૧૩. નદીની સફર………
અધ્યયન નિષ્પતિ
4.06 ખોરાક, પાણી, કપડાં જેવી મૂળભૂત જરૂરિયાતોના ઉત્પાદન અને વિતરણની પ્રક્રિયા (જેમ કે મૂળ સ્રોતથી ઘર સુધી, અનાજનું ખેતરમાંથી બજારમાં અને ત્યાંથી ઘર સુધી પહોંચવું તથા સ્થાનિક જળસ્રોતમાંથી પાણીનું શુદ્ધીકરણ અને વપરાશ માટેની રીતો) સમજાવે છે.
4.09 ગુણધર્મો અને ઘટનાઓનું અનુમાન કરે છે, પ્રમાણિત અને બિનપ્રમાણિત એકમો (જેમકે કિલોગ્રામ, ગજ, પગલાં, ડગલાં, મીટર વગેરે) દ્વારા અવકાશી જથ્થા (અંતર, વજન, સમય)નો અંદાજ કાઢે છે તથા સાદા અને હાથવગા ઉપાયો દ્વારા કાર્યકારણ સંબંધની ચકાસણી કરે છે. (જેમ કે બાષ્પીભવન, ઘનીભવન, શોષણ તથા પદાર્થોનું કદ, વૃદ્ધિ, ફળ, ફૂલ અને શાકભાજીનું ટકાઉપણું)
4.15 સ્વચ્છતા અંગેનાં તથા સંસાધનોનાં કરકસરયુક્ત અને પુનઃઉપયોગ, પુનઃનિર્માણ અંગેના ઉપાયો સૂચવે છે. વિવિધ સજીવો (જેમ કે વનસ્પતિ, પ્રાણીઓ, વડીલો અને દિવ્યાંગ વ્યક્તિઓ)ની કાળજી લે છે તથા વિવિધ સ્રોતો (જેમ કે ખોરાક, પાણી અને જાહેર મિલકતો)ની જાળવણી કરે છે.