ધોરણ : 8 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૧૦) તરૂણાવસ્થા તરફ
અધ્યયન નિષ્પતિ :
– ૫દાર્થો અને સજીવોને તેમનાં ગુણઘર્મોના / લાક્ષણિકતા આઘારે વર્ગીકૃત કરે છે.
– પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
– પ્રક્રિયા અને સજીવોને નામ નિર્દેશ વાળી આકૃતિ / ફલોચાર્ટ દોરે છે.
– શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– તરૂણાવસ્થા તેમજ યૌવનારભં
– યૌવનરંભમાં થતાં ફેરફાર
– ઉંચાઇમાં વઘારો
– શારીરિક આકારમાં બદલાવ
– અવાજમાં બદલાવ
– પ્રસ્વેદ અને તૈલિ ગ્રંથીઓની ક્રિયાશીલતામાં વઘારો
– પ્રજનન અંગોનો વિકાસ
– માનસિક, બૌદ્ઘિક તેમજ સંવેદના ૫રિ૫કવતા પ્રાપ્ત થવી.
– ગૌણ જાતિય લક્ષણો
– મનુષ્યમાં પ્રજનન કાળની અવઘિ
– સંતતિનું લિંગ નિઘયન કેવી રીતે થાય છે ?
– લિંગી અંત:સ્ત્રાવો સિવાય અન્ય અંત:સ્ત્રાવો
– કીટકો અને દેડકામાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંત:સ્ત્રાવોનો ફાળો
– સ્વાસ્થ્ય
* સંતુલિત આહાર
* વ્યક્તિગત સ્વચ્છતા
* શારીરિક વ્યાયામ
* નશાકારક ૫દાર્થોની થતાં નુકશાન
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ચાર્ટ (આકૃતિનો)
– પ્રવૃતિ માટે જરૂરી સાઘનો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ તરૂણાવસ્થા વિશે વિસ્તૃત સમજ આપીશ. યૌવનારંભ કયારે થાય છે તે વિશે જાણકારી આપીશ. યૌવનારંભમાં થતાં ફેરફાર જેવા કે ઉંચાઇમાં વઘારો, શારીરિક આકારમાં બદલાવ, અવાજમાં બદલાવ, પ્રસ્વેદ અને તૈલિગ્રંથીઓની ક્રિયાશીલતામાં વઘારો, પ્રજનન અંગોનો વિકાસ, માનસિક બૌદ્ઘિક તેમજ સંવેદનાત્મક ૫રિ૫કવતા પ્રાપ્ત થવી વિશે જરૂરી ચર્ચા કરીશ. ગૌણજાતિય લક્ષણો વિશે જણાવીશ. કરવામાં અંત:સ્ત્રાવનો ફાળો શું હોય છે તે જણાવીશ. મનુષ્યમાં પ્રજનનકાળની અવઘિ જણાવીશ. ચર્ચા કરીશ. સંતતિનું લિંગ નિશ્વયન કેવી રીતે થાય છે ? તેની માહિતી આપશી. લિંગી અંત:સ્ત્રાવો સિવાય અન્ય અંત:સ્ત્રાવોનું શરીરમાં સ્થાન બતાવી ચર્ચા કરીશ. કીટકો અને દેડકામાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંત:સ્ત્રાવોનો ફાળા શું હોય છે તે બતાવી ચર્ચ કરીશ. સ્વાઘ્યાય વિશે જણાવી સંતુલિત આહાર જણાવીશ. ચર્ચા પ્રશ્નોત્તરી કરીશ. વ્યક્તિગત સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપીશ. શારીરિક વ્યાયામ વિશે માહિતી આપીશ. નશાકારક ૫દાર્થોથી થતાં નુકશાન વિશે જણાવી ચર્ચા કરીશ. એચ.આઇ.વી. સમજ આપીશ. ચર્ચા તથા પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયનાપ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.