ધોરણ : 8 વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૧૬) પ્રકાશ
અધ્યયન નિષ્પતિ :
– પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે. દા.ત. પ્રકાશનું ૫રાવર્તન ગુણકપ્રતિબિંબની રચના
– આપાતકોણ અને ૫રાવર્તન કોણનું માપન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– વસ્તુઓ શાને લીઘે દ્રશ્યમાન થાય છે ?
– ૫રાવર્તનના નિયમો :
– સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ
– નિયમિત અને અનિયમિત ૫રાવર્તન
– ૫રાવર્તિત પ્રકાશને ફરીથી ૫રાવર્તિત કરી શકાય છે.
– ગુણક પ્રર્તિબિંબો
– કેલિડો સ્કોપ
– સૂર્ય પ્રકાશ – શ્વેત કે રંગીન
– આપણી આંખોની અંદર શું છે ?
– આંખોની દેખભાળ
– ખામીયુકત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ વાંચી અને લખી શકે છે.
– બ્રેઇલ લિપિ શું છે ?
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને વસ્તુઓ શેના લીઘે દ્રશ્યમાન થાય છે તે ચર્ચા કરીશ. ૫રાવર્તનના નિયમો જણાવીશ. પ્રવૃત્તિ દ્વારા સમજાવીશ. આપાતકોણ અને ૫રાવર્તનકોણની આકૃત્તિ દ્વારા સમજ આપીશ. સમતલ અરીસા વડે પ્રતિબિંબની રચના કરતાં શીખવીશ. પ્રવૃત્તિ દ્વારા સમજ આપીશ. નિયમિત અને નિયમિત ૫રાવર્તનની રચના કેવી રીતે થાય છે તે પ્રવૃત્તિ દ્વારા બતાવીશ. ૫રાવર્તિત પ્રકાશને ફરીથી ૫રાવર્તિત કરી શકાય છે તે પ્રવૃત્તિ દ્વારા બતાવીશ. ગુણક પ્રતિબિંબોમાં કેલિડોસ્કોપની સમજ આપીશ. ગુણક પ્રતિબિંબો કેવી રીતે મેળવાય છે. તે પ્રવૃત્તિ દ્વારા બતાવીશ. સૂર્યપ્રકાશ શ્વેત કે રંગીન હોય તે વિશે સમજ આપીશ. આપણી આંખોની અંદર શું છે ? તે વિશે જણાવીશ. ચર્ચા કરીશ. આંખની રચના સમજાવીશ. તેના ભાગો જણાવી કાર્ય સમજાવીશ. ‘પાંજરામાં પક્ષી’ ની પ્રવૃત્તિ કરાવીશ. આપ્ણી આંખની દેખભાળ કેવી રીતે કરી શકાય છે તે વિશે જણાવીશ. ખામીયુકત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ કેવી રીતે વાંચી અને લખી શકે છે તે જણાવીશ. બ્રેઇલ લિપિની વિશે સમજ આપીશ. તે કેવી રીતે વાંચી શકાય તે જણાવીશ. ચર્ચા પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
– પ્રવૃત્તિ : સમતલ અરીસા વડે પ્રતિબિંબની રચના કરવી.
– પ્રવૃત્તિ : પાંજરામાં ૫ક્ષી
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.