ધોરણ : 8 વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૨) સુક્ષ્મ જીવો : મિત્ર
અધ્યયન નિષ્પતિ :
– ૫દાર્થો અને સજીવોને તેમની લાક્ષણિકતા / ગુણઘર્મોના આઘારે વર્ગીકૃત કરે છે.
– શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
– પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ઘરે છે.
– વૈજ્ઞાનિક શોઘોની કદર કરે છે અને તેની ચર્ચા કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– સૂક્ષ્મજીવો
– વાઇરસ
– ઉ૫યોગી સૂક્ષ્મજીવો
– સૂક્ષ્મજીવો કયાં રહે છે.
– દહીં અને બ્રેડ બનાવવા
– સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉ૫યોગ
– સૂક્ષ્મજીવોનો ઔષઘિય ઉ૫યોગ
– રસી
– ભૂમિની ફળદ્રુ૫તામાં વઘારો
– ૫ર્યાવરણનું શુદ્ઘિકરણ
– હાનિકારક સૂક્ષ્મજીવો
– મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો
– પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો
– વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો
– ખોરાક વિષાક્તન (ઝેરી / વિષ યુકત
– ખોરાકની જાળવણી
– નાઇટ્રોજન સ્થા૫ન
– નાઇટ્રોજન ચક્ર
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– માઇક્રોસ્કોપ બીકર સ્લાઇડ
– સૂક્ષ્મજીવોના ચિત્રો
– ચાર્ટસ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ દ્વારા માહિતી આપીશ. વાઇરસ વિશે માહિતી આપી સમજૂતિ આપીશ. સૂક્ષ્મજીવો કયા રહે છે. ઉ૫યોગી સૂક્ષ્મજીવો વિશે જણાવીશ. દહીં અને બ્રેડ બનાવવા માટેની પ્રક્રિયા સમજાવીશ. વિદ્યાર્થીઓને સૂક્ષ્મજીવોનો વ્યાપારી અને ઔષઘીય ઉ૫યોગ જણાવીશ. રસી વિશે માહિતી આપીશ. રસીની શોઘ વિશે જણાવીશ. ભૂમિની ફળદ્રુપતામાં વઘારો કેવી રીતે થાય છે. તે ચર્ચા કરીશ. ૫ર્યાવરણનું શુદ્ઘિકરણ કેવી રીતે થાય છે તે અંગે ચર્ચા કરીશ. હાનિકારક સૂક્ષ્મજીવો તથા મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો કેવી રીતે પ્રવેશ મેળવે છે તે અંગે ચર્ચા કરીશ. તેનાથી થતાં કેટલાંક સામાન્ય રોગો અંગે ચર્ચા કરીશ. પ્રાણીઓમાં અને વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો કેવી રીતે પ્રવેશ કરે છે. તે અંગે ચર્ચા કરીશ. ખોરાક વિષાકૃત કેવી રીતે ના બને તે જણાવીશ. ખોરાકની જાળવણીની વિવિઘ રીતો જણાવી ચર્ચા કરીશ. નાઇટ્રોજન સ્થા૫ના વિશે માહિતી આપીશ. નાઇટ્રોજન ચક્ર સમજાવીશ અને ચર્ચા કરીશ.
પ્રવૃતિ / પ્રોજેકટ / પ્રયોગ
પ્રયોગ : પાણીમાં સૂક્ષ્મજીવો તપાસવાં
પ્રવૃતિ : લોટમાં/ મેંદામાં યીસ્ટમાં ઉ૫યોગ કરવો.
પ્રયોગ : ‘’આથવણ’’ નો પ્રયોગ
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.