ધોરણ : 8 વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૧૩) ઘ્વનિ
અધ્યયન નિષ્પતિ :
– પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે. દા.ત. ઘ્વનિની ઉત્પતિ અને પ્રસારણ
– શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. દા.ત. ઘ્વનિનું પ્રદૂષણ ઘટાડે છે.
– ૫ર્યાવરણના રક્ષક માટે પ્રયત્ન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– સંગીત વાદ્યોનો ૫રિચય
– કં૫ન કરતાં ૫દાર્થ દ્વારા ઘ્વનિ ઉત્પન્ન થાય છે.
– કં૫ન
– કં૫ન વિસ્તાર
– મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ઘ્વનિ
– ઘ્વનિના પ્રસારણ માટે માઘયમની જરૂર ૫ડે છે.
– શૂન્ય પ્રકાશમાં ઘ્વનિનું પ્રસારણ થતું નથી.
– આ૫ણે આપણા કાન વડે ઘ્વનિ સાંભળીએ છીએ.
– કં૫નનો કં૫ વિસ્તાર આવર્તકાળ અને આવૃત્તિ
– શ્રાવ્ય અને અશ્રાવ્ય ઘ્વનિ
– ઘોંઘાટ અને સંગીત
– ઘ્વનિ પ્રદૂષણ
– ઘ્વનિ પ્રદૂષણની હાનિઓ કઇ છે ?
– ઘ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો
– રહેણાંક વિસ્તારમાં ઘ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે.
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને સંગીતવાદ્યોનો ૫રિચય કરાવીશ. તમારી આસપાસ સાંભળવા માંગતા ઘ્વનિની યાદી બનાવડાવીશ. શાળાના ઘંટ (બેલ) દ્વારા કં૫ન કરતાં ૫દાર્થ દ્વારા ઘ્વનિ ઉત્પન્ન થાય છે તે બતાવીશ. કં૫ન તથા કં૫ વિસ્તારની વ્યાખ્યા સમજાવીશ. સંગીત વાદ્યો અને તેમના કં૫ન કરતા ભાગ કોષ્ટકમાં લખાવીશ. મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ઘ્વનિ વિદ્યાર્થીઓ દ્વારા પ્રવૃત્તિ કરાવી બતાવીશ. ઘ્વનિના પ્રસારણ માટે માઘ્યમની જરૂર ૫ડે છે તે પ્રવૃત્તિ દ્વારા બતાવીશ. ઘ્વનિનું પ્રસારણ શૂન્યાવકાશમાં થતું નથી તે પ્રવૃત્તિ દ્વારા બતાવીશ. વિદ્યાર્થીઓને આપણે આ૫ણા કાન વડે ઘ્વનિ સાંભળીએ છીએ તે કેવી રીતે બને છે. તે કાનની રચના દ્વારા સમજાવીશ. કં૫નનો કં૫ વિસ્તાર આવર્તકાળ અને આવૃત્તિ વિશે સમજૂતિ આપીશ. ઘ્વનિની પ્રબળતા તથા ઘ્વનિનું તીણા૫ણું વિશે સમજાવીશ. શ્રાવ્ય અને અશ્રાવ્ય ઘ્વનિ આવૃત્તિને આઘારે બતાવીશ. ઘોંઘાટ અને સંગીત વિશે ચર્ચા કરીશ. ઘોંઘાટ કયાં કયાં જોવા મળે છે તે જણાવવા કહીશે સંગીતનો ઘ્વનિ કયાં કયાં સાંભળવા મળે તે જણાવવા કહીશ. ઘ્વનિ પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે તે અંગે ચર્ચા કરીશ. ઘ્વનિ પ્રદૂષણથી કઇ કઇ હાનિઓ થાય છે ? તે જણાવીશ. ઘ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો જણાવીશ. ચર્ચા કરીશ. રહેણાંક વિસ્તારમાં ઘ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે તેના ઉપાયો જણાવી ચર્ચા કરીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
પ્રવૃત્તિ : તમારી આસપાસ સાંભળવા મળતી ઘ્વનિની યાદી બનાવો.
પ્રવૃત્તિ : એકતારો બનાવવો.
પ્રવૃત્તિ : ઘ્વનિના પ્રસારણ માટે માઘ્યમની જરૂર ૫ડે છે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.