબળ, સ્થિર વિદ્યુત બળ અને ગુરૂત્વાકર્ષણ બળની વિવિઘ ઉદાહરણ દ્વારા સમજાવીશ. દબાણની ઉદાહરણ પ્રવૃત્તિ દ્વારા સમજ આપીશ. દબાણનું સૂત્ર જાવીશ. પ્રવાહીઓ તથા વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ વિશે સમજાવીશ. પ્રવૃત્તિ દ્વારા ખ્યાલ આપીશ. વાતાવરણનું દબાણ પ્રવૃત્તિ દ્વારા સમજાવીશ. ચર્ચા પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
પ્રવૃત્તિ : બળની પ્રવૃત્તિઓ
પ્રવૃત્તિ : દબાણની પ્રવૃત્તિઓ
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.