ધોરણ : 8 વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૧૫) કેટલીક કુદરતી ઘટનાઓ
અધ્યયન નિષ્પતિ :
– પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
દા.ત. વીજભાર
શૈક્ષણિક મુદ્દા :
– વીજળી
– ઘસવાથી વીજભારની ઉત્પતિ
– વીજભારના પ્રકારો અને તેની આંતરક્રિયા
– વીજભારનું વહન
– વીજળીની વાર્તા
– વીજળી સુરક્ષા
– તકેદારી રાખવાની બાબતો
– વીજળીના વાહકો
– ભૂકં૫
– ભૂકં૫ શું છે ?
– રિકટર સ્કેલ વિશે માહિતી
– ભૂકં૫ શાથી થાય છે ?
– ભૂકં૫ સામે રક્ષણ
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને વીજળી વિશે માહિતી આપીશ. તણખાઓ વિશે ગ્રીકોનું જ્ઞાન કેવું હતું તે જણાવીશ. ચર્ચા કરીશ. ઘસવાથી વીજભારની ઉત્પતિ કેવી રીતે થાય છે ? ઘસવાથી વીજભાર ઉત્પન્ન થાય તેાવ ૫દાર્થો વિશે જણાવીશ. કોષ્ટકમાં દર્શાવેલાં ૫દાર્થો સાથે ઘસીને વીજભારીત કરાવીશ. કોષ્ટક પૂર્ણ કરાવીશ. વીજભારના પ્રકારશો અને તેની આંતરક્રિયા પ્રવૃત્તિ દ્વારા સમજાવીશ. વીજભારનું વહન કેવી રીતે કરી શકાય છે તે પ્રવૃત્તિ કરી બતાવીશ. સાદુ ઇલેકટ્રોસ્કોપની રચના સમજાવી ઉ૫યોગ જણાવીશ. અર્થીગ વિશે સમજાવીશ. વીજળીની વાર્તા કહીશ. વિદ્યુતભાર વિભારણ વિશે સમજાવીશ. વીજળી સુરક્ષામાં ગાજવીજ દરમિયાન કરવાની અને ન કરવાની બાબતો જણાવીશ. ઘરની અંદર કેવી તકેદારી રાખવી જોઇએ ? તે જણાવીશ. વીજળીના વાહકો જણાવીશ. ભૂકં૫ વિશે માહિતી આપીશ. ભૂકં૫ શું છે ? તેની માહિતી આપીશ. ભૂકં૫ શાથી થાય છે ? તે અંગે ચર્ચા કરીશ. રિકટર સ્કેલ વિશે જાણકારી આપીશ. ભૂકં૫ સામે રક્ષણ કેવી રીતે મેળવાય છે તે અંગે જણાવીશ. ચર્ચા – પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
– પ્રવૃત્તિ : સમાજ વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે.
– પ્રવૃત્તિ : વિરૂદ્ઘ વીજભારોએકબીજાને આકર્ષે છે.
– પ્રવૃત્તિ : સાદું ઇલેકટ્રોસ્કોપ બનાવવું.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.